Friday, April 19, 2024
Homeઓપન સ્પેસજેના દિલમાં નફરત હોય, ત્યાં 'રામ' નથી વસતા

જેના દિલમાં નફરત હોય, ત્યાં ‘રામ’ નથી વસતા

યહાં રામ અભી તક હૈ નરમેં, નારીમેં અભી તક સીતા હૈ

જીતેં હોં કિસીને દેશ તો ક્યા, હમને તો દિલોં કો જીતા હૈ

આ દેશભક્તિ ગીતને સાંભળીને ઉછેર થયેલો સમુદાય જ્યારે દરેક નરમાં ‘રામ’ને શોધે છે તો નિરાશ થઈ જાય છે. ન તો વ્યક્તિત્વમાં રામની છબી છે અને ન જ આત્મામાં રામનો વાસ છે. જીતવા માટે તો સમગ્ર વિશ્વ પડેલો હતો પરંતુ આપણે ભીડ બનીને પોતાના જ લોકોને મારીને દરેક ક્ષણ હારી રહ્યા છીએ. ખોટી આસ્થાના આક્રમક તેવર અને તેના રક્તરંજિત હાથ મરણપથારીએ પડેલા લોકશાહી તેની સાક્ષી છે…

જે વ્યક્તિત્વએ આ દેશને દુનિયામાં માન અને સન્માન અપાવ્યું, એકતા અને અખંડતાની વાતો કરી તેમના જ નામોને પોતાના  પોસ્ટર ઉપર ચોટાડી ફાસીવાદી વિચારધારાને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે અને દેશમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વ સમક્ષ ભારતનું માથું ઝુકાવવામાં કોઈ પ્રયાસ છોડવામાં આવ્યું નથી.

‘રામ’નું નામ લઈને તેમના ઉપદેશોનો અવરોધ કરનારા, તેમના વિચારોનું ગળું દબાવવા વાળા, તેમના નામ ઉપર નિર્દોષોને મારવાવાળા, લોકતંત્રની કતલ કરીને ‘રામરાજ્ય’ની સ્થાપના કરવાની વાત કરવાવાળા લોકોએ ‘હિંદુ ધર્મ’ની આત્મા સાથે વિશ્વાસઘાત અને દગો કર્યા છે. એક ‘શાંતિપ્રિય’ અને ‘શાલીન’ ધર્મને આક્રમક બનાવીને દુનિયા સમક્ષ રજૂ કર્યા છે. સત્તા માટે ધર્મનો દુરૃપયોગ કર્યો છે. શું તેઓને ખબર નથી કે જેના હૃદયમાં નફરત અને ભેદભાવ જેવું વલણ હોય ત્યાં ‘રામ’ રહેતો નથી.

જે પ્રકારે સ્વચ્છતા માટે ગાંધીના ‘ચશ્મા’ જ નથી બલ્કે ગાંધીની ‘દૃષ્ટિ’ પણ જરૂરી હોય છે, ગાંધીની ઇચ્છાશક્તિ, દૃઢ સંકલ્પ, સહનશીલતાની જરૃર હોય છે, તે જ પ્રકારે ‘રામરાજ્ય’ની સ્થાપના માટે મનની શાંતિ, પ્રેમ અને હૃદયમાં રામનો વાસ હોવું જરૂરી છે જેથી કોઈ ‘નાથૂ રામ’ને ગોળી મારવા ઉપર પણ હૈ રામ… કહેતાં આ કહેવામાં આવે કે તેને માફ કરી દેવામાં આવે…!

જો ગુજરાતમાં કોઈ ગર્ભવતી સ્ત્રીનુ પેટ ચીરીને તેના બાળકને ત્રિશૂલથી મારવામાં આવી રહ્યો હોય, અને ત્યાં ભગવાન રામ પ્રકટ થઈ જાય તો શું તે કહેવાતા સજ્જનોના આ કૃત્યને જોઈને પ્રસન્ન થશે? શું તેઓને આવા કાર્યો કરવાનો આદેશ આપશે? ચોક્કસપણે નહીં; બલ્કે આ કહેશે કે તમે ધર્મ અને આસ્થાના નામ ઉપર કલંક છો, તમે કોઈ પાર્ટી અથવા વિચારધારાના સેવક તો થઈ શકો છો પરંતુ મારા ભક્ત નથી થઈ શકતા…!

રામના નામ ઉપર ભીડ ઊભા કરીને આ દેશમાં ‘અખ્લાક’ને મારી નાખવો અથવા સતત મારતા રહેવું તો આસાન છે પરંતુ રામ ભક્ત થઈને માણસ બની રહેવું મુશ્કેલ છે. ચોક્કસપણે જેનો ‘અખ્લાક’ (ચારિત્ર્ય) મરી ગયા હોય તે રામ ભક્ત કેવી રીતે હોઈ શકે છે? જે દંગાઈ , જેના ઉપર લૂંટ, હત્યા અને બળાત્કારના કેસ છે, જેના હાથ નિર્દોષોના ખૂનથી ખરડાયેલા હોય તેઓના ‘હિંદુ’ અથવા ‘રામ’નો ભક્ત હોવાનો દાવો ખોટો છે. જે પોતાના જીવનમાં સારા માનવ નથી બની શક્યા તેઓ ‘રામ ભક્ત’ પણ નથી બની શકતા.

હિંદુ સમાજે એવા લોકોને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે સત્તાના લોભમાં હિંદુ ધર્મનો સહારો કેમ લીધો? તમે દંગા કરાવવા માટે ભગવાન ‘રામ’નું નામ કેમ લીધું? તમે પોતાના ત્રાસા ઉદ્દેશ્યોની પ્રાપ્તિ માટે હિંદુ ધર્મને ઢાલ કેમ બનાવ્યો? અને તમને હિંદુ ધર્મના ઠેકેદાર કોણે બનાવ્યો?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments