Saturday, July 20, 2024
Homeમનોમથંનપેલેસ્ટીન: દમન અને અત્યાચાર ક્યાં સુધી

પેલેસ્ટીન: દમન અને અત્યાચાર ક્યાં સુધી

૧૫મી મે ૨૦૧૮ના રોજ ‘અલ-નકબા’ કાંડને સિત્તેર વર્ષ પૂરા થતાં પેલેસ્ટીનીઓએ દેખાવો યોજ્યા હતાં. દેખાવકારોની સંખ્યામાં ત્યારે વધારો થઈ ગયો જ્યારે અમેરિકાએ પોતાની એમ્બેસીને જેરૂસેલેમ ખસેડવાની જાહેરાત કરી. શાંતિપૂર્ણ દેખાવ કરતાં નિઃશ† પેલેસ્ટીનીઓ પર ઇઝરાયેલી સૈનિકો તૂટી પડ્યા અને ૬૨ જેટલા નિર્દોષ લોકોને શહીદ કરી નાંખ્યા છે, જેમાં ૫ બાળકોનો પણ સમાવેશ થાય છે અને સેંકડો ઘાયલ થયા. આ દમન અને અત્યાચારની ગાથા ૭૦ વર્ષ ઉપરાંતની થઈ ગઈ છે.

અલ-નકબાની યાદગીરી કરતાં આપણે અલ-નકબાનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે. ૧૯૪૮ના વર્ષમાં ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટીનના ૪૦૦ થી ૬૦૦ જેટલા શહેરો, કસ્બાઓ અને ગામડાઓમાં કેર વર્તાવવામાં આવ્યો હતો. લગભગ ૭,૫૦,૦૦૦ જેટલા લોકોને તેમની જમીન, તેમના સાધનો અને તેમના મકાનોથી તગેડી મૂકવામાં આવ્યા. તેમને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. આ ૭,૫૦,૦૦૦ લોકો આસપાસના મુસ્લિમ દેશોમાં જઈ વસ્યા. આ સમગ્ર ઘટનાક્રમને અલ-નકબા તરીકે ઓળખવામાં આવે છે. આ કરૂણ ઘટનાને ૭૦ વર્ષ પૂરા થતાં પેલેસ્ટીનીઓએ દેખાવ યોજી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતાં.

ઇઝરાયેલ દ્વારા પેલેસ્ટીનીઓ પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પેલેસ્ટીનીઓની જમીન પર ગેરકાયદેસર કબ્જા જમાવી તેમની ઉપર અત્યાચાર અને દમન ગુજારવાનો સિલસિલો જારી છે. આસપાસના મુસ્લિમ દેશો નિવેદનો અને મીટીંગો સુધી ઇઝરાયેલનો વિરોધ કરી સંતોષ માને છે. કેટલાક મુસ્લિમ રાષ્ટ્રો એટલા સંવેદનહીન છે કે તેઓ નિવેદન સુદ્ધાં આપતા નથી. આ સમયે અલ્લાહના રસૂલ સ.અ.વ.ની હદીષ યાદ આવે છે કે “જ્યારે દમન અને અત્યાચારને જુઓ તો તેને પોતાના હાથ વડે રોકો, હાથથી રોકી શકતા ન હો તો તેનો વિરોધ પોતાની જીભ વડે કરો, અને જીભથી પણ વિરોધ કરી શકતાં ન હોવ તો પોતાના દિલમાં તેને ખોટું ગણો અને જા કોઈ વ્યક્તિ દિલમાં પણ અત્યાચારને ખોટું ગણી શકતી ન હોય તો તેના દિલમાં ઈમાન નથી.”

માનવ અધિકારોની વાતો કરતા લોકોને પેલેસ્ટીનીઓના માનવઅધિકાર કેમ દેખાતા નથી? ઇઝરાયેલ એ નિર્દોષ નાગરિકો સામે ક્રૂરતા દાખવવા અને જાહેરમાં ગોળીબાર કરવા બદલ માનવઅધિકારના ભંગનો દોષી હોવા છતાં તેની સામે કોઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવતી નથી. દુનિયાના જગત જમાદારો તરીકે વિખ્યાત દેશોનો ઇરાદો તો પેલેસ્ટીનીઓ બાબતે સ્પષ્ટ છે. (તેઓ ઇઝરાયેલની ક્રૂરતા અને બર્બરતાને ન્યાયી ગણે છે!) પરંતુ જે દેશો ન્યાય અને સ્વતંત્રતાને પસંદ કરે છે તેઓ પણ ચુપ બેઠા છે. એકમાત્ર તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાન ઇઝરાયલની પેલેસ્ટીન નીતિઓ વિરુદ્ધ બોલતાં દેખાય છે. આ અલ-નકબાના દેખાવકારો પરના હુમલા પછી તરત જ તુર્કીએ ઓર્ગેનાઇઝેશન આૅફ ઇસ્લામિક કો-ઓપરેશનની હંગામી મિટીંગ બોલાવી હતી જેમાં તેઓએ ઇઝરાયલના અમાનુષી અત્યાચારને વખોડી કાઢતા કહ્યું હતું કે, અમે ઇઝરાયલ વિરુદ્ધ અસરકારક પગલાં લઈ દુનિયાને બતાવીશું કે હજી માનવતા જીવિત છે.

કતરના વડાપ્રધાન શેખ તમીમે સચોટ વાત કરતાં કહ્યું છે કે, ગાઝાની જમીન ઇઝરાયલની ફોજી છાવણીને કારણે એક કબ્જા હેઠળનું કેમ્પ બની ગયું છે. ત્યાંના નાગરિકોને પાયાની સવલતો જેવી કે શિક્ષણ, રોજગાર અને આરોગ્ય તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ આપવામાં આવતી નથી. તેમની સાથે કેદીઓ જેવા વ્યવહાર કરવામાં આવે છે. ત્યારે તેમની સામે હથિયાર ઉપાડ્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. અને જ્યારે તેઓ બુનિયાદી હક્કો મેળવવા હથિયાર ઉપાડે છે તો તેમને આતંકવાદી કહી ઠાર મારી દેવામાં આવે છે. અને જ્યારે તેઓ શાંતિપૂર્વક દેખાવો કરી પોતાના હક્કો માંગે છે તો તેમને અંતિમવાદી કહી ઠાર મારવામાં આવે છે.

આ પરિસ્થિતિ સાથે છેલ્લા ૭૦ વર્ષથી પેલેસ્ટીનીઓ જીવી રહ્યાં છે. પેલેસ્ટીનીઓની હિંમત અને સંયમને કોઈ પણ વ્યક્તિ સલામી આપ્યા સિવાય નહીં રહી શકે. તેમના સિવાય કોઈ બીજી કોમ હોત તો ક્યારનીએ નેસ્ત-નાબૂદ થઈ ગઈ હોત.

ભલે, પેલેસ્ટીન હોય કે ઇઝરાયલ અલ્લાહ બંનેની કસોટી કરી રહ્યો છે. ઇઝરાયલને અલ્લાહે જે શક્તિ આપી છે તે તેનો દુરૂપયોગ કરી રહ્યો છે. પોતાની તાકાતને નિર્દોષો અને નિઃશ† પેલેસ્ટીનીઓ પર અજમાવવાનો જે હીન અને નીચ કામ કરી રહ્યો છે તેને તેનો હિસાબ આપવો પડશે. ઇઝરાયેલે પોતાના પૂર્વજાને યાદ કરવા જાઈએ જ્યારે મૂસા અ.સ. બની ઇસરાઇલને ફિરઔનના અત્યાચારથી છોડાવવા તેની પાસે ગયા ત્યારે તેણે તાકાતના નશામાં મૂસા અ.સ.ની નસીહત કબુલ ન કરી અને દમન અને અત્યાચારના પહાડો બની ઇસરાઇલ પર તોડતો રહ્યો. અલ્લાહે ફિરઔનને વધારે છૂટ આપી. પરંતુ આ છૂટે તેના બની ઇસરાયેલ પરના અત્યાચારમાં ઓર વધારો જ કર્યો. છેવટે જ્યારે ફિરઔન દરિયામાં ડૂબવા લાગ્યો ત્યારે તેને ખબર પડી અને હકીકતનો એહસાસ થયો ત્યારે ઈમાન લાવ્યો, પરંતુ તેના ઈમાનને તેના મોઢા પર મારી દેવામાં આવ્યો અને પોતે દરિયામાં ડૂબી મોતને ભેટ્યો. જા ઇઝરાયેલ આ કરતૂકો બંધ ન કરી તો અલ્લાહ તેને જે મહેતલ સુધરવામાં માટે આપી રહ્યો છે તેનો અંત આણશે અને તેને દુનિયા અને આખેરતમાં જબરજસ્ત અઝાબની યાતના ભોગવવી પડશે.

બીજી બાજુ પેલેસ્ટીનની હિંમત, ધૈર્ય અને ઈમાનની કસોટી છે. આ જે કંઈ પરિસ્થિતિ છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહી છે એ હંમેશા નહીં રહે ઇન્શાઅલ્લાહ. પેલેસ્ટીનીઓએ પણ અલ્લાહના રસૂલ સ.અ.વ. અને સહાબા રદી.ના મક્કાના દિવસોને યાદ કરવા જાઈએ જ્યારે તેમને સખત યાતનાઓ આપવામાં આવી રહી હતી. આખરે અલ્લાહની આજમાયશમાં તેઓ ખરા ઉતર્યા. અને અલ્લાહે આખા અરબની બાદશાહી આપ સ.અ.વ. અને તેમના સહાબાઓને સોંપી દીધી. અને આ સિવાય અલ્લાહ પાસે આખેરતમાં આપવા માટે જે કંઈ પણ છે તે દુનિયાની જીંદગીથી વિશેષ છે. આ પેલેસ્ટીન પર પણ અલ્લાહ પોતાની ખાસ રેહમત અને મદદ કરશે. પરંતુ તેનો દિવસ નક્કી છે. અલ્લાહ તેમને તેમના ધૈર્યનો બદલો જરૂર આપશે.

•••

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments