Wednesday, April 17, 2024
Homeઓપન સ્પેસબ્રિટને ૩૦૦૦૦, જર્મનીએ ૧૦,૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો, ભારતમાં શું તૈયારી છે વેન્ટિલેટરની?

બ્રિટને ૩૦૦૦૦, જર્મનીએ ૧૦,૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો, ભારતમાં શું તૈયારી છે વેન્ટિલેટરની?

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં વેન્ટિલેટરની ખુબ જ અગત્યની ભૂમિકા છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ત્યારે વેન્ટિલેટરનો જ સહારો હોય છે. પૂરી દુનિયા આ સમયે વેન્ટિલેટરની સગવડ કરવામાં લાગેલી છે. તમે ઇન્ટરનેટમાં સિમ્પલ વેન્ટિલેટર ટાઈપ કરો. યુરોપના કેટલાય દેશો વેન્ટિલેટર બનાવનારી કંપનીઓને ઓર્ડર આપી રહ્યા છે. નવી કંપનીઓને પ્રેરિત કરી રહ્યા છે કે તે વેન્ટિલેટર બનાવે. આના માટે તરત બનનારા નવા મોડેલ વિશે પણ વાત થઈ રહી છે.

બ્રિટન ના પ્રધાનમંત્રી એ કહ્યું કે કેટલીક એન્જિનિયરિંગ કંપનીઓથી ટેલીફોનીક વાત થઈ છે. તેમને પૂછવામાં આવ્યું છે કે શું બે અઠવાડિયામાં ૧૫ થી ૨૦ હજાર વેન્ટિલેટરની વ્યવસ્થા થઈ શકે છે? મીડિયામાં અલગ અલગ આંકડા છે. આગલા મહિના સુધી ૩૦,૦૦૦ વેન્ટિલેટરની વ્યવસ્થા કરી લેવાનો લક્ષ્ય છે. કંપનીઓ પાસે આ સમયે વેન્ટિલેટર બનાવવાની આટલી ક્ષમતા નથી, કેમ કે યૂરોપના અન્ય દેશો પણ વેન્ટિલેટર બનાવવાનો ઓર્ડર આપી રહ્યા છે અને બધાને જલ્દી જોઈએ છીએ. દુનિયામાં મૂળ રૂપથી વેન્ટિલેટર બનાવનારી ચાર પાંચ મોટી કંપનીઓ છે. પરંતુ તેમની પાસે એટલા ઓર્ડર આવી ગયા છે કે આ સમયની જરૂરિયાતને પૂરી નથી કરી શકતી.

આ વિશે બ્રિટનની સૌથી મોટી એન્જિનિયરિંગ કંપની સ્મિથે મહત્વનો નિર્ણય કર્યો છે. આ કંપની વેન્ટિલેટરની પોતાની પેટન્ટ મોડેલનો અન્ય કંપનીઓ સાથે શેર કરવા માટે તૈયાર થઈ ગઈ છે. જેથી ઓછામાં ઓછાં સમયમાં વધુમાં વધુ વેન્ટિલેટરનું ઉત્પાદન થઈ શકે. સંકટની આ ઘડીમાં ગળાકાપ હરીફાઈવાળી કંપનીઓ આટલું મોટું બલિદાન આપવા જઈ રહી છે. તે પોતાના પ્રોડક્ટથી એકાધિકાર છોડી રહી છે. સ્મિથનું લક્ષ્ય છે કે બે અઠવાડિયાના અંદર ૫૦૦૦ વેન્ટિલેટર બનાવીને આપવાના છે. મીડિયાના અહેવાલ મુજબ બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસ પાસે ૫૦૦૦ વેન્ટિલેટર જ છે. દુનિયામાં બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસને શ્રેષ્ઠતમ મેડિકલ સુવિધાઓમાંની એક માનવામાં આવે છે. શું ભારતમાં આ સવાલને લઈને તમે હેડલાઇન જોઈ છે?

ભારતના પત્રકાર ત્રણ દિવસથી પ્રધાનમંત્રીના સામાન્ય ભાષણને મહાન બનાવવા માટે તેમાં સૌમ્યતાના કણો શોધી રહ્યા છે. પ્રધાનમંત્રી નું ભાષણ જરૂરી છે, પરંતુ તે એટલું સામાન્ય છે કે તેને દિવસમાં ચાર વાર આપવું જોઈએ જેથી વધુથી વધુ લોકો સતર્ક રહે અને સજાગ રહે. પરંતુ તેમના ભાષણમાં ક્યાંય પણ વાયરસથી લડવાની તૈયારીઓની વ્યવસ્થા નથી દેખાતી. તમે પ્લીઝ તેમના ભાષણને વધુ એક વખત માટે સાંભળો.

જર્મનીએ ૧૦,૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે. ઈટલીએ ૫,૦૦૦ વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે. ઈટલી અને જર્મની આઇસીયુ અને વેન્ટિલેટરની ક્ષમતા ડબલ કરી રહ્યા છે. હેમિલ્ટન નામની કંપની વર્ષમાં ૧૫,૦૦૦ વેન્ટિલેટર બનાવે છે. અત્યારે તેણે પોતાનું ઉત્પાદન ૩૦-૪૦ ટકા વધારી દીધું છે. છતાં પણ આ કંપનીઓ માટે ઓર્ડરને પૂર્ણ કરવો અસંભવ છે.

એટલા માટે હું આ વાત પર વારંવાર ભાર આપી રહ્યો છું કે કોરોનાથી લડવા માટે નેતાઓના ભાષણની પ્રેરણા આટલી જરૂરી નથી. આ પણ કામ આવે છે. પરંતુ આને જ મુખ્ય ન માની લેવું જોઈએ. તમે તેના ભાષણમાં આ જાણવાનો પ્રયાસ કરો કે મેડિકલ તૈયારીઓ શું છે, ભારતભરમાં કેટલા બેડ તૈયાર થયા છે, આવશ્યકતા પડવા પર કેટલા દિવસમાં વધુમાં વધુ કેટલા બેડ બનાવી શકાય છે, ભારતભરમાં કેટલા વેન્ટિલેટર છે, ભારતે વધુ વેન્ટિલેટર પ્રાપ્ત કરવા માટે શું કર્યું છે, આટલું જ નહી તમે ટીવીમાં જોયું હશે, કોરોના વાયરસના દર્દીની નજીક જનારા હેલ્થ વર્કર ચાંદી રંગના શૂટ પહેરેલા હોય છે. શું તમે જાણો છો કે આવા શૂટ ભારતમાં કેટલા ઉપલબ્ધ છે, દિલ્હીમાં કેટલા છે અને બંગાળથી લઈને બિહાર સુધી કેટલા છે?

ભારતની રાજ્ય સરકારો સામાન્ય જનને આર્થિક મોરચા પર મદદ કરવા માટે કેટલીક સારી ઘોષણાઓ કરી ચૂકી છે, પરંતુ સ્વાસ્થ્ય મોરચા પર જે આંકડા આપવામાં આવી રહ્યા છે તે ખૂબ જ આશ્વસ્ત કરનારા નથી. યુપીની આબાદી ૨૦ કરોડ છે, ત્યાં ૨૦૦૦થી પણ ઓછા બેડ શા માટે તૈયાર છે? દિલ્હીમાં કેટલા વેન્ટિલેટર છે, પ્રાઇવેટ અને સરકારી, આ બધાનો ડેટાબેંક કેમ તૈયાર નથી, આસપાસના જિલ્લાઓમાંથી કેટલા વેન્ટિલેટરની વ્યવસ્થા થઈ શકે છે, જિલ્લાઓમાં શા માટે પર્યાપ્ત નથી? જિલ્લાઓની વેન્ટિલેટરની શું પરિસ્થિતિ છે? આ સમયે આ બધા સવાલો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતમાં હજુ સુધી ખૂબ જ ઓછાં સેમ્પલ ટેસ્ટ થઈ રહ્યા છે. આનાથી અંદાજો મળે છે કે ભારત પાસે ટેસ્ટ કીટ ઓછી છે અને ૩૦ જાન્યુઆરીએ પ્રથમ કેસ સામે આવ્યા પછી પણ હજુ પણ ભારત પ્રત્યેક દિવસ ૩૦૦૦ સેમ્પલ પણ ટેસ્ટ કરવાની સ્થિતિમાં નથી. જ્યારે હું આ વાત કહું છું તો કેટલાક લોકોનો સવાલ આવે છે કે દક્ષિણ કોરિયાની વસ્તી જુઓ. આનો સંબંધ વસ્તીથી નથી. દક્ષિણ કોરિયાએ ૭ ફેબ્રુઆરીથી જ ટેસ્ટ કીટ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આના માટે પ્રાઇવેટ કંપનીઓની સાથે બેઠકો શરૂ થઈ ગઈ હતી. આ જ કારણ છે કે દક્ષિણ કોરિયા એક દિવસમાં ૨૦,૦૦૦ સેમ્પલ ટેસ્ટ કરી રહ્યા છે.

બધા માને છે કે આનો એક જ ઉપાય છે, ટેસ્ટ કરો. તપાસ કરો કોણ સંક્રમિત છે અને તેને અલગ કરો. ઘરમાં બંધ રહેવાની જાગૃતતા લોકો સુધી પહોંચી ચૂકી છે. અને પહોંચાડવાની જરૂરત છે. વારંવાર પહોંચાડવાની જરૂરત છે. હવે આપણે જાણવાની જરૂરત આ છે કે આપણી મેડિકલ તૈયારી કેટલી છે? શું તમે જાણો છો? શું તમે નહી જાણવા ઇચ્છશો? તમે આ સવાલ પૂછો. કેટલા વેન્ટિલેટર છે, કેટલા બેડ છે, અને કેટલી ટેસ્ટ કીટ છે?

યાદ રાખજો, આપણે બધા જિંદગી અને મોતની નાવ પર સવાર છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments