Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપદિલ્હીમાં પરિવર્તન ખુદાની ઇચ્છાનુસાર છે

દિલ્હીમાં પરિવર્તન ખુદાની ઇચ્છાનુસાર છે

દિલ્હીમાં મોટી હારના પગલે બી.જે.પી.ની સાથોસાથ આર.એસ.એસ.માં પણ મૂલ્યાંકનનો દોર શરૃ થયો છે. તેનો તાજો દાખલો મોહનભાગવત દ્વારા ત્રણ કેન્દ્રીય મંત્રીને બોલાવી તેમનાથી જવાબ માગવાની ઘટના છે. આ ઘટનાના પગલે દિલ્હીમાં યુનિયન કાર્યાલય કેશુગંજમાં રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને નરમા સિતારમનને બોલાવીને તેમનાથી બી.જે.પી.ની નકારાત્મક ચળવળને લઈ ખૂંચતા પ્રશ્નો કરવા, એ ઘટનાની પૃષ્ટી કરે છે. સીતારમનથી પૂછાયું કે તેણે કેજરીવાલ માટે ચોર શબ્દનો પ્રયોગ કેમ કર્યો. સ્મૃતિ ઈરાનીની વિરૂદ્ધ યુનિયન સાથે સંકળાયેલા લોકોએ ફરીયાદ કરી હતી કે તેમણે યુનિયન સાથે સંકળાયેલા લોકોની સલાહને ગણકારી ન હતી. તેમજ બી.જે.પી.ના કેટલાક કાર્યકર્તાઓએ મંત્રીઓના નકારાત્મક વલણ અંગે ફરીયાદ કરી હતી. કેટલાકે તો કહ્યું હતું કે ચળવળ વખતે તેમના સ્થાને બહારથી આવેલા નેતા અને તેમના કાર્યકર્તાઓની અગ્રીમાતા આપવામાં આવી છે. માધ્યમો દ્વારા નિર્દેશ કરે છે કે આવા પ્રશ્નોનું ખરેખર કારણ ચૂંટણીમાં પાછા રહી જવા અને જાહેરમાં તરી આવતી ભૂલોથી બોધ લઈ ભવિષ્યમાં તેનું પુન્રાવર્તનથી દૂર રહેવું છે. મોહનભાગવતે દિલ્હીના મોટા નેતા જગદીશ મુખીથી પણ મુલાકાત કરી છે. સાથે જ યુનિયનના નેતાઓ દિલ્હીસ્થિત યુનિયનના પ્રચારકોથી પણ હાર અંગે રિપોર્ટ માંગવામાં આવી છે. આ રિપોર્ટો ઉપર આવતા મહિને નાગપૂરમાં થનારી આર.એસ.એસની અખિલ ભારત પ્રતિનિધિ સભામાં મોહન ભાગવન ઉપરાંત ભૈયાજી જોશી, દતાતર્યા, હોસ્બોલે, કૃષ્ણ ગોપાલ અને સુરેશ સોની પણ સામેલ હતાં. સમાચારે પહેલાથી અસ્તિત્વ ધરાવતા નિવેદનોમાં વધુ ચોખવત કરી છે કે આર.એસ.એસ.ના નક્કી ધ્યેયો, યોજના, કાર્યશૈલી અને નીતિના પ્રકાશમાં અત્યારે પ્રય દેશ ભારતમાં બી.જે.પી. પોતાની પ્રવૃત્તિઓ કરી રહી છે. તેથી બી.જે.પી.ના નેતાઓના સ્વરૃપમાં જે લોકો પણ દેશની ધુરા પોતાના હાથોમાં લઈ રાખી છે તેઓ એક ખાસ ધ્યેય હેતુ પ્રાપ્તીમાં વ્યસ્થ છે. જે ભારતના અલ્પસંખ્યક સમાજ માટે સ્વિકાર્ય નથી. આ વાતની પુષ્ટી દિલ્હીનો તાજેતરની ચૂંટણી અને તેના પરિણામો કરે છે. જે ઘણું બધુ કહી જાય છે.

બીજી તરફ આમ આમદી પાર્ટી, તેના કાર્યકર્તા અને જવાબદાર લોકોની અનથક મહેનત-પ્રયત્નોથી તેમના ભાગે સફળતા આવી. પણ સફળતાએ માત્ર પ્રયત્નોને મહેનતનું જ પરિણામ નથી બલ્કે આમ આદમી પાર્ટીની નીતિ જનતા માટે કરવામાં આવેલા વચનો અને કોંગ્રેસ પાર્ટીમાં નેતાગણની પડતી પણ આ ઐતિહાસિક સફળતા ઘટકો છે. આ હકીકત કેટલાક અંશે ૨૦૧૩માં પણ દિલ્હીની જનતા સમક્ષ આવી ચૂકી હતી કે બી.જે.પી. જેને હકીકતમાં વર્ગ વિશેષ સિવાય અન્ય લોકો પસંદ કરતા નથી તો વિકલ્પ કોંગ્રેસના રૃપમાં મોજૂદ છે. તેમ છતાં કોંગ્રેસમા ંઇચ્છીત દમખમ નથી. ત્યાં જ અન્ય બાજુ ૨૦૧૩માં લઘુમતિ પણ આમ આદમી પાર્ટી અંગે ડામાડોળ હતી. આનાથી ઉલ્ટૂ ૨૦૧૩માં જે પક્ષે ૮ બેઠકો હાસંલ કરી હતી તે આ વખતે બેઠકોની દૃષ્ટિએ તદ્દન સાફ થઈ ગઈ. મતમાં હિસ્સેદારી ૨૦૧૩માં જે કોંગ્રેસને ૨૪.૫૫% પ્રાપ્ત થયો હતાં તે ૨૦૧૫માં ઓછા થઈ માત્ર ૯.૮% થઈ ગયો. જો દિલ્હીની વસ્તી ઉપર દૃષ્ટિપાત કરવામાં આવે તો આપણને જણાશે કે અત્રે ૮૧% હિન્દુ, ૧૧.૭% મુસલમાન, ૫% શીખ, ૧.૧% જૈન, ૧.૨% અન્ય ધર્મના લોકો વસે છે. અને આ જે ૧૫%ની તબ્દીલી કોંગ્રેસથી આમ આદમી પાર્ટી તરફ થયાં છે. આ તે જ લઘુમતિ સમુદાયની ટકાવારી છે. જે ગઈ વખતે આમ આદમી પાર્ટીને મળી શક્યો ન હતો. પરિણામે જ્યાં કોંગ્રેસના ૮ ઉમેદવાર સફળ થયાં હતાં તે ૮ માંથી ૬ લઘુમતિ વર્ગના હતાં. ત્યાં જ ૨૦૧૪માં ૧૮.૫% લઘુમતિ સમુદાયના મત સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીના પક્ષે જવાના કારણે પરિણામો એકઝીટ પોલના અંદાજથી પણ આગળ વધી ગયાં. જેની આશા ગઈ વખતની જેમ આ વખતે પણ આમ આદમી પાર્ટીના નેતાઓને ન હતી. આ આંખે વડગે એવી જીત-ફેરફારમાં બી.જે.પી. અને તેનાથી સલંગન પક્ષો-સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી નફરત-ઝેર ઓકતી ચળવળ, જેમાં કથનને કર્મ ૨૦૨૧ સુધી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા અને લઘઉમતિ સમાજના લોકોને હિન્દુ ધર્મમાં વિલીન કરવા જેવા નિવેદનોએ ઘા ઉપર મીઠું ભમરાવવાનું કામ કર્યું છે. ત્યાં જ આ ઝેરભર્યા નિવેદનો અને અમલીકરણની નીતિએ રાજધાની દિલ્હીમાં વસ્તા દરેક વર્ગના ગંભીર અને વિચારવંતા લોકોને ભાન અપાવ્યો કે આ નિવેદનો અને અમલી વલણ એ ન માત્ર દિલ્હી બલ્કે સમગ્ર દેશ માટે હાનિકારક છે. તેથી વિકલ્પની શોધ વધુ તિવ્ર બની ગઈ અને જે વિકલ્પ તેમને મળ્યો તેને પોતાનો કિંમતી મત આપી દીધો. હવે એ જોવાનું રહ્યું કે આવતા દિવસોમાં જે લઘુમતિના એક તરફી મતદાનથી આપ પાર્ટીને ઐતિહાસિક જીત મળી છે તેમના પ્રશ્નોમાં તે કેટલી રસ લે છે અને કેવી ભૂમીકા ભજવે છે? કેમ કે બી.જે.પી. ગઈ ૨૦૧૩ની ચૂંટણીમાં ૩૪% મતોના ફળ સ્વરૃપે ૩૧ બેઠકો કબજે કરી હતી તે જ બી.જે.પી. આ વખતે ૩૩% મતદાન મેળવીને પણ માત્ર ૩ બેઠકો સુધી સિમિત થઈ છે. આથી આ હકીકત સ્પષ્ટ થાય છે જ્યાં શાંતિ પ્રિય અને ધૈર્યવાન વર્ગ કોમવાદી સંસ્થાઓ સામે ઉભો થાય છે ત્યાં પરિણામોની દૃષ્ટિએ લઘુમતિના મતો અગત્યની ભૂમિકા ભજવે છે. પણ આ ત્યારે જ શક્ય છે જ્યારે કે મતદાન એકતરફી હોય ન કે વિભાજીત જેના દાખલાઓ અસંખ્ય છે.

નવી સરકાર બનવા અને જુની સરકાર ન જવાના કારણાોની છણાવટ કરતાં એ સ્પષ્ટ દેખા દેશે કે દિલ્હી વાસીઓ પાછલા એક દાયકાથી વિશેષરૃપે અને સામાન્ય રીતે લાંબા સમયથી લાંચ, લૂંટમાર, બળાત્કાર, મોંઘવારી અને મૂળભૂત સગવડોની પ્રાપ્તી બાબતના કોયડાઓમાં ગુંજવાયેલા છે. આ પછી આમ આદમી પાર્ટીએ આશા અપાવી છે કે તે ન માત્ર રાજ્ય વહીવટમાં સુધારો કરશે બલ્કે પ્રજાના પ્રશ્નો પણ ઉકેલશે. પ્રશ્નોમાં કથળેલ શૈક્ષણિક સંસ્થાઓ, અસ્પતાલો, પાણી, વીજળી અને માર્ગો છે. તે સાથે જ મહિલાઓ અને બાળકોનો દરેક ક્ષેત્રે શોષણ પણ અને મહા પ્રશ્ન છે. આથી વધુ એ કે રોજીંદા વ્યવહારોમાં લાંચ-રૃશ્વત અગત્યનો પ્રશ્ન બનતો જઇ રહ્યો છે. વળી ૨૦૦૦ ગેરકાયદેસર વસાહતોમાં રહેતાં ૬૦ લાખ લોકો અનેકા અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. આ વસાહતોમાં પીવાના શુદ્ધ પાણીની કોઈ વ્યવસ્થા નથી. માર્ગો તૂટેલા છે અથવા તો બન્યા જ નથી. ચારેકોર ગંદકી અને કચરો ખડકાયેલ છે. ઘરેલુ અને વરસાદના પાણીના નિકાલ માટે ના યોગ્ય ગટર વ્યવસ્થા છે કે ન સ્ટ્રોમ ડ્રેને જ છે. શિક્ષણ, જન-સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો છે. આવી બધી લાચારીઓની સાથોસાથ જનતા ગરીબાઈ અને બેરોજગારીની શિકાસ છે. પરિસ્થિતિને દૃષ્ટિ સમક્ષ રાખી સરકારની રચના થઈ ચૂકી છે. પણ જે આશાના પુરૃજ પર આ સરકાર આકાશ લેવા જઈ રહી છે એ તો લોઠાના ચણા ચાવવા સમાન છે. આ સઘળી બાબતો હોવા છતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી મંડળથી પ્રજાને ઘણી આશાઓ છે. તેઓ પુરા પાંચ વર્ષનો સમય આપવાએ તૈયાર છે. હવે જોવાનું એ રહ્યું કે આ આમ આદમી કહેવાતી આમ આદમી પાર્ટી કેટલા અંશે પાંચ વર્ષોમાં પોતાના વચનો પર પૂરી ઉતરે છે. પરિસ્થિતિ પડકાર ભરેલ છે. અને સરકારમાં પધારનારા પણ પોતાની જવાબદારીઓને સારી પેઠે જાણે છે. કદાચ આ જ કારણ છે કે કેજરીવાલે સપદ લેતી વેળા દિલ્હીના જવાબદારોને એ બાબતો પહોંચાડી દિધી છે. તે બાબતો શું છે? આઓ એની ઉપર પણ નજર નાખી જઈએ.

સપદગ્રહણ કરતી વેળા પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે જનતા અને વિશેષવર્ગ બધાને સંભોદતા કહ્યું કે અમારા પ્રયત્નો હશે કે બધા ધર્મોના લોકો પછી તે ગરીબ હોય કે ધનવાન હોય સાથે લઈને ચાલીશું. લોકપાલ બિલ પાસ કરાવીશું અને તેના પર અમલ પણ કરીશું. આગલા પાંચ વર્ષોમાં દિલ્હીને લાંચરૃશ્વત મુક્ય રાજ્યનો દરજ્જો અપાવીશું. એક એવી દિલ્હી રચીશું જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અન જૈન દરેક ધર્મના લોકો પોતાને સુરક્ષિત અનુભવશે. દિલ્હીને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું અને આમાં કેન્દ્ર સરકાર કે જે સંપૂર્ણ બહુમત સાથે સંસદમાં મોજૂદ છે તેના સંપૂર્ણ સહકાર હાંસલ કરીશું. વેપારીઓને વેપારનો અવકાશ રહેશે. શરત એટલી જ કે સરકારને અપાતા વેરામાં ચોરી ન કરે. અને અંતિમ વાત જે ઘણી જ અગત્યની છે તે આ કે અમારી પાર્ટીને કેમ કે બધા ધર્મોના લોકોએ મત આપ્યાં છે. જેના પરિણામે આ ઐતિહાસિક બદલાવ દેખાય છે. તેમ છતાં આ જે કંઇ થયું છે તે અમારા આપના અને લોકોના પ્રયત્નોથી નથી થયું, બલ્કે ઉપર વાળાની ઇચ્છાનુસાર થયું છે. અમે તો માત્ર નિમિત છીએ. તેથી આપણે ખુદાની ઇચ્છાને આપી સમક્ષ રાખી રાજ્યમાં સુલેહ-શાંતિ અને ભાઈચારાનો માહોલ સામાન્ય થાય તેમ કરીશું અને કોઈ એવું કામ નહીં કરીએ જે ખુદા ઇચ્છાની વિરૂદ્ધ અને તેના બંદાઓની વિરૂદ્ધ હોય અને આ અવગણનાની પરંપરા પણ એ જ વખતે શરૃ થાય છે જ્યારે માનવી ઘમંડમાં ગ્રસ્ત થઈ જાય છે. અમો દરેક સ્તરના ઘમંડનો ખાત્મો કરીશું. મુખ્યમંત્રીની વાતો સમાપ્ત થયા પછી મુસલમાન જે આપણે વાંચક છે જ્યાં તેણે આ વિચારમંથન કરવાનું છે કે આ ખુદાઈ પરિવર્તનમાં તેનો હિસ્સો શું છે? ત્યાં જ તેણે આ પણ જોવું જોઈએ કે નવી સરકારને યોગ્ય દિશા ઉપર રાખવા અને તેની સાથે મળીને શાંતિપૂર્વક અધિકાર અને ન્યાયને પ્રસ્થાપિત કરવામાં તે શું ભાગ ભજવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments