Sunday, October 6, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપ... જે પિડ પરાઇ જાણે રે

… જે પિડ પરાઇ જાણે રે

ઇસ્લામ એ સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. ‘દીન’ એટલે એવી જીવન વ્યવસ્થા જે અલ્લાહ તરફથી માનવ સમાજને અર્પિત થયેલ હોય. આ દીન પ્રાકૃતિક છે. એક એવી જીવન વ્યવસ્થા છે જે માનવ પ્રકૃતિને અનુકુળ છે. આ વ્યવસ્થા વિરૂદ્ધનું જીવન અપ્રાકૃતિક જ નહીં મુશ્કેલ પણ છે. તેનું મૂળ કારણ એ છે કે મનુષ્યની જરૂરતોને જેટલો વધુ તેનો સર્જનહાર જાણે છે બીજો કોઇ નથી જાણી શકતો. એક મશીનને બનાવનાર મશીનની દરેક વસ્તુઓથી જાણકાર હોય છે. તે જ રીતે ઇશ્વર જે સર્જનહાર છે તે મનુષ્યોની દરેક આવશ્યક્તાઓથી જાણકાર છે. અને તે જ જાણે છે કે શું તેના માટે યોગ્ય છે અને શું અયોગ્ય છે. એટલા માટે જ એ કહેવું ઉચિત છે કે ઇસ્લામ ધર્મ સૌના માટે છે.

ઇસ્લામ પ્રાકૃતિક ધર્મની સાથે સાથે સમતુલા જાળવી રાખતો ધર્મ પણ છે. સમતુલા અને સમાનતા એ ઇસ્લામના મૂળભૂત સ્તંભો છે. કેટલાક અધિકારો અને જવાબદારીઓ જે ઇસ્લામ ધર્મ દરેક મનુષ્ય અને ખાસ કરીને તેની ઉપર આસ્થા ધરાવનારાઓ ઉપર જરૂરી સમજે છે જે પુરા કરવા ઇચ્છિત છે. આ અધિકારોમાં મુખ્ય બે અધિકાર છે. ૧) ઇશ્વરનો અધિકાર, ૨) બંદાઓનો અધિકાર.

ઇશ્વરનો અધિકાર એ છે કે તેની સંપૂર્ણ બંદગી કરવામાં આવે. તેનું ઇચ્છિત જીવન જીવવામાં આવે.

ઇસ્લામે માનવ ઉપર માનવના અધિકારો અને હક્કો નક્કી કરેલ છે જેનું અનુસરણ કરવું અને પાલન કરવું પણ એટલું જ ઇચ્છનીય છે તેટલું ઇશ્વરના અધિકાર સંબંધે છે.

માનવ ઉપર માનવના હક્કો સંબંધે સૌથી મહત્વનું પાસુ છે તે ‘માનવ સેવા ‘ ખિદમતે ખલ્ક છે. માનવ સેવાને ઇસ્લામે બહુ જ મહત્વ આપેલ છે. માનવસેવા એ પ્રભુસેવા છે, આ મંત્ર ઇસ્લામે આપેલ છે.

હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે, તમે જમીનવાળા ઉપર રહેમ કરો આસ્માનવાળો તમારા ઉપર રહેમ કરશે. કુઆર્નમાં વારંવાર તાકીદ કરવામાં આવી છે કે તમો અનાથો, વિધવાઓ અને જરૂરતમંદોનો ખ્યાલ રાખો. ભુખ્યાને ભોજન અને નગ્નને પોશાકની વ્યવસ્થા કરવી એ સમાજની ફરજ છે.

ઇસ્લામે અકીદા (આસ્થા) અને ઇબાદત (ઉપાસના પદ્ધતિ) પછી સૌથી વધુ જે વાત તરફ ધ્યાન દોર્યું છે તે ચારિત્ર્ય છે. ઇસ્લામે ચારિત્ર્યશીલતાનું શિક્ષણ આપ્યું. મનુષ્યની મોટાઇ અને ઉચ્ચતા માટે ચારિત્ર્યશીલતાને પારાશીશી બનાવવામાં આવી. ચારિત્ર્યતાનું એક મહત્વનું પાસુ જનસેવા છે. માનવ સેવા તે મનુષ્યના દુઃખ દર્દ અને તકલીફોમાં સાથ આપવાનું નામ છે. સેવાની ઉત્કંઠા તેને બંદગાને ખુદાની ખબરગીરી અને દાદરસી માટે ઉભારનારી અને તેને સંતોષ અને રાહત પહોંચાડનારી હોય છે.

ઇસ્લામે શરૃઆતથી જુલ્મ અને જબરદસ્તી વિરૂદ્ધ આવાજ ઉઠાવી કમજોર લોકો અને જાતિઓના અધિકારોની જાણકારી આપી અને સમાજને આદેશ આપ્યો કે આ અધિકારોનું હનન ન થવું જોઇએ અને એવું વાતાવરણ ઉભું કરવામાં આવે કે આ અધિકારોનું જતન કરવામાં આવે.
જ્યારે પણ માનવસેવા અને માનવ સમાજની ભલાઇ અને વિકાસની ચર્ચા કરવામાં આવે છે ત્યારે ખ્રિસ્તી મિશનરીના કામો તરફ જ લોકોનું ધ્યાન જાય છે. જ્યારે કે ઇસ્લામે માનવજાતિની સેવાનો તેનાથી કંઇક વધારે અને ઉચ્ચ ઉદ્દેેશ અને હેતુ બતાવેલ છે. વ્યક્તિ, સમાજ અને રાજ્ય સત્તાને તેના ભાગીદાર બનાયેલ છે. સેવા કરવીએ માનવીની પ્રકૃતિ છે. એક નિર્દોષ બાળકની સેવા તેના માતા-પિતા અને સગા-વ્હાલા આ પ્રકૃતિને કારણે જ કરે છે અને અલ્લાહથી સંબંધ આ પ્રાકૃતિક લાગણીને શક્તિ અર્પણ કરે છે.

દરેક યુગમાં અલ્લાહના પયગમ્બરો અને ઇશ્વરીય પુસ્તકોએ માનવસેવાનું શિક્ષણ આપ્યું છે. અંતે કુઆર્ન અને મુહમ્મદ (અ.અ.વ.)એ પણ આ તરફ ખાસ લક્ષ્ય અપાવ્યું છે. જનસેવાની ખાસ તાકીદ કરી છે અને તેને અલ્લાહની પ્રસન્નતા મેળવવાનો સૌથી મોટો માર્ગ બતાવ્યો છે.
ઇસ્લામના નજદીક માનવસેવાએ ઇબાદત છે. કુઆર્ન નમાઝ અને ઝકાતનું વર્ણન એક સાથે કરે છે. નમાઝમાં અલ્લાહથી સીધો સંબંધ બંધાય છે અને ઝકાત દ્વારા અલ્લાહના બંદાઓથી સીધો સંબંધ સ્થપાય છે.

ઇસ્લામે પોતાના માનવાવાળાઓને ફકત મુસલમાનોની જ સેવા કરવાનો હુકમ નથી આપ્યો પરંતુ તેની સાથે સમગ્ર માનવજાતની સેવા કરવાની તાકીદ કરી છે. માનવસેવા બાબતે આપેલ નિર્દોશોની સાથે જ ઇસ્લામે આ બાબતે પણ ધ્યાન દોર્યું છે કે ક્યા વ્યક્તિઓ અને જાતીઓ છે જે આપણી હમદર્દી અને મદદના હક્કદાર છે. તેમાં માતા-પિતા અને કુટુંબીજનો પણ છે. જેમનાથી આપણા લોકોના સંબંધો છે અને એવા અનાથ, ગરીબ, પાડોશી, મુસાફર, ગુલામ અને બંધકો પણ આવી જાય છે જેમનાથી આપણો કોઇ સીધો સંબંધ નથી.

માનવની ઘણી બધી જરૂરતો રૃપિયા અને માલથી પુરી થાય છે. એટલા માટે માલ ખર્ચીને સેવા કરવાને મહત્વ પ્રદાન થયેલ છે પરંતુ સેવાનો આ જ એક માર્ગ નથી. મુહમ્મદ સ.અ.વ.ના કથન મુજબ કોઇ વ્યક્તિને જોઇ ખુશ થયું, કોઇની સામે બે મીઠા બોલ બોલવા, સવારી પર બેસવામાં મદદ કરવી, કોઇનો સામાન ઉંચકી આપવો, માર્ગમાંથી અડચણરૃપ વસ્તુને હટાવી દેવી, કોઇને માર્ગ બતાવવો, કોઇના વાસણમાં પાણી ભરી આપવું…. આ બધા સદકા (અલ્લાહના માર્ગમાં આપવા)ના વિવિધ સ્વરૃપો છે અને આ સદકાતથી માનવ સેવાનો માર્ગ કંડારાય છે. કહેવામાં આવ્યું છે કે “દરેક સારૃં કામ સદ્કો છે.”

માનવ સેવાનું આ સ્વરૃપ હંગામી હોય છે જેવું કે ભુખ્યાને ભોજન કરાવવું. તરસ્યાને પાણી પીવડાવવું અથવા ભોજનની તૈયારીરૃપે વસ્તુઓ જેવી કે અનાજ, મીઠું, બળતણ, વાસણ પુરા પાડવા, જે નાગાયુગા છે તેમના માટે વસ્ત્રો અને કપડાની વ્યવસ્થા કરવી. દર્દીની સેવા અને દવા-દારૃ માટે બનતી મદદ કરવી વગેરેની કેટલાંક સંજોગોમાં ઘણી વધારે જરૂરત હોય છે. આનાથી ગફલત લાગણીહીનતા અને ચારિત્ર્યીક પતનની દલીલ છે. ઇસ્લામે આ તરફ ખાસ ધ્યાન આપ્યું છે અને આ કામોમાં દરેકે ભાગીદાર બનવાનો આદેશ આપેલ છે.

સેવાના ઘણા પ્રકાર હોઇ શકે છે જેનું હદીસોમાં વર્ણન છે જેમ કે માલી મદદ કરવી, કરજ આપવું, કરજની લેણીમાં સયમ આપવો, દાન કરવું, દાન ન કરી શકાય તો કોઇ વસ્તુ હાથ ઉછીની વાપરવા માટે આપવી, કોઇને પગાર કે મજૂરી ઉપર રાખવા કરતા તેને તેના કામ મુજબ ભાગીદાર બનાવવો, ખેતીમાં ખેત મજૂરની જગ્યાએ ખેતીમાં ભાગીદાર બનાવ્યો. મજલૂમથી કાયદાકીય તથ આર્થિક મદદ કરવી આપવા મહત્વની માનવ સેવા છે.

ઇસ્લામ એ બાબતે પણ પોતાના અનુયાયીઓને નિર્દેશ કરે છે કે માનવસેવાના સામુહિક સંગઠનો સાથે સોસાયટીઓ કામ કરતી થાય અને આ કામ માટે સંસ્થાઓ સ્થાપવામાં આવે. અને આ બાબતે બીજા ધર્મોના લોકો સાથે પણ આ જનસેવાનું કામ કરવાના પ્રયત્નો કરવામાં આવે.
છેલ્લે ઇસ્લામમાં એક કાર્ય જ પસંદગીને પાત્ર છે જે નિસ્વાર્થ પણેે અને અલ્લાહ વાસ્તે કરવામાં આવે. જે કામના પાછળ નામ કમાવવાનો હેતુ હોય અને દેખાડો હોય તે અલ્લાહના ત્યાં સ્વિકાર્ય નથી. પરંતુ તે અલ્લાહના નજીક સજાને પાત્ર છે.

અલ્લાહના રસૂલ હઝરત મુહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું પ્રલય (કયામત)ના દિવસે અલ્લાહ તઆલા મનુષ્યથી કહેશે અય,આદમની સંતાન હું બિમાર હતો પણ તે મારી પૂછ ન કરી મનુષ્ય ગભરાઇને કહેશે અય મારા પરવરદિગાર તુ તો સમગ્ર સંસારનો પાલક તંુ ક્યારે બિમાર હતો, હું તારી પૂછ કેવી રીતે કરતો? અલ્લાહ કહેશે શું તને ખબર ન હતી કે મારો ફલાણો બંદો બિમાર છે છતાયે તું તેની ખબર કાઢવા ન ગયો જો તું તેની ખબર કાઢવા જતો તો મને તેની પાસે જોતો(મેળવતો.)

પછી અલ્લાહ કહેશે “અય માનવની સંતાન મે તારી પાસે ભોજન માગ્યુ પણ તે મને ખાવાનું ન આપ્યું.” માનવી કહેશે અય ભુખ્યાનું પેટ ભરનારતું ક્યારે ભુખ્યોે હતો અને હું તેને કેવી રીતે ખવડાવવાતો ? અલ્લાહ કહેશે કે શું તને યાદ નથી કે મારા ફલાણા બંદાએ તારી સામે ખાવા મેળવવા માટે હાથ ફેલાવ્યો હતો પરંતુ તે તેને ખાવાનું ન ખવડાવ્યું . અગર તે તેની માંગણી પુરી કરી હોત તો આજે તેનું વળતર તને મળત – તેવી જ રીતે અલ્લાહ કહેશે અય માનવસંતાન મે તારી પાસે પાણી માગ્યુ પણ તે મને પાણી ન આપ્યું. માનવ કહેશે અય પરવરદિગારનું ક્યારે તરસ્યો હતો અને હું તને કેવી પાણી પીવડાવત ? અલ્લાહ કહેશે મારા ફલાણા બંદાએ તારી પાસે પાણી માંગ્યું અને તે પાણી ન આપ્યું. અગર તે દિવસે તે તેની તરસ બુજાવી હોત તો આજે તેનો પુરસ્કાર તને મળતો.

માનવસેવા માટે એ વાત પુરતી છે કે તે પ્રભુ સેવા છે. અલ્લાહની ખિદમત છે અને તેનાથી ગફલત કરવી તે અલ્લાહની ખિદમતથી મોઢંુ ફેરવવા જેવી વાત છે.

ઇસ્લામે જનસેવા ઉપર જેટલો ભાર મુક્વો છે તેટલો બીજા કોઇ ધર્મે નથી મુક્યો. એટલે સુધી કે માનવના મૃત્યુ પછીના સફળ જીવનનો આધાર તેને બતાવ્યો છે.

ઇસ્લામની આપેલ માનવસેવાની શિક્ષા તે સાચા અર્થમાં માનવસમાજને નીચલા સ્તરથી ઉંચા સ્તર ઉપર પહોંચાડવાની વ્યવસ્થા છે જે સર્વ માનવો માટે છે, જે સર્વ માનવોના સર્જનહાર તરફથી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments