ઇતિહાસની અટારીએથી ………………………… પ્રશિક્ષણના પગલાં
સિરત (જીવન ચરિત્ર)ના પુસ્તકોમાં આ પ્રસંગનો ઉલ્લેખ થયો છે કે મક્કાના મુશરિકો (અનેકેશ્વરવાદીઓ) એ અલ્લાહના રસુલસલ્લ.ના ગાઢ સાથી હઝરત અબુબક્ર સિદ્દિક રદિ.ને ખૂબજ અત્યાચારપુર્વક માર માર્યો. ઉતબા બિન રબીયા આપના પાસે આવ્યો અને આપને પોતાના બંને જુતાઓથી પીટવા લાગ્યો. મારતા મારતા તે પોતાના જુતાઓને હઝરત અબુબક્ર રદિ.ના ચેહરા સુધી લઇ આવતો હતો અને મોં ઉપર પણ મારતો હતો. ત્યાં સુધી કે આપનું નાક ચપટું થઇને મોં બરાબર થઇ ગયું! પછી તે હઝરત સિદ્દિક રદિ.ના પેટ ઉપર ચડીને મસળવા લાગ્યો. હઝરત અબુબક્ર રદિ.ના કબીલા વાળાઓને ખબર પડી તો તેઓ દોડતા તેમને બચાવવા આવી ગયા. હઝરત અબુબક્ર સિદ્દિકની હાલત એ થઇ ગઇ હતી કે તેમને તેમના મ-ત્યુ વિષે કોઇ શંકા ન રહી. તેઓ વિશુધ્ધ થઇ ગયા હતા. આખો દિવસ આ જ હાલત રહી. સાંજે માંડ બોલવા લાયક થયા તો સૈપ્રથમ એ પૂછવા પ્રયાસ કર્યો કે અલ્લાહના રસૂલ સલ્લ. કેમ છે? કબીલા બનુતમીમના લોકોએ આ સાભળ્યું તો ગુસ્સે થઇ ગયા અને નારાજ થઇને જતા રહ્યા. જતા જતા તેમની માં ઉમ્મેખેરને તેમની ખબર રાખતા રહેવાનું કહેતા ગયા. જ્યારે તેમની માં સિવાય ત્યાં કોઇ ના રહ્યું તો હઝરત અબુબક્ર રદિ.એ તેમની માં ને પૂછયું “અલ્લાહના રસુલ સ.અ.વ.ની હાલત કેવી છે?” ઉમ્મેખૈર એ કહ્યું “ખુદાની સૌગંધ તમારા સાથીની તો મને કંઇજ ખબર નથી.” તેમણે પોતાની માં ને વિનંતી કરી કે, તમે ઉમ્મેે જમીલ બન્તે ખત્તાબ પાસે જાઓ અને તેમનાથી પૂછો… ઉમ્મેખૈર- ઉમ્મેજમીલ પાસે ગયા અને કહ્યું “અબુબક્ર એ મુહમ્મદ (સલ્લ.) બિન અબ્દુલ્લાહ સંબંધે પૂછાવ્યું છે કે તેઓ કેમ છે?” ઉમ્મેજમીલ અજાણ્યા થઇને કહેવા લાગ્યા કે પોતે કંઇ જાણતા નથી. અલબત્ત હું તમારા દીકરા પાસે આવવા તૈયાર છું. તેમણે કહ્યું “ચાલો”. હઝરત અબુબક્રએ ઉમ્મેજમીલથી પુછયું કે, ” મને બતાવો અલ્લાહના રસુલ સલ્લ. કેમ છે?” ઉમ્મેજમીલે ધીરેથી કહ્યું, આપની માં અહીં હાજર છ તેની હાજરીમાં કેવી રીતે કહું? તેમણે કહ્યું તેનાથી વાંધો નથી. ત્યારે ઉમ્મેજમીલે કહ્યું, અરકમના ઘરમાં છે… હઝરત અબુબક્ર રદિ.એ આ સાંભળીને કહ્યું મને ત્યાં લઇ જાઓ. ખુદાના સોગંધ! જ્યાં સુધી હું અલ્લાહના રસુલ સલ્લ. પાસે પહોંચીને આપને જોઇ ન લંઉ ત્યાં સુધી કંઇજ ખાઇશ નહીં. જેથી તેમની માં અને ઉમ્મેજમીલ જ્યારે રાત પડી ગઇ અને બધે સૂનકાર થઇ ગયો તો તેમને પકડીને ટેકો આપીને ચાલતા ચાલતા અલ્લાહના રસૂલ સલ્લ. પાસે લઇ આવ્યા.
આ બનાવ પોતાના સાનિધ્યમાં પ્રશિક્ષણની ખુબજ ફાયદાકારક અને મહત્ત્વની વાતો ધરાવે છે. જેને જાણવી દાવતના સંદેશવાહક માટે અત્યંત જરૂરી છે. જેથી તે સમજી શકે કે પોતાના રેહબર સાથે તેના લાગણીસભર અને પ્રેમાળ સંબંધો કેવા હોય!
* ઉમ્મેજમીલ રદિ. એ વાત છુપાવી રાખે છે કે અલ્લાહના રસૂલ સલ્લ. હાલ ક્યાં રહે છે. અને આ વાત ત્યાં સુધી જાહરે કરતા નથી જ્યાં સુધી તેઓ હઝરત અબુબક્ર રદિ.થી એ વાતની ખાત્રી નથી કરી લેતા કે આ વાત ખરેખર હઝરત અબુબક્ર રદિ. જાણવા માંગે છે… દાવતના માર્ગમાં આ ખાસ પ્રકારનો તબક્કો હોય છે અને આ પ્રકારની ગુપ્તતાની સુરક્ષા અને જાળવણી માટે જબરદસ્ત તરબિયત અને પ્રશિક્ષણની જરૃર છે.
* હઝરત અબુબક્ર રદિ. મોતની તદ્દન સમીપ હોય છે. પરંતુ તેમ છતાં તેઓ ત્યાં સુધી એ જાણી નથી લેતા અને તેમને સંતોષ નથી જતો કે અલ્લાહના રસૂલ સલ્લ. સલામત છે, તેઓ ન તો કંઇજ ખાય છે ન પીએ છે. આ તે મુહબ્બત-પ્રેમ અને સ્નેહ છે જેનું દૃષ્ટાંત બીજે ક્યાંયથી મળતું નથી. આ પ્રેમ અલ્લાહના રસૂલ સલ્લ. અને સહાબા કીરામ રદિ. વચ્ચે ખુબજ ગાઢ કક્ષાએ પહોંચ્યો હતો. આ પ્રેમ એ કક્ષાનો હતો કે અહીં કાઇદના મોં થીકોઇ વાત કે આદેશ નિકળ્યો નથી કે ત્યાં અનુયાયીઓ તરત જ તેને અમલના સ્વરૃપમાં ઢાળી દે છે.
વર્તમાન સમયના દાવતના સંદેશવાહકો અને પ્રશિક્ષણના જવાબદારો માટે પણ એ જરૂરી છ ે કે જો તેઓ ચાહે છે કે પોતાના કાઈદ અને આગેવાનોનું અનુસરણ કરે, અમીરની વાત હૃદયપુર્વક માની લે તો પોતાના સાથીઓ દરમ્યાન આ જ પ્રકારના સ્નેહ અને પ્રેમ તેમજ વિશ્વાસને ગાઢ બનાવે જેવો અલ્લાહના રસૂલ સલ્લ. અને આપના સન્માનીય સાથીઓ દરમ્યાન હતો. પ્રેમ અને વિશ્વાસનું જ નામ પ્રશિક્ષણ અને તરબિયત છે. અલ્લાહના અંતિમ પૈગંબર અને સમગ્ર વિશ્વ માટે જેમને દયાવાન બનાવીને મોકલવામાં આવ્યા હતા તે હઝરત મુહમ્મદ સલ્લ.એ પોતાના સાથીઓનું પ્રશિક્ષણ આ જ બે હથિયારો વડે કર્યું હતું કે જેથી “દરેક સહાબા રદિ. પોતના મનમાં એમ સમજતા હતા કે આલ્લાહના રસૂલ સલ્લ. સૌથી વધારે પ્રેમ મારાથી કરે છે”. કેવો અદ્ભુત હશે અલ્લાહના વ્હાલા રસુલ સલ્લ.નો પ્રેમ… આપ સલ્લના અનુસરણ અને અનુકરણમાં મુસ્લિમ ઉમ્મતે આ જ તરીકો અને આ જ પધ્ધતિ અપનાવવી જોઇએ.