Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસમીણબત્તી (શમ્‌અ)

મીણબત્તી (શમ્‌અ)

પ્રથમ બંદ :

(૧) બઝમે જહાં મૈ ભી હૂંં એ શમ્‌અ દર્દમંદ
ફરિયાદ દર ગિરહ સિફતે દાનએ સિપન્દ
દી ઇશ્કને હરારતે સોઝે દરૂં તુઝે
ઔર ગુલ ફરોશ અશ્કે શફકગૂં કિયા મુઝે
હર હાલ અશ્કે ગમસે રહી હમકિનાર તૂ

શબ્દાર્થ:- ફરિયાદ દર ગિરહ – ફરિયાદી, દાના સિપન્દ – તલના કાળા દાણા, હરારત – ગરમી, તાપ, શફકગૂં – લાલ

ભાવાર્થં:- ડો. મુહમ્મદ ઇકબાલની આ કવિતામાં છ બંદ છે. પ્રથમ બંદમાં તેઓ શમ્‌આ-મીણબત્તીથી સંબોધન કરતાં કહે છે કે એ શમ્‌અ! તારી જેમ હું પણ ગમગીન અને દુખિયારો છું. મારી સ્થિતિ પણ તલના કાળા દાણા જેવી છે જે અગ્નિ તાપથી ચચળાટ કરે છે. આનાથી આશય આ છે કે મારૂં હૃદય જ્યારે ગમની અગ્નિથી પ્રજવલિત થઈ જાય છે ત્યારે આમાંથી દર્દભર્યા અવાજા નીકળવા માંડે છે. જેવી રીતે ઇશ્ક (પ્રેમ)એ તને દુઃખની આગમાં બળવા માટે લાચાર કરી દીધી છે, મને પણ લોહીના અશ્રુ રડવા માટે મજબૂર  કરી દીધો છે. હું જાણું છું કે તું કોઈ રંગીન મહેફિલમાં બળે કે કોઈ કબર ઉપર – બંને સ્થિતિમાં તારી આંખોમાંથી અશ્રુ ટપકે છે. આશય એ છે કે શમ્‌અ ખુશીની મહેફિલમાં બળે કે ગમકદામાં – એના ઓગળવાથી મીણના બિંદુઓ ટપકે છે. ડો. ઇકબાલે આને જ અશ્રુથી સરખાવ્યાં છે.

બીજા બંદ ઃ

(૨) યકબીં તિરી નઝર સિફતે આશિકાને રાઝ
મેરી નિગાહ માયહએ આશોબે ઇમ્તિયાઝ
કસ્બે મેં બુતકદેમેં હે યકસાં તિરી ઝિયા
મૈં ઇમ્તિયાઝે દૈરો હરમમેં ફસા હુઆ
હૈ શાન આહકી તિરી દૌરે સિયાહમેં
પોશીદા કોઈ દિલ હૈ તિરી જલ્વાગાહ મેં?

શબ્દાર્થઃ- યકબી – એક જાવા વાળી, આશોબ – (અહીં) આંખ દુઃખવી, ઇમ્તિયાઝ- તફાવત, ફરક, સમજ

ભાવાર્થઃ- એ શમ્‌અ! જેવી રીતે કુદરતના ભેદ જાણવાવાળા આશિકો (પ્રેમીઓ) દરેક વસ્તુને કોઈ પણ પક્ષપાત વિના જુએ છે, તારી સ્થિતિ પણ એમના જેવી છે. જ્યારે હું વસ્તુઓમાં ફરક-ભેદભાવ કરૂં છું. તારો પ્રકાશ કા’બા હોય કે બુતખાના અર્થાત્‌ મંદિરના ગર્ભગૃહ બંનેને સરખી રીતે જ પ્રકાશિત કરે છે જ્યારે કે મારી દૃષ્ટિ મંદિર-મસ્જિદનો ભેદભાવ કરે છે.

તારા સળગવાથી જે ધુમાડો ઊઠે છે એની અનુભૂતિ માનવ હૃદૃયથી ઊઠતી ચીસ જેવી છે. લાગે છે કે તારી અંદર પણ માણસ જેવું કોઈ હૃદય છુપાયેલું છે.

ત્રીજા બંદ ઃ

(૩) જલતી હૈ તૂ કિ બર્કે તજલ્લી સે દૂર હૈ
બેદર્દ તેરે સોઝ કો સમઝે કે નૂર હૈ
તૂ જલ રહી હૈ ઔર તુઝે કુછ ખબર નહીં
બીના હૈ ઔર સોઝે દરૂં પર નઝર નહીં
મૈં જાશે ઇઝતરાબ સે સીમાબવાર ભી
આગાહે ઇઝતરાબ દિલે બેકરાર ભી
થા યહ ભી કોઈ નાઝ કિસી બેનિયાઝકા
એહસાસ દેદિયા મુઝે અપને ગુદાઝકા

શબ્દાર્થઃ- બીના – જાનાર, બર્ક-વીજળી, સોઝ – ગરમી, સળગવું, ઇઝતરાબ – ગભરાટ/ બેચેની, સીમાબ – પારો, બેનિયાઝ – બેપરવાહ, ગુદાઝ – ઓગાળનાર/ નરમ/ મુલાયમ

ભાવાર્થઃ- કદાચ તું આ ગમમાં બળી રહી છે કે તું પ્રકાશના મૂળથી દૂર છે પરંતુ તારા આ કાર્યને બેદર્દ લોકો પ્રકાશ તરીકે ઓળખે છે. ઇકબાલે સળગવા માટે (જલવું) શબ્દ આ બંદમાં બે વખત બંને અલગ રીતે પ્રયોજ્યાં છે. પ્રકાશના સંદર્ભમાં અને દુઃખી થવાના સંદર્ભમાં! તેથી તેઓ કહે છે કે તૂ બળી રહી છે અને આશ્ચર્ય એ બાબતનું છે કે તને પોતાને પણ બળવાની ખબર નથી. જાવાવાળી દૃષ્ટિ રાખવા છતાંય હું ગભરાટ અને બેચેનીના કારણે પારાની જેમ તડપી રહ્યો છું. અને આ ગભરાટ અને બેચેનીથી મારૂં હૃદય પૂરી રીતે ખબરદાર છે. કદાચ મને રબ્બે આલાએ બળવા અને ઓગળવાની અનુભૂતિ આપી દીધી છે.

ચોથો બંદ ઃ

(૪) યહ આગહી મિરી મુઝે રખતી હૈ બેકરાર
ખ્વાબીદા ઇસ શરરમેં હૈ આતિશકદે હઝાર
યહ ઇમ્તિયાઝે રિફઅત વ પસ્તી ઇસીસે હૈ
ગુલમેં મહક, શરાબમેં મસ્તી ઇસીસે હૈ
બુસ્તાન વ બુલબુલ વ ગુલ વ બૂ હૈ યહ આગહી
અસ્લે કશાકશે મન વ તૂ હૈ યહ આગહી

શબ્દાર્થઃ-  આગહી – જાણ/ વાકેફિયત, શરર – ચિંગારી, રિફઅત – ઊંચાઈ, પસ્તી – નીચાણવાળું/ નીચું, બુસ્તાન – બાગ/ ઉદ્યાન

ભાવાર્થઃ- મને મારી જાતની ઓળખ માટે જે કાબેલિયત આપવામાં આવી છે એ દેખીતી રીતે તો એક સામાન્ય ચિંગારી જેવી છે, છતાં પણ એમાં અસંખ્ય અગિયારીઓ છુપાયેલી છે. ઊંચાઈ અને નીચાઈમાં તફાવત કરવાની વિશેષતા આના કારણે જ જાવા મળે છે. આગહી (ભેદ જાણી લેવાની આ ક્ષમતા છે જેના કારણે  ફૂલોમાં સુગંધ અને શરાબમાં નશાની પ્રકૃતિ જાવા મળે છે. આ જ આગહી બુલબુલ, ફૂલ અને એની સુગંધ ઉપરાંત બંદા (સેવક) અને આકા (માલિક)ની વચ્ચે ફરક કરવાનું કારણ બની જાય છે.

પાંચમો બંદઃ

(૫) સુબ્હે અઝલ જા હુસ્ન હુઆ દિલિસ્તાને ઇશ્ક
આવાઝે કુન હુઈ તપિશ આમોઝ જાને ઇશ્ક
યહ હુકમ થા કિ ગુલશને કુનકી બહાર દેખ
મુઝસે ખબર ન પૂછ હિજાબે વજૂદ કી
શામે ફિરાક, સુબ્હથી મેરી નમૂદ કી
વહ દિન ગએ કે કૈદ સે મૈં આશ્ના ન થા
ઝેબે દરખ્તે તૂર મિરા આશિયાના થા
કૈદી તૂ ઔર કફસકો ચમન જાનતા હૂં મૈં
ગુરબત કે ગમકદેકો વતન જાનતા હૂં મૈં
યાદે વતન ફસુર્દગી બે સબબ બની!
શોકે નઝર કભી, કભી ઝોકે તલબ બની

શબ્દાર્થઃ- દિલિસ્તાને ઇશ્ક – ઇશ્ક (પ્રેમ)નું હૃદય લેનાર, કુન – થઈ જા એવો અલ્લાહનો આદેશ, વજૂદ – અસ્તિત્વ , શામે ફિરાક – વિયોગની સાંજ, નમૂદ – જાહેર થવું, કફસ, પાંજરૂં/ જાળ

ભાવાર્થઃ- આ બંદની છ પંક્તિઓ દેખીતી રીતે સમગ્ર કવિતાના વિષયથી કંઈક અલગ દેખાય છે. પરંતુ ચોથા અને છઠ્ઠા બંદના અંતિમ અને પ્રારંભિક ભાગના હવાલાથી એમની વચ્ચે ગાઢ સંબંધ જણાય છે. આ બંદમાં ઇકબાલે અસ્તિત્વની ફિલસૂફીનો અછડતો ઉલ્લેખ કર્યો છે. ઇકબાલ કહે છેઃ જ્યારે બ્રહ્માંડના સર્જકે ‘કુન’ અર્થાત્‌ ‘થઈ જા’નો આદેશ આપ્યો તો બ્રહ્માંડનું સર્જન થયું. ત્યારે હુસ્ન (સૌદર્ય) ઇશ્ક (પ્રેમ)નો દીવાનો થયો અને આ જ અનુભૂતિએ આશિકના હૃદયમાં તડપ અને બેચેની જન્માવી. આ જ ક્ષણે માનવને આદેશ આપવામાં આવ્યો કે આ જ લાગણીથી બ્રહ્માંડના દૃશ્યોનું દર્શન કરે અને જુએ કે આ ભૌતિક જગતમાં તારા માટે કઈ કઈ વસ્તુઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધરતી અને આકાશના સર્જકે માનવને જન્માવી એના અÂસ્તત્વ અને શરીરને એક એવા ઘેરામાં નાખી દીધું જેના કારણે તે પોતાની વાસ્તવિકતા અને અસ્તિત્વથી બેખબર અને કંઈક અંશે બેપરવાહ બની ગયો. બીજા શબ્દોમાં પહેલાં માનવ આ કેદથી આઝાદ હતો જ્યારે હવે કુદરતે એના ઉપર જવાબદારીઓનો બોજા નાખી દીધો એને એક નિયંત્રિત ઘેરામાં બંધ કરી દીધો. હવે એ યુગ સમાપ્ત થઈ ગયો જ્યારે માનવ અસ્તિત્વનું ઘર તૂર પર્વતના એક ઝાડ ઉપર હતું. એ વખતે તો એ કોઈ હિજાબ/ પડદા વગર ઇશ્વરના નૂરનો નજારો કરતો હતો.

હવે સ્થિતિ આ છે કે માનવ પોતાના વજૂદ (અસ્તિત્વ)માં જ કેદ થઈને રહી ગયો છે. અને કરૂણાંતિકા આ છે કે તે આ કેદખાનાને એક ઉદ્યાન સમજી બેઠો છે. આ ઉપરાંત આ સ્થળે તે એક અજાણ્યાની જેમ રહેવાસી બની બેઠો છે. એને પોતાનો દેશ સમજે છે. પરિસ્થિતિ અહીં સુધી આવી ગઈ છે કે તે પોતાના વાસ્તવિક વતનની યાદમાં પરેશાન અને બેચેન રહે છે અને એ સાચા માલિક (ખાલિકે હકીકી)ની તલબ દિલ અને નજરને બેચેન રાખે છે, ક્યારેક એની સાથે સીધો જીવંત સંબંધ હતો.

છઠ્ઠો બંદ :

(૬) એ શમ્‌અ! ઇન્તેહાએ ફરેબે ખ્યાલ દેખ
મસ્જૂદે સાકિનાને ફલક કા માલ દેખ
મઝમૂં ફિરાક કા હૂં, સુરૈયા નિશાં હૂં મેં
આહંગે તબ્‌અ નાઝિમે કૌન વ મકાં હૂં મૈં
બાંધા મુઝે જા ઇસને તો ચારી મિરી નમૂદ
તહરીર કર દિયા સરે દીવાન હસ્ત વ બૂદ
ગૌહરકો મુશ્તે ખાકમેં રેહના પસંદ હૈ
આલમે ઝહૂર જલ્વએ ઝૌકે શઊર હૈ
યહ સિલસિલા ઝમાન વ મકાંકા કમન્દ હૈ
તૌકે ગુલૂએ હુસ્ને તમાશા પસંદ હૈ
મંઝિલકા ઇશ્તિયાક હૈ ગુમ કરદહ રાહ હૂં
એ શમ્‌અ! મૈં અસીરે ફરેબે નિગાહ હૂં
સૈયાદ આપ, હલકએ દામે સિતમ ભી આપ
બામે હરમ ભી, તાઇરે બામે હરમ ભી આપ
મૈં હુસ્ન હૂં કે સરાપા ગુદાઝ હૂં
ખુલતા નહીં કે નાઝ હૂં મૈં યા નિયાઝ હૂં
હાં આશ્નાએ લબ હો ન રાઝે કુહન કહીં
ફિર છિડ ન જાએ કિસ્સએ દારો રસન કહીં

શબ્દાર્થઃ- મસ્જૂદ – જેને સજદો કરવામાં આવે, આહંગ – અવાજ, કમન્દ – એ રસ્સી જેના થકી ઉપર ચઢી શકાય, તોક – પટ્ટો, ઇશ્તિયાક – અસીર – કેદી, સૈયાદ – શિકારી, તાઈર – પક્ષી, દારો રસન – ફાંસીની રસ્સી

ભાવાર્થઃ- કવિતાના અંતિમ બંદમાં ઇકબાલ ફરીથી શમ્‌અને સંબોધીને કહે છે કે આ પશ્ચાદ્‌ભૂમિથી આ વાસ્તવિકતા ઉજાગર થઈ જાય છે કે માનવ કેવા ધોકામાં છે જે પોતાના ફાની (નાશ પામનાર) અસ્તિત્વને જ એક કાયમી વાસ્તવિકતા સમજી બેઠો છે. જા કે આકાશમાં રહેનારાઓ સજદો કરતા હતા એનો અંજામ પણ એની સામે છે. જા કે મારો મુકામ ખૂબ ઊંચો છે તો પણ હું વિયોગથી પીડિત છું. તો પણ બ્રહ્માંડના સર્જકની મરજી સાથે સહમત છું. એણે મારા ઉપર જે પ્રતિબંધો લગાવ્યા એનાથી એનો હેતુ એ જ હતો કે એનાથી જીવનના વિકાસના તબક્કાઓ પસાર કરૂં. આ જ કારણે રબ્બે આલાએ મને જીવન અને મૃત્યનો શીર્ષક બનાવ્યો છે.

આ એક શાશ્વત હકીકત છે કે અણમોલ મોતીઓનો ગૃહ પણ ધૂળ અને માટી સિવાય બીજું કંઈ નથી હોતું, એમ છતાં પણ તેઓ પોતાના મહત્ત્વના કારણે ઉચ્ચ સ્થાન મેળવે છે. હવે જ્યારે ઊંડાણમાં જઈને જાઉં છું તો આ વાતનો અંદાજા થાય છે કે આ વાંક મારી નજર અને બુદ્ધિનો છે કે જે વાસ્તવિકતાને એમના સાચા પરિપ્રેક્ષ્યમાં જાવા અસમર્થ છે જ્યારે કે સમગ્ર બ્રહ્માંડ શ્રેષ્ઠ સર્જનાત્મકતાની પરાકાષ્ઠા છે. આ ધોકો નથી તો બીજું શું છે કે બધી વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરી માનવ પોતાની વિવેક બુદ્ધિના પ્રદર્શનનો ઇચ્છુક છે. આ જ કારણ છે કે દુનિયામાં મતભેદ અને ખરાખોટા વચ્ચેના ભેદ પારખવાના વિવેક વચ્ચે ખાઈ વધતી જાય છે.

સમય અને કાળની શ્રૃંખલા માનવ અસ્તિત્વની આસપાસ એક ઘેરા જેવું છે. હું મારો માર્ગ ભૂલી ગયો છું, તો પણ મંઝિલ સુધી પહોંચવાનું મારૂં લક્ષ્ય છે. દૃષ્ટિભ્રમમાં ખોવાઈ જવા કરતાં આ સારૂં છે કે હું વાસ્તવિકતાનો સામનો કરૂં. આ શું જુલમ છે કે પોતાને હરમની ઉચ્ચતા પણ સમજું છું અને એના ઉપર ફરતો પક્ષી પણ હું જ છું! હું તો આ હકીકતથી પણ બેખબર છું કે હું હુસ્ન (સાંદર્ય) છું કે પ્રેમની નરમાશ! હું તો આ ભેદથી પણ અજાણ છું કે હું મહેબૂબ છું કે આશિક છું. તેથી મારા માટે આ શંકા આસ્થાને નથી કે પોતાની જીભ ઉપર એ આદિમ રહસ્ય લઈ આવું જેનું પરિણામ ફાંસીના ફંદા સિવાય બીજું કશું નથી હોતું. સત્યનું પરિણામ હંમેશાં કડવું હોય છે. •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments