Friday, March 29, 2024
Homeઓપન સ્પેસછત્તીસગઢમાં એક બાજુ ધનવાનોની સેના છે, બીજી બાજુ આદિવાસી

છત્તીસગઢમાં એક બાજુ ધનવાનોની સેના છે, બીજી બાજુ આદિવાસી

અમો પણ જાણીએ છીએ કે અગર અમોને કાર શોપીંગ મોલ વાળું વૈભવી જીવન જોઇએ તો આદિવાસીઓની જમીનો લૂંટવી પડશે. આ યુધ્ધમાં કાયદા, નૈતિકતા, બંધારણનું કોઇ સ્થાન જ નથી.

છત્તીસગઢની લડાઇ  નકસલવાદીઓ વિરૃધ્ધ જરાય  નથી. આ લડાઇ ખનીજો, જંગલો, નદીઓ ઉપર કબ્જો કરવાનો યુધ્ધ છે. આમ હું એટલા માટે કહી રહ્યો છું કે ભારતમાં સ્વતંત્રતાથી લઇને આજ સુધી ધનિક કંપનીઓ માટે સરસ જમીનો ઉપર કબ્જો, પોલીસની લાઠી અને બંદૂકો દ્વારા કરવામાં આવ્યો છે. જયાં નકસલી નથી હોતા ત્યાં પણ સરકારી બંદૂકોના આધારે ગરીબોને ભયભીત કરીને અથવા મારઝૂડ દ્વારા એમની જમીનો ઉપર કબજો કરીને ધનવાનોને સોંપવાનું કાર્ય કરાવાયું. ભલે પછી તે ઓરિસ્સાના જગત સિંહપૂરમાં કોરિયન કંપની “પોસ્કો” માટે જમીન ઝુંટવાની વાર્તા હોય અથવા દિલ્લી પાસે નોઇડામાં જમીન ઝૂંટવાનો મામલો હોય, દરેક જગ્યાએ ખેડૂતોના ઘરો બાળવામાં આવ્યા, ખેડૂતોને મારવામાં આવ્યા અને જેલોમાં પૂરી દેવાયા.

એટલા માટે આપણે સ્પષ્ટ રીતે જાણી લેવું જોઇએ કે છત્તીસગઢની લડાઇ પણ ખનીજો માટે લડવામાં આવી રહી છે. આ લડાઇમાં એક બાજુ મોટી કંપનીઓ છે. કંપનીઓના પક્ષે સરકાર છે. પોલીસ છે, ન્યાયાલયો છે અને મીડિયાનો એક મોટો વર્ગ છે. જયારે આદિવાસીઓના પક્ષે ગાંધીવાદીઓ-વામ-પંથીઓ છે, ખરી વિચારધારા વાળા ન્યાય પ્રિય લોકો છે.જોગાનુજોગ નકસલી પણ આદિવાસી તરફી છે.

સરકાર એક બાજુ ચતુરાઇની રમત રમે છે. સરકાર કહે છે કે જો નકસલી પણ આદિવાસીની તરફેણમાં છે તો તમામ આદિવાસી નકસલી છે. સરકાર વધુ ચાલાકીથી કહે છે કે જો ગાંધીવાદી અને વામપંથી પણ આદિવાસી તરફી છે, તો ગાંધીવાદી અને વામપંથી પણ નકસલી છે એટલા માટે સૌ ન્યાય પ્રિય લોકો પણ નકસલી છે.

સરકાર પોતાની ચાલાકીની આડમાં પોતાના બધાજ અત્યાચારી અને માનવઅધિકાર હનનને રાષ્ટ્રહીતમાં કરવામાં આવેલ કાર્ય દર્શાવે છે. સરકાર કહે છે કે અમો જનતાની રક્ષા કરવા માટે નકસલીઓથી લડાઇ લડી રહ્યા છીએ. એટલા માટે નકસલી સમર્થકો સરકારી સુરક્ષા દળોને બદનામ કરે છે. પરંતુ વાસ્તવિકતા આ છે કે સરકારી સુરક્ષા દળો આ ક્ષેત્રોમાંથી આદિવાસીઓને પોતાની જમીનોથી ભગાડવા માટે એક યોજના હેઠળ અત્યાચાર કરી રહ્યા છે. જેથી આદિવાસીઓમાં ભયનું વાતાવરણ ઉત્પન્ન થાય. આદિવાસી મહિલાઓ સાથે સિપાહીઓ દ્વારા સામુહિક બળાત્કારોને એક રણનિતી તરીકે લાગુ કરવામાં આવી રહયું છે. તાજેતર માજ કેટલાય સામુહિક બળાત્કારોના મામલાઓ થયા છે. જેમા સિપાહીઓના બચાવમાં સમગ્ર સરકાર લાગી ગઇ છે. મારા દ્વારા ૫૦૦થી વધારે મામલાઓ સર્વોચ્ચ ન્યાયલયમાં સુપ્રત કરાયા છે. પરંતુ આજ સુધી એક પણ મામલામાં કોઇ સિપાહીને સજા અપાવી શકાઇ નથી. મીના ખલ્ખો સાથે સામુહિક બળાત્કાર મામલામાં તો તપાસ પંચે પણ બળાત્કારની પુષ્ટિ કરી હતી. પરંતુ એફ. આઇ. આર. થવાના આઠ મહિના પછી પણ આજ સુધી કોઇ સિપાહીને પકડવામાં આવ્યો નથી. આનાથી વિપરીત સોની સોરીને પોલીસ સ્ટેશનમાં લઇ જઇને તેના ગુપ્તાંગોમા પત્થર ભરનારા પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો.

એટલા માટે આપણે સ્પષ્ટ રીતે જાણી લેવું જોઇએ કે છત્તીસગઢમાં એક યુદ્ધ ચાલુ છે. આમાં એક બાજુ ધનવાનોની સેના છે. જે ગરીબોની જમીનો ઝૂંટવા માટે મોકલવામાં આવી છે. બીજી બાજુ આદિવાસી છે. જે આજના સમયમાં  છત્તીસગઢમાં થઇ રહ્યું છે, તેવું તો વિશ્વના અનેક દેશોમાં  પહેલા થઇ ચુકયું છે.અમેરીકામાં લાખો ને નેટીવ અમેરીકાનોએ આદિવાસીઓની હત્યા કરી અને તેમની જમીનો ઉપર કબજો કરી લીધો.

કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ સહિત વિશ્વના ૬૫ દેશોમાં આદિવાસીયોને મારીને તેમની જમીનો પર કબજો કરવામાં આવ્યો છે. અમો પણ જાણીએ છીએ કે અગર જો અમોને કાર અને શોપીંગ મોલ વાળું આરામ દાયક વૈભવી જીવન જોઇએ તો પછી આદિવાસીઓની જમીનો ઝૂંટવીજ પડશે. એટલા માટે અમો પોતાના લુંટારૃ સિપાહીઓના પક્ષે છીએ. આ યુધ્ધમાં કાયદા, નૈતિકતા, બંધારણને કોઇ સ્થાન જ નથી. એટલા માટે જે લોકો આજે બંધારણ અને કાયદાની વાતો કરે છે તેમને દેશ દ્રોહી અને નકસલવાદી સમર્થક કહેવામાં આવી રહ્યા છે.

ભય એકજ છે કે અગર જો એક વાર સરકારને આવી રીતે બંધારણને કચડીને સફળ થવાની આદત પડી ગઇ, તો પછી દરેક સરકાર દરેક જગ્યાએ આવી રીતે આતંકના માધ્યમથી ધનવાનો માટે લુટફાટ કરશે. સમગ્ર દેશના ખેડૂતોની જમીનો ઉપર આવી રીતે મોટી કંપનીઓ માટે કબજો કરવાનો અભિયાન ચલાવવામાં આવશે. અર્થાત ધનવાનોના લાભો માટે ગરીબો ઉપર      હમલાઓ કરવામાં આવશે. અને હુમલાઓને રાષ્ટ્રવાદનું નામ આપવામાં આવશે. ફાસીવાદ આવી રીતે જ આવે છે. અને દશકાઓે પછી ભાન આવે કે ખરેખર અમો લૂંટારા બની ચુકયા છીએ. છત્તીસગઢના માધ્યમથી અમો દેશના બંધારણ નેજ બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. *

લે. હિમાંશુ કુમાર (સામાજિક કાર્યકર્તા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments