ખેતી ઉગીને તૈયાર હતી. બધા ખેડૂતો પોતાના ઘરવાળાઓની મદદથી પાક લણી (કાપી) રહ્યા હતા, અને તે ખળી સુધી પહોંચાડી રહ્યા હતા. ડૂંડાઓમાંથી અનાજ કાઢી રહ્યા હતા. પરંતુ ખૈરૃ બિચારો એકલો હતો. તેના ઘરમાં બે માણસો હતા ખરા, પરંતુ તે બંને વૃદ્ધ હતા. તેમાંથી એક તો હતા ખૈરૃના પિતા અને બીજા હતા તેની માતા. ઘરડા હોવાથી બંને કમજોર હતા જ, સાથે જ બીમાર પણ રહેતા હતા. ખૈરૃ પરેશાન હતો એકલો શું કરતો.
એક દિવસે માતા-પિતાએ કહ્યું પણ ખરૃં કે, ‘બેટા ખૈરૃ ! પાક તૈયાર ઊભો છે. તેને લણીને મૂકી દો, નહિતર બાલીઓમાંથી દાણા ખરી પડશે અને ખરાબ થઈ જશે.’ ખૈરૃએ જવાબ આપ્યો, ‘હું પણ આ જ વિચારી રહ્યો છું. બે-ચાર જણા સાથ આપવા માટે પણ મળી જાય તો, બસ બધું કાપી લઈશ. આવતીકાલ માટે કેટલાક લોકોએ સહાય કરવાનો વાયદો પણ કર્યો છે.’
આ જવાબ સાંભળીને માતા-પિતા બોલ્યા, ‘પેટા ! યાદ રાખો કે તમે કાલે પાક લણી નહીં શકો.’
ખૈરૃએ કંઈ જવાબ આપ્યો નહીં. બીજા દિવસે ચુપકેથી ચાલ્યો ગયો. સાંજે જ્યારે ઘરે આવ્યો તો માતા-પિતાએ પૂછયું, ‘બેટા ! પાક લણ્યું ?’ ખૈરૃએ કહ્યું, ‘આજે તો કોઈ આવ્યો નહીં. આવતીકાલનો વાયદો કર્યો છે. આથી આવતીકાલે પાક જરૃર લણી લઈશ.’
આ સાંભળીને વૃદ્ધ માતા-પિતાએ કહ્યું, ‘યાદ રાખો બેટા! તમે કાલે પણ લણી નહીં શકો.’ ખૈરૃ ચુપ રહ્યો. બીજા દિવસે ઘરથી ફરી નીકળી ગયો. સાંજે પાછો ફર્યો તો માતા-પિતાએ ફરીથી પૂછયું, ‘શું પાક લણી લીધો ?’ ખૈરૃએ જવાબ આપ્યો, ‘આજે પણ કોઈ આવી ન શકયો. આજે તો મેં અલ્લુ અને મલ્લુથી પાકો વાયદો લી લીધો છે. તેઓ કાલે ચોક્કસ આવશે. કાલે પાક લણી લઈશ.’
ઘરડા માતા-પિતા ખૈરૃની આ વાત સાંભળીને બોલ્યા, ‘બેટા ! તમે કાલે પણ લણી નહીં શકો.’
ઘરડા માતા-પિતાની વાત સાંભળીને ચુપ રહ્યો. બીજા દિવસે જ્યારે તે અલ્લુ-મલ્લુ પાસે ગયો તો બંનેએ કહ્યું, ‘આજે મુખીના ખેત કાપવા (લણવા)ના છે. તેણે અમને બોલાવ્યા છે. ભાઈ શું કરીએ મજબૂરી છે ! ખૈરૃ ફરી ઘરે આવતો રહ્યો. માતા-પિતાએ ફરીથી પૂછયું તો કહ્યું, ‘હવે બું બીજાઓને કહી કહીને પરેશાન થઈ ગયો છું. હવે હું ઇન્શાઅલ્લાહ આવતીકાલે એકલો જ કામે લાગી જઈશ. માતા-પિતાએ આ સાંભળીને કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે કાલે તમે ચોક્કસ ખેતી પાક (લણી) લઈ લેશો.’
ઘરડા માતા-પિતાના મોઢેથી આ સાંભળ્યું તો ખૈરૃ બોલ્યો, ‘જ્યારે બધા લોકો મારી મદદ માટે વાયદો કરતા હતા ત્યારે તો તમે કહેતા હતા કે કાપી (લણી) નહીં શકો. હવે જ્યારે હું એકલો તૈયાર થયો છું તો તમે કહો છો કે ‘કાલે ખેતી કપાઈ (લણાઈ) જશે. આ કેવી વાત છે ? માતા-પિતાએ જવબ આપ્યો કે ‘બેટા ! વાત આ છે કે ગઈકાલ સુધી તમે બીજાઓ ઉપર ભરોસો રાખતા હતા. હવે તમે પોતે હિંમત કરી છે. સાથે જ આજે તમે ઇન્શાઅલ્લાહ પણ કહ્યું છે. અલ્લાહની મદદના ભરોસે જે ઇરાદો કરવામાં આવે છે એ ચોક્કસ પૂરો થાય છે.’ આ સાંભળી ખૈરૃ ચુપ રહ્યો. બીજા દિવસે તેણે એકલાએ જ ખેતી (પાક) કાપી (લણી) લીધો.