Sunday, July 21, 2024

મહાનતા

ઇશ્વરે માનવીને પ્રધાનતા અર્પણ કરી છે. માનવી મહાનતાની સાથે જન્મે છે, જો કે તેને તેનો અહેસાસ નથી હોતો. તે જીવન-ક્ષેત્રે ડગ માંડે છે, પરંતુ સામાન્ય રીતે તેની રહેણી-કરણી અને તેના કાર્યોથી કોઈ મોટાઈ અને મહાનતાની અભિવ્યક્તિ નથી થતી, બલ્કે આનાથી ઊલ્ટું તે પોતાના રંગ-ઢંગથી પોતાના નાના હોવાનું જ પ્રમાણ રજૂ કરતો રહે છે.

માનવીની મહાનતાનું વાસ્તવિક કારણ આ છે કે ઇશ્વરે જગતમાં તેના પર જ સૌથી વધારે પોતાની પ્રતિચ્છાયા-પ્રતિબંબ મૂકેલ છે, અને સંપૂર્ણ જગતને તેની કાર્ય સેવામાં લગાવી દીધેલ છે. સૂર્ય હોય કે ચંદ્ર, હવાઓ હોય કે વાદળ, પર્વત હોય કે નદીઓ, ધરતીથી પેદા થનાર અનાજ હોય કે વિવિધ પ્રકારના મીઠા ફળ, ચકલીઓ હોય કે પશુઓ, બધું જ તેના જ માટે પેદા કરવામાં આવેલ છે. ધરતીની તમામ વસ્તુઓથી જ્યાં મનુષ્ય પોતાની જરૂરતો પૂરી કરે છે ત્યાં જ એ જ વસ્તુઓના લીધે આ ધરતી અત્યંત સુંદર દેખા દે છે. જો પર્વત ન હોત, નદીઓ ન હોત, હરિયાળી અને વૃક્ષ તથા છોડવા ન હોત તો આ ધરતી ઉજ્જવડ અને રણપ્રદેશ બનીને રહી જાત. માનવીને ઉચ્ચ હોદ્દા ઉપર કારણ વિના જ નિયુક્ત કરવામાં નથી આવ્યો. આમાં શંકા નથી કે મનુષ્ય ઇશ્વર નથી હોઈ શકતો, પરંતુ તે ઇશ્વરના સૌંદર્ય તથા તેજ-આભાને પ્રતિબિંબિત અવશ્ય કરી શકે છે. આથી જ મનુષ્યને Image of God કહેવામાં આવે છે.

મનુષ્યને જો ઇશ્વરની આ વિશેષ કૃપાનું જ્ઞાાન ન હોય, જે ઇશ્વરે તેના પર કરેલ છે, તો પછી ન તો એ જાણી શકે છે કે તેને કોઈ મોટાઈ મળી છે, અને ન તો એ ઇશ્વરના એ અનુગ્રહનું આનંદ પામી શકે છે. જીવનના પાશ્વિક સ્તરને જ તે મહત્ત્વ આપતો રહેશે, અને પોતાની ગતિવિધિઓથી તે પોતે જ પોતાની મોટાઈનો ઇન્કાર કરતો રહેશે તેથી દશા તદ્દન એ વ્યક્તિ જેવી હશે જેના આંગણામાં ખજાનો છુપાયેલ હોય અને તેને તે ખજાનાની ખબર ન હોય. એવી વ્યક્તિ ખજાનાની માલિક હોવા છતાં પણ દરિદ્રતાનું જીવન ગુજારી શકે છે. મનુષ્યની મહાનતાના કારણે સ્પષ્ટ છે કે તેના જીવનનું લક્ષ્ય પણ મહાન જ હોઈ શકે છે. મનુષ્ય જ્યારે પોતાના ઉચ્ચ સ્થાનને સમજી લે છે તો તેની આ ઉચ્ચતા સ્વયં તેને બતાવે છે કે તેને ચારિત્ર્ય-સ્વભાવ કેવો હોવા જોઈએ, અને તેનું આચરણ કેવું ન હોવું જોઈએ. મનુષ્ય જ્યારે એ સ્થાનના મહત્ત્વ તથા ઉચ્ચતાને મહેસૂસ કરી લે છે તો તે જુએ છે કે તે ઇશ્વરીય દયા તથા કૃપા (Bless of God)થી ઘેરાયેલ છે અને અલૌકિક સૌંદર્યની તેના પર સતત વર્ષા થઈ રહી છે, જે તેના વિચાર, ભાવ અને કર્મોને પણ સુંદરતાથી શણગારી રહી હોય છે. એવી વ્યક્તિ આ ક્યારેય નહીં ઇચ્છે કે તેને જે સૌંદર્ય પ્રાપ્ત થયેલ છે તેને કોઈ હાનિ પહોંચે.

મનુષ્યને આ રીતે જે મહાનતા પ્રાપ્ત થાય છે, એ કોઈ એવી વસ્તુ નથી જેને દરેક વ્યક્તિ મહેસૂસ કરી શકે. મહાન વ્યક્તિ પણ જન-સાધારણ વ્યક્તિઓની જેમ ખાય-પીવે છે અને હરે-ફરે છે. જીવનમાં સુખ-દુઃખની એ પણ સામનો કરે છે. તે બીમાર પણ થાય છે, અને તેને પણ મૃત્યુ આવે છે. આવી સ્થિતિમાં તેની મહાનતાને સામાન્ય રીતે લોકો નથી સમજી શકતા. મહાનતાનું આનંદ વાસ્તવમાં એ જ મેળવી શકે છે કે જેને મહાનતાની દૌલત પ્રાપ્ત હોય છે. જીવનના રહસ્યોદ્ઘાટન વિના કોઈને મહાનતા પ્રાપ્ત નથી હોતી. રહસ્યોદ્ઘાટન બાદ માનવી આ જુએ છે કે એ વાસ્તવમાં શરીર સિવાય કંઇક બીજું છે જેને આત્મા કહેવાય છે. શરીરનું આકર્ષણ પણ આત્મા ઉપર જ આધાર રાખે છે. એવી વ્યક્તિની દૃષ્ટિમાં આકાશ અને ધરતી જ નહીં બલ્કે એ કંઇ પણ હોય છે જે સમય અને કાળથી પર છે. એ જાણે છે કે માત્ર વર્તમાન જીવન જ તેનું નથી, બલ્કે ભવિષ્ય પણ તેની પ્રતીક્ષામાં છે. એવી વ્યક્તિની વિશિષ્ટતા અને મોટાઈને કોઈ ઝૂંટવી નથી શકતું. ગરિમા, વિશાળ-હૃદયતા, કરૃણા અને ક્ષમાશીલતા મહાન વ્યક્તિઓના વિશિષ્ટ ગુણ્ છે. અમે અહીં મહાન વ્યક્તિઓની કેટલીક વિશિષ્ટતાઓનો ઉલ્લેખ કરવા ચાહીશું –

મોટાઈનો ગરિમા સાથે વિશેષ સંબંધ હોય છે, બલ્કે મોટાઈ સ્વયં પોતાનામાં એક ગરિમા જ છે. મહાન વ્યક્તિ ક્યારેય પણ નિમ્ન પ્રકારની ચેષ્ટાઓ નથી કરી શકતી, તેના વિચાર ક્યારેય છીછરા નથી હોઈ શકતા. સ્વભાવતઃ એ કોઈ એવી નીતિ નથી અપનાવી શકતા જેનાથી તેની મહાનતાને આઘાત પહોંચતો હોય. આપણે સૌ જાણીએ છીએ કે ધોકેબાજીનું કામ એ જ વ્યક્તિ કરે છએ કે જેને માત્ર પોતાના લાભની જ ચિંતા હોય છે. બીજાઓને હાનિ પહોંચાડવામાં એવી વ્યક્તિને કોઈ જ સંકોચ નહીં થાય. પરંતુ એક મહાન વ્યક્તિ વિષે આપણે વિચારી પણ નથી શકતા કે સવાર્થીપણું તેના સ્વભાવ હોઈ શકે છે. અહીં એક રહસ્યને જાણી લેવો જરૂરી છે. માનવીને જે વસ્તુ નાનો બનાવે છે તે તુચ્છ કે નિમ્ન-ઇચ્છા છે, જેનો સંબંધ મન સાથે હોય છે. એવા મનને વિદાય કર્યા વિના કોઈ પણ વ્યક્તિ મહાન નથી હોઈ શકતી. આ જ મન છે કે જે તેને લોભઈ કે કંજૂસ-કૃપણ બનાવે છે. આના જ કારણે મનુષ્યમાં અહંકાર-ઘમંડની વૃત્તિ પણ આવી જાય છે, અને તે ક્રોધમાં પણ પડી જાય છે. એવી વ્યક્તિ લોકોને ધોકો આપીને પોતાનું કામ કઢાવવામાં સ્હેજેય સંકોચ  નથી કરતી. માનવી જ્યારે આવા મનથી મુક્ત થઈ જાય છે, તો પછી તેની દુનિયા વિશાળ થઈ જાય છે. તે ઇશ્વર તો નથી થઈ શકતો પરંતુ મન કે જેને અરબીમાં “હવા” કહેવામાં આવે છે, તેનાથી છુટકારો મેળવ્યા બાદ એવું દર્પણ ચોક્કસ બની જાય છે, જેનામાં ઇશ્વરીય ગુણોનું પ્રતિબિંબ પડવા લાગે છે. આ જ તેની મહાનતાનું રહસ્ય છે. આવી વ્યક્તિ પોતે નુકસાન ઉઠાળી લેશે પરંતુ બીજાઓને નુકસાન પહોંચાડી શકે નહીં. તેને ત્યાં દુષ્ટતા અને નિર્દયતા જેવી કોઈ વસ્તુ જોવા નહીં મળે. તેને ત્યાં જો કોઈ વસ્તુ જોવા મળશે તો તે કરૃણા હશે, જે પ્રેમનો જ એક રૃપ છે. તે ખૂબ જ સંવેદનશીલ હશે. બીજાઓની પીડાથી તે દુઃખી જઈ જશે. તે પોતે બીજા કોઈને પણ દુઃખ પહોંચાડશે નહીં. કોઈને પણ નિરાશ જોવાનું  તેનાથી સહન નહીં થાય. કોઈનું બૂરૃં ઇચ્છવું પાપથી ઓછું નહીં હોય. પાપનો અર્થ આ જ થાય છે કે મનુષ્ય અન્યાયનો માર્ગ અપનાવી લીધો, જ્યારે કે જીવન જ નહીં બલ્કે સમગ્ર જગત ન્યાય ઉપર કાયમ-ટકેલ છે. જ્યાં ન્યાયનો કાયદો કામ ન કરી રહ્યો હોય તો ત્યાંની કોઈ પણ વસ્તુ ઉપર પણ તમે ભરોસો ન કરી શકો. મન અર્થાત્ પ્રલોભન તથા તુચ્છા-ઇચ્છાઓથી મુક્ત જઈને જ કોઈ વ્યક્તિ મહાન બની શકે છે. પછી તેને દુનિયા અત્યંત વિસ્તૃત થઈ જાય છે. પારકા પોતાના બની જાય છે. તે વિશ્વના તમામ લોકોને પોતાના સમજે છે. તેના હૃદયમાં સૌના માટે પ્રેમ હોય છે. તેની મહાનતા તથા મોટાઈને પ્રભાવિત કરવા માટે કોઈ અન્ય પ્રમાણની જરૂરત નથી હોતી. તેના વ્યક્તિત્વની ગરિમા જ તેની મહાનતાનું સૌથી મોટું પ્રમાણ હોય છે.

વ્યક્તિત્વની મહાનતાનું એક વિશેષ લક્ષણ હૃદયની વિશાળતા પણ હોય છે. કોઈ વ્યક્તિમાં મહાનતાના ગુણ એ જ સ્થિતિમાં જોવા મળી શકે છે કે જ્યારે તે સ્વાર્થાપણા અને અહંકાર કે ઘમંડ વિ. રોગોથી મુક્ત થઈ ગઈ હોય, અને એક વિશાળ સંસાર તેની સમક્ષ હોય, અને તેના હૃદયમાં સૌના માટે સ્થાન હોય. આ પહેલાં તે કોઈને પોતાનો અને કોઈને પારકો સમજતો હતો. કોઈનાથી મિત્રતાનો સંબંધ સ્થાપવા માટે આ પણ જરૂરી હતું કે તે કોઈને પોતાનો શત્રુ પણ સમજે. વિશાળહૃદયતાના કારણે એ પોતે એટલો વિસ્તૃત અને અસીમ થઈ ગયો કે જેની સામે સંપૂર્ણ જગત પણ નાનું દેખાવા લાગે છે.

જગતમાં હવે તેના માટે કોઈ પારકો નથી, બધા જ પોતાના છે. જગતના કણેકણથી તેને પ્રેમ-સંગીતની ધ્વનિ સંભળાવા લાગે છે. કંઇક એવા પ્રેમ-ભાવથી તેનું અસ્તિત્વ પરિપૂર્ણ થઈ જાય છે કે તેને પોતાના જીવનમાં કોઈપણ પ્રકારની રિકતતાનો આભાસ નથી થતો. હવે તેની દરિદ્રતા સમાપી થઈ ચૂકી હોય છે. જીવનમાં પ્રથમ વખત તેને પોતાના વાસ્તવિક સ્વરૃપનો આભાસ થાય છે. અત્યાર સુધી તે વિચારોના સહારે જીવી રહ્યો હતો. હવે વિચારો નહીં બલ્કે જીવન સાથે તેનો સીધો સંપર્ક થઈ ગયો. એક એવી સંપત્તિ તેને હાથ લાગી કે જેનાથી વધીને કોઈ અન્ય સંપત્તિની કલ્પના પણ કરી ન શકાય.

મહાનતાનું એક વિશેષ લક્ષણ આ છે કે જે માણસના વ્યવહારના માધ્યમથી પ્રગટ થાય છે. મહાન વ્યક્તિના સ્વભાવમાં ક્ષમાશીલતાને પ્રાધાનતા પ્રાપ્ત હોય છે. મહાન વ્યક્તિ ક્રોધથી ભરેલી નથી હોઈ શકતી. તે પોતાના શત્રુઓ સુદ્ધાંને માત્ર માફ કરી દે છે એટલું જ નહીં બલ્કે એ તેમનો શુભ-ચિંતક અને હિતૈચ્છુ પણ હોય છે. જે લોકો એ તેને દરેક રીતે યાતનાઓ પહોંચાડી હોય છે અને જેઓ તેને ઘૃણાની દૃષ્ટિએ જ જોતા હોય, તે તેમની ભૂલોને પણ માફ કરે છે. તેના હૃદયમાં કોઈ પ્રકારની કટુતા અને કડવાશ તનાવ નથી જોવા મળતા, જ્યારે તે બીજાઓને માફ કરે છે તો તેને મહેસૂસ થાય છે કે તેણે સ્વયંને કૃતાર્થ કર્યો છે. તે જાણે છે કે “Forgiveness is an act of self love.” અર્થાત્ “ક્ષમા કરવું એ સ્વયં પોતાનાથી પ્રેમ કરવું છે.”

ભૂખ્યા લોકોને ખવડાવીને તેને જે તૃપ્તિનો અહેસાસ થાય છે, તે તૃપ્તિ સ્વંય ભોજન કરવાથી નથી થતી. નિર્વસ્ત્રને વસ્ત્ર પહેરાવીને તેને જે પ્રસન્નતા થાય છે, તે પ્રસન્નતા સ્વયં વસ્ત્ર ધારણ કરતી વખતે નથી થતી. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments