Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપમાનવ ગૌરવ અને દેશની ગંભીર પરિસ્થિતિ

માનવ ગૌરવ અને દેશની ગંભીર પરિસ્થિતિ

આ હકીકત છે કે આપણો દેશ એક વિશાળ દેશ છે. જેનો ક્ષેત્રફળ બત્રીસ લાખ સત્તાસી હજાર બસો ત્રેસઠ કિલોમીટર છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં ૧.૨ અરબ લોકો વસે છે. આમાં ૭૯.૮% હિંદુ, ૧૪.૨% મુસ્લિમ, ૨.૩% ઈસાઈ, ૧.૭% શિખ, ૦.૭% બૌદ્ધમતને માનનારા અને ૦.૪% જૈન અને ૦.૯% બીજા લોકો છે. દેશમાં બધા જ ધર્મોના માનનારા લોકો વસે છે. તેમાં ઇસાઇયતને માનનારા પણ છે અને ઇસ્લામને માનનારા પણ છે, હિંદુ પણ છે તો શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને બહાઈ પંથના લોકો પણ છે. અને એવા લોકોની સંખ્યા પણ ઘણી છે જે કોઈ ધર્મને નથી માનતા. દેશની આ પણ વિશેષતા છે કે દુનિયાનો એકમાત્ર દેશ છે જેમાં એક સાથે સત્તર સૌ ભાષાઓ બોલનારા છે. ત્યાં આ પણ એક રસપ્રદ પરંતુ કડવી હકીકત છે કે માનવના વિભાજન કરવામાં પણ આપણો દેશ આખાય વિશ્વમાં એકમાત્ર દેશ છે એટલે દેશમાં લગભગ સત્તર સૌ જાતિઓ જોવા મળે છે. દેશના સંદર્ભમાં કહેવામાં આવે છે કે અહીં અંગ્રેજોના આગમન પહેલા અને ગયા પછી બધા જ લોકો હળીમળીને રહેતા હતા. અંગ્રેજોના આગમનથી સમાજને ધર્મના આધાર ઉપર વિભાજીત કર્યા, ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવામાં આવી અને દેશના લોકો તેના શિકાર બની ગયા. પરિણામે દેશ વિભાજીત થઈ ગયો. નહીં તો હિંદુસ્તાર જે દરેક સ્તરથી એક મહાન દેશ હતો હિંદુસ્તાન, પાકિસ્તાન અને પછી બાંગ્લાદેશનું વિભાજન થઈને વિખેરાઈ નહીં જતો. છતાં પણ આજે પણ દેશ પોતાની ડાવર્સિટી, સામાજિક તાણાવાણા, પારસ્પરિક સંબંધો અને વ્યવહારોના કારણે દુનિયામાં આશ્ચર્યચકિત કરનારી વિશેષતાનું માલિક છે.

આપણક પ્રિય દેશના વિશે આ પણ કહેવામાં આવે છે કે અહીં ઘણી વિવિધતા છે છતાં એક જ ગામમાં વિવિધ ધર્મના લોકો અને વંશીય જુથો હળીમળીને રહે છે. આ લોકો એકબીજાની મદદ કરે છે, દુઃખ અને સુખમાં શામેલ થાય છે, હળીમળીને જ દેશના અર્થતંત્ર અને સામાજિક તાણાવાણાને મજબૂતી આપે છે અને વિવિધ સમસ્યાઓનું નિરાકરણ પણ એક સાથે કરે છે. વિવાદો પણ થાય છે પરંતુ કોમવાદી પરિસ્થિતિ અને હિંસાઓ ઓછી જ થાય છે. અહીં સુધી કે સમાયાંતરે હિંસાઓ પણ થાય છે પરંતુ આ હિંસાઓમાં કાયમી સંઘર્ષની સ્થિતિ ક્યારે નથી અપનાવી. બંધારણના પ્રકાશમાં જોવામાં આવે તો બંધારણે પણ બધા જ સમુદાયો અને ધર્મના માનનારા લોકોને સંપૂર્ણ આઝાદી આપી છે. અને એક બીજા વચ્ચે ભાઈચારા અને અમન-વ-શાંતિને કાયમ રાખવામાં મદદ આપે છે. બંધારણની પ્રસ્તાવના બધા જ શહરો વચ્ચે ભાઈચારો, સમાનતા, વાણી સ્વાતંત્રતા અને આર્થિક અને સામાજીક ન્યાયની સાથે માનવ ગૌરવ જેવા ઉચ્ચ મૂલ્યો ઉપર ભાર મુકે છે.

દેશનું જે ટુંકુ અને સુંદર ચિત્ર અહીં રજૂ કરવામાં આવ્યું, આનો અસ્વીકાર કર્યા વિના, આ પ્રશ્ન પોતાની જગ્યા જ છે કે જે પણ કહેવામાં આવે છે અને જે આઝાદી બંધારણના સ્વરૃપમાં ઉપલબ્ધ છે, હકીકતમાં તેનું અમલીકરણ કરવામાં અને કરાવવામાં આવે છે? અમલીકરણ કરવામાં એટલે કે દેશની સામાજીક અને વર્ગ પદ્ધતિ છે અને અમલીકરણ કરાવવામાં આવે છે એટલે દેશનું મેનેજમેન્ટ અને ન્યાયના પાયાઓ છે. જ્યારે આપણે તસવીરની તે બાબત ઉપર નજર કરીએ છે તો દેશનું એક ભયાનક ચિત્ર આપણી નજરોથી ગુજરે છે.જ્યાં અંતિમવાદી વલણોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ સામાજીક તાણાવાણાને ટુકડે કરવાની સંગઠિત અને યોજનાબદ્ધ પ્રયત્નો અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યતા ઉપર લગામ લગાવવાની તૈયારીઓ શરૃ છે  તો બીજી બાજુ આર્થિક અને સામાજિક સ્તરે ન્યાયનો ખૂન કરવામાં આવી રહ્યો છે. વધુ જોશો તો ખબર પડશે કે માનવ ગૌરવના બદલે અપમાન માનવનો નસીબ બની ગયો છે. દેશની આ બે છબિઓ છે જેમાં એકને આંખ બંધ કરીને જોઈ શકાય છે તો બીજી જગ્યા સ્પષ્ટ છે. તમે કઈ છબિઓ જુઓ છો? અને કઇ છબિને જોવા પસંદ કરો છો? આ મારે નહીં પણ તમારે પોતે જ નિર્ણય કરવો પડશે. આપણે પોતાની આંખો બંધ કરી દીધી છે અને આંખોને બંધ રાખવામાં જ ભલાઈ સમજીએ છીએ પરંતુ શરીર એક સમયે ધ્રુજી ઉઠે છે અને આંખોને બંધ રાખવામાં પણ શાંતિ નથી મળતી. કારણ કે સ્વપ્નો અને વિચારોમાં માનવને તે બધી વાતો દુખે છે જે તેના અર્ધજાગૃત મનમાં મોજૂદ છે. અને આ અર્ધજાગૃત મન તે જ સમયે વિકાસ પામે છે જ્યારે તમે જોવો, સાંભળવો અને અનુભવ કરો  છો.

આવો માનવ ગૌરવના સુંદર નારાઓ વચ્ચે માનવતાના અપમાનની અમુક તાજી ઘટનાઓ આપની સમક્ષ રજૂ કરૃં છું. પ્રથમ ઘટના ઉડીસાના કાલાહાન્ડી જીલાની છે જ્યાં એક આદિવાસી માણસ પોતાની પત્નીના મૃત શરીરને ખભા પર લઇને નાની બાળકી સાથે નીકળી પડે છે. કારણ એ હતો કે એમની પાસે એટલા પણ પૈસા નહોતા કે તે મૃત શરીરને કોઈ ગાડીથી પોતાના ઘર સુધી લઈ જઇ શકે. આ દુઃખદાયક ઘટનાથી  રાજ્યના આરોગ્ય મંત્રી સુબૈયા સાચીએ જણાવ્યું કે સરકાર આ પીડાદાયક ઘટનાને લઈને ચિંતામાં છે, અમે એનો ઉકેલ શોધી રહ્યા છીએ અને ભવિષ્યમાં એવી કોઈ ઘટના ફરી ન થાય એનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ આપણે વિચાર કરીએ તો આ ઘટના, ફકત એક ઘટના નથી. આ હકીકત છે આ આખાય વ્યવસ્થાની જ્યાં માનવતા મરી પરવારી છે સાથે જ આ જનાઝો ફકત તે મૃત મહિલાનું નથી પરંતુ આ સમગ્ર વ્યવસ્થાનો શવ છે જેની વચ્ચે, શાંત શૈલીમાં, હું અને આપણે બધા રાત-દિવસ પસાર કરી રહ્યા છીએ. બીજી ઘટના પનાગર જિલ્લા, જબરપુર મધ્યપ્રદેશનું છે. અહીં સમાજના ગુંડા તત્વોએ એક વર્ગને નીચો સમજે છે, તે જ વર્ગની એક શવને તે માર્ગથી જવા નથી દીધા જે તેના કબજામાં હતો. વરસાદના કારણે ગામમાં કાચી સડક ડુબી ગઈ તેથી શવને તળાવના માર્ગથી લઈ જવા મજબૂર થઈ ગયા. જ્યારે જે માર્ગથી શવને લઈ જવા રોકવામાં આવ્યું, બતાવવામાં આવે છે કે તે જમીન સરકારી છે અને ગુંડા તત્વોના કબ્જામાં છે. પ્રશ્ન આ છે કે આ ઉચ્ચ વર્ગો જ ફકત ગુંડા તત્વો છે? અને તે ઘટનાને પણ યાદ સાંભળા જઇએ જેને સાંભળવાથી તમારા રુંવાટા ઉભા થઈ જશે, અને તમે તમારા માથાને પકડી બેસી જશો. આ ઘટના ઉડીસાના બાલાસોર જીલ્લાની છે.  જ્યાં રેલવે સ્ટેશનથી નજીક એક ૮૦ વર્ષની વિધવા મહિલા, માલગાડીના માં આવીને મૃત્યુ પામી ગઈ. શવને પોસ્ટમાર્ટમ કરવા માટે હોસ્પિટલ લઇ જવાનું હતું, પરંતુ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ન થવાથી શરીરના હાડકા તોડવામાં આવ્યા, અને એક કોથળામાં ભરવામાં આવ્યા, અને બે લોકો એક પોટલી બાંધીને લાકડી ઉપર ઉઠાવીને ચાલી નીકળ્યા. વિચારણા કરજો કે આ ત્રણ ઘટના આપણને કઇ દિશામાં વિચારવા મજબૂર કરે છે? શું આ ઘટનાઓ માનવ ગૌરવ છે કે માનવતાના અપમાન છે? વાત આ છે કે માનવ ગૌરવ તેમના જેવા માણસો દરમ્યાન અપમાનમાં બદલાઈ ગયો છે. પરિણામ આ થયો કે જ્યાં એક તરફ આ વલણ આપણી સામે આવે છે ત્યાં બીજી તરફ તે ઘટનાઓ અને વલણો પણ મોજૂદ છે જેમાં અત્યંત ક્રૂરતા અને ભયજનક ઘટનાઓના ઉદાહરણો સામે આવે છે. આપને સારી રીતે યાદ હશે કે ઝારખંડના એક નવયુવાનનો શવ ઝાડ ઉપર લટકાવવામાં આવ્યું હતું, દાદરીમાં મુહમ્મદ અખ્લાકનું ક્રૂરતાપૂર્વક કત્લ, દિલ્હી, હરિયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આગરા અને મુંબઇમાં ચર્ચ ઉપર હુમલાઓ, યુનિવર્સિટીઓમાં દલિતો પર હુમલાઓ અને તે ઘટનાઓ જે પવિત્ર ગાય અને ન જાણે કયા કયા ફિકશનો બનાવીને આખાય દેશમાં ચાલુ રાખવામાં આવ્યું છે. પ્રશ્ન આ છે કે આ પરિસ્થિતિમાં આપણે શું કરીએ? જરૂરત છે તે વિચારને બદલવાની જે વિચાર માનવોને કીડા-મકોડાથી પણ ઊતરતી કક્ષાનું સમજે છે, જે માનવો વચ્ચે નફરતનો પ્રચાર કરે છે, જે ભક્તિના નામે આતંકનું માધ્યમ બને છે અને તે વિચારને પણ બદલવામાં આવે જે એકેશ્વરવાદમાં નથી માનતો. તમે પુછશો કે આ કેવી રીતે થશે? હું ફકત આ જ કહીશ કે પોતાના ખાસ વર્તુળમાંથી નીકળીને અને સામાન્ય જન વચ્ચે મેળમિલાપ વધારીએ, તેના દુઃખ-સુખમાં ભાગીદાર બનીએ અને બધા જ માનવોને એક માતા-પિતાની સંતાન સમજવામાં આવે તો જ દૂરીઓ (અંતરો) ઘટશે અને નિકટતા વધશે. સાથે જ આ વાતને પણ યાદ રાખવું પડશે કે મજલૂમની બદદુઆ અને અલ્લાહની વચ્ચે કોઈ પડદો અવરોધ નથી બની શકતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments