Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસફુરસદના સમયથી...

ફુરસદના સમયથી…

દેશની વર્તમાન સ્થિતિ ઉપર ખૂબ ખુલ્લાં મનથી વિચારવાની જરૃર છે. અને વર્તમાન પરિસ્થિતિમાં આ જ ‘ખુલ્લાપણું’ ઘણું મુશ્કેલ છે. વાસ્તવમાં આપણે ‘સંક્રમણ કાળ’થી પસાર થઈ રહ્યા છીએ. ખુલ્લા મન અને હૃદયના લોકો પણ સંક્રમિત બની રહ્યા છે.  એક એવું વાતાવરણ  કે માહોલ જ્યાં સુખી મનથી પોતાના મનની વાત વહેંચી શકીએ, સમાપ્ત થતું જઈ રહ્યું છે. આટલી ગૂંગળામણ વધતી જઈ રહી છે કે ઠંડા દિલથી વિચારવું – બોલવું પણ ઘણું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. ન્યૂઝ ચેનલ્સ અને સોશ્યલ્ મીડિયાએ આ ગૂંગળામણમાં ખૂબજ વધારો કર્યો છે. ન્યૂઝના સ્વરૃપમાં પ્રોડક્ટ વેચવા માટે એંકર્સની ઉશ્કેરણીજનક, બજારૃ અને જાહેરખબરની ભાષા, અને ફેસબુકના સ્વરૃપે શેર-બજારમાં ઉછાળા માટે સસ્તા-ભાવનાત્મક પોસ્ટ.. હાં, દાવા અને નારા બંને બાજુ ‘જાગૃકતા’નો છે’… પરિણામે જાગૃત લોકો પણ ‘સંક્રમિત’ થઈને બીમાર પડી રહ્યા છે. આવામાં ખરેખર ખુલ્લા મનથી વિચારવું ઘણું મુશ્કેલ છે… અત્યારે દેશ નહીં સંપ્રદાય સૌથી મોટો માલિક છે… પસંદગીયુક્ત ચુપકીદી અને પસંદગીયુક્ત ચીસો-પોકાર… કાંઇ તો કરવું પડશે… શું કરવું જોઈએ, આના ઉપર વિચારની તરંગો ધ્રૂજી જાય છે… સૌથી સરળ છે ઇન્સ્ટન્ટ વિરોધ-પ્રત્યાઘાતનો ઘોંઘાટ ઊભો કરવો…

(જારી રાખવું છે.. ઘણું લખવા માંગુ છું.. પરંતુ ખચકાટ પણ વધારે છે… અમુક અતિપ્રત્યાઘાતી સંક્રમિત લોકો આવીને વિચારની દિશાને  બદલી ન નાંખે અને પછી હું પણ સંક્રમિત ન થઈ જાઉં. અત્યારે આટલું.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments