Sunday, July 21, 2024
Homeસમાચારત્રણ દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશન દિલ્હીમાં યોજાશે

ત્રણ દિવસીય અખિલ ભારતીય વિદ્યાર્થી મહાઅધિવેશન દિલ્હીમાં યોજાશે

સ્ટૂડન્ટ્‌સ ઇસ્લામિક આૅર્ગેનાઇઝેશન આૅફ ઇન્ડિયા “સંકલ્પ આત્મસન્માનનો – સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો” શિર્ષક હેઠળ એક રાષ્ટ્રીય મહાઅધિવેશન કરવા જઇ રહ્યું છે. આ અધિવેશન તા.૨૩,૨૪,૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ જમાઅતે ઇસ્લામી હિંદના હેડક્વાર્ટર પર આયોજિત કરવામા આવશે. આ અધિવેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોનું સાચુ માર્ગદર્શન કરવું તેમજ તેમની આકાંક્ષાઓને સર્જનાત્મક દિશા પૂરી પાડવી છે. વિદ્યાર્થીઓ અને યુવાનોને તત્કાલીન મુદ્દાઓ અને સામાજિક પરિસ્થિતિઓ તરફ ધ્યાન દોરવાની સાથે તેના પ્રત્યે તેમની જવાબદારી માટે જાગૃત કરવાનો છે. માનવજાતિ માટે જે માનવ-ગૌરવ અને સન્માન ઇશ્વરે નિર્ધારીત કરેલ છે તેને કોઇ પણ તાકત તેનાથી છીનવી શકતી નથી. આપણે અલ્લાહે આપેલ આ માનવ-ગૌરવના સંદેશને પ્રસારિત કરી શકીએ તેવો આત્મવિશ્વાસ કેળવવાની જરૂર છે. અલ્લાહ તરફથી આપણને પ્રાપ્ય સિદ્ધાંતો અને મૂલ્યોની વિશ્વને આવશ્યકતા છે. વિશ્વને માનવજાતિના જીવન નિર્વાહ માટે સર્વશ્રેષ્ઠ સ્થાન બનાવવા સારુ વિદ્યાર્થી અને યુવાનોએ તેમની નિર્ણાયક ભૂમિકા ભજવવી અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ જવાબદારીથી મોઢુ ફેરવીને સાંપ્રદાયિકતા અને હિંસામા ગરકાવ થઇ જવુ, એ ન્યાયની વિરુદ્ધ છે. અમારુ મિશન એ છે કે ભારતીય જનમાનસમાં અને ખાસ કરીને વિદ્યાર્થી અને નવયુવાનોના મનો-મસ્તિષ્કમાં જે ઘૃણા, દ્વેષ અને હિંસાની ભાવના પ્રગટાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેનાથી તેમને બચાવવામાં આવે, તેમજ તેમને સમાજ સુધારણા માટે અહિંસાત્મક સંઘર્ષ  તરફ પ્રોત્સાહિત કરવામા આવે.  આવા જ વિદ્યાર્થીઓ અને યુવાનોને આધારે અમે મૂલ્યો આધારિત સમાજનું નિર્માણ કરવા માંગીએ છીએ, જ્યાં અસમાનતા, ભેદભાવ તથા શોષણ માટે કોઇ જગ્યા ન હોય, તેમજ દરેક વ્યક્તિ માટે સમાન તકો ઉપલબ્ધ હોય.

આ અધિવેશનમાં ભારતની વર્તમાન રાજકીય પરિસ્થિતિનુ પૂર્વગ્રહરહિત વિશ્લેષણ કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ અને યુવાનોને આ પરિસ્થિતિમા સંઘર્ષ માટે માર્ગદર્શન આપવામા આવશે કે અને આ પરિસ્થિતિઓ કઇ રીતે સમાજ સુધારણા માટેની તકો પૂરી પાડે છે. સમાજના સ્વચ્છ વાતાવરણમા જીવન વ્યતીત કરવુ એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતાં આ ધ્યેયપ્રાપ્તિ માટે વિદ્યાર્થી અને યુવાનોને પ્રોત્સાહિત કરવા અનિવાર્ય છે.

આ રાષ્ટ્રીય અધિવેશન દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોના શૈક્ષણિક, બૌદ્ધિક, સામાજિક, રાજકીય તેમજ આર્થિક સ્તરને સારુ બનાવવા તેમને માર્ગદર્શિત કરવામા આવશે.

આ અધિવેશનમા ભારતના પ્રત્યેક પ્રદેશમાંથી આશરે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને યુવાનો ભાગ લેશે.

કાર્યક્રમની સંક્ષિપ્ત વિગત:

૨૩ ફેબ્રુઆરી ૨૦૧૮ (શુક્રવાર)
* પ્રદર્શનનુ ઉદ્‌ઘાટન
* વિદ્યાર્થી અને યુવા સત્ર: “પ્રતિરોધ, આત્મસન્માન અને યુવા વિપક્ષ”

૨૪ ફેબ્રુઆરી ૨૦૧૮ (શનિવાર)
* શિક્ષણ તથા ન્યાયતંત્ર: ન્યાયાલયનુ ટ્રાયલ તથા શિક્ષાની દયનીય સ્થિતિ
* મીડિયા સત્ર – લોકશાહી, સાર્વજનિક અંતરાત્માઃ વૈકલ્પિક મીડિયાની સંભાવનાઓ

૨૫ ફેબ્રુઆરી ૨૦૧૮ (રવિવાર)
* જાહેર સભા – સંકલ્પ આત્મસન્માનનો-સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો: ભારતીય મુસલમાનો માટે ઘોષણાપત્ર

મહેમાનોઃ
જનાબ સૈયદ જલાલુદ્દીન ઉમરી સાહેબ (અમીર, જમાઅતે ઇસ્લામી હિંદ) / અદનાન અબુ અલ-હિજા (પેલેસ્ટાઇન રાજદૂત) / અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્હી) / અસદુદ્દીન ઔવેસી (સંસદ સભ્ય) નહાસ માલા (પ્રમુખ, એસ.આઈ.ઓ. આૅફ ઇÂન્ડયા) / મૌલાના અરશદ મદની સાહેબ / મૌલાના મહેમૂદ મદની સાહેબ / મૌલાના કલ્બે સાદિક સાહેબ / ડા. એસ.ક્યુ.આર. ઇલ્યાસ સાહેબ / કે. રેહમાન ખાન (ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન) / મનિષ સિસોદિયા (નાયબ મુખ્યમંત્રી, દિલ્હી) / જિગ્નેશ મેવાણી (ધારાસભ્ય, વડગામ, ગુજરાત) / આરેફા ખાનમ શેરવાની (વરિષ્ઠ પત્રકાર, ધી વાયર) / અમાનતુલ્લાહ ખાન (ધારાસભ્ય, ઓખલા, દિલ્હી) / ઉમર ખાલિદ (જે.એન.યુ.) / ડા. ઇનાયતુલ્લાહ અસદ સુબ્હાની સાહેબ / ડા. મુહમ્મદ રઅફત (પ્રોફેસર, જે.એમ.આઈ.) / મૌલાના ફારૂક ખાન સાહેબ / અંબારિશ રાય (આર.ટી.આઈ. ફોરમ)

આ ઉપરાંત જમાઅતે ઇસ્લામી હિંદ અને એસ.આઈ.ઓ.નું કેન્દ્રીય લીડરશીપ, એસ.આઈ.ઓ.ના (૧૯૮૨-૨૦૧૮)ના રાષ્ટ્રપ્રમુખો, વિવિધ વિદ્યાર્થી-યુવાઓના સંગઠનના પ્રતિનિધિઓ, વિભિન્ન વિચારધારાના વિદ્વાન પ્રતિનિધિઓ, વરિષ્ઠ પત્રકારો, કાર્યકર્તાઓ, રાજનેતાઓ અને સાંસ્કૃતિક લોકો સંમેલનમાં સંબોધન કરશે.

આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં વ્યાખ્યાનો અને ભાષણો ઉપરાંત પુસ્તક વિમોચન, ડોક્યુમેન્ટ્રી પ્લે અને ૬૦થી વધારે વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવશે તેમજ પ્રવાસસ્થળોનું આયોજન પણ કરવામાં આવશે.

http://sio-india.org/brochure.pdf

http://sio-india.org/program-copy.pdf

http://sio-india.org/reg

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments