Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસડો. નાયક : ખલનાયક કે મહાનાયક

ડો. નાયક : ખલનાયક કે મહાનાયક

એક વર્ષ અગાઉ જો આ પુછવામાં આવતું કે કન્હૈયા કુમાર કોણઔ છે? તો જેએનયુની બહાર કદાચ જ કોઈ આ પ્રશ્નના ઉત્તર આપી શકતું. પરંતુ આજે સ્થિતિ આ છે કે માત્ર દેશનું બાળક જ તેનાથી પરિચિત નથી પરંતુ વિશ્વ મીડિયામાં પણ તે અજાણ્યુ નામ નથી. આ દરમ્યાન કન્હૈયા કુમારે કયું એવું કારનામું કરી દીધું કે જેણે તેને આ અસાધારણ પ્રતિષ્ઠાનો અધિકારી બનાવી દીધો. વાસ્તવમાં કન્હૈયા કુમારે તો માત્ર આ કર્યું છે કે વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષના રુપમાં પોતાની જવાબદારી નિભાવતા અફઝલ ગુરુની ફાંસીના વિરુદ્ધમાં આયોજીત થનારા એક પ્રદર્શનમાં ભાગ લીધો જેમાં બે-ચાર વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિતિ ન હતા. તે એ વિરોધ પણ કોઈ નવો ન હતો બલ્કે ત્રીજી વાર થઈ રહ્યો હતો અને તેની તરફ કોઈ ધ્યાન આપવાની તસ્દી પણ લેતું ન હતું. પરંતુ થયું એવું કે સ્મૃતિ ઈરાનીની સતત ભૂલોએ સ્વંય તેને ઝીરો બનાવી દીધી. અને કન્હૈયા કુમાર હીરો બની ગયો.

કન્હૈયાની સાથે એવું કરવામાં આવ્યું કે પહેલા તેના ભાષણની સાથે કાશ્મીરના પ્રદર્શનના નારાઓને જોડી દેવામાં આવ્યા. ત્યારપછી બે વખત કોર્ટ પરિસરની અંદર પોલીસની દેખરેખમાં સુપ્રિમ કોર્ટના નિર્દેશની ધૂળધાણી ઉડાવતા તેને સંઘના ગુંડ્ડાઓએ માર્યો. તિહાડ જેલમાં અફઝલ ગુરુના ઓરડામાં તેને કેદ કરવામાં આવ્યો અને પરિણામ આ આવ્યું કે કન્હૈયાકુમાર યુવાનોની આંખનો તારો બની ગયો. કન્હૈયાકુમારને જે રીતે દેશદ્રોહી ઘોષિત કરવામાં આવ્યો હતો એ જ રીતે ડો. ઝાકિર નાયકને આંતકવાદી ઠેરવવામાં આવ્યા છે. ડો. ઝાકિર નાયક ઇસ્લામના એક બુદ્ધિજીવી ઉપદેશક છે. અંગ્રેજી બોલનારા યુવાઓમાં તે ખુબજ લોકપ્રિય છે. ખૂબજ મહેનતથી તેમણે પોતાના ટીવી ચેનલની સ્થાપના કરી છે જે સંસારની અનેક ભાષાઓમાં અનેક વિભિન્ન દેશોમાં જોઈ શકાય છે. ડો. ઝાકિર નાયકને પ્રથમ તો બાંગ્લાદેશના આક્રમણકાર્યોથી જોડીને ખતરનાક આતંકવાદી સાબિત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ આગળ વધીને દરેક વિસ્ફોટમાં તેમને એવી રીતે જોડવામાં આવ્યા કે આશંકા પેદા થઈ ગઈ કે તેમના જન્મ અગાઉના થનારા દેશના વિભાજનના આરોપ પણ ડો. સાહેબ ઉપર લગાવી દેવામાં ન આવે. આ આરોપ એટલા પોકળ છે કે સમગ્ર સંસારમાં હાસ્યાસ્પદનું કારણ બની ગયા. ઉદાહરણ તરીકેે એક બાંગ્લાદેશી આતંકવાદીનું ફેસબુક ઉપર તેમને ફોલો કરવું. ફેસબુક ઉપર અનુકરણ કરનારાઓના આધાર ઉપર જો લોકોને દોષી ઠેરવવામાં આવે તો કદાચ જ કોઈ મહત્ત્વપુર્ણ રાજકીય નેતા અથવા સેલીબ્રિટી જેલની બહાર જોવા મળે. એટલા માટે કે દરેક આતંકવાદી અથવા બદમાશ જેને ઇચ્છે ફેસબુક ઉપર પસંદ કરી શકે છે. અને આ બાબતમાં કોઈનું કોઈ ઉપર જોર નથી. બાંગ્લાદેશનો જ એક અન્ય આતંકવાદી શ્રદ્ધા કપુરની પાછળ પડેલો હતો અને તેની સાથે મુલાકાત પણ કરી ચુક્યો હતો. તો શું શ્રદ્ધાની પણ તપાસ થશે બલ્કે કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદીનના કમાંડર બુરહાન વાણીના ફેસબુક પેજ ઉપર સેહવાગનો ફોટો પણ જોવા મળે છે તો વિરેન્દ્ર સેહવાગની પણ ધરપકડ કરવામાં આવશે.

ડો. ઝાકિર નાયક ઉપર એક આરોપ આ પણ છે કે હાફિઝ સઈદની વેબસાઈટ ઉપર તેની સંસ્થાન લિંક જોવા મળે છે. જો આઈ.આર.એફ. ની સાઈટ ઉપર હાફિઝ સઈદની લિંક હોય ત્યારે તો ઝાકિર નાયકને આને માટે જવાબદાર ઠેરવી શકાય, પરંતુ એવું નથી. આ ઉપરાંત એક વીડિયો ક્લિપને પણ ઉપદ્રવ કરવાના સંદર્ભથી કાપીને એ રીતે પ્રસ્તુત કરવામાં આવી રહી છે જાણે તે આતંકવાદનો સમર્થક છે. વાસ્તવિકતા તો આ છે કે જો તેને સંપૂર્ણ જોવામાં આવે તો જાણ થાય છે કે એ આતંકવાદની વિરુદ્ધ છે અને યુટયુબ ઉપર આતંકવાદની નિંદામાં ડો. ઝાકિર નાયકની અનેક વીડિયો છે. ડો. ઝાકિર નાયકનો દોષ માત્ર આ છે કે તેમની સામે પ્રધાનમંત્રીના ગુરુ શ્રીશ્રી રવીશંકર પોતાનું આર્ટ ઓફ લિવીંગ ભુલી જાય છે અને આવું અનેક લોકોની સાથે થાય છે. તેમની વિરુદ્ધ જે ફરિયાદ લખાવવામાં આવી રહી છે આ વિષયમાં અકબરઇલાહાબાદી ખુબજ સુંદર કહ્યુ છે,

રકીબોને રપટ લિખવાઈ હૈ જા જા કે થાને મેં, કે અકબર નામ લેતા હૈ ખુદાકા ઇસ ઝમાનેમેં

એન.ડી.ટી.વી. ઉપર શેખર ગુપ્તા જેવા પ્રસિદ્ધ પત્રકારની સાથે ડો. ઝાકિર નાયકનું વોક ધ ટોક વાળું સાક્ષાત્કાર કોને યાદ નથી. આ ઉપરાંત મીડિયાએ તેમને ખતરનાક આતંકવાદી સાબિત કરવાની સોપારી લઈ રાખી છે. મીડિયામાં જે આગ લાગેલી છે તેમાં રાજનાથસિંહથી લઈને કિરણ રિજ્જુ સુધી અને નાયડુથી લઈને ફડનવીસ સુધી બધા ઘી નાંખી રહ્યા છે. આ પ્રકારની મુર્ખતાથી ડો. ઝાકિર નાયકનું તો કાંઇ નહીં બગડે પરંતુ સંભવ છે સ્મૃતિ ઈરાનીની જેમ તેમનામાંથી કોઈની ખુરસી ડામાડોળ થઈ જાય. ભાજપવાળા વારંવાર આ ભુલી જાય છે કે શીશ મહેલમાં રહેનારાઓ બીજાઓ તરફ પત્થર નથી ફેંકતા. મહારાષ્ટ્ર ભાજપના ખૂબજ દિગ્ગજ નેતા એકનાથ ખડશે ઉપર દાઉદ ઇબ્રાહીમની સાથે સતત સંપર્કનો આરોપ મુંબઈ પોલીસે લગાવેલ છે. મહારાષ્ટ્રમાં ગૃહમંત્રાલયનું ખાતુ સ્વંય મુખ્યમંત્રી ફડનવીસની પાસે છે. તે આ આરોપની તપાસ કરાવીને તથ્ય સામે કેમ નથી લાવતા? સરકાર એકનાથ ખડશેની ધમકીથી કેમ ડરી જાય છે કે જો તેમણે મોઢુ ખોલ્યું તો રાજકીય ધરતીકંપ આવી જશે? સંઘીઓએ યાદ રાખવું જોઈએ કે જેની પોતાની ચડ્ઢી ઢીલી હોય છે તેઓ અન્યોની ધોતી નથી ખેંચતા. આ ધમકીની અંદર જે વાતો ગુપ્ત છે તેનાથી હટીને જોઈએ તો સાધ્વી પ્રજ્ઞાા આતંકવાદના આરોપમાં અત્યાર સુધી જેલની અંદર છે અને તેને જામીન આપવાની કોર્ટે મનાઈ કરી દીધી છે. રાજનાથથી લઈને પૃથ્વી રાજ ચૌહાણ સુધી કોણ જાણે કેટલા ભાજપના નેતાની સાથે પ્રજ્ઞાાના ફોટાઓ ગુગલ ઉપર પડેલા છે. સમજોતા એક્સપ્રેસ વિસ્ફોટની જવાબદારી લેનારા અસીમાનંદ, મોદી અને ભાગવતની સાથે હાથ મિલાવતા અને ગળે મળતા દરેક સમાચાર પત્રોની વેબસાઈટ ઉપર જોઈ શકાય છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના નેતા ઇન્દ્રેસ કુમાર ઉપર આતંકવાદમાં લિપ્ત હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમને સંઘ પરિવારે મુસલમાનોને રિઝવવાની જવાબદારી આપી રાખી છે. ગુજરાતના તોફાનોનો મુખ્ય આરોપી આમ તો આ દુનિયાની અદાલતથી અત્યાર સુધી બચેલો છે પરંતુ આ નરસંહારને માટે જે લોકોને વિભિન્ન અદાલતો સજા સંભળાવી ચુકી છે તેમને જુઓ. શું તેમનામાં પણ કોઈ એવો પણ છે કે જેઓ વડાપ્રધાનનો મનપસંદ ન હોય? જે જાહેરમાં તેમને પોતાના આદર્શ ન માનતા હોય? અને જે સંઘના પાલનપોષણ અને શરણમાં ન હોય? આ બધી જ બાબતોને તપાસની જરૃર નથી. આનું પ્રમાણ અગણિત સમાચાર, લેખો, ન્યાયિક ચર્ચાઓ, સાક્ષીઓના નિવેદનો, જજોના નિર્ણયો અને સ્ટીંગ ઓપરેશનના વીડિયોમાં ફેલાયલી છે. બાબુ બજરંગી જેવા લોકો પ્રધાનમંત્રીને શ્રદ્ધાંજલી આપવામાં જરાય સંકોચ નથી કરતા. નરોડા પાટિયાની અંદર નરસંહારના દોષી કોર્ટથી આજીવન કારાવાસની સજા પામનારી માયા કોડનાનીને તોફાનો પછી પણ મંત્રાલયથી સંમાનિત કરનારા જો તેના અપરાધમાં ભાગીદાર નથી તો કોઈના ફેસબુક ઉપર  અનુસરણ કરનાર શું અર્થ રાખે છે? મહારાષ્ટ્ર સરકાર જ્યારે ડો. ઝાકિર નાયકની તપાસનો નિર્ણય કર્યો તો તેને આ કામમાં ૯ વિભિન્ન ટીમોને લગાવવી પડી. તેનું કારણ તો આ છે કે સરકારી અધિકારીઓ કાર્ય ખુબજ ધીમી ગતીથી કરે છે અને બીજું કારણ આ છે કે સામગ્રી ખુબજ વધારે હતી. દૈનિક હિન્દુ અનુસાર ચાર દિવસની મહેનત પછી મહારાષ્ટ્ર ગુપ્ત વિભાગે હાલ પુરતો ડો. ઝાકિર નાયકને ક્લીન ચીટ આપી દીધી છે. આ ક્લીન ચીટ આ બાબતે જુદી છે કે સામાન્ય રીતે આ કાર્ય સરકારના દબાણમાં આવીને કરવામાં આવે છે. આ વખતે દબાણની વિરુદ્ધમાં કરવામાં આવ્યું છે. વિશ્વસનીય સુત્રોના હવાલાથી હિન્દુ અખબારે સમાચાર આપ્યા છે કે ડો. ઝાકિર નાયકના આગમન ઉપર તેમની ધરપકડ કરવી સંભવ નથી અને ન જ કોઈ સંભાવના છે. ડો. નાયકના બધા જ સાહિત્ય અને વીડિયોને જોયા પછી આ સાબિત તો નથી થઈ શક્યું કે આતંકવાદનું કોઈ તથ્ય શામેલ છે એટલા માટે હવે જોવામાં આવી રહ્યું છે કે તેમણે કોઈની ને તો નુક્શાન નથી કર્યું? અને આ જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આતંકવાદના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા કયા કયા યુવકો ડો. સાહેબથી પ્રભાવિત હતા. જોકે આ તપાસનું અદાલતમાં કાંઇ જ મહત્ત્વ નથી. ત્યાં સાર્વજનિક ભાવનાઓને નહીં વાસ્તવિકતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ અગાઉ ન્યાયાલય દ્વારા સરકારની અનેક વખત ઝાટકણી કાઢવામાં આવી છે.

બાંગ્લાદેશના આતંકવાદીઓ સાથે સંબંધ ઉપર પુર્વ એટર્ની જનરલ સોલી સૌરાબજીનું મંતવ્ય છે કે પહેલા નિસ્પક્ષ તપાસ થાય અને પછી નિયમોેને લાગુ કરવામાં આવે ન કે પહેલા. એવું લાગે છે કે સૌરાબજી મીડિયાના શત્રુતાપુર્ણ વલણ ઉપર ટીપ્પણી કરી રહ્યા હતા. ધાર્મિક ઘૃણાના પ્રશ્ન ઉપર મહારાષ્ટ્રના પુર્વ એડવોકેટ જનરલ એ સ્પષ્ટ કર્યું છે કે પોતાના ધર્મનું પાલન કરવું અને પ્રચાર કરવો ભારતની અંદર દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે. દરેક પોતાના ધર્મને અન્યના ધર્મથી શ્રેષ્ઠ કહી શકે છે પરંતુ વિભિન્ન સમુદાયો દરમ્યાન વૈમનસ્ય ઊભું કરવાથી આ મૌલિક અધિકાર છીનવાઈ જાય છે. વરિષ્ઠ કાયદા વિશેષજ્ઞા અમિત દેસાઈ આ વાત ઉપર ભાર આપે છે કે કોઈ નિવેદનના સંદર્ભને કાપીને નહીં પરંતુ સમગ્ર રૃપથી જોવું જોઈએ.

પ્રધાનમંત્રીએ ધ્રુણિત ભાષણને સમાજને માટે હાનીકારણ દર્શાવ્યું. આ બાબતે વિશષજ્ઞાોનું કહેવું છે કે ન્યાયાલયમાં ભાષણના સિદ્ધ શબ્દોની સાથે પ્રેક્ષકના હેતુ ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે. જો કોઈનું જાણી જોઈને નહીં પરંતુ અજાણતામાં મન દુભાવ્યું હોય અને ધ્યાન અપાવવા ઉપર વકતા માફી માંગી લે તો ન્યાયાલય તેની સાથે નમ્રતાનો વ્યવહાર કરે છે. જે સમયે ડો. ઝાકિર નાયકને લઈને હોબાળો થઈ રહ્યો હતો ૯ મહિના પછી હાર્દિક પટેલની મુક્તિનો માર્ગ મોકળો થઈ રહ્યો હતો. હાર્દિક પટેલે તલવાર હાથમાં લઈને જે રીતે બળપુર્વક વ્યવસ્થાને ખેદાન-મેદાન કરવાની ઘોષણા કરી હતી તે સૌને યાદ છે. ત્યારબાદ મોટા પાયે હિંસા ભડકી ઉઠી હતી. એટલા માટે તેમના ઉપર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો. પરંતુ હવે તે પણ મુક્ત થઈ ગયો છે. આવામાં કોઈ એવી વ્યક્તિને આતંકવાદી ઠેરવવાના પ્રયત્નો જેના ચારિત્ર્યથી ક્યારે પણ શાંતિના ભંગ થયો હોવાનો ભય ઉત્પન્ન ન થયો હોય એક મુર્ખતાથી વધારે કંઇ જ નથી.

ડો. નાયકની બાબત એવા સમયે ઉઠાવવામાં આવી જ્યારે મીડિયાની પાસે કોઈ ઉશ્કેરણીજનક વિષય ન હતો. તેની પાસે પ્રથમ સમાચાર તો પ્રધાનમંત્રીના વિદેશ પ્રવાસના હતા. હવે દેશના લોકો આ તમાશાથી એટલા કંટાળી ગયા છે કે આફ્રિકા તો શું અમેરિકાના પ્રવાસ ઉપર પણ ધ્યાન નથી આપતા. બીજો મોટો આરોપ કોંગ્રેસે આ લગાવ્યો કે ૪૫ હજાર કરોડના દૂરસંચાર કૌભાંડ ઉપર પડદો નાંખી રહ્યા છે. કોંગ્રેસની યુપીએ સરકારે ૬ ટેલીકોમ કંપનીઓ ઉપર ૨૦૦૬ થી ૨૦૦૯ દરમ્યાન સરકારની બાકી નિકળતી ચુકવણી કરવામાં ઉણપને માટે તપાસના આદેશ આપ્યા હતા. ભાજપે વિપક્ષના રૃપમાં આ કારણે સરકારી ભંડોળ ઉપર અંદાજિત નુકશાન ઉપર ખુબજ હોબાળો કર્યો હતો અને કોંગ્રેસના ઉપર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાના આરોપ મુકી દીધા હતા. એે સમયે આ સમાચાર બધા જ મીડિયા ઉપર છવાયેલા હતા.

આ વિવાદ ઉપર ઓડિટર પરિક્ષકની રિપોર્ટ આવી ગઈ છે અને તેણે ચાર વર્ષોમાં ૧૨ હજાર કરોડથી વધારે બાકી ચુકવણાનો સ્વિકાર કરી લીધો છે. જો આ બાકી ચુકવણાને ૨૦૧૬ સુધીનું અનુમાન લગાવવામાં આવે તો આ રકમ ૪૫ હજાર કરોડ બની જાય છે. પહેલા જે લોકો સરકારી ભંડોળના નુકશાન ઉપર શોક કરી રહ્યા હતા તે ભંડોળના માલિક બની ગયા છે. પરંતુ સરકાર આ રકમના દંડ સહિત વસુલ કરવાને બદલે મૂડીપતિઓને સુવિધા આપવાના પ્રયત્નો કરી રહી છે. સરકારનું આવું કરવું ભ્રષ્ટાચારને અપ્રત્યક્ષ સંરક્ષણ સમાન છે. કોંગ્રેસનો આરોપ છે કે આ રીતે સરકારની મિત્ર કંપનીઓને સજાથી બચાવવામાં આવી રહ્યા છે અને તેમના અપરાધનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. જ્યારથી નવી સરકાર સત્તામાં આવી છે મીડિયામાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં નહીં દબાવવામાં આવે છે. એવું લાગે છે કે ડો. ઝાકિર નાયકની બાબતમાં આ ભ્રષ્ટાચારથી ધ્યાન હટાવવાના માટે ખુબજ ચતુરાઈપુર્વક અમલ કરવામાં આવ્યો. પરંતુ જ્યારે કાશ્મીર હિંસાના સમાચારો સામે આવ્યા તો તેનું પણ બાષ્પીભવન થઈ ગયું.

આમ તો આ પણ એ સત્ય છે કે પાછલા કેટલાક વર્ષોથી ભારતની હદ સુધી ડો. નાયકનું કામ ઘટી રહ્યું હતું. આ દરમ્યાન કોઈ મોટા સંમેલન, પ્રસિદ્ધ ચર્ચાનું આયોજન થયું ન હતું. ખાડી દેશોમાં મળનારા પુરસ્કારો સિવાય તેમના વિષે કોઈ સમાચાર મીડિયામાં જોવા મળતા ન હતા. પરંતુ મીડિયાની વર્તમાન રમત અને સરકારની મુર્ખતાએ ડો. ઝાકિર નાયકને ફરી એકવાર પ્રસિદ્ધિની ટોચ ઉપર પહોચાડી દીધા છે. તેમના પીસ ચેનલ ઉપર ભારતમાં આમેય પ્રતિબંધ હતો. કેટલાક કેબલ ઓપરેટરો સિવાય કોઈ નેટવર્ક તેને પ્રસારિત કરી રહ્યું ન હતું. એટલા માટે તેનું પ્રસારણ મર્યાદિત હતું. પરંતુ હવે જ્યારે હોબાળો ઉભો કરવામાં આવ્યો છે તેમના વિષે જાણનારાઓની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિ થઈ છે.

આ નવા લોકો ચોક્કસ ઇન્ટરનેટ અથવા યુટયુબ ઉપર જઈને આ જાણવાના પ્રયત્નો કરશે કે અંતે સત્ય શું છે? તેઓ ડો. ઝાકિર નાયકના વીડિયો જોશે તો તેમની સામે એક અલગ જ વ્યક્તિ આવશે અને દર્શક તેમના દ્વારા ઇસ્લામ ધર્મથી પણ પરિચિત થશે. આ બાબતની પ્રબળ સંભાવના છે કે અંતે આ સંઘર્ષ અનેક લોકોને ઇસ્લામના સમીપ લાવવામાં મદદગાર સાબિત થશે. પરંતુ આ તથ્યથી ઇન્કાર કરી શકાય એમ નથી કે આ દરમ્યાન દેશમાં એક પ્રતિબંધિત ચેનલના સંસ્થાપક અને માલિક બધા જ રાષ્ટ્રીય ચેનલો ઉપર ચર્ચાનો વિષય બની રહ્યા બલ્કે છવાઈ રહ્યા. આમા શંકા નથી કે આ દિવસોમાં રાષ્ટ્રીય મીડિયા ઉપર કોઈ ખલનાયક નહીં બલ્કે એક મહાનાયક રાજ કરતો રહ્યો. એ છે ડો. નાયક.

સાભાર: http://blogsalimkhan.blogspot.in/2016/07/blog-post.html

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments