Tuesday, April 16, 2024
Homeઓપન સ્પેસધાર્મિકતાની ત્રણ શ્રેણીઓ

ધાર્મિકતાની ત્રણ શ્રેણીઓ

ધાર્મિકતાની વાસ્તવમાં ત્રણઔ શ્રેણીઓ છે. પરંતુ આનીઔ તરફ સાધારણ રીતે ધ્યાન આપવામાં નથી આવતું, જેના લીધે આપણે ધાર્મિકતાના ભેદોને જાણી નથી શકતા.

ધાર્મિકતાની પ્રથમ શ્રેણી આ છે કે જેને આપણે સાદો ઈમાન કે આસ્થા કહી શકીએ છીએ. આ શ્રેણીની ધાર્મિકતા બસ આ હોય છે કે માણસ નબીઓ અ.સ.ની આપેલ આ સૂચના પર વિશ્વાસ ધરાવે છે કે ઇશ્વર છે, એ જ સૌનો અને સમગ્ર જગતનો સર્જનહાર છે. મૃત્યુ પછી તેની પાસે જ જવાનું છે. તે આપણા કર્મો અનુસાર આપણને પુરસ્કૃત કરશે, અથવા તો સજા આપશે. ઇશ્વરના આજ્ઞાાપાલક અને નેક બંદા એ જ લોકો છે જેઓ તેની અવજ્ઞાાથી બચે છે અને તેની પ્રસન્નતાના કાર્યો કરવાથી ઇન્કાર નથી કરતા. ઇશ્વરથી ડરતા રહે છે અને તેની દયા-કૃપાની ઇચ્છામાં જીવન વ્યતીત કરે છે. તેમને જીવનથી સાચી આશા હોય છે, પરંતુ આ ભય પણ તેમના હૃદયમાં રહે છે કે ક્યાંક કોઈ બૂરાઈના લીધે અમારી નેકીઓ રદ કરી દેવામાં ન આવે અને અમને દોજખની સજા ભોગવવી ન પડે.

ટૂંંકમાં આ કે તેઓ સમજે છે કે તેઓ દુનિયામાં હંમેશ રહેવા માટે નથી આવ્યા. અંતે તેમણે ઇશ્વરની પાસે જ પાછા જવાનું છે. દુનિયામાં તેમને પોતાના કર્મોથી સિદ્ધ કરવાનું છે કે તેમને ન તો ઇશ્વરનો ઇન્કાર છે અને ન તો ઇશ્વરના પૈગમ્બરો પર ઈમાન લાવવાથી તેઓ ઇન્કાર કરે છે. તેઓ આ પણ માને છેે કે ઇશ્વરને ત્યાં એ લોકોનું ઠેકાણું ખરાબ હશે કે જેઓ તેને અથવા તેના આદેશો રદ કરે છે અને પોતાને સ્વતંત્ર સમજીને જીવન વ્યતીત કરે છે.

ધાર્મિકતાની બીજી શ્રેણી આ છે કે માણસ માત્ર સાદી રીતથી સત્યનો સ્વીકાર કરતો હોય એટલું જ નહીં બલ્કે તે બુદ્ધિ અને વિવેકથી પણ કામ લેતો હોય. સત્ય કે સત્યધર્મ તેણે માત્ર એટલા માટે જ સ્વીકાર્યો ન હોય કે કેટલાક એવા લોકો કે જેમને તે સારા સમજે છે, તેને માને છે, બલ્કે તે પોતે સમજતો હોય, અને ઇશ્વરે આપેલ બુદ્ધિ તથા વિવેકથી સત્યધર્મની સત્યતા અને તેની સાર્થકતા તેમજ માનવ-જીવનમાં તેની આવશ્યકતા અને તેના મહત્ત્વને સમજતો હોય. તે ચિંતન-શક્તિ અને બુદ્ધિમત્તાની ક્ષમતાને નિરર્થક નથી સમજતો બલ્કે તે આનાથી કામ લઈને તે માત્ર ધર્મને અંગીકાર કરે છે એટલું જ નહીં બલ્કે તે ધાર્મિકતાનું એક પ્રત્યક્ષ ઉદાહરણ બની જાય છે. સત્યને સ્વીકારવામાં તેણે એ પૈગમ્બરોનું અનુકરણ કર્યું કે જેમના પ્રત્યે પ્રેમ અને આદરભાવ તેમના અનુયાયીઓના મનમાં જોવા મળે છે. બલ્કે તેની વિશેષતા આ છે કે તે બુદ્ધિ અને વિવેકને નિર્રથક નથી સમજતો અને ન તો તેને આ પસંદ છે કે તે તેમનાથી કોઈ કામ ન લે, બલ્કે એ પોતાની બુદ્ધિ અને ચિંતન-શક્તિને પણ સંતુષ્ટ જોવા ચાહે છે. એ જાણે છે કે ઇશ્વરે સમજવા-વિચારવાની યોગ્યતા જ નથી આપી કે કોઈ આપણથી કામ લે. બીજું આ કે તે આ પણ જાણે છે કે ધાર્મિકતા વિષે જો સમજદારી તથા તત્વદર્શિતા પ્રાપ્ત નથી, તો ધાર્મિક હોવા છતાં પણ આપણે ધાર્મિકતાના સાચા ગુણ-ગ્રાહક નથી. આપણી ધાર્મિકતા આ સ્થિતિમાં શુદ્ધ-હૃદયતા તથા નિષ્કપટતા છતાં ઉચ્ચ શ્રેણીની નથી હોઈ શકતી. અને જો ક્યાંક બુદ્ધિ અને મનની ભાવનાઓ તથા ધાર્મિકતા વચ્ચે એકાત્મતા અને આત્મીયતા નથી જોવા મળતી તો પણ આપણે ધર્મથી જોડાયેલા રહીએ છીએ, તો આપણું વ્યક્તિત્વ એક નહીં હોય, બલ્કે આપણું વ્યક્તિત્વ બેવડું હશે. અને એ બન્નેમાં શીતયુદ્ધ ચાલતું રહેશે, અથવા તો પછી તેની ધાર્મિકતા તકવાદ સિવાય બીજું કંઇ નહી હોય.

ધાર્મિકતાની એક ત્રીજી શ્રેણી એ છે કે જેનાથી ઉચ્ચશ્રેણીની આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ શ્રેણીની ધાર્મિકતાનો અર્થ આ થાય છે કે મનુષ્યની ધાર્મિકતા માત્ર બુદ્ધિ અને ચિંતન ઉપર જ આધાર નથી રાખતી, બલ્કે વ્યક્તિ અને સત્ય વચ્ચે હવે કોઈ પર્દો નથી રહેતો, અને જો રહે પણ છે તો એ અત્યંત બારીક હોય છે. હવે તેની અને સત્યની વચ્ચે કોઈ પણ પર્દો નથી રહેતો, અને જો રહે પણ છે તો એ અત્યંત બારીક હોય છે. હવે તેની અને સત્યની વચ્ચે કોઈ પણ પ્રકારની અપરિચિતતા અને પારકાપણું બાકી નથી રહેતું. તે એક પ્રકારના અલૌકિક પ્રકાશમાં હોય છે. સત્ય અને તેની અપેક્ષાઓ હૃદયમાં અવતરિત ભાવ બની જાય છે. સત્યની કિરણો તેના જીવનમાં ઊતરતી રહે છે, તેના લીધે તેનું જીવન જ્યોતિર્મય બની જાય છે. ધાર્મિકતા તેના હૃદયની ધડકન અને તેના મનની કંપન પુરવાર થાય છે. ધર્મ તેના નિજનો પરિચય બની જાય છે. ધાર્મિક ધારણાઓ તેના માટે તર્ક ઉપર આધાર નથી રાખતી, બલ્કે તે તેના માટે અનાવૃત્ત તથ્ય બની જાય છે. હવે તે ધાર્મિકતાનો માત્ર વાહક નહીં હોતો બલ્કે ધાર્મિકતા તેના માટે એક પ્રકારનું આનંદ પુરવાર થાય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments