Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસધર્મના આંતરિક લક્ષણ

ધર્મના આંતરિક લક્ષણ

૧. સ્વાદ

૨. જીવનના ઔચિત્યનો આધાર

૩. અન્તઃ પ્રકાશ

આંતરિકરૃપથી ધર્મના લક્ષણ શું છે? આ પ્રશ્ન કેટલાય ઉત્તરો આપી શકાય છે અને આપવામાં આવે છે. આ વખતે અમો ધર્મના મુખ્ય ત્રણ લક્ષણોના વિષયમાં વિચાર કરવા ઇચ્છીએ છીએ.

ધર્મના આંતરીક લક્ષણોમાંથી એક લક્ષણ તેનો સ્વાદ અને ઝોક છે. આનો સંબંધ માનવની અભિરૃચીથી હોય છે. કહેવામાં આવ્યું છે કે “Belief is literally a matter of taste”. કદાચ કોઈ આસ્થા તથા વિશ્વાસ (ધર્મ)નો સંબંધ અક્ષરશઃ સ્વાદ તથા અભિરૃચીથી છે, કદાચ કોઈની ધાર્મિકતા ફકત તેના બાહ્ય કર્મો પર નિર્ભર કરે છે, તો આ ધાર્મિકતા અપૂર્ણ અને અપરાધયુક્ત છે. આવી ધાર્મિકતાથી તેને સાચી પ્રસન્નતા અને શાંતિ મળી શકે નહીં. બલ્કે આવી ધાર્મિકતા તો તેના જીવનમાં નડત રોજ ઊભા કરતી રહેશે. મનુષ્ય માટે સાચો ધર્મ તે જ હોઈ શકે છે, જે તેના બાહ્ય જીવન અને તેના અંતર બંન્નેથી સંબંધિત હોય, જેનો વ્યાપ એટલો વિસ્તૃત હોય કે તે આપણા બાહ્ય જીવન અને અંતર બન્નેને પરિષ્કૃત કરી શકતો હોય.

આવો પુર્ણ ધર્મ, જેની તરફ અમોએ સંકેત કર્યો છે, માનવ નિર્મિત કદાપિ હોઈ શકે નહીં. માનવ બુદ્ધિની પોતાની સીમાઓ છે. જેનાથી આગળ તે વધી શકતો નથી. આપણા અંતરના રહસ્ય અને તેની અપેક્ષાઓ બુદ્ધિની પકડમા આવી શકાતી નથી. આપણી આંતરિક કામનાઓ અને અભિલાષાઓને આપણાથી જુદી પાડી શકાતી નથી. એ તો આપણા જીવનનું અભિન્ન અંગ છે. આંતરિક અભિરૃચી અને પોતાની વાસ્તવિક પ્રવૃત્તિની ઉપેક્ષા કરીને આપણે જે જીવન પ્રાણાલિને પ્રસ્થાપિત કરીશું, તે જીવન પ્રણાલી નિષ્પ્રાણ જ નહીં હોય, બલ્કે તેમાં કેટલીય ત્રુટીઓ મૌજૂદ હશે. અને બધાનું કારણ આપણી અજ્ઞાનતા હશે. જેથી એક સત્ય અને પુર્ણ ધર્મના નિર્દેશની અલ્લાહથી આશા રાખી શકાય છે. અલ્લાહ તરફથી અવતરિત ધર્મથી હટીને જે ધર્મ અથવા જીવન શૈલી પણ હશે તે પદ્ભ્રષ્ટતાથી મુક્ત નહીં હોય. ઇશ્વર નિર્દેશિત ધર્મ ફકત એટલું જ નહીં કે તે પદ્ભ્રષ્ટાતાથી મુક્ત હશે, બલ્કે તેની વિશેષતાઓ અને તેમા નિહિત તત્વદર્શિતા અને માર્મિકતા પર આપણે જેટલું પણ ચિંતન કરીશું, આપણને આશ્ચર્ય થશે અને અતઃ આપણે એક વિસ્મયકારી આનંદમાં ડુબી જઈશું. આના દર્પણમાં આપણે પોતાના વાસ્તવિક સ્વરૃપની ઝલક જોઈ રહ્યા હોઈશું. આવા ધર્મના અંગીકાર કરતા પહેલા આપણી અભિરૃચી જેવી પણ રહી હોય, પરંતુ આ ધર્મના સંપૂર્ણ પણે અંગીકાર કર્યા પછી આપણી અભિરૃચી કંઈક ઔર થઈ જશે. તેમા તમસ અર્થાત્ અંધકાર અને અજ્ઞાન લેશ માત્ર પણ નહી હોય. તેમા એક પ્રકારની મધુર-માદકતા આવી જશે, જે પ્રવિત્રતાથી લિપ્ત હશે અને ભક્તિ-ભાવ અનુપ્રાણિત કરી રહી હશે.

વ્યક્તિના ચારિત્ર્યનો વિશેષ સંબંધ તેના બાહ્ય કર્મો અને તેના બાહ્ય પ્રયાસોથી હોય છે. પરંતુ વ્યક્તિનો ઝોક સ્વયમ તેની અસ્મિતા અને અંગતતાથી પરિચિત હોય છે. તેથી તેને મનુષ્યનો દર્પણ કહી શકીએ છીએ. કોઈ કહ્યું છે કે ઃ “The Sytle is the man himself”

તદ્દન આજ રીતે આ પણ સત્ય છે કે – “The taste is the man himself”

વ્યક્તિના હાવ-ભાવ અને તેની જીવન શૈલીથી આ જાણવા મળે છે કે તે શુ ંછે? ત્યાં જ તેનાથી અધિક વ્યક્તિની અભિરૃચી બતાવે છે કે તે શું છે અને શું નથી.

ધર્મ જ જીવનને અસ્તિત્વમાં આવવાનું ઔચિત્ય પ્રદાન કરે છે. ધર્મની વિશેષતા તેનું બીજું આંતરીક લક્ષણ છે. ધર્મ સિવાય કોઈ એવી ઉચ્ચ અને અર્થસભર વસ્તુ નથી મળતી, જેને જીવનના ઔચિત્યનો આધાર કહી શકાય, અને વિષયમાં કોઈ પ્રકારની સંશયની ગુંજાયશ ન હોય. જીવનને ઉદ્દેશ્યહીનતા અને દોષપુર્ણતાથી જે વસ્તુ બચાવી શકે છે, તે ધર્મ જ હોઈ શકે છે. કારણ કે જીવનને દરેક પ્રકારના આરોપોથી તે જ વસ્તુ બચાવી શકે છે. જેમાં અલૌકિકતાની વિશેષતા મળી આવતી હોય. કારણ કે ફકત લૌકિક ઉદ્દેશ્ય ચાહે કેટલુ જ આકર્ષક કેમ ન હોય, સર્જનની સર્જનશક્તિને પ્રેરિત કરી શકતો નથી. ધર્મને ત્યજીને જીવનની વૈધતાને કોઈ વ્યક્તિ સિદ્ધ કરી શકતી નથી. જીવન પ્રદાન કરનાર ઇશ્વર છે, તો પછી તે જ વસ્તુ જીવનનો ઔચિત્ય આધાર હોઈ શકે છે, જેનો કોઈને કોઈ પાસાથી ઇશ્વરીય ઇચ્છા અને ઇશ્વરીય સંકલ્પથી સંબંધ હોય. આથી આ વાત જાણવા મળે છે કે માનવ જીવનના વાસ્તવિક ઉદ્દેશ્યમાં અલૌકિકતાનો સમાવેશ અનિવાર્ય છે. કારણ કે તેના વિના જીવનનો જે ઉદ્દેશ્ય પણ નિર્ધારીત કરવામાં આવશે, તેનું એટલું જ નહીં કે ઇશ્વરથી કોઈ સંપર્ક નહી ંહોય, બલ્કે તે ઉદ્દેશ્ય પણ મહાનતાથી વંચિત રહી જશે. સ્પષ્ટ છે કે આ વસ્તુ ધર્મ જ હોઈ શકે છે. કારણ  કે ધર્મ ઇશ્વરનના આજ્ઞાપાલન ને જ કહેવામાં આવે છે.

વ્યક્તિમાં ધર્મને આ દૃષ્ટિથી જોવાની યોગ્યતા મળી આવવી જોઈએ, કે ધર્મ માનવીનો જીવનનો વિધિ-વિધાન અને એક માર્ગ જ નથી, જેના પર ચાલીને મનુષ્ય સફળ થઈ શકે છે, બલ્કે ધર્મના કારણે જ માનવને પ્રતિષ્ઠા મળે છે, અને તેના જ પ્રકાશમાં જીવનના સુક્ષ્મતમ રહસ્યોનું ઉદ્ઘાટન થાય છે. ધર્મ જ તો છે જે હૃદયના મર્મસ્પર્શી જ્ઞાનનો વાહક છે.

ધર્મ જ આપણેને બતાવે છે કે જીવનનો આશય અને તેનો અંતિમ અભિપ્રાય શું છે. ધર્મ જ બતાવે છે કે વ્યક્તિએ ક્રમશઃ કયા શિખર અને નિયમિતતાની સ્થિતિને પ્રાપ્ત કરવી છે. ધર્મ દ્વારા જ આપણને જ્ઞાન થાય છે કે આપણા જીવનનો વાસ્તવિક સ્વભાવ અને તેની અંતિમ પ્રગતિ શું છે? આ પ્રગતિનો એહસાસ મનુષ્યને એટલું આકર્ષિત કરે છે કે તે લૌકિકજીવનની સામાન્ય વસ્તુઓથી આગળ વધીને અંતિમ પ્રગતિના સૌંદર્યને પ્રાથમિકતા આપે છે, અને તેના એહસાસથી પોતાના વર્તમાન જીવનને સમૃદ્ધ બનાવે છે. આ રીતે તેનો આ લૌકિક જીવન સાંસારિક નિધિ દ્વારા ઓછું અને પોતાના ભવિષ્ય દ્વારા અધિક સમૃદ્ધ પ્રતીત થાય છે. આમ તે અનાવૃત અંતહઃ પ્રકાશના કારણે શક્ય હોય છે, જે ધર્મનો એક અંગ છે, અને તેને આપણે ધર્મનું ત્રીજું લક્ષણ કહી શકીએ છીએ.  –

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments