Wednesday, June 12, 2024
Homeમનોમથંનન્યાય : ક્રિયા અને પ્રતિક્રિયા

ન્યાય : ક્રિયા અને પ્રતિક્રિયા

હે કાળી ઔરતના દીકરા!! તુચ્છકાર સાથે કહ્યું અબુઝરે (રદી) બિલાલ (રદી.)થી… બિલાલે ખિન્નતા સાથે સમાનતાના સ્તંભ અને માનવતાના ઉપકારક સલ્લ. સામે જોયું… અવાજ આવ્યો ત્યાંથી … “અબુઝર, તમારા દીમાગમાંથી હજૂ અજ્ઞાનતા અદૃશ્ય થઈ નથી” … આ એહસાસ કે પોતાના જ જેવા એક માનવીને તુચ્છ સમજવો, માનવીને સ્વંય પોતાને તુચ્છ બનાવી દે છે. આ વાત અબુઝરની સમજમાં આવી ગઈ, તો પોતાના અહંકાર ભરેલા માથાને એક કાળા હબ્શી ગુલામના ચરણોમાં મૂકી દીધં. દેખાવ પુરતુ નહીં, ખરેખર માથું મુકી દીધું. કાંકરીઓ કપાળમાં ખૂંચવા લાગી – અબુઝર જીદ કરવા લાગ્યા કે આ અવળા દીમાગની સુધારણા ખાતર તમારા ખબરચડા પગથી તેની મરમ્મત કરો… બિલાલે ખૂબ શાનથી અબુઝર રદી.ના આ
કૃત્યને માફ કરી દીધું. કેટલો આકર્ષક અંદાજ અને શૈલી હતી સમાનતા અને એકરૃપતાને હૃદયમાં રોપણ કરવાની.

આ પ્રસંગને એક બાજુ મૂકીને સ્વસ્થ દીલ દીમાગથી પરિસ્થિતિને નિહાળી જૂઓ. સૌથી પ્રથમ પ્રતિકાર ઉદ્ભવશે નફરત અને ઘૃણાનો. ઇઝ્ઝત માટે, તાકત માટે, દોલત માટે, નફરત. પોતાની જાતથી પણ અને બીજાઓની જાતથી પણ. આ નફરત જ છે, જે માનવીને માનવતાની બુલંદીથી પતનની ખીણમાં ધકેલી દે છે. આ નફરત કહે છે કે, ભારતના ટુકડા થઈ જશે અને આ કહે છે કે દરેક વિરોધ કરનારો દેશદ્રોહી છે, દેશ વિરોધી છે. નારાબાજી. જવાબમાં નારાબાજી… ક્યારેક બંધ મુઠ્ઠી અને ક્યારેક લાઠી. આ નફરત વકીલોને ગુંડા બનાવી દે છે અને રાજકારણીઓને હત્યારા… આ ન્યાયતંત્રને સામુહિક ઇચ્છાના પાબંદ અને મીડિયાને નિર્ણાયક બનાવે છે. ગુસ્સો, આક્રોશ અને સખત ગુસ્સો – તેમને જૂઓ તો માત્ર શાબ્દિક ચર્ચા અને ચર્ચાને તોડીને, આમળીને એટલી હદે ઉત્તેજનાનો ઇઝહાર થાય છે કે જંગલી કૂતરા અને વરૃ પણ આવું નથી કરતા. લોકો તેમની ઉત્તેજનાને કળા સમજે છે. કોઈ પ્રધાનનું ઘર બાળી નાંખે છે કોઈ ગરીબના પ્રાણ લઈ લે છે અને કોઈ ભાવના સ્તરે એટલો આતંકિત થઈ જાય છે કે પોતાના જ પ્રાણ લઈ બેસે છે… આ તમામ પરિસ્થિતિ જોઈને દેખાય છે કે સત્તાધીશો અને ભાજપ હવે પોતાનો વાસ્તવિક રંગ દેખાડી રહ્યા છે. ઠેર ઠેર સ્વતંત્ર માનસના અને સેક્યુલર વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સરકારી સંસ્થાઓ એક તરફ ભયનો માહોલ ઊભો કરી રહી છે ત્યાં મીડિયા તેને ટેકો ઉપલબ્ધ કરાવી રહ્યું છે. સોશ્યલ મીડિયા ઉપર ગાળો, આક્ષેપો, પ્રતિ આક્ષેપો અને જુઠા આરોપોનો ધોધમાર વરસાદ છે. મુસલમાનોની ઐતિહાસિક સંસ્થા અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી અને જામીઆ મિલીયા ઇસ્લામીયા પણ તેમના લક્ષ્ય ઉપર છે.

જુલ્મ અને અત્યાચારની દાસ્તાન મનમોહક હોય છે અને કારગર પણ. આ ભાવનાઓને ઉત્તેજીત કરે છે, બલ્કે ઉશ્કેરાટ સુધી પહોંચાડી દે છે. મજલૂમને જાલીમ બનાવી દે છે. આજના સંજોગોમાં એ વાતની ઉજળી શક્યતા છે કે પક્ષકારો આ દાસ્તાન સંભળાવવાનો બહોળો ઉપયોગ કરે અને અત્યાચારો કરવા પર ઉતરી આવે. એટલા માટે મુસ્લિમ સમાજ માટે આ અત્યંત જરૂરી છે કે તેઓ આ દેશનું નેતૃત્વ (સરકાર નહીં) કરવાની ફરજ બજાવવા મક્કમ થઈ જાય. એક પક્ષને અત્યાચારથી છૂટકારો અપાવવા અને બીજાના દીલ જીતી લેવાના પ્રયત્નો કરે. આપણી પદ્ધતી ઉશ્કેરણી આધારિત ન હોય બલ્કે વિનમ્રતા અને હમદર્દીની હોય, ઘૃણા આધારિત ન હોય બલ્કે દુઃખમાં ભાગીદાર થવાની હોય. આ જ સમસ્યાનું નિરાકરણ છે અને ઉદ્ઘોષકનું ચરિત્ર પણ છે.

નફરત અને ઉશ્કેરાટના આ વાતાવરણમાં મુસ્લિમ નવયુવાનોનો રોલ ખૂબજ મહત્ત્વનો છે. સમયના સાથે ચાલીને નારાબાજીના ભણકારા સાંભળવા આપણું ધ્યેય નથી. બલ્કે ઇન્સાફથી મહેરૃમ માનવતાને નવા નારા સંભળાવવા અને આપણી શક્તિ, સામર્થ્ય અને ડહાપણના દ્વારા આ નારાઓને લોકપ્રિય બનાવીને તેને પરિણામમાં પરિવર્તીત કરવા અત્યારના સમયનો સૌથી મહત્ત્વનો પડકાર અને ચેલેન્જ છે. એ વાત ઉપર ધ્યાન આપવાની જરૂરત છે કે જો આપણા પાસે દલિતોની મુક્તિનો કોઈ સંદેશ મૌજૂદ છે તો બીજા વર્ગો માટે પણ આવો સંદેશ મોજૂદ છે. તે કઈ કાર્યપદ્ધતિ હોય કે ઇસ્લામનો દૃષ્ટિકોણ બધા માટે સ્વીકાર્ય ઠેરવી શકાય. આ કામ મહેનત માંગી લે છે. ખૂબ મોટા સ્તરે તમામ ભારતવાસીઓને સંબોધન કરવું પડશે. ડાબેરી અને જમણેરી વિદ્યાર્થી સંગઠનો અને તેમના સમર્થકો સાથે વાર્તાલાપ અને તંદુરસ્ત વિચાર વિમર્શ દ્વારા દેશમાં વિભાજન અને ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાના પ્રયત્નો કરવા જોઈએ.

એક પાસું છે દલિતોના અસહય શોષણ અને તેની ભરપાઈના પ્રયત્નોનું તે કોમ જેના માટે દેશના બંધારણે ઘણી બધી છૂટછાટો આપી છે તે આજે પણ ઇન્સાફની માંગણી કરતી દેખાય છે. આજે પણ સમાજમાં તેમને તુચ્છકાર સાથે જોવામાં આવે છે. દુઃખની વાત એ છે કે જે સમાજથી ન્યાય અને સમાનતાની ભીખ માંગવામાં આવે છે, ભીક્ષાપાત્ર પણ તે જ સમાજનું ઉપલબ્ધ કરાવેલું છે. એટલા જ માટે આજે પણ મંદિરોમાં પ્રવેશની છૂટ અને હિન્દુ ધર્મમાંથી માત્ર બ્રહ્મણવાદને નાબૂદ કરવા માત્રથી તેઓ પોતાને સંતુષ્ટ કરી દેવા માંગે છે. દેખિતું જ છે કે ગુલામીની માનસિકતા એટલી સહેલાઈથી ખતમ થતી નથી. પરંતુ જો દલિત સમાજ ખરેખર પોતાના સામાજિક સન્માનનો ઇચ્છુક અને તે બાબતે ચિંતાતૂર હોય તો, તેણે સૌપ્રથમ હિન્દુધર્મના પ્રત્યેક અંશથી મુક્તિ પ્રાપ્ત કરવી પડશે. ત્યાં એ ખૂબ મોટી જવાબદારી છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ અને નવયુવાનો પૂરા વિશ્વાસ અને ધગશ સાથે ઇસ્લામની સત્યતા અને વિશ્વવ્યાપકતા તરફ આ માર્ગદર્શનથી વંચિત વર્ગોનું ધ્યાન દોરે.

ઇસ્લામે હક્કો, અધિકારો અને આત્મસન્માનની સુરક્ષાની કેટલી અદ્ભૂત વ્યવસ્થા કરી છે. ઉપર પ્રસ્તુત પ્રસંગ તરફ ધ્યાન આપીએ… જો આ વર્તન આપણે બીજા વર્ગો સાથે યથાવત રાખીએ અને દરેક મામલામાં પ્રતિક્રિયાની તે રીત જે અલ્લાહના રસૂલ સલ્લ.એ અપનાવી, તેને શીખી લઈને ધારણ કરી લઈએ તો ચોક્કસપણે આપણે સમાજના ભેદભાવોને નેસ્તનાબૂદ કરી શકીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments