Tuesday, June 25, 2024
Homeઓપન સ્પેસતમે તમારા સમયને વેડફો છો કે રોકાણ કરો છો ?

તમે તમારા સમયને વેડફો છો કે રોકાણ કરો છો ?

આજના સમયમાં વ્યક્તિની સરેરાશ ઉંમર ૬૫ વર્ષ હોય છે. જેમાંના ૧૫ વર્ષ બાળપણ અને કિશોરાવસ્થામાં વીતિ જાય છે. બાકીના જે ૫૦ વર્ષ રહે છે તેમાંનો એક તૃતાંશ એટલે આસરે ૧૬ વર્ષ વ્યક્તિ ઉંઘવામાં વેડફી નાંખે છે. વ્યક્તિ પાસે જીવવા માટે માત્ર ૩૪ વર્ષનો સમય હોય છે. આપણે એ સમીક્ષા કરવી જોઈએ કે મૃત્યુ પછીના જીવનને સાર્થક કરવા આટલા વર્ષોમાં આપણે શું કર્યું. પસંદગી જાતે કરવાની છે કે આ સમયને વેડફી નાખવો છે કે પછી આપણા અને બીજાઓને માટે ઉપયોગ કરવો છે. સામાન્ય શબ્દોમાં એમ કહી શકાય કે આપણે આપણા સમને ખર્ચ કરી રહ્યા છીએે અથવા ઇન્વેસ્ટ (રોકાણ) કરી રહ્યા છે.

આપણે ઉપયોગ કરતા એક સામાન્ય ટર્મ ‘ટાઇમ પાસ’ ઉપર ધ્યાન દોરવું જોઈએ. વાસ્તવમાં ‘ટાઇમ પાસ’ જેવી કોઇ વસ્તુ જ નથી. આપણે આપણા સમયને વેડફતા હોઈએ છીએ અથવા તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સમય તો આપ મેળે પસાર થશે જ. તેને ન મંદ પાડી શકો છો ન તેજ કરી શકો છો.

સમય વેડફવા અને સમયનું રોકાણ કરવામાં શું ફેર છે?

screen-shot-2011-06-28-at-11-12-39-pm

ઇસ્લામી સાહિત્યની પ્રતિષ્ઠિત પુસ્તક ‘સહી અલ બુખારી’ના લેખક ઇમામ બુખારીએ સમયનું રોકાણ કર્યું હતું. તેમણે આ પુસ્તકને કમ્પાઈલ કરવામાં ૧૮ વર્ષ વ્યતીત કર્યા હતા. જેને કબ્રમાં તેમને પુણ્યમાં અસમાન્ય ડીવીડન્ડ અપાવ્યા. દિવસ રાત એક કરી તેમણે બનાવેલા સખત નિયમો દ્વારા હદીસોનું વિશ્લેષણ કરી ૨૨૩૦ હદીસો લીધી. આ પુસ્તક સતત ૧૨૦૦ સદીઓથી ઇસ્લામી ન્યાયશાસ્ત્રને વિસ્તારપૂર્વક સમજાવતી રહી છે. વિદ્યાર્થીકાળમાં યાદ રહેલી ૨ લાખ હદીસોના પરીક્ષણ માટે તેમણે સમગ્ર અરબની યાત્રા કરી. આશ્ચર્યજનક પરાક્રમ! આખી દુનિયામાં દર વર્ષે સેકડો-હજારો મદરસાઓ ઇસ્લામ જાણવા અને શિખવવા બુખારીનો ઉપયોગ કરે છે. આ હદીસની નોંધ રાખી શકો. જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે પોતાની પાછળ ત્રણ વસ્તુ મૂકી જાય છે. જેનો લાભ મૃત્યુ પછી પણ તેને મળતો રહે છે. નેક (ચારિત્ર્યવાન) બાળકો જે તેના માટે દુઆ કરતા હોય, સદકાએ જારિઆ (Continuous Charity) અને જ્ઞાન, જે તે પાછળ મૂકીને ગઈ છે અને લોકો તેનાથી લાભ મેળવી રહ્યા હોય. આપણાો સમયનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ? શું આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ કે વેડફી રહ્યા છીએ? સમય એ મૂડી છે જેને આપણે ખરીદી શકતા નથી. ન જ આપણા જીવનનો સમય બીજાને પરિવર્તીત કરી શકીએ. આ તે વસ્તુ છે જેને પાછી મેળવી શકતા નથી. તમે ગુમાવેલી સંપત્તિ મેળવી શકો છો પરંતુ વીતેલો સમય ક્યારેય પાછો મેળવી શકતા નથી. તમે પરીક્ષામાં નિષ્ફળ થાવ તો આગલા વર્ષે ફરી પ્રયત્ન કરી શકો છો. પરંતુ જો તમે જીવનમાં નિષ્ફળ ગયા તો ફરી કોઈ તક મેળવી શકતા નથી. નીચેની હદીસથી આ વાત સ્પષ્ટ થઈ જશે કે આ જીવન કેટલું કિંમતી છે. શહીદને એ છૂટ હશે કે તે જન્નતમાં ઇચ્છે ત્યાં જઈ શકે છે, હરી ફરી શકે છે, અલ્લાહ તેમને પ્રશ્ન કરશે, ‘શું તને એનાથી વધારે બીજુ કશું જોઈએ છે?’ ‘હા, મારા રબ! હું દુનિયામાં પાછો જવા માંગુ છું કે જેથી ફરીવાર શહીદ થઈ શકું.’ તે તેની ઇચ્છા વ્યક્ત કરશે. ‘ના, હવે તમે પાછા ન જઈ શકો’!

આપણા પહેલાના લોકો સેંકડો વર્ષ જીવતા હતા. નૂહ અલૈ. તેમની કોમમાં ૯૫૦ વર્ષ કામ કર્યું. આપણે એ લોકોથી ઘણા જ પાછળ આવ્યા છીએ. છતાં સ્વર્ગમાં તેમનાથી પહેલા દાખલ થઈ શકીએ! કઈ રીતે! જવાબ બિલ્કુલ સામાન્ય છે. આપણું જીવન ટુંકુ છે પરંતુ આપણું પુણ્ય (ઇનામ) ઘણું જ વધારે. દા.ત. આપણે પાંચ સમયની નમાઝ અદા કરીએ. પરંતુ પુણ્ય પચાસ નમાઝનુું મળે છે. આપણે જમાઅત સાથે (સામુહિક રીતે) નમાઝ અદા કરીએ તો ૨૭ ગણુ વધારે પુણ્ય મળે છે. જો આપણે ઇશા અને ફજરની નમાઝ જમાત સાથે અદા કરીશું તો સમગ્ર રાત્રિ ઇબાદત કરવાનું પુણ્ય લેખાશે. જો આપણે એક લૈલતુલ કદર મળી જાય તો તે ૧૦૦૦ રાત્રિ ઇબાદત કરવા જેવું છે.

આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ કરી શકીએ છીએ. પરંતુ કરી શકતા નથી. બિલ્ડીંગ બાંધવી કે શાળા ઉભી કરવાના સ્વપ્ન સેવી શકીએ પરંતુ આપણને સવાબે જારિયાના આ કાર્યોને પુરા કરવા નાણાં મળતા નથી. પરંતુ ક્યારેય તમે જે આપણે કરી શકીએ એ વાતની નોંધ કરી છે. ધારો કે આપણે કઈ કરી શકીએ છતાં કરી રહ્યા નથી. તમે મુલ્તવી રાખેલા એ સારા કાર્યોની સૂચી તૈયાર કરો જે તમે કરવા માંગો છો અને તેના માટે સમય ફાળવો. એવું પણ હોઈ શકે કે તમે કોઇ ઉપયોગી પુસ્તક લખવા માગતા હોવ અથવા કુઆર્નને કંઠસ્થ કરવા કે અરબી શિખવા માગતા હો. આ બધી સારી વસ્તુ છે જે તમે મોડુ કરી રહ્યા છો. તમારા મુલ્તવી રાખેલા કાર્યોને ઉપાડો અને તેને કરવાનું શરૃ કરી દો અને આજ તે વસ્તુ છે જેને આપણે કરી શકીએ કે સમયનું સારી રીતે રોકાણ થયું.

યાદ રાખો. સમયનો બગાડ કલાકોમાં નહી મીનીટોમાં થાય છે જે આપણે કશું ન કરીને ચૂકી જઈશું ત્યારે… “(આ લોકો પોતાની કરણીથી અટકવાના નથી) ત્યાં સુધી કે તેમનામાંથી કોઈને મૃત્યુ આવી જશે તો કહેવાનું શરૃ કરશે કે ”હે મારા રબ ! મને તે જ દુનિયામાં પાછો મોકલી દે જેને હું છોડીને આવ્યો છું, આશા છે કે હવે હું સદ્કાર્ય કરીશ” – કદાપિ નહીં, આ તો માત્ર એક વાત છે જે તે બોલી રહ્યો છે. હવે આ સૌ (મરનારાઓ)ના પાછળ એક બરઝખ (આડ) છે બીજા જીવનના દિવસ સુધી.” (સૂરઃ મુ’મિનૂન-૯૯,૧૦૦).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments