Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન...

ફાનૂસ બનકે જિસકી હિફાઝત હવા કરે, વો શમા કયા બુઝે જિસે રોશન ખુદા કરે

સમગ્ર જગતમાં આજે ઇસ્લામ અને પયગંબરે ઇસ્લામ હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને નિશાન બનાવીને તેમને વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અવારનવાર વયમનષ્યનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યું છે. જેમાં હવે ફ્રાંસ પણ પાછળ નથી. ફ્રાંસના શાર્લી એેબ્દો દ્વારા પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પવિત્ર જીવન ઉપર અપમાનજનક કાર્ટુન દ્વારા કાદવ ઉછાડવાનો અર્થહીન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અપમાનજનક કાર્ટુનને વાણી સ્વાતંત્રતાના નેજા હેઠળ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર સંસારમાં વાણી-સ્વાતંત્રતાનો દરેક માનવીને ચોક્કસ અધિકાર છે અને ઇસ્લામ પણ આ અધિકારને માન્ય ઠેરવે છે. પરંતુ વાણી સ્વાતંત્રતાને નામે વાણી-સ્વછંદતા કરવી એ ખુબજ મોટો ગુનો છે. તમે વાણી સ્વાતંત્રતાને નામે કોઈના પવિત્ર જીવન ઉપર હુમલો ન કરી શકો. વાણી-સ્વાતંત્રતા અને વાણી-સ્વછંદતામાં આભ-જમીનનો ફેર છે. કોઈપણ ધાર્મિક કે નૈતિક વ્યક્તિ કદી પણ પોતાની વાણીનો સ્વછંદતાથી ઉપયોગ ન કરી શકે. શાર્લી એેબ્દોનો આ કૃત્ય અપમાનજનક જ નહીં ગંભીર અપરાધયુક્ત બાબત છે. શાર્લી એબ્દોનું કાર્ય કાર્ટુનો દ્વારા લોકોની ટીકા-ટીપ્પણી કરવાનું રહ્યું છે તેથી તેની પાસે એવી આશા ક્યારેય રાખી ન શકાય કે તે ધર્મ અને મહાનુભાવોને આદર-સત્કારની સાથે પ્રસ્તુત કરે.

માઇકલ હાર્ટ કે જે પશ્ચિમના ખુબજ વિદ્વાન લેખક છે. તેમણે The Hundred પસ્તક લખ્યું છે તેમાં તેમણે સંસ્સારની મહાન ૧૦૦ વિભુતીઓ કે જેમણે સમગ્ર માનવજાત ઉપર ઉપકાર કર્યા છે તેમને કેટલાક માપદંડો સાથે ક્રમ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં માઇકલ હાર્ટે પ્રથમ ક્રમ હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને આપ્યો છે અને પ્રથમ ક્રમાંક આપતા જણાવ્યો છે કે લોકો મારી વાત સાથે સંમત નહીં થાય અને લોકોને આશ્ચર્ય પણ થશે પરંતુ મુહમ્મદ પયગંબર (સ.અ.વ.) સમગ્ર માનવજાત ઉપર જે ઉપકારો કર્યા છે તે જોતા હું તેને પ્રથમ ક્રમાંક આપવા માટે મજબૂર છું. થોડાક વર્ષો પહેલા આ પુસ્તક છપાયું હોવા છતાં તેમના આ દાવા કે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) પ્રથમ ક્રમાંકે છે તેને આ જ સુધી સંસારમાં કોઈ પડકારી નથી શક્યું કે તેમની ઉપર અન્ય કોઈ મહાન હસ્તીને ક્રમ આપી ન શક્યું. આશ્ચર્યની વાત તો એ છે કે લેખક માઇકલ હાર્ટ પોતે ધર્મે ઇસાઇ છે અને હઝરત ઇસા (અ.સ.) ઉપર ઇમાન ધરાવે છે, તેમ છતાં તેઓ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને પ્રથમ ક્રમાંક આપે છે.

ઉપરોક્ત બંને બાબતોને ધ્યાનમાં લેતા સંસારના બધા જ લોકોને મારી સવાલ છે કે શું આવા મહાન વ્યક્તિત્વની ઉપર કાદવ ઉછાળવો યોગ્ય કહી શકાય? શું આને વાણી-સ્વાતંત્રતા કહી શકાય? પયગંબર મુહમ્મદ (સ.અ.વ.)ના શત્રુઓ તેમજ તેમના વિરોધીઓ પણ જીવન-પર્યંત તેમના જીવનમાંથી કોઇ ખામી કે દુર્ગુણ શોધી શક્યા ન હતા, બલ્કે તેઓ તેમને સત્યનિષ્ઠ અને અમાનતદાર માનતા હતા. પોતાનો કિંમતી સામાન તેમની પાસે સાચવવા માટે વિશ્વાસપૂર્વક આપી દેતા હતા. આના ઉપરથી ફલિત થાય છે કે પયગંબર સાહેબના પવિત્ર જીવન ઉપર કોઈ આંગળી પણ ચીંધી ન શકે. એવામાં શાર્લી એબ્દોનો કૃત્ય ખુબજ વખોડવા લાયક ઉપરાંત અપરાધયુક્ત હોવાથી યોગ્ય સજા લાયક કૃત્ય છે.

પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ઉપર કરોડો મુસલમાનની આસ્થા સંકળાયેલી છે. તેઓ તેમને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરે છે. તેમના નામ ઉપર જાન દેવા કે લેવા માટે તત્પર રહે છે. ૧૪૦૦ વર્ષ પછી આજે પણ મુસ્લિમોના હૃદય ઉપર તેઓ પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે. મુસ્લિમોનું ધાર્મિક જીવન, તેમની દૈનિક ક્રિયાઓના દરેક પાસાઓ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) સાથે જોડાયેલા છે. શાર્લી એેબ્દોનો કૃત્ય મુસ્લિમોના દિલ-દિમાગ અને ઈમાન ઉપરનો હુમલો છે. જેને સંસારમાં વસ્તા કરોડો મુસ્લિમો ક્યારેય પણ સહન ન કરી શકે. આ બાબતની અનુભુતી દરેક વખતે જ્યારે પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું અપમાન કરવામાં આવ્યંુ હોય ત્યારે સંસારના લોકોએ કરી છે. તેમ છતાં અવાર-નવાર આવા અપમાનજનક કૃત્યો કરવા પાછળ માત્ર અને માત્ર ઇસ્લામ અને મુસ્લિમ દુશ્મની છતી થાય છે. આજે કે જ્યારે ઇસ્લામ સમગ્ર સંસારમાં ખુબજ તિવ્ર ગતીએ ફેલાઇ રહ્યું છે, સમગ્ર યુરોપ ઇસ્લામના પ્રભાવ હેઠળ ખુબજ ઝડપથી આવી રહ્યો છે, ત્યારે પોતાના અસ્તિત્વને બચાવવા ખાતર આ પ્રકારની હરકતો કરવામાં આવે છે.

શાર્લી એબ્દો દ્વારા અપમાનજનક કાર્ટુન પ્રકાશિત કરવામાં આવ્યા પછી મેગેઝીનની ઓફિસમાં અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેઓને આજ સુધી ઓળખી શકાયા નથી. હુમલો કરનારાઓ વિશે જાત-જાતની વાતો સામે આવી રહી છે. મુસ્લિમો યહુદીઓ કે ઇસાઈઓનો હાથ આની પાછળ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કંઇક અંશે ઇઝરાયલ તરફ પણ શંકાની સોય ફરી રહી છે. મેગેઝીનની ઓફિસ ઉપર થયેલા હુમલાને સમગ્ર સંસારે વખોડી કાઢ્યું હતું. પરંતુ અપમાનજનક કાર્ટુનના પ્રકાશનનો વિરોધ અધિકતર માત્ર મુસ્લિમ સમાજે જ કર્યો છે. હુમલા પછી શાર્લી એબ્દો દ્વારા અપમાનજનક કાર્ટુનના પુનઃપ્રકાશનની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ તેને પ્રકાશિત પણ કરવામાં આવ્યો. ૬૦ હજારની નકલ ધરાવતું મેગેઝીન લાખોની સંખ્યામાં વેચાઈ ગયું. આશ્ચર્યની સાથે દુઃખદ બાબત એ છે કે જે સંસારના લોકોએ ઓફિસના હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું એ જ સંસાર કાર્ટુનના પુનઃપ્રકાશન બાબતે ચુપ થઈ ગયંુ છે. તેની વિરુદ્ધ એક હરફ-સુદ્ધાં પણ નથી ઉચ્ચાર્યો. જાણે એવું લાગે છે કે અપમાનજનક કાર્ટુનના પ્રકાશિત કરવાની ઘટના માત્ર મેગેઝીનની નહીં સમગ્ર સંસારના ઇસ્લામ અને મુસ્લિમ વિરોધીઓની એક સમજપૂર્વકની ચાલ હોય તેમ લાગે છે. આજે સમગ્ર સંસારમાં ઇસ્લામ અને મુસ્લિમો બાબતે બેવડા ધોરણો અને માપદંડો જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનની પેશાવરની ઘટના ઉપર સમગ્ર સંસારે વિરોધ પ્રદર્શિત કર્યો અને સહાનુભુતિ પ્રદર્શિત કરવા માટે કેંડલ લાઈટ કે રેલીઓ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મીડિયાએ પણ આને ખૂબ પ્રસિદ્ધી આપી. પરંતુ અફઘાનિસ્તાન, ઇરાક, સીરિયા અને ગુજરાતમાં આનાથી પણ વધારે નિર્દોષ લોકોનું લોહી રેડાવ્યું. અનેક ઘરોને લુંટવાને બાળવામાં આવ્યા ત્યારે સમગ્ર સંસાર ચુપ હતું.

શાર્લી એબ્દોનું કૃત્ય મુસ્લિમોની ભાવનાને છંછેડવા અને ઉશ્કેરવા માટેનું પ્રતિપાદિત થાય છે. સંસારના ૫૭ મુસ્લિમ રાષ્ટ્રોએ પણ એકી અવાજે આનો જબરદસ્ત વિરોધ પ્રદર્શિત કરવાની જરૃર છે કે જેથી ભવિષ્યમાં ફરી આવી કોઈ હિંમત ન કરી શકે. રાજકીય સ્તરે પણ ફ્રાંસ સરકાર ઉપર દબાણ લાવવાના પ્રયત્નો કરવા જોઇએ. ઉપરાંત કાર્ટુનિસ્ટની સામે કાયદેસરના પગલા લઇ તેને સખતમાં સખત સજા આપવી જોઈએ.

જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે ત્યારે તેના ખરાબ પાસાની સાથે સાથે કેટલીક સારી બાબતો પણ થતી જોવા મળે છે. આજે માત્ર ફ્રાંસ જ નહીં સમગ્ર યુરોપમાં ઇસ્લામ અને પયગંબરે ઇસ્લામ હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ને જાણવા અને સમજવાના પ્રયત્નો કરવામાં લોકોનો ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ સમાજે પણ તેના લાખોની સંખ્યામાં મેગેઝીનની સામે કરોડોની સંખ્યામાં પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું પવિત્ર જીવન લોકો સુધી પહોચાડવાની જરૃર છે. એક મુસ્લિમ તરીકે આ તેમની પવિત્ર ફરજ છે. મુસ્લિમોએ આ ઘટનાનો રચનાત્મક લાભ ઉઠાવવાની પણ જરૃર છે. એક મુસ્લિમ તરીકે મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે સંસારની કોઈપણ વ્યક્તિ તટસ્થતાપૂર્વક હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના પવિત્ર જીવનનું અધ્યયન કરે તો તેમને અલ્લાહના અંતિમ ઈશદૂત માનવાથી સંસારની કોઈ તાકત રોકી ન શકે.

(Email : unique.fire100@gmail.com)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments