Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપચૂંટણી-૨૦૧૪, લઘુમતીઓ અને વિકલ્પની શોધ

ચૂંટણી-૨૦૧૪, લઘુમતીઓ અને વિકલ્પની શોધ

દેશમાં અત્યારે ૨૦૧૪ ની સંસદીય ચૂંટણીઓ નજીક છે. બધા જ રાજકીય પક્ષોની ચૂંટણી સંદર્ભે, વિશેષતઃ લઘુમતીઓ પ્રત્યે કૃપા-દૃષ્ટિ થઈ રહી છે. તેનો હેતુ એ છે કે લઘુમતીઓ તેમની અવગણના ન કરે, બલ્કે પક્ષથી મજબૂત સંબંધ સ્થાપીને તેની મત-બેંક બની જાય. આ જ કારણ છે કે ચારે તરફથી સહાનુભૂતિનું પ્રદર્શન અને સમસ્યાઓના ઉકેલના બજારો ઊભાર કરવામાં આવી રહ્યા છે અને દરેક પક્ષ તેમાં પોતાની દુકાન ખોલીને બેસી ગયો છે, અને એવું લાગે છે કે દરેક બાજુ અસાધારણ ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ પ્રસરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય નાયબ અધ્યક્ષ અને પાર્ટીમાં મુસ્લિમ ચહેરાના રૃપમાં જોવાતાં મુખ્તાર અબ્બાસ નકવી એક ઇન્ટરવ્યૂમાં પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો તે વખતના માહોલનો ઉલ્લેખ કરતાં કહે છે – ”જે વખતે હું પાર્ટીમાં સામેલ થયો, ત્યારે અને આજની સ્થિતિમાં ખૂબ ફરક છે. તે વખતે મુસલમાનોમાં ભાજપ પ્રત્યે ખૂબ નફરત હતી, અને બાજપની સાથે ઊભા રહેવું ખૂબ મુશ્કેલ હતું. મારું બેકગ્રાઉન્ડ સમાજવાદી યુવા જનસભા અને જે.પી. આંદોલન સાથે હતું. મેં ભાજપમાં યુવા-મોરચાથી મારો સફર શરૃ કર્યો અને આજે હું ભાજપની તમામ ઉચ્ચ કમિટીઓમાં છું. અગાઉની તુલનામાં સ્થિતિ બદલાઈ છે અને મુસલમાનોનું વલણ પણ ભાજપ પ્રત્યે એવું નથી જેવું પહેલાં હતું. વાસ્તવમાં અમારા પ્રતિસ્પર્ધીઓએ એ માહોલ બનાવ્યો હતો કે ભાજપ મુસલમાનોની દુશ્મન છે અને કોંગ્રેસ મિત્ર.” મુખ્તાર

અબ્બાસ નકવીની વાતચીતથી જાણકારી મળે છે કે હકીકતમાં તે વખતની અને આજની સ્થિતિ ખૂબ જ બદલાઈ ગઈ છે. આજે મુસલમાનો ભાજપ સંબંધે જે ગેરસમજો અને ભ્રમણાઓ હતી, તે દૂર થઈ ગઈ છે. મુસલમાનો ભાજપથી મિત્રતાભર્યા સંબંધો વધારી રહ્યા છે. પરિણામે ભાજપ પણ પોતાના વલણમાં પરિવર્તન લાવ્યો છે. આ જ કારણ છે કે ભાજપે મુસલમાનો પર વિશ્વાસ પ્રગટ કરતાં પાર્ટીમાં ઉચ્ચ જવાબદારીઓ સુપ્રત કરી છે. તેથી મુસલમાનો હવે વધારે વાર ભાજપથી દૂર ન રહેવું જોઈએ, બલ્કે તેમાં સામેલ થઈને પોતાના અને દેશના વિકાસને જ લક્ષ્ય બનાવવું જોઈએ.

બીજી બાજુ દેશને એક નવા પક્ષના રૃપમાં મળેલ ‘આપ’ કહે છે કે – સર્વાંગી વિકાસ માટે દેશની પરંપરાને આગળ વધારવાની જરૂરત છે; બરાબર એ પરંપરાને જેની પેદાશ ગાંધીજી, મૌલાના આઝાદ અને મૌલાના મઝહર હતા; જેઓ કોઈ જાતિ, ધર્મ કે પ્રદેશના નેતા નહોતા, બલ્કે દેશના નેતાઓ હતા. તેમની આજ વાત અમુક અંશે યોગ્ય કહી શકાય છે. પરંતુ એ વાત કે ‘આપ’ કોઈ વર્ગની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી દૂર રહે છે, તેથી મુસલમાનોએ પણ ‘આપ’માં સામેલ થવું જોઈએ; ઉપરાંત, ‘આપ’ કોઈ વિશિષ્ટ ઓળખની સાથે ચાલવા નથી માગતો અને ન તો હિંદુ-મુસ્લિમની વાત કરે છે, બલ્કે માનવતા અને તમામ લોકોની વાત કરે છે; તદુપરાંત એ પણ કે, જ્યારે આમ લોકોના પ્રશ્નો હલ થશે, તો મુસલમાનોના પ્રશ્નો પણ આપોઆપ હલ થઈ જશે. આ વાત ‘આપ’ની યોગ્ય નથી. ભૂતકાળનો સંદર્ભ આપીને તેઓ વધુમાં કહે છે કે આમ આદમીનું રાજકારણ કરીને અમે એ રાજકીય પરંપરાને તોડવાની કોશિશ કરી છે, જેમાં રાજકીય પક્ષો જાતિ-જ્ઞાતિવાદ, ભગવાકરણ (જીટ્ઠકકર્હિ ઁર્ઙ્મૈંૈષ્ઠજ), સમાજને તોડવા અને જાતિ-જ્ઞાતિ અને ધર્મના સહારે ચૂંટણીઓ લડતા હતા. મીટિંગમાં ઉપસ્થિત મુસલમાનોથી એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો કે તમને આઝાદી પછી અત્યાર સુધી ચૂંટણીઓથી શું લાભ થયો? આ એ મીટિંગ અને વાતચીતનો સાર છે, જે ‘આપ’ના નેશનલ એક્ઝીક્યૂટિવ મેમ્બર અને બિહાર પ્રદેશના ઇન્ચાર્જ અજીત જ્હાએ આયોજિત કરી હતી અને જેમાં મુસલમાનોને વિશેષ રૃપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. મિટીંગનો હેતુ આમ આદમી પાર્ટીમાં મુસલમાનોને જોડવાનો અને તેના એજન્ડા પર ભાર મૂકવાનો હતો.

ત્રીજી બાજુ એ તમામ પક્ષો છે, જેમનું વિચારવાનું આરંભ-બિંદુ ઉત્તરપ્રદેશ અથવા હિન્દી બેલ્ટ છે. આ તમામ પ્રદોશિક પક્ષોનું પણ એ જ માનવું છે કે ભૂતકાળમાં લઘુમતીઓની સમસ્યાઓને અવગણવામાં આવતી રહી છે. આવશ્યક છે કે તેમની સમસ્યાઓને ધ્યાનમાં લઈને ઉકેલ તરફ આગળ વધવામાં આવે. પરંતુ સમયાંતરે સત્તા પર બેસેલ પક્ષો તરફથી એ વાતની કોઈ સ્પષ્ટતા નહોતી થતી કે સત્તા પર આવ્યા પછી લઘુમતીઓ માટે તેમના તરફથી શું અને કયા પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું અને એ કયા-કયા પ્રશ્નો હતા, જેના ઉકેલ માટે તેઓ, ન માત્ર આગળ વધ્યા, બલ્કે પરિણામ આપીને તેમણે લઘુમતીઓને સંતુષ્ટ પણ કર્યા ? આ પક્ષોમાં પ્રથમ ક્રમે યુપીની સમાજવાદી પાર્ટી છે, જેના વર્તમાન શાસનમાં એકસોથી વધારે કોમી રમખાણો થયા અને હાલમાં મુઝફ્ફરનગર હત્યાઓ, લૂટફાટ અને જંગલીપણામાં વહીવટીતંત્ર અને પોલીસ તરફથી બેકાબૂ ભેદભાવપૂર્ણ વલણનું પ્રદર્શન, ન માત્ર ખુલ્લી સાક્ષી, બલ્કે

પુરાવો પણ ઉપલબ્ધ કરાવે છે કે તે કેટલી હદે લઘુમતીઓની સમસ્યાઓના ઉકેલ માટે ધ્યાન આપે છે. તેમ છતાં ધાર્મિક અને અધાર્મિક ઓળખ ધરાવતા નેતાઓ એવંુ કહી રહ્યા છે કે આ બેદરકારી માટે રાજ્ય સરકાર જવાબદાર નથી, બલ્કે આ બધું સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની નિષ્ફળતાનું પરિણામ છે. પ્રશ્ન એ છે કે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ શું રાજ્ય વહીવટીતંત્રના આધીન નથી ? એ જ પ્રમાણે પોતાના ૫૮ મા જન્મ-દિવસ પ્રસંગે રમાબાઈ આંબેડકર મેદાન (લખનઉ)માં આયોજિત બહુજન સમાજ પાર્ટીની ‘સાવધાન

મહારેલી’ને સંબોધન કરતાં ઉત્તરપ્રદેશી પૂર્વ મુખ્યમંત્રી માયાવતી સ્વયંને મુસલમાનોના નેતા બતાવવાની કોશિશ કરી રહેલી દેખાય છે. તે કહે છે કે બસપને મુસલમાનોના બહુમતી મતો મળવાથી બીજેપી અને અન્ય કોમવાદી બળો કમજોર થઈ જશે. બીજેપી પર હુમલો કરતાં કહે છે કે કેન્દ્રમાં આ જ પક્ષના શાસન વખતે દેશમાં ઘણાં આતંકવાદી બનાવો બન્યા હતા. ઉપરાંત, ઉત્તરપ્રદેશમાં તો આ જ પક્ષની સરકારના શાસનમાં અયોધ્યામાં બાબરી મસ્જિદને ધ્વંસ કરીને કોમી તણાવ ઊભો કરવામાં આવ્યો. આ તમામ વાસ્તવિકતાઓનું રહસ્ય ખોલવા છતાં તે ભૂલી જાય છે કે સ્વયં તેના શાસનમાં ઇલાહાબાદ હાઇકોર્ટ ‘આસ્થા’ના આધારે કઈ રીતે બાબરી મસ્જિદનો વિવાદ હલ કરે છે અને તે અથવા તેનો પક્ષ આ નિર્ણય વિરુદ્ધ અવાજ સુદ્ધા ઉઠાવતા નથી.

ભારતની લઘુમતીઓમાં પ્રથમ ક્રમે મુસલમાનો છે, અને મુસલમાનોનો સૌથી મોટો પ્રશ્ન તેમનો પોતાનો અસ્પષ્ટ, અવ્યવસ્થિત અને ધૈર્યપૂર્ણ સંઘર્ષથી ખાલી એજન્ડા છે. આ જ કારણ છે કે આઝાદીથી પહેલાં અને પછી જે પક્ષે પણ તેમને પોતાના તરફ આકર્ષિત કર્યા, બીજા શબ્દોમાં જે પક્ષે પણ પોતાના મજેદાર એજન્ડાની સાથે તેમને પોકાર્યા, મુસલમાનોનો એક મોટો વર્ગ તેના તરફ વળી ગયો. ઉપરની ચર્ચા પણ એ જ સાબિત કરે છે ક. વાસ્તવમાં ખરી દિલચશ્પી દેશથી હોવી જોઈએ, કોઈ વિશેષ વર્ગના પ્રશ્નોથી નહીં. મુસલમાનોનો પ્રશ્ન પણ કોઈ વિશિષ્ટ પ્રશ્ન નથી, બલ્કે તેમનો પણ એ જ રોટી, કપડા અને મકાનનો જ પ્રશ્ન છે, જે રીતે અન્ય નાગરિકોના હોય છે. જ્યારે કે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. એક વિશેષ વિચારધારાના સમર્થકો પણ એ જ કહેતા આવ્યા છે કે, સંભવ છે તેમના કહેવાની
રીતમાં ફરક હોય, પરંતુ તેમનું કહેવું પણ એ જ છે કે – ”જાતિ-જ્ઞાતિ અને આસ્થાની અવગણના કરીને અથવા તેનાથી ઉપર ઉઠીને દરેક વ્યક્તિને સંબોધન કરતાં બતાવવામાં આવે કે ભારતના તમામ લોકોનું એ મહાન ઉત્તરદાયિત્વ છે કે તે એ હકીકતને માને કે ‘ભારતરાષ્ટ્ર’ પ્રત્યે અસાધારણ સંપર્ણનની ભાવના (Intense Devotion)ને ઉભારવામાં આવે. તેની સાથે લઘુમતીઓની ઉપાસનાની રીતનો આદર કરતાં પણ રાષ્ટ્રની પરંપરાઓ, જીવન-દૃષ્ટિકોણ (જીવન-ધારા અથવા Life Attitudes), આદર્શો અને મૂલ્યોથી તેમને પ્રેમ અને આદરની શિક્ષા આપવામાં આવે અને તેમની અપેક્ષાઓને રાષ્ટ્રની અપેક્ષાઓની સાથે સુસંગત કરવામાં આવે.” વિશેષ વિચારધારના હિમાયતીઓ રાષ્ટ્રીય સ્તરે ‘એકરૃપતા’ના ઇચ્છુક છે, જેના પછી દેશમાં એક જ સમાજ, એક જ કોમ અને એક જ સભ્યતા-સંસ્કૃતિનું પ્રદર્શન હશે અને સંભવતઃ આ જ વાત ગાંધીજી અને મૌલાના આઝાદનું ઉદાહરણ આપીને પરંપરાને આગળ વધારવાની કરવામાં આવી છે. અમે નથી જાણતા કે અજીત જ્હા અને વિશેષ વિચારધારાના ઝંડાધારીઓ દરમ્યાન વૈચારિક એકરૃપતા કેટલે અંશે જોવા મળે છે, તેમ છતાં જે દેખાય છે તે કંઈ સ્પષ્ટ પણ નથી.

વર્તમાન પરિસ્થિતિને જોતાં આગામી પાંચ વર્ષ માટેની સરકારની રચનાનો આરંભ થઈ ગયો હોય એવું દેખાય છે. જોવાનું એ રહે છે કે એ કયો પક્ષ અથવા એલાયન્સ હશે, જેને દેશવાસીઓ આગામી સરકારની ધૂરા સંભાળવા માટે રાજી હશે.પરંતુ એ કોઈપણ સરકાર હોય અને કોઈપણ એલાયન્સ, લઘુમતીઓને નજીકના ભવિષ્યના ન કેવળ વચનો, બલ્કે પરિણામોને પણ ન ભૂલવા જોઈએ. લઘુમતીઓએ પાત્ે ાાના સ્પષ્ટ હેતુઆ ેઅને ધૈર્યપૂર્ણ સંઘર્ષની સાથે અમુક અથવા કોઈ એક પ્લેટફોમ ઊભંુ કરવુ ંજોઈએ, જેના થકી તાત્કાલિક નહીં તો વિલંબથી, દેશવાસીઓ અને તેમના પોતાના પ્રશ્નો હલ થતા દેખાય. ગત સિત્તેર વર્ષોથી જેવી રીતે સરકારો બનતી અને અગડતી રહી છે, ભવિષ્યમાં પણ બનતી અને બગડતી રહેવાની છે. પરંતુ એ પ્રશ્ન કે સામાન્ય માનવીઓના પ્રશ્નો, જેમાં લઘુમતીઓના પ્રશ્નો અગ્રક્રમે છે, તે ક્યારે અને કેવી રીતે હલ થશે ? સંભવતઃ આ જ એ વિકલ્પ છે, જેની શોધ આજે પણ ચાલુ છે !

Email : maiqbaldelhi@gmail.com
Website : maiqbaldelhi.blogpost.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments