Sunday, July 21, 2024
Homeઓપન સ્પેસફુરસદના સમયથી… – ભાગ-3

ફુરસદના સમયથી… – ભાગ-3

શું કરવું …? આ સંદર્ભે મારા વિચાર…

(૧) મુસ્લિમ યુવકોને સારી રીતે સમજાવવામાં આવે કે આવી ઘટનાઓ સુનિયોજિત-પ્રાયોજિત છે… આનો ઉદ્દેશ્ય મુસ્લિમોને સમાપ્ત કરવાનું નથી, આ નરસંહાર નથી.. આ જ રીતે મુસ્લિમ સમુદાયને ખતમ નહીં કરી શકાય અથવા કોઈ પણ સકારાત્મક વિચારધારા અને એક જીવનદર્શન રાખવાવાળો ગ્રુપને આ રીતે ક્યારેય પણ સમાપ્ત નથી કરી શકાય.. આ રીતનો કાયરતાભર્યું કૃત્ય વાસ્તવમાં મુસ્લિમોમાં ભયનો માહોલ પેદા કરવા માટે કરવામાં આવે છે જેથી આપણી સકારાત્મકતા ખોરવાઈ જાય અને આપણે સાચી દિશામાં આગળ ન વધી શકીએ, આપણી સમગ્ર ઊર્જાઓ આ જ ઉદાસીનતામાં સમાપ્ત થઈ જાય.. આવી સ્થિતિમાં જે મુસ્લિમ યુવકો સોશ્યલ મીડિયા ઉપર ભય વેચી રહ્યા છે, તેઓ જાણીબૂજીને ફાસીવાદીઓના હિતમાં કામ કરી રહ્યા છે.. કોઈ ઘટના શેર કરતા અથવા ક્યાંક કોઈ કોમેંટ કરતા જાગૃત રહેવું ખૂબ જરૂરી છે કે આનાથી કોને લાભ થશે… આના માટે ધાર્મિક-સામાજિક સંગઠનોને અભિયાન ચલાવીને કાર્યો કરવા જોઈએ, અને મુસ્લિમ સંગઠનોની રાહ કેમ જોવામાં આવે? પ્રબુદ્ધ, ધાર્મિક – સામાજિક લોકોને મુસ્લિમ યુવકોના દરમ્યાન સતત જનસંપર્ક અભિયાન ચલાવવો જોઈએ.. બહુ મોડું થઈ ગયો, આપણે પરિવર્તનના ‘મોસમે બહાર’ રમઝાનને એમ જ વિતાવી દીધો… મુસ્લિમ યુવાનો ભાવુક થઈ રહ્યા છે. અમુક પ્રોફેશ્નલ સામાજિક કાર્યકર્તા અને અમુક મિલ્લી-ભાવનાશીલ પંક્તિઓના બળ ઉપર પોતાની દુકાન ચમકાવવાવાળા લોકો રાત-દિવસ પોતાના ફાયદા માટે ઇમોશનનો સોદો કરી રહ્યા છે. દુઃખ અને દર્દ વહેંચવાના નામે યુવાઓને દર્દી બનાવી રહ્યા છીએ, અને આ ચેપ ફેલી રહ્યો છે… ષડયંત્ર ઘડવાવાળા લોકો વિચારી રહ્યા હશે કે અમને સફળતા મળતી જઈ રહી છે.

(૨) ફાસીવાદનો ભારતીય સંસ્કરણ ખૂબ જ મજબૂત અને તેના મૂળિયા ખૂબ ઊંડા છે.. આ માટે ભારતીય ફાસીવાદ એક વૈચારિક-બૌદ્ધિક પડકાર પણ છે.. તેમણે ધર્મનો આવરણ ઓઢી રાખ્યો છે. ધર્મને તેની આત્મા ‘ખુદાપરસ્તી અને માનવી-મિત્રતા’થી અલગ કરી ઘણી વિવેકબુદ્ધી સાથે સંસ્કૃતિ અને માતૃભૂમિને ‘ધર્મ’થી જોડી દીધા છે… આ માટે ફાસીવાદનો વિરોધ કરતા શબ્દો, વાક્યો અને નારાઓ એવા હોવા જોઈએ જે ધર્મ અને ધાર્મિક ભાવના ઉપર ચોટ ન મારે… ઉદાહરણ રીતે ‘ગૌરક્ષા’ ઉપર કોઈ એવી વાત ન હોય જેનાથી ધાર્મિક ભાવના ઘાયલ હોય અને ચીડ (irritate)ની માનસિકતા પેદા થાય. સોશ્યલ્ મીડિયા અને વોટ્સએપ જેવા ખુલ્લા મંચ ઉપર આપણા યુવાનો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે રાત-દિવસ દિશાવિહીન અને મૂર્ખતા જેવા વિરોધ-પ્રદર્શનોમાં લાગેલા છે.. જેનાથી કેવળ ચીડની માનસિકતા વિકાસ પામી રહી છે… આ અભિગમ અને વલણ બિન-ઇસ્લામિક પણ છે જેનો કોઈ વિચાર ‘મિલ્લતના નાયકો’ને નથી..

કેટલાક લાંબા અને ટૂંકા ગાળાના કામો ઉપર ચર્ચા, આગામી ભાગમાં…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments