Saturday, October 5, 2024
Homeબાળજગતભુટ્ટો મિયાં

ભુટ્ટો મિયાં

હું મારૃં નામ નહીં બતાઉં. મારી આપવીતી સાંભળો. મારી હાલત વાંચો. નામ આપમેળે ખબર પડી જશે, અને ભાઈ શું થાય છે. તમે તો આ જુઓ કે મારૃં કામ શું છે. જેવું જેનું કામ હોય છે તેવી જ તેની માંગ હોય છે.

સારૃં, તો હા, સાંભળો. હું મારા ભાઈ બંધો સાથે એક કોઠરીમાં હતો. વરસાદનું પ્રથમ પાણી વરસતાં જ કોઠરીવાળો આવ્યો. તેણે મને અને મારા ભાઈ-બંધોને સાથે લીધા. સાથે લઈને નીકળ્યો. વસ્તીની બહાર એક લાંબા પહોળા ખેતરમાં અમે સૌને વિખેરી દીધા. હું વિચારવા લાગ્યો કે તેણે આ શું કર્યું. ક્યાં તો આટલી દેખભાળ સાથે કોઠરીમાં રાખ્યા, ક્યાં આજે અહીં નાખી દીધા. હું આ વિચારી જ રહ્યો હતો કે તેણે એક મોટી લાકડીથી ખેતરની જમીન બરાબર કરવા શરૃ કરી દીધી. જમીન બરાબર  કરવામાં અમે સૌ અંદર જતા રહ્યા, અને મણો માટીમાં દફન થઈ ગયા, એ વ્યક્તિ કે જે અમને અહીં નાખી ગયો, એ તો જતી રહી, પરંતુ મને ધરતી-જમીનમાં ખૂબ જ ગૂંગળામણ થવા લાગી. પરંતુ વાહ! અલ્લાહતઆલાએ અમને એવું ધૈર્ય આપ્યું કે અમારા પૈકી કોઈએ ઉફ સુદ્ધાં ન કર્યું. જે અલ્લાહની મરજી એમ દિલમાં ને દિલમાં કહ્યું અને માટીની અંદર પડયા રહ્યા.

અમારા આ ધૈર્યનું પરિણામ આ આવ્યું કે અમે જે  સૂકેલા હતા, જમીનની અંદર ભીનાશ પામીને જરા મજબૂત થયા. અમને ખૂબ જ ખુશી થઈ. એવી ખુશી કે અમે રાજીના રેડ થઈ ગયા. અમે રાજીના રેડ થયા તો પછી જાણે છો કે શું થયું? આ કે અમારૃં   પેટ ફાટી ગયું. જી હા! પેટ ફાટી ગયું અને પેટથી એક આંતરડું નીકળ્યું. તમે હંસો છો શું, એક જ આંતરડું. તો અમારૃં આંતરડું નીકળવાથી તમે આ સમજી રહ્યા હશો કે અમે મરી ગયા હોઈશું. જી ના, મર્યા નહીં, બલ્કે અમારી અંદર વધુ જાન આવી ગઈ. અમારામાં તાકાત આવી ગઈ. એવી તાકાત કે ધરતી ફાડી-ચીરીને અમે સૌએ ઉપર માથું કાઢયું. હવે જે કોઈ જોતું તો કહેતું કે કૂંપળો ફૂટી છે. સારૃં, દૂર સુધી અમો જ અમો દેખાતા. અમો જ અમો? એટલે કે અમારા ભાઈ-બંધ પણ અમારી જેમ જ માથું કાઢેલા હતા. મને આ વાતથી ખૂબ જ ખુશી થઈ. અને ભાઈ, માત્ર મને જ નહીં, એ કે જે અમને મણો માટી નીચે દબાવી ગયો હતો, ત્રણ-ચાર દિવસ બાદ આ બાજુ આવ્યો તો એ પણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. હવે તે વારંવાર અમને જોવા આવવા લાગ્યો.

એક દિવસની વાત છે. અમારૃં કદ એક વેંત જેટલો થયો હતો, કે એક ભેંસ અમારા સૌના માથા ઉપર દોડવા લાગી. તેના દોડવાથી અમો સૌ તૂટવા તથા પસ્તાવા લાગ્યા. પરંતુ એ જ વખતે એ જ અમારી દેખભાળ કરનાર, શું સમજયા તમે. દેખભાળ કરનાર કોણ? અરે ભાઈ! સાચે જ આપણી દેખભાળ કરનાર તો અલ્લાહ જ છે. પરંતુ અહીં મારો કહેવાનો અર્થ એ વ્યક્તિથી છે જેણે અમને અહીં વિખેર્યા હતા. તેણે ભેંસને અમારા માથા પર જોઈ તો તેને મારી મારીને ભગાડી દીધી. ભેંસને ભગાડી તો દેવામાં આવી પરંતુ હવે અમારા નુકસાન અંગે ડરવા લાગ્યો. અને ભાઈ! માત્ર હું જ નહીં મારા તમામ ભાઈબંધો ડરી ગયા.

હવે અલ્લાહની એક બીજી કૃપા જુઓ. દસ-બાર દિવસમાં અમો એક વેંતથી વધુ મોટા થઈ ગયા. અમારા શરીરમાં થોડી થોડી પીળાશ હતી. હવે અમે લીલા થતા જઈ રહ્યા હતા. હા તો ભાઈ! દસ-બાર દિવસો બાદ જોરદાર વર્ષા થઈ. સાચી વાત આ છે કે અમને ઘણાં દિવસોથી પાણી મળ્યો પણ ન હતો. અલ્લાહમિયાં સાચે જ સૌને રોજી આપે છે. એટલો મૂશળાધાર વરસાદ વરસ્યો કે બસ મજા આવી ગઈ. હવે હું અને મારા સાથીઓ રાત-દિવસ ઉત્તરોત્તર વધવા લાગ્યા. જેમ જેમ અમે સૌ મોટા થતા જતા હતા, અલ્લાહ મિયાં અમને લીલાં કપડા પહેરાવતા ગયા. એક દિલચસ્પ વાત બીજી સાંભળો. જુઓ કે તમારા સૌના બે પગ છે. અમો સૌની એક જ ટાંગ હતી. એક ટાંગથી શું કોઈ ચાલી શકે છે? તો ભાઈ! અમો સૌ પોતાના સ્થાને ઊભા રહ્યા. દિવસ દિવસ કરતાં ૧૫ દિવસ, ને પછી આમ જ એક મહિનો આવી જ રીતે ઊભાં ઊભાં પસાર થઈ ગયો. હવે અમે યુવાન થઈ ગયા. આ બધી અલ્લાહની કુદરત છે.

યુવાન થતાં જ જેમ તમો પુરુષોને દાઢી-મૂછ આવે છે અને તમારા શરીરમાં ફેરફાર દેખાવા લાગે છે, એવી જ રીતે અમારા શરીરમાં ફેરફાર થયો. અમારા શરીરમાં ઘણી જગ્યાએ સફેદ વાળ ઊગતા લાગ્યા. આ બધા સૂરતની આંટીની જેમ આપસીમાં એવી રીતે ગૂંથાઈ ગયા કે જાણે છોલેલ કેળું. સફેદ સફેદ. બે-ચાર દિવસમાં જ તેના પર દાણા ઊભરવા લાગ્યા, આ બધા જ દાણા પંક્તિઓમાં ગોઠવાયેલ હતા. હવે ફરીથી એકવાર પાણી ફરીથી વરસ્યુ.

પાણી વરસવાથી દાણા મોટા અને જાડા થતા ગયા. બિલકુલ એવી રીતે જેમ કે હું એ વખતે હવો કે જ્યારે ખેતમાં નાખવામાં આવ્યો હતો. મેં મારા હૃદયમાં કહ્યુંઃ અરે વાહ! હું એક હતો. મને જમીનમાં નાખવામાં આવ્યો. મેં ધીરજ રાખી. ધીરજ રાખવાથી અલ્લાહે મારા પર મહેરબાની કરી અને આ રીતે હું એકના બદલે સેંકડોની સંખ્યામાં થઈ ગયો. મેં એક છોકરાને ગીત ગાતો સાંભળ્યો હતો. મને યાદ છે. તે ગાઈ રહ્યો હતોઃ

મિટા અપની હસ્તીકો અગર કુછ મર્તબા ચાહે

કે દાના ખાકમેં મિલકર ગુલગુલઝાર હોતા હૈ

આનો અર્થ હવે મારી સમજમાં આવી ગયો. જો ખરેખર ધૈર્યથી કામ લેવામાં આવે તો આવી જ રીતે દરેક ફૂલે-ફાલે છે જેવી રીતે હું ફૂલ્યો-ફાલ્યો.

વાહ ભાઈ વાહ! હું તો મારી આપવીતી સાંભળાવી રહ્યો છું. તમો છો કે તમારી રાળ ટપકી રહી છે. અરે મિયાં! શું હું કોઈ મિઠાઈ છું કે મને જોઈ જોઈને તમારા મોઢામાં પાણી આવી ગયું. સારૃં, તો હવે હું વધારે નહીં વધારૃં મારી આપવીતી. બસ, બે મિનિટ વધુ ખામોશીથી સાંભળો.

અલ્લાહ મિયાંએ અમને એક ઉપર એક એમ કેટલાક પડ રૃપે વસ્ત્રો પહેરાવ્યા. સૌથી ઉપર કેટલાક જાડા અને લીલા વસ્ત્રો લેપેટી દીધા. અમો સૌ એ વસ્ત્રોમાં આરામથી રહ્યા. પરંતુ ત્યાર બાદ થોડાક જ દિવસોમાં અમારી દાઢી આવી ગઈ. જી હા! અમો ઘરડા થઈ ગયા. બે જ મહિનામાં અમારી ઉપર વૃદ્ધાવસ્થા આવી ગઈ. અમારા વસ્ત્રો સૂકાવા લાગ્યા.

આ સ્થિતિમાં અમને એ માણસે ફરી આવીને જોયા તો એ ખૂબ ખુશ થયો. આ ખુશી ખૂબ રહી. ઘરડાને જોઈને કોણ ખુશ થાય છે. પરંતુ એ ખરેખર ખુશ હતો. બીજા દિવસે એ ફરીથી અમારી પાસે આવ્યો. તેની પાસે દાતરડું પણ હતું. તેણે દાતરડાથી મારા તથા મારા ભાઈબંધોના પગ કાપી નાખ્યા. અમો સૌ ભોંય ભેગા થઈ ગયા. પરંતુ ખૂબ જ આશ્ચર્ય હતું. અમને આનાથી કોઈ તકલીફ ન થઈ. અરે ભાઈ! અમને એ વખતે પણ તકલીફ ન થઈ કે જ્યારે અમારા બધા દાણાઓને અલગ અલગ કરી નાખવામાં આવ્યા. હવે અમે ફરીથી અગાઉના મૂળ રૃપમાં આવી ગયા.

મૂળ રૃપમાં આવી ગયા તો એક દિવસે ઘરવાળીએ મને મારા સાથીઓ સાથે કાઢયા અને ભાડમાં શેકવા લાગી. અરે, અરે આ શું? પરંતુ આગમાં શેકવાથી અમને તકલીફ નથઈ. કેવા આશ્ચર્યની વાત છે? આગમાં શેકવાથી અમે ફટ-ફટ ફૂટવાનું શરૃ કર્યું. આ અવાજો થયા તો ઘરના છોકરા-છોકરીઓ બધા દોડી આવ્યા. તેઓ બધા બહુ ખુશ દેખાઈ રહ્યા હતા. આગમાં શેકાઈને અમો સૌએ પોત પોતાના રંગ ખૂબ નિખાર્યો. અમારા માથાઓ પર સફેદ પાઘડી જેવું બંધાઈ ગયું, અને અમો એવા સુંદર દેખાતા હતા કે જે જોતો તે લલચાયેલી નજરે જોતો, અને પછી અમને ચાવવા લાગતો. અમને હજી પણ તકલીફ ન હતી, અરે ભાઈ! કેમ ન હતી? અરે ભાઈ કેમ ન હતી તકલીફ? આ એક પ્રશ્ન હતો મારી સામે. મેં વિચાર્યું, ફરી વિચાર્યું, ખૂબ વિચાર્યું તો સમજાયું કે અલ્લાહતઆલાએ મને પેદા જ આ માટે કર્યો છે કે હું માનવોના કામ આઉં. તો પછી અલ્લાહે મને એવું ધૈર્ય આપ્યું અને એવી સહન-શક્તિ આપી કે ચારે મને ભૂંજો, ચાહે મને પીસો, મને તકલીફ નથી થતી. માનવી મને ખાય છે, બતાઉં શેરી સાથે? ગોળની સાથે. હવે બતાવો તમે મારૃં નામ. મારૃં નામ જ્યારે તમે લેશો તો સાંભળનાર સમગ્ર વિશ્વના સૌથઈ બરકતવંતા શહેરનું નામ પણ આનાથી સમજી શકે છે. જરા લો તો મારૃં નામ.!!! *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments