આ સાચી વાત છે કે દેશ, અર્થતંત્ર અને સમાજ દરેક સ્તરે રાજનીતિની અસરો ઊભી થાય છે. આમ છતાં રાજકીય ક્ષેત્રમાં અસ્તિત્વમાં આવતી પ્રવૃત્તિઓ જ સમસ્ત નથી. જ્યાં એક બાજુ શાસકપક્ષ અને તેના આર્થિક સિદ્ધાંતો સમાજના નવનિર્માણમાં મુખ્ય ભાગ ભજવે છે. ત્યાં બીજી બાજુ બુદ્ધિશાળી અને પુખ્ત લોકો, તેમની વિચારવા અને સમજવાની ક્ષમતા અને પ્રવૃત્તિઓ પણ અર્થતંત્ર અને સમાજ ઉપર અસર ઊભી કરે છે. પરંતુ જો આ વિચારવા અને સમજવાની ક્ષમતા અને શાસનકર્તા, રચના શક્તિના બે જુદાજુદા વર્તુળો ન થઈને એક હોય તો પછી આ વિચારસરણીના સ્વરૃપે આપણી સામે આવે છે. અને જો કોઈ વિચારસરણીને સત્તા પ્રાપ્ત થઈ જાય તો પછી ન કેવળ અર્થતંત્ર બલ્કે સમાજ અને સંસ્કૃતિ પણ એક ખાસ દિશા અપનાવીને આગળ વધતી જાય છે, સિવાય કે બીજી કોઈ વિચારસરણીઓ મોજૂદ ન હોય. જ્યારે બીજી વિચારસરણી પોતાની હાજરીનો એહસાસ કરાવે છે તો ફરજીયાત પણે વિચારસરણી વચ્ચે ઘર્ષણ થવું એક કુદરતી પ્રક્રિયા છે. આ પ્રસંગે આ વાત પણ સામે રહેવી જોઈએ કે વિચારસરણીનો આધાર અને તેની શ્રેષ્ઠતા લઘુમતિ કે બહુમતી ઉપર નહીં બલ્કે દલીલો અને તથ્યો પર હોય છે.
તાજેતરમાં બિહાર રાજ્યના એસેમ્બલી ઇકેલશન સમાપ્ત થયા. આ વખતે, બે વિચારસરણી વચ્ચે જે સ્પષ્ટ મતભેદો સામે આવ્યા, તેની બુનિયાદ ઉપર એક વિચારસરણીની જીત થઈ જ્યારે બીજીનું પતન થયું. જોકે દેખીતી રીતે હારેલા પાસે અગણિત સ્ત્રોત હતા, સંખ્યાની દૃષ્ટિએ તેઓ બહુમતિમાં હતા, શાસકપક્ષ હોવાના લીધે તેમની પાસે અસંખ્ય સુવિધાઓ પ્રાપ્ત હતી, આમ છતાં, તેઓ હારી ગયા. કારણકે જે સિદ્ધાંત અને વિચારસરણી ઉપર તેઓએ પોતાના વ્યક્તિઓનું સૈદ્ધાંતિક, વૈચારિક અને અમલી પ્રશિક્ષણ કર્યું હતું, તે ખામીયુક્ત અને અત્યંત નબળુ હતું. સાથે જ તેઓ આંતરિક રીતે વિચિત્ર દુવિધાથી પીડાતા હતા અને આજે પણ છે. કારણ? અલ્લાહે મનુષ્યોને જે સ્વસ્થ પ્રકૃતિ ઉપર પેદા કર્યા છે, તે સ્વસ્થ પ્રકૃતિ અને ખાસ વિચારસરણી, પ્રત્યેકની બંને બાજુ પર વિરોધાભાસ મોજૂદ છે. આમ છતાં ખોટી વિચારસરણી મુજબ પ્રશિક્ષિત લોકો જ્યારે પોતાના અંતરાત્માની આવાજને પોતે જ કચડી નાંખે છે તો પછી તેમને ખોટી વિચારસરણીને પ્રોત્સાહિત કરવામાં જ આરામ અને સંતોષ પ્રાપ્ત થાય છે. આ બધા છતાં જો તેમને સમાયાંતરે ઢંઢોરવામાં આવે, તેમના ઊંઘી ગયેલા અંતરાત્માને જગાડવામાં આવે, અને તેમને પ્રેમની અભિવ્યક્તિ અને હમદર્દીનો ન ફકત પાઠ ભણાવવામાં આવે બલ્કે વ્યક્તિગત કે સામુહિક વલણોથી સાબિત કરવામાં આવે કે તે સંબંધિત વ્યક્તિ અથવા સમુહ પ્રત્યે ખરેખર સહાનુભૂતિના સંબંધને અંકબંધ રાખવા માંગે છે, તો શક્ય છે કે ક્યારેક ખોટી વિચારસરણીના પાયા ઉપર જીવનના રાત-દિવસ વિતાવનારા લોકો, આ બીજા મોરચા ઉપર પણ હારી જશે, જ્યાં દેખીતી રીતે લાગે છે કે તેમણે પ્રભુત્વ પ્રાપ્ત કરેલુ છે. અને જો આવું ન પણ થાય તો સહાનુભૂતિ અને નિખાલસતા, અને તેની અભિવ્યક્તિ ભવિષ્યની પેઢીઓને ખુદા અને તેના બંદાઓના અધિકારોની ચુકવણીમાં આગળ વધીને હિસ્સો લેવા મજબૂર કરી દેશે.
આ હકીકત છે કે ભારતમાં મુસલમાનો લઘુમતિમાં છે. લઘુમતિ એટલે તેઓ, હિંદુઓ કરતા સંખ્યાની દ્રષ્ટિએ ઓછા છે. અને હિંદુઓ જેઓ એક ઇશ્વરની પૂજા નથી કરતા, બહુદેવવાદ અને નાસ્તિકવાદ અને અસત્ય વિચારો-સિદ્ધાંતો જેના આધારો છે, અને સામાજિક જીવન અને તેમાં કરવામાં આવતા રીવાજોમાં તેઓની એક ખાસ ઓળખ છે. ઘણી વખત આપણને એ સાંભળવા મળે છે કે હિંદુઓ વાસ્તવમાં ભારતમાં બહુમતીમાં નથી. કારણકે તેમની વચ્ચે એટલા વર્ગો અને પૂજા કરવાની પદ્ધતિઓ મૌજૂદ છે, જેના આધાર પર એ ન કહી શકાય કે તેઓ એક છે. “આ તો ખૂબ જ થોડા લોકો છે જેઓ ‘મનુવાદી વિચારસરણી’ને ઉત્તેજન આપવા માંગે છે.” આના વિપરીત બીજા હિન્દુઓ તેમનાથી અલગ છે, તેમના સિદ્ધાંતોથી સંમત નથી હોતા, તેઓ વિવિધ ભગવાનો (મૂર્તિઓ)ની પૂજા કરે છે, અહીં સુધી કે તેઓના ધાર્મિક પુસ્તકો પણ અલગ છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જો વિદ્વાનોની વાત સાચી હોય તો પછી તે વિવિધ વર્ગો-સમુદાયો પોતાના લગ્ન અને જીવન-મૃત્યુની વિધિઓ કઈ પદ્ધતિથી કરે છે? આ જ નહીં બલ્કે જે મૂર્તિપૂજાના તેઓ ઉપાસક છે તેના આધારો શું છે? કદાચ આ તેઓની સમજણ અને પરંપરાને સમજવા પુરતુ છે. પછી આ જ બે વાતો સાક્ષી છે કે હિન્દુઓ વિવિધ વર્ગો-સમુદાયોમાં વહેંચાયેલા હોવા છતાં તેઓ એક છે. તેમના સિદ્ધાંત એક છે, તેમના અમલ એક છે, તેમનું ધ્યેય એક છે, અને તેઓ જે વ્યવસ્થાને સ્થાપિત કરવા માંગે છે, જોકે તેમાં અગણિત ખરાબીઓ છે, કોઈ વર્ગ પર હદ કરતા વધારે પ્રમાણમાં જુલમ અને અત્યાચાર તો કોઈના માટે અનેક સરળતા, તેમ છતાં, હિન્દુઓનો દરેક વર્ગ વિવશતાપૂર્વક, તે વ્યવસ્થાના નિર્માણમાં સહભાગી છે. અને બીજા સિદ્ધાંતો અને વિચારસરણી જે દેખીતીરીતે તેમનાથી ઘર્ષણમાં છે, તેમની ઉપસ્થિતિ , અસ્તિત્વ અને વિકાસ, તેમને પસંદ નથી. આવું શા માટે છે? આનો સીધો ઉત્તર એ જ હોવો જોઈએ કે સ્થાપેલા સિદ્ધાંતોનોપાયો એક બાજુ અજ્ઞાાનતા છે તો બીજી બાજુ પૂર્વગ્રહ અને ગેરસમજોની ઉપસ્થિતિ અને તેમાં વધારો છે. ત્યાં ત્રીજું ખાસ કારણ બીજી વિચારસરણી ધરાવનારાઓના જીવન, તેમના મામલાત, વર્તન અને સંબંધો, જ્યાં દરેક સ્તર પર તેમનામાં અસંખ્ય નબળાઈઓ સ્પષ્ટ દેખાય છે. તેથી જો મુસ્લિમોની વાત કરવામાં આવે તો મુસ્લિમોને દરેક સ્તરે પોતાનામાં સુધારો કરવાની જરૃર છે., સાથે જ હમદર્દીની ભાવનાને પ્રોત્સાહિત કરવાની જરૃર છે, પરિણામે તે પોતાને અને બીજા ધર્મના માનનારા લોકોને, બે વિવિધ ખાનાઓમાં વહેંચી ન નાખે. અનિવાર્ય છે કે જે એક ઇશ્વરે તેમને પેદા કર્યા છે તે જ ઇશ્વર બધા જ મનુષ્યોનો સર્જનહાર છે, તેથી દેશના બધા ધર્મોના લોકો એક જ ઇશ્વરના બંદા (દાસ) છે. આદમ (અલૈ.)ની સંતાન છે. તેથી બધા જ મનુષ્યો એક જ માતા-પિતાની સંતાન અને ભાઈ-ભાઈ છીએ.
વાતચીતની પૃષ્ઠભૂમિમાં દેશ અને દેશવાસીઓની ભલાઈ અને લોકોની સફળતા માટે જરૂરી છે કે આપણે આપણી જવાબદારીઓને અદા કરીએં. તેમજ જવાબદારીઓની અદાયગી ત્યારે જ શક્ય છે જ્યારે આપણે પોતે આપણી જવાબદારીથી પરિચિત અને ધ્યાનાકર્ષક પણ હોઈએં અને બેદરકારીથી અલિપ્ત રહીએં. પરિસ્થિતિની પૃષ્ઠભૂમિમાં જવાબદારીના સંબંધે મુસ્લિમોની પાયાની જવાબદારીઓમાં દીનથી વાકેફ થવું અને તેના પર અમલીકરણ છે તો ત્યાં બીજી ખાસ જવાબદારી દેશમાં હાજર દેશબંધુઓને ઇસ્લામના સાર્વત્રિક શિક્ષિણથી પરિચિત કરાવવું છે. આ પાસાથી આપણું દરેક કાર્ય તે નાનું હોય કે મોટું, પ્રત્યેક પાસાથી મહત્વનું બની જાય છે. જેનું એક પાસું આ છે કે દરેક કાર્ય પોતે એ વાતનો પુરાવો છે કે મુસ્લિમો દીનના શિક્ષણથી કેટલા પ્રમાણમાં પરિચિત અને તેને અનુસરે છે? તો ત્યાં આપણી અંદર અલ્લાહ અને પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.થી મોહબ્બતની શું સ્થિતિ છે, આને પણ સ્પષ્ટ કરે છે. બીજી બાબત એ છે કે આપણું દરેક કાર્ય બીજા સૈદ્ધાંતિક વિચારોના લોકોને કાં તો ઇસ્લામથી નજીક લાવવાનું માધ્યમ અથવા ઇસ્લામથી પૂર્વગ્રહ ધરાવવાનું કારણ બને છે. આ પ્રસંગે જરૂરી છે કે ઇસ્લામના સંદેશને લોકો સુધી પહોંચાડવાના સભાનપણે પ્રયત્નો કરવાની સાથે મુસ્લિમોની સુધારણા અને તેમનામાં દીનની સભાનતા પેદા કરવાના સંગઠિત પ્રયત્નો કરવામાં આવે. અહીં એ વાત કહેવાની જરૃર નથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ‘દીનની સભાનતા’નો અર્થ અમુક ઇબાદાત અને ખાસ રીવાજ નથી બલ્કે દીન એક ન્યાય અને ઇન્સાફની વ્યવસ્થાનું નામ છે. તેથી ન્યાય અને ઇન્સાફની વ્યવસ્થાની ચેતના ન માત્ર લેખન અને પ્રવચન સુધી સીમિત રહેવી જોઈએ બલ્કે સૈદ્ધાંતિક અને અમલી પ્રશિક્ષણની પણ વ્યવસ્થા થવી જોઈએ. અહીંયા પ્રશિક્ષણનો અર્થ જ્ઞાાન અને આચરણના દેખાતા પ્રતિબિંબ છે. જ્યાં દરેક સ્તરે જ્ઞાાન પણ આપવામાં આવશે, કૌશલ્યને વિકસાવવામાં આવશે, અને વિવિધ મોરચે પ્રયત્નો અને સંઘર્ષના પ્રયત્નોનો પ્રારંભ પણ કરવામાં આવે. સાથે જ નેક લોકોને સંગઠિત-સંકલિત કરવાનું કાર્ય પણ બહુ મોટી પ્રક્રિયા છે. આ કાર્યો જો કોઈ વ્યક્તિ કરવા ઇચ્છે તો અવશ્ય કરે, નહિંતર તેણે વર્તમાન સ્વસ્થ અને સદાચારી ચળવળોનો હિસ્સો બનવો જોઈએ. સંગઠિત પ્રયત્નોના પરિણામે જ શક્ય છે કે ન ફકત ગેરસમજો દૂર થશે, અજ્ઞાાનતાની સમાપ્તી થશે બલ્કે પૂર્વગ્રહ યુક્ત વાતાવરણ જે ચારે બાજુ છવાઈ ગયુ છે તે સમાપ્ત થશે અથવા ઓછામાં ઓછું તેેની તિવ્રતામાં ઘટાડો થશે. પરંતુ આ પ્રસંગે ફરજીયાત પણે આ વાત પણ સામે રાખવી જોઈએ કે ઇસ્લામનો સંદેશ, પ્રશિક્ષણ અને અમલી સંઘર્ષનું પ્રથમ ક્ષેત્ર ‘દાઈ’નું વ્યક્તિત્વ અને પોતાનું ચારિત્ર્ય છે. તે સંબોધન તો તમામ માનવોથી કરે છે. એટલા માટે કે રબની બંદગીનો પયગામ તોે બધા જ મનુષ્યો માટે નફાકારક છે, પરંતુ સૌથી પહેલા તેને પોતાની ચિંતા હોવી જોઈએ. કારણ એ છે કે પોતાની સુધારણા સૌથી મુશ્કેલ કાર્ય છે! *
maiqbaldelhi@gmail.com