Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપડુક્કરપાલન પર પ્રતિબંધ સ્વાઈન ફ્લુ પર નિયંત્રણ મેળવવાનો એક વિકલ્પ બની શકે...

ડુક્કરપાલન પર પ્રતિબંધ સ્વાઈન ફ્લુ પર નિયંત્રણ મેળવવાનો એક વિકલ્પ બની શકે છે

દેશમાં સ્વાઈન ફ્લુએ ગંભીર હાની પહોંચાડી છે. કેટલાક વર્ષોથી દેશમાં સ્વાઈન ફ્લુુ ફેલાઈ રહ્યો છે. આ શિયાળામાં, દેશમાં ૮૦૦૦થી વધુ કેસો નોંધાયા છે. જેમાંથી સેંકડો મૃત્યુ પામ્યા છે. એકલા દિલ્હીમાં જ ૨૦૦૦ કેસો નોંધાયા!

છેલ્લી સદીમાં સ્વાઈન ફ્લુ તબાહી સર્જનારી મહામારી સાબિત થયો છે. સ્વાઈન ફ્લુને પીગ-ફ્લુ પણ કહે છે. વિવિધ સ્વાઈન-ઇન્ફલુએન્ઝા વાયરસમાંના એક વાયરસથી સ્વાઈન ફ્લુ ફેલાય છે. સ્વાઈન-ઇન્ફલુએન્ઝા વાયરસ (SIV) અને સ્વાઈન ઓરિજિન ઇન્ફ્લુએન્ઝા વાયરસ (S-OIV) વાયરસની ઇન્ફ્લુએન્ઝા ફેમેલીની જાત છે જે ડુક્કરમાં સ્થાન ધરાવે છે. ઇન્ફ્લુએન્ઝા-C અને ઇન્ફ્લુએન્ઝા-Aની પેટાજાતીઓ જેમાં H1N1, H1N2, H2N1, H3N1, H2N3 અને H3N2 તરીકે જાણીતી છે. જે SIVની જાતમાં સમાવિષ્ટ છે.

દુનિયાભરના ડુક્કરોમાં સ્વાઈન ઇન્ફલુએન્ઝા વાયરસ સામાન્ય છે. ડુક્કરથી મનુષ્યમાં વાયરસનો સંચાર સામાન્ય નથી અને હંમેશા તાવ પણ નથી આવતો. પરંતુ મોટા ભાગે આ વાયરસ લોહીની રોગપ્રતિકારક ઉત્પાદન પ્રક્રિયામાં પ્રવેશે છે. જો આ સંચાર તાવમાં ન ફેરવાય તો પશુજન્ય સ્વાઈન ફ્લુમાં પરિણમે છે. ડુક્કરથી સીધા સંપર્કમાં રહેતા લોકોને સ્વાઈન ફ્લુ વાયરસનો ચેપ લાગવાનો સૌથી વધુ ખતરો હોય છે. છેલ્લા ૧૦૦ વર્ષ દરમિયાન વિવિધ પ્રકોપોને કારણે વિશાળ દુર્ઘટનાઓ નિર્માણ પામી છે. સ્વાઈન ફ્લુની જાતના વાયરસ મનુષ્યમાંથી ખતમ થઈ જાય છતાં તેના ઇન્ફ્લુએન્ઝા ડુક્કરમાં રહેવાના. પછી જો મનુષ્ય ડુક્કરના સંપર્કમાં રહે તો તેના લોહીની રોગપ્રતિકારક પ્રક્રિયામાં ચેપ લાગવાની પુરેપુરી સંભાવના રહેલી છે.

WHOના નવા રીપોર્ટ અનુસાર H1N1 વાયરસના કારણે દુનિયામાં આશરે ૨૦૩,૦૦૦ લોકો સ્વાઈન ફ્લુ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે મૃત્યુ પામ્યા છે. PLoS Medicine 7 દ્વારા ઓનલાઈન પ્રકાશિત કરવામાં આવેલ રીપોર્ટ અનુસાર ફ્લુને કારણે હૃદય બંધ પડી જવાની તથા બીજી ગૌણ બીમારીઓથી મૃત્યુ આંક ૪,૦૦,૦૦૦ની લગભગ છે.

બીજી મહામારીઓએ પણ ભૂતકાળમાં મોટી જાનહાનિઓ સર્જી છે. ૧૯૧૮ દરમિયાનની મહામારીમાં દુનિયાની ૨૦ થી ૪૦ ટકા વસ્તી બીમારીમાં સપડાઈ હતી. જ્યારે ૫ કરોડ જેટલા લોકો ભોગ બન્યા હતા. એકલા અમેરિકામાં જ ૬,૭૫,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૫૭ થી માર્ચ ૧૯૫૮ના ટુંકા ગાળા દરમિયાન ઘણા ઇન્ફ્લુએન્ઝા અને નિમોનિયાથી મૃત્યુ પામ્યા હતા. ૧૯૫૭ની તબાહી ૧૯૧૮ જેટલી તો ભયાનક તો ન હતી છતાં અમેરિકામાં ૬૯૮૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. સપ્ટેમ્બર ૧૯૬૮ થી માર્ચ ૧૯૬૯ દરમિયાન સામાન્ય તાવ ફેલાવવાના કારણે લગભગ ૩૩૮૦૦ લોકો મૃત્યુને ભેટયા હતા. આ બીમારી મુખ્યત્ત્વે હોંગકોંગમાં સક્રીય હતી.

બીમારીનો ફેલાવ ડુક્કરપાલનથી સીધી રીતે સંકળાયેલો છે. જે દેખીતી રીતે દેશના લોકોની ડુક્કરના માંસ ખાવાની આદત પર નિર્ભર છે. ચીન, અમેરિકા, બ્રાઝીલ અને બીજા યુરોપીયન દેશો જ્યાં ૨૦ લાખ જેટલા વૈશ્વિક ઉદ્યોગો સ્થપાયેલા છે, સૌથી વધુ ડુક્કરનો ઉછેર કરે છે.

આજે ડુક્કરપાલન ભુતકાળમાં હતું તેના કરતા ઘણું વધારે છે. પર્યાવરણ નિયંત્રણ ઇમારતોમાં ૫૦૦૦થી વધુ ડુક્કરો ધરાવતા ફાર્મ હાઉસ મોટા પાયે જોવા મળે છે. દર વર્ષે ૧૦૦ મિલિયન જેટલા ડુક્કરો કપાય છે જે ઉપભોકતાને માંસ અને ઉત્પાદકને નફો પહોંચાડે છે. ડુક્કરપાલન એ ભારતના લોકો માટે પણ આકર્ષક ધંધો બન્યો છે. એક વેબસાઈટ અનુસારઃ “થોડા વર્ષો પહેલા ડુક્કરપાલન એ સમાજમાં ખરાબ છબી ઉપસાવતી હતી. (સમાજનો નિચલો વર્ગ અતિપ્રાચીન કાળથી ડુક્કરને પાળતો અને તેમનું સમાજમાં આદરણિય સ્થાન ન હતું) પરંતુ સમય જબરદસ્ત રીતે બદલાયેલો છે અને વ્યવસાયિક ડુક્કરપાલન નિચલા વર્ગના લોકો સુધી સિમિત નથી. હવે બીજા પશુધનની માફક લોકો ડુક્કરનું આર્થિક મૂલ્ય સમજયા છે.! અને ઉચ્ચ વર્ગ, ભણેલા લોકોએ આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ડુક્કરપાલનનો ધંધો શરૃ કર્યો છે. ચીન, રશિયા, અમેરિકા, બ્રાઝીલ અને પશ્ચિમ જર્મની દુનિયાના સૌથી વધુ ડુક્કર ઉત્પાદન કરનારા દેશો છે. ભારતનો ઉત્તરપ્રદેશ સૌથી વધુ ડુક્કર ઉત્પાદન કરનારું રાજ્ય છે.”

મુસ્લિમ દેશો લગભગ સ્વાઈન ફ્લુથી મુક્ત છે. કુઆર્ને ડુક્કરનું માંસ ખાવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી આ અકલ્પનીય છે કે ત્યાં ડુક્કરપાલન થાય. મારા પુસ્તક ‘Dynamic Paradigm of Health’ની પ્રથમ આવૃત્તિમાં ‘વિજ્ઞાન અને સમાજનો કુઆર્ની નમૂનો’ વિષયે આ મુદ્દાને મે સવિસ્તાર ચર્ચા કરી છે. ડુક્કરનું માંસ ખાવાથી થતા રોગો જગજાણિતા છે.

ડુક્કરના માંસનું સેવન કરવાથી બે કીડાજન્ય રોગો પેદા થાય છે. જેમાં Taeniasis જે Taenia Soluim ના કારણે થાય છે અને Trichenellasis, Trichinella Spiralisને કારણે થાય છે. અડધી સદી પહેલા આ બન્ને રોગો લગભગ સામાન્ય હતા. આ રોગો લકવો, અંધાપો, અડધા શરીરનો લકવો અને ક્યારેક મૃત્યુ નિપજાવે છે. આ રોગોથી બચવા માટે રાંધવામાં અને સંગ્રહ વખતે અસાધારણ સાવધાની રાખવાની જરૃર છે. બીજા ઘણા રોગો અપ્રત્યક્ષ રીતે ડુક્કરના માંસ સાથે સંકળાયેલા છે. જેમાંથી કેટલાક પ્રાણઘાતક છે. જેમાંનો એક બહુ ચર્ચિત સ્વાઈન ફ્લુ છે. જે ડુક્કરનું માંસ ખાવાથી થાય છે અને તેના વેપાર તેમજ સંપર્કમાં આવવાથી ફેલાય છે.

એક સમય આવી શકે છે જ્યારે ડુક્કરથી સર્જાયેલ તબાહીને કારણે તમામ ડુક્કરોને મારી નાંખવા પડે. આવો જ એક વિકલ્પ હદીષમાં બયાન કરવામાં આવ્યો છે. અબુહુરૈરહ (રદી.) જણાવે છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ કહ્યું, “અલ્લાહની સોગંધ જેના હાથમાં મારી જાન છે. મરયમનો દિકરો (ઈસા અલૈ.) એક શાસક તરીકે ફરી અવતરશે. તે ક્રોસને તોડશે, ડુક્કરોને મારશે અને જિઝીયાને ખતમ કરશે. અસીમ ધનને કારણે કોઈ તેની ચિંતા નહીં કરે અને એક સજદો દુનિયા અને તેમાં સમાયેલ તમામ વસ્તુઓથી બહેતર હશે.” (બુખારી, મુસ્લિમ)

હદીષમાં સાફ જણાવવામાં આવ્યું છે કે, પહેલું, મનુષ્યજાત માટે ડુક્કર એક તબાહી સાબિત થશે, બીજું, ડુક્કરનો ખાત્મો એક ખુલ્લો વિકલ્પ, ત્રીજું, ઈસા અલૈ.નું પુનરાગમન ડુક્કરોને છેવટે ખતમ કરવાનું ફરમાન હશે.

જ્યારે બર્ડ ફ્લુની રોકથામ માટે નિર્બળ જાનવરોની હત્યા કરી શકાય તો સ્વાઈન ફ્લુની રોકથામ માટે ડુક્કરોની શા માટે હત્યા ન કરી શકાય? દેખિતી રીતે તેના વેપારને જોતાં ડુક્કરોની કતલ સ્વિકાર્ય ન હોય. છતાં રોગ વિકૃત રીતે ફેલાય તો નિશ્ચિત રીતે ડુક્કરપાલન પર પ્રતિબંધ એક વિકલ્પ તરીકે જોઈ શકાય. ખરેખર તો આજે ડુક્કરપાલન અને ડુક્કરના માંસ સાથે જોડાયેલી બીમારીઓથી લોકોને માહિતગાર કરવા આવશ્યક બન્યું છે. આ એક પ્રકારનો રોગચાળો છે જે મહામારી સાબિત થઈ શકે છે અને લાખો જીવ લઈ શકે છે. ભારત જેવા દેશમાં જે રોગચાળો ઝડફથી ફેલાય તો એન્ટીવાયરલ દવાઓ થોડાક જ લોકોને રાહત પહોંચાડશે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અને નીતિ ઘડનારાઓને આ જાગૃતિ લાવવા માટે આહ્વાન છે.

(ડૉ. જાવેદ જમીલ ભારતીય મૂળના વિચારક અન લેખક છે. જેમણે ડઝન જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં ‘વિજ્ઞાન અને સમાજનો કુઆર્ની નમૂનો’ અને ‘બિનસાંપ્રદાયિક ભારતમાં મુસ્લિમોની દૂરદર્શિતા : લક્ષ્ય અને દિશાનિર્દેશ’ જેવા પુસ્તકનો સમાવેશ થાય છે. doctorforu123@yahoo.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments