ઇતિહાસની અટારીએથી ………………………… પ્રશિક્ષણના પગલાં
ઇસ્લામી સમાજ એક એવો સમાજ હોય છે જેના લોકો જીવનમાં એક બીજાના પૂરક અને જામીન, એક બીજાના સહાયક અને મદદગાર અને સંકટો તથા આજમાઈશનો સામનો કરવામાં એકમેકનો સહારો હોય છે. ઇસ્લામી સમાજના લોકોના આજ ગુણોનો નકશો અલ્લાહના રસૂલ સલ્લ.એ કંઇક આ રીતે ખેંચ્યો છે.
“મોમીનોની પરસ્પર મુહબ્બત અને મેળમેળાપનું દૃષ્ટાંત એક શરીરની જેમ છે કે જ્યારે એક અંગને તકલીફ થાય છે તો તમામ અંગ પીડા અને તાવના શિકાર થઈ જાય છે.” (બુખારી)
વ્યક્તિઓ અને સમાજ વચ્ચે પરસ્પર સ્નેહ અને સહયોગનો આ ડોકાર તદ્દન નવો છે. જેનાથી માનવી આનાથી અગાઉ વાકેફ ન હતો. આ સમાજના સાનિધ્યમાં રહેનારા લોકોની લાગણીઓ એક સમાન બની જાય છે અને તેમની ભાવનાઓ પરસ્પર ઓતપ્રોત થઇ જાય છે. અને કેમ કે તમામ મુસલમાનો એક શરીરની જેમ હોય છે એટલા માટે કોઈ પણ વ્યક્તિ જો કોઇ શાબ્દિક કે આર્થિક સંકટ અને તકલીફમાં મુકાય છે તો તે જૂએ છે કે તેના મુસલમાન ભાઈઓ તેની મદદ, સેવા અને હમદર્દીમાં પોતાની તમામ શક્તિ ખર્ચી નાંખે છે, બલ્કે તેનાથી આગળ વધીને મોટાભાગે એવું પણ થાય છે કે તે પોતાના ભાઈના માટે પોતાના માટેની જરૂરી ચીજ પણ આપી દે છે. એટલે જ કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“… અને પોતાની જાત પર બીજાઓને પ્રાથમિકતા આપે છે ચાહે પોતાની જગ્યાએ સ્વયં મોહતાજ હોય. હકીકત એ છે કે જે લોકોને હૃદયની તંગીથી બચાવી લેવામાં આવ્યા તેઓ જ સફળતા પામનારા છે.” (સૂરઃ હશ્ર-૯)
ઈમાન જીભથી બોલી નાંખવાનનું નામ નથી અને ન જ માત્ર ઈમાનનો દાવો કરી દેવાથી કોઈ મોમીન બની જાય છે. ઈમાન તો એક વાસ્તવિકતાનું નામ છે. તેની કિરણો જ્યારે બુદ્ધિથી ટકરાય છે તો દિમાગ તેને તરત જ સ્વીકારી લે છે. અને જ્યારે તેની કિરણો, મનુષ્યની ભાવનાઓને પ્રકાશિત કરી દે છે તો તેમાં ઉભરો આવે છે અને તે વૃદ્ધિ પામે છે અને જ્યારે આ કિરણો સંગઠનો અને જમાઅતો ઉપર પોતાની છાયા પાડે છે તો તેમનામાં શક્તિ અને સક્રિયતાનો સંચાર પેદા કરી દે છે. જેનાથી તે ક્રિયાશીલ બની જાય છે. અલ્લાહ ફરમાવે છે,
“હકીકતમાં ઈમાનવાળા તો તે લોકો છે જેઓ અલ્લાહ અને તેના રસૂલ પર ઈમાન લાવ્યા, પછી તેમણે કોઈ શંકા ન કરી અને પોતાના પ્રાણ અને ધનથી અલ્લાહના માર્ગમાં જિહાદ (તનતોડ પ્રયાસ, સંઘર્ષ) કરી, તેઓ જ સાચા લોકો છે.” (સૂરઃ હુજુરાત-૧૫)
પ્રથમ યુગના મુસલમાનોએ ઈમાનની હકીકતને આવી જ સમજી હતી, જેવી આ આયતમાં બતાવવામાં આવી છે અને આ જ રીતે તેમણે પોતાની જિંદગીને ઢાળી હતી. આ કામમાં માત્ર પુરુષો જ ન હતા બલ્કે સ્ત્રીઓ પણ ઇસ્લામ અને ઈમાનની હકીકત સમજવા અને તેને પોતાના જીવનમાં લાગુ પાડવામાં પુરુષોના સાથોસાથ હતી. જેથી ઉમ્મતની માં હઝરત આઈશા રદી.નો બનાવ છે કે એક વાર તેઓએ રોઝો રાખ્યો હતો, તેમના દરવાજે એક માંગનાર આવ્યો. તે વખતે આપના ઘરમાં એક રોટલી સિવાય અન્ય કંઇ જ ન હતું. હઝરત આઈશા રદી. પોતાની સેવિકાથી કહ્યું કે, આ રોટલી આ માંગનારને આપી દો. સેવિકાએ કહ્યું, આ તેને આપી દીધા પછી આપના ઇફતાર માટે કોઈ બીજી વસ્તુ ઘરમાં નથી. હઝરત આઈશા રદી. છતાં પણ કહ્યું કે આ રોટલી આ માંગનારને આપી દો. જેથી સેવિકા એ તે રોટલી તેને આપી દીધી. હઝરત આઈશા રદી.ની સેવિકા કહે છે કે, જ્યારે સાંજ થઈ તો એક બકરીનો ગોસ્ત ભેટમાં આવ્યો. હઝરત આઈશા રદી.એ મને બોલાવી અને કહ્યું, આમાંથી ખાવ, આ તમારી પેલી રોટલીથી ઉત્તમ છે. (હદીસ સંગ્રહ, મુઅત્તા ઇમામ માલિક)
રોટલીના એક ટૂકડાનું દાન સામાન્ય સંજોગોમાં એક અત્યંત મામુલી વાત છે. પરંતુ કોઈ વ્યક્તિની સંપૂર્ણ પૂંજી જ આ રોટલીનો એક ટૂકડો હોય તો તેનું દાન કરી દેવું એક અસમાન્ય અને ખૂબ મોટી ઘટના બની જાય છે. આ બનાવથી આપણને જાણવા મળે છે કે મુસલમાન સ્ત્રીઓ જેમનું નેતૃત્વ ઉમ્મતની સન્માનીય માતાઓ રદી. (અલ્લાહના રસૂલ સલ્લ.ની પૂનીત પત્નિઓ) કરી રહી હતી, આ ક્ષેત્રમાં અગે્રસર હતી. કેમકે સ્ત્રીઓ પોતાની પ્રાકૃતિક સંજોગોના કારણે પુરુષોની તુલનામાં આ પ્રકારના સામુહિક કામો કરવા વધારે ઇચ્છુક નથી હોતી.
એક સર્વસંમત હદીસ છે જેનું હઝરત આઈશા રદી.એ વર્ણન કર્યું છે તેઓ કહે છે કે અલ્લાહના રસૂલ સલ્લ.એ પુનિત પત્નિઓથી ફરમાવ્યું, “તમારામાં જેના હાથ સૌથી લાંબા હશે તે સૌથી પહેલાં (જન્નતમાં) મારાથી મળશે” હઝરત આઈશા રદી. ફરમાવે છે કે આપ સલ્લ.ની વફાત પછી અમે જ્યારે કોઈ એકના ઘરનાં ભેગા થતાં તો અમે ભીંત ઉપર પોતાના હાથ મૂકીને માપતા કે કોના હાથ લાંબા છે – જ્યારે અમારામાંથી સૌ પ્રથમ હઝરત ઝૈનબ બિન્તે જહશ રદી. જેમના હાથ અમારા બધાથી ટૂંકા હતા, વફાત પામ્યા ત્યારે અમોને જાણ થઈ કે “હાથની લંબાઈ”નો અર્થ દાન અને સખાવત હતા.
આ મહાન સ્ત્રીઓના આવા ગુણ કેમ ન હોય? જ્યારે કે તેમની તાલીમ અને તરબીયત (પ્રશિક્ષણ) અલ્લાહના રસૂલ સલ્લ.ના સાનિધ્યમાં થઈ છે. દા’વતના માર્ગમાં કામ કરનારા પુરુષો અને સ્ત્રીઓ પણ આ વાતો ઉપર ધ્યાન દઇને અમલ કરવો જોઈએ. *