Tuesday, April 16, 2024
Homeઓપન સ્પેસતબ્લીગી જમાત અને મરકઝ નિઝામુદ્દીન વિરુદ્ધ ચાલી રહેલું મીડીયા અને સોશિયલ મીડીયા...

તબ્લીગી જમાત અને મરકઝ નિઝામુદ્દીન વિરુદ્ધ ચાલી રહેલું મીડીયા અને સોશિયલ મીડીયા અભિયાન માનવ પતનની પરાકાષ્ઠા છે

આટલી ભયાનક મહામારીને ગંદા રાજકારણ માટે તેમજ કોમવાદી વિભાજન માટે ઉપયોગ કરવો એ પોતે શરમજનક ગુનો છે. તબ્લીગી જમાતના આ બહુચર્ચિત પ્રોગ્રામ વખતે તેમજ તેના પછી પણ દેશના વિવિધ સ્થળોએ ઘણા મોટા ધાર્મિક અને ગેરધાર્મિક પ્રોગ્રામો થયા છે અને નામી રાજનેતાઓના નેજા હેઠળ થયા છે. આ બધાંને નજરઅંદાજ કરીને જે રીતે મરકઝ નિઝામુદ્દીનને નિશાનો બનાવવાના પ્રયત્નો થઇ રહ્યાં છે, તેના પરથી જણાય છે કે આપણી ચર્ચાઓનું સ્તર કેટલું નિમ્ન થઇ ગયું છે. આ શરમજનક અભિયાનને કડક શબ્દોમાં વખોડી કાઢવું જોઇએ. જો મરકઝ નિઝામુદ્દીના કોઇ હોદ્દેદાર વિરુદ્ધ એફઆઈઆર થઇ શકતી હોય તો તેની પહેલા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જવાબદારો વિરુદ્ધ એફઆઈઆર થવી જોઇએ જેમના ગેરવહીવટના લીધે ‘લોકડાઉન’ના અધિકારીક હુકમ પછી પણ લાખો લોકો આનંદવિહાર અને અન્ય સ્થળોએ એકઠાં થયા. તેવી જ રીતે તે બધા હોદ્દેદારો વિરુદ્ધ પણ એફઆઈઆર થવી જોઇએ, જેઓ કથિત રિપોર્ટ્સ મુજબ, તબ્લીગી જમાતના વિવિધ પત્રો અને અરજીઓના જવાબમાં નિષ્ક્રિય રહ્યા. અમે આ મીડીયા ટ્રાયલનો સખત વિરોધ કરીએ છીએ અને અમે તબ્લીગી જમાત અને મરકઝ નિઝામુદ્દીન સાથે છીએ. આ અવસર પર ઉલેમાઓ અને વડીલોની એ અપીલોને પૂરજોરથી લોકો સમક્ષ લાવવી જોઇએ જે તેમણે આ મહામારી સામે લડવા માટે કરી છે, તેમજ મુસલમાનો અને તેમની વિવિધ સંસ્થાઓ દ્વારા આ મહામારીને રોકવા માટે તેમજ લોકડાઉનથી અસરગ્રસ્ત લોકો માટે કોઇ પણ પ્રકારના ધર્મ/જાતિના ભેદભાવ વિના સમગ્ર ભારતવાસીઓ તરફ જે મહાન રાહતકાર્ય હાથ ધર્યું છે તેનાથી હિંદુસ્તાની સમાજને અવગત કરાવવાની જરૂર છે. તદ્ઉપરાંત સભ્યતાથી લોકોને એ તરફ ધ્યાન દોરવાની જરૂર છે કે આ સમય આવી ગંદી રાજનીતિનો નહિ, પરંતુ સંગઠિત થઇને આ બીમારી સામે લડવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments