Sunday, July 21, 2024
Homeમનોમથંનમોબ લિંચિંગ: ભીડતંત્રનું વરવું સ્વરૂપ

મોબ લિંચિંગ: ભીડતંત્રનું વરવું સ્વરૂપ

સંઘી અને હિંદુત્વવાદી તત્ત્વો એ ફરી એકવાર એક નિર્દોષ અને લાચાર માનવીની હત્યા કરી નાખી. તબરેઝ અન્સારી ઈદની રજા માણવા પોતાના વતન ખરસાવાં, ઝારખંડમાં હતો. ભીડે તેનું નામ પૂછ્યું અને મુસ્લિમ નામ પડતાં તેને ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ના નારાઓ બુલંદ કરવા કહેવામાં આવ્યું. અને ૨૧મી જૂનની પૂરી રાત તબરેઝ પર કયામત બની. તેને ટોળાએ પૂરી રાત ભીડ દ્વારા માર મારવામાં આવી. સવારે હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ પહેલી ઘટના નથી કે કોઈ મુસ્લિમની હત્યા ગૌ-રક્ષા, ગૌ-તસ્કરી કે બીજા કોઈ કારણ આપી કરવામાં આવી હોય. દાદરીના અખલાક અહમદથી લઈને તબરેઝ અન્સારી સુધી ૪૦ લોકોને આ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ભીડતંત્રને લોકતંત્ર અને વ્યવસ્થાતંત્ર દ્વારા ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે કે તેઓ જ્યારે કોઈ લાચાર અને ભોળા મુસ્લિમને એકલો જુએ તો તેને આસાનીથી પોતાની ઇસ્લામ દુશ્મનીનો શિકાર બનાવી શકે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બે મુસ્લિમ જેવા દેખાતા અંધ ભિખારીઓને ભાજપનો ઝંડો હાથમાં પકડાવી ‘જય શ્રી રામ’ના નારા બોલાવવામાં આવ્યા.

ભારતનો કાયદો એટલો ભ્રષ્ટ થઈ ગયો છે કે અહીં ન્યાયમાં ખૂબ જ વિલંબ થાય છે. ભાજપ અને સંઘની મુસ્લિમ અને ઇસ્લામ વિરોધી માનસિકતા ચરમ સીમાએ પહોંચી છે કે તેઓ ભીડતંત્રને પ્રોત્સાહિત કરનારને ઈનામ આપે છે અને તેમની સરાહના પણ કરે છે.

મુસ્લિમો માટે હવે સમય પાકી ગયો છે કે તેઓ મોબ લિંચિંગના વિરોધમાં જારદાર વિરોધ પ્રદર્શન કરે. એમ તો આજે જેટલી સહેલાઈથી મુસ્લિમોને મારી નાખવામાં આવે છે તેટલી હિંમત એકઠી કરવી મુશ્કેલ હોત જા મુસ્લિમ ઉલેમાઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો, સંગઠનો, મદ્રસાઓ અને આમ મુસ્લિમ જનતા એકઠી થઈ અસરકારક પગલાં લેત. પરંતુ જાગ્યા ત્યારથી સવાર.. ઉક્તિને ધ્યાને લઈ આજે જ નિર્ણય લેવો જાઈએ કે હવે અત્યાચાર નહીં સહન કરીએ.

ઇસ્લામ કોઈ પણ પ્રકારના અત્યાચારને સહન કરવાની પરવાનગી આપતો નથી. તેથી મુસ્લિમોએ મોટા પાયે કેન્ડલ માર્ચ, રેલી, ધરણા વિ. કાર્યક્રમો થકી ભીડતંત્રનો વિરોધ કરવાની તાતી જરૂર છે. સત્તાને એટલી હદે દબાણમાં લાવવાની જરૂર છે કે તે ભીડતંત્રના ઉપયોગ દ્વારા નિર્દોષ મુસ્લિમોનો ભોગ લેતા તત્ત્વો સામે કડક પગલાં લેવા મજબૂર થઈ જાય. અલ્લાહ પર અડગ વિશ્વાસ અને દુનિયાને જીતી લેવાના ઈરાદા સાથે મુસ્લિમોએ ભૂતકાળમાં ઘણી સફળતા મેળવી છે. આવા ઇરાદા હાલ ભલે કમજાર હોય તેને દૂર કરી સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરિસ્થિતિનો સામનો કરવાનો સમય પાકી ગયો છે. જાલિમોના હાથ પકડી તેમને સન્માર્ગે દોરવાનો અને જુલમ નહીં કરવાનો હુકમ આપવાની જેટલી શક્તિ પર્યાપ્ત હોય તે માટે અલ્લાહથી દુઆ કરી મેદાનમાં કૂદી પડવાનું નામ જ મુસલમાન છે.

યકીં મોહકમ અમલ પૈહમ મુહબ્બત ફાતહે આલમ
જિહાદે ઝિંદગાની મેં યે હૈં મર્દો કી શમશીરેં
કોઈ અન્દાઝા કર સકતા હૈ ઉસકે ઝોરે બાઝૂ કા
નિગાહે મર્દે મો’મિન સે બદલ જાતી હૈં તકદીરેં
(અલ્લામા ઇકબાલ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments