Friday, March 29, 2024
Homeઓપન સ્પેસઝરા સા હક કયા માંગા સીને મેં ગોલીયાં ઉતાર દી

ઝરા સા હક કયા માંગા સીને મેં ગોલીયાં ઉતાર દી

આ હકીકત છે કે ‘જવાન’ અને ‘કિસાન’ બંને શાસક પક્ષની દયા ઉપર ચાલે છે, તેના આદેશ અને નિર્દેશથી તેઓની મંજિલ નક્કી થાય છે, તેઓની હોડીની પતવાર સરકારના દિશાસુચન જ હોય છે. જો શાસક પક્ષ અથવા સરકાર તેના ઉપર ધ્યાન ન આપે અથવા તેઓની ન સાંભળે, તેમના વર્તમાન અને ભવિષ્યને બરબાદ થવાથી કોઈ નથી રોકી શકતો.

પરંતુ આ પણ સત્ય છે કે આ બંને સાથે સરકારનો રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જે વલણ છે તે ઘણો દુઃખદ છે, કારણકે વારંવાર સરકાર અને તેમના પ્યાદાઓ ‘કિસાન-જવાન’ રાગનું રટણ કરે છે,પરંતુ સરકાર આવે છે અને જાય છે, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ ટકાઉ પરિવર્તન જોવામાં આવતું નથી, તેમની સમસ્યા એ જ જગ્યાએ એમ જ બાકી રહે છે.

આજે હું આ સરકારી દયાની વાત કહેવા પર મજબૂર છું, એટલા માટે કે જ્યારથી મંદસૌર (મ.પ્ર.)માં પાંચથી વધારે ખેડૂતો પોલીસની ગોળીઓથી માર્યા ગયા ત્યારથી વિષય ઓર ગરમ બની ગયો છે, હવે એક બાજુ ઘણા સંગઠનોના ખેડૂતો અને તેમના હિતોના નામ ઉપર સ્વાદ લઈ રહ્યા છે. તો બીજી બાજુ રાજકીય પક્ષોને પણ પોતાની રોટલી સેકવાનો અવસર મળી ગયો છે, પરંતુ કોઈ એવું નથી જે તેમના માટે સતત વિચારે, તેમની મૂળ સમસ્યાઓ ઉપર નજર નાંખે, તેમની સમસ્યાઓના કાયમી ઉપાય શોધવાના પ્રયત્નો કરે, જેથી જે ખેડૂતો આપણને ખવડાવે છે, તેઓને પણ સુઃખની રોટલી, વસ્ત્રો, શિક્ષણ અને ઘર મળી શકે.

આ સમસ્યા મંદસૌર અથવા મ.પ્ર.ના ખેડૂતોની છે, એવું પણ નથી કે આપને ખબર હોય કે આવી જ રીતની સમસ્યાથી કેરલ, કર્નાટણ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળના ખેડૂતો પણ ઝઝૂમી રહ્યા છે.

તમિલનાડૂના ખેડૂતો પણ આના પહેલા એક લાંબા  ધરણા પ્રદર્શન દેશની રાજધાનીમાં કરી ચુક્યા છે, અને આશા છે કે આ ખેડૂતોનો આંદોલન આવી રીતે ચાલતો રહેશે, જો તેઓની સમસ્યાઓનો વાસ્તવિક અને કાયમી ઉકેલ શોધવામાં નહીં આવે તો બીજા પ્રદેશોથી પણ આવી જ રીતે ઉગ્ર આંદોલન માટે રાજ્ય અને કેન્દ્ર સરકારને તૈયાર રહેવું જોઈએ.

આમેય જે ક્રોધ દેશના ખેડૂતોમાં જોવાય છે તેની જવાબદાર સરકાર પણ છે અને બધા જ રાજકીય પક્ષો પણ.

આના અમુક કારણો અને આર્થિક મૉડલની ડિઝાઈન પણ આપની સમક્ષ પ્રસ્તુત કરૃ છું, ઈ.સ. ૧૯૬૬માં વર્લ્ડ બેંકએ કહ્યું હતું કે ૨૦૧૫ સુધી ૪૦ કરોડ લોકોને ગામથી કાઢી શહેરો તરફ લઈ જવું પડશે, તેઓને ઔદ્યોગિક મજૂરી તરફ આગળ વધારવું છે, ભારતને આ કાર્ય તરત જ કરી લેવું જોઈએ, કારણકે આર્થિક સુધાર ત્યારે જ શક્ય છે જ્યારે સસ્તુ ખોરાક અને સસ્તા મજૂર ઉપલબ્ધ થશે.

આને જોતાં સસ્તા મજૂરોને તૈયાર કરવાની ભાગદોડ ને વધારે વેગ મળ્યું અને ૨૦૦૯માં પી. ચિદમ્બરમે દેશભરમાં એક હજાર આઈ.ટી.આઈ. ખોલ્યા.

આ એક એવો આર્થિક ષડયંત્ર છે જેમાં સરકાર ખેડૂતોને ધક્કો મારી ગામોથી નીકાળતી નથી પરંતુ એવી આર્થિક સ્થિત ઉત્પન્ન કરે છે જેનાથી મજબૂર થઈને ખેડૂત પોતે જ ખેતી કરવાનું છોડી દે છે, અને તેમની સંતાનો શહેરો તરફ કૂચ કરે છે. અર્થ સ્પષ્ટ છે કે આપણે એક સમગ્ર પેઢીને ખેતીથી દૂર કરી પોતાના ફાયદા માટે મજૂર બનાવી રહ્યા છીએ. છેવટે આપણે પોતાના માત્ર વિકસિત દેખાડવા માટે આટલી પેઢીઓને કેમ મજૂરીમાં ઝોંકી શકીએ છીએ, અને એ પણ ફકત આર્થિક જરૂરતોને પૂરા કરવાવાળા મજૂરો, જે શહેરોને જીવીત રાખવા માટે પોતાના મહત્ત્વપૂર્ણ રૉલ નિભાવે છે.

આ રીતે આર્થિક સુધારના નામે ખેતીને બલીનો બકરો બનાવવામાં આવી રહી છે. દેશમાં આધુનિકતા અને વિકાસના નામે ખેડૂતોને તેમના ગળાના માપનો ફંદો આપવામાં આવી રહ્યો છે. જેની ઝલક નેશનલ ક્રાઈમ બ્યૂરો ઑફ ઇન્ડિયાની રિપોર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ષ ૨૦૧૪માં લગભગ ૫૬૫૦ ખેડૂતોને પોતાના પ્રાણની આહુતિ આપી આધુનિકતાની આગને ઠંડી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા. હાલમાં અત્યારની પરિસ્થિતિની અમુક ગણતરી સમજી લો જેથી આપને પણ ખબર પડી જાય કે ખેડૂતો સામે એવો કેવો પર્વત આવીગયો કે તેઓને એ સહેલુ લાગ્યું કે સરકારી પોલીસ વ્યવસ્થાની સામે છાતી વિશાળ કરીને ગોળીઓ ખાઈ લેવામાં આવે.

આજથી ૪૦ વર્ષ પહેલા ટામેટાનો ભાવ બે-ત્રણ રૃા. મળતો હતો અને હવે પણ ત્રણ રૃા. મળે છે તો આમાં વધારો ક્યાં થયો છે?

૧૯૭૦માં ઘઉંનો ભાવ ૭૬ રૃા. પ્રતિ ક્વિંટલ હતો જે આજે ૪૫ વર્ષ બાદ ૧૪૫૦ રૃા. થઈ ગયો છે. જેમાં ૧૯ ગણાી વૃદ્ધિ થઈ છે. જ્યારે સરકારી કર્મચારીઓને મૂળ વેતન અને દૈનિક ભથ્થાઓ ૧૨૦-૧૫૦ ગણો સુધી વધ્યું છે. પ્રોફેસરની આવક ૧૫૦-૧૭૦ ગણી જ્યારે સ્કૂલ ટીચરની આવક ૨૮૦-૩૦૦ ગણાી વધી છે. હવે ગણતરીથી ખેડૂતોને ઘઉંની સામાન્ય કિંમત ૭૬૦૦ રૃા. પ્રતિ ક્વિંટલ મળવી જોઈએ, પરંતુ તેઓને ૧૬૨૫ રૃા. માત્ર આપવામાં આવી રહ્યા છે. હવે આ ઘટીને ૧૨૦૦ રૃા. સુધી થઈ ગયું છે. હવે આવી પરિસ્થિતિમાં કોઈ પોતાની જાતને મૃત્યુને ન સોંપે તો શું કરે? તેઓ રસ્તાઓ ઉપર ન હોય તો ક્યાં હોય?

ખેત અને ઢોર હવે તેમના માટે બોજો નહીં થશે તો શું થશે?

આ વાત સત્ય છે કે ઉપજ ભાવ વધ્યું છે, પરંતુ બીજ, ખાતર, મશીનો ખર્ચેે પણ  લાગત ભાવને અનેક ગણાં વધાર્યાં છે. હવે એવામાં જ્યારે કિંમત વધી રહી છે તો ઉપજ ભાવને એમ જ રાખવું કેટલું યોગ્ય છે? આપણે કેટલા ન્યાય પ્રિય છીએ હવે વિચારવું પડશે.

જો માત્ર મંદસૌરની ઘટના ઉપર જ નજર નાંખીએ તો ખબર પડશે કે તેમનુ મૂળ મધ્યપ્રદેશના ખેડૂતોમાં પહેલાથી ચાલી આવતું રહ્યું છે જેઆ વખતે ઉગ્ર બની ગયું છે. ‘ઑલ ઇન્ડિયા કિસાન સભા’ની એક સર્વે રિપોર્ટ બતાવે છે કે મોટા ભાગની પાકમાં ૬૦ ટકા સુધી ગિરાવટ જોવા મળી છે. નોટબંદી અને આયાત નીતિઓએ પણ આ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

સોયાબીન જેની કિંમત પાછલા વર્ષે ૫૦૦૦-૬૦૦૦ રૃા. ક્વિંટલ હતી જ્યારે હવે તેના ૨૨૦૦-૨૪૦૦ રૃા. મળી રહ્યા છે, ચણા જે ૯૦૦૦-૧૦૦૦૦ રૃા. પ્રતિ ક્વિંટલ હતા હવે ૪૦૦૦ રૃા.માં વેચવામાં આવી રહ્યા છે, આ જ રીતે લસણ ૧૩૦૦૦થી ઘટીને ૯૦૦૦થી સીધો ૩૦૦૦ ઉપર પહોંચી ગયો છે.

આની સાથે આ પણ ધ્યાન રાખવામાં આવે કે ન્યૂનતમ ભાવ ઉપર સરકાર એના બદલે આખા વર્ષ પાક ખરીદવાના ફકત ત્રણ મહિના જ ખરીદે છે, તથા ઝીરો આયાત  ડ્યુટી પર ઘઉં આયાતે આ સમસ્યાઓને ઓર વધારી દીધી છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં જ્યાં દેશના અમુક ગામોમાં વસવાટ કરવાનો એકમાત્ર સ્ત્રોત ખેતી છે, ત્યાં જ ખેડૂતોની આ દુર્દશા કોઈ ભયંકર પ્રલયનો સંકેત તો નહીં આપી રહી?

કૃષિ ઉત્પાદનમાં જ્યાં દેશ, દુનિયામાં બીજા નંબર ઉપર છે, જે ફકત દુનિયાની બીજી સૌથી મોટી વસ્તિને ખોરાક ઉપલબ્ધ જ નથી કરાવતો બલ્કે ઘણાં પાકો નિકાસ પણ કરે છે.

૨૦૧૩ના આધાર ઉપર કૃષિ અને તેનાથી સંબંધિથ વ્યવસાયો દેશમાં જીડીપીમાં ૧૩ ટકાથી વધારે યોગદાન આપે છે.

ઘણા વિકસિત અને વિકાસશીલ દેશોની જરૂરીયાતોને પુર્ણ કરવાવાળો આપણો દેશ ભારત દુનિયાનો ૭મો મોટો નિકાસકર્તા દેશ છે.

જ્યાં એક બાજુ દેશની આ મોટી ઉપલબ્ધિયો છે, ત્યાં ખેડૂતોની સમસ્યાઓ પણ છે.

હવે આપણે એક એવા જંકશન ઉપર ઉભા છીએ જ્યાં ખૂબ જ સંવેદનશીલ થઈને વિચારવું પડશે કે આ ખેડૂતોની સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકાય. સરકાર અને ખેડૂતો બંને મળીને મંથન કરે કે દેશમાં આ ગૌરવને ટકાવી રાખી કેવી રીતે આપણે દેશના ખેડૂતોને સુખી સમૃદ્ધ રાખી શકીએ.

આ વાત પણ યાદ રાખવી જોઈએ કે આને કોરાણે મુકી આગળ નિકળી જવું અથવા સાઈડલાઈન કરી દેવાથી દેશની આંતરિક સમૃદ્ધિ અને શાંતિ માટે કોઈ સમજદારીનો નિર્ણય નહીં હોય.

લહૂ સે સીંચકર હમને પીઢિયાં ગુઝાર દીં,

ઝરા સા હક કયા માંગા સીને મેં ગોલીયાં ઉતાર દી

/

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments