આજનો ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે ભારત લોકતાંત્રિક અને બહુધાર્મિક, બહુસાંસ્કૃતિક, બહુભાષી સમુહ હજારો ફૂલોથી ભરેલો બગીચો બની રહેશે કે પછી ફાસીવાદી રાષ્ટ્રવાદી પરિબળોનો ભોગ બનશે.
મુસ્લિમોને કોરાણે મૂકવા, દલિતોને કચડવા, દરિદ્રોની વ્યથા, ગાયના નામે નિર્દોષોના વધ વિગેરે મુદ્દાને લઈ થઈ રહેલ વાણી સ્વાતંત્ર્યની ચર્ચાને સમગ્ર વિશ્વ વિસ્મયથી નિહાળી રહ્યું છે. ‘ભારતમાતા કી જય’ અને ‘વંદે માતરમ’ (માતા, હું તને નમન કરૃં છું) જેવા સૂત્રો પૈકી જ કેમ દેશભક્તિનું માપ ન કાઢી શકાય તે ઘણાની સમજમાં જ નથી આવતું. ‘જયશ્રી રામ’ અને ૩૩ કરોડ દેવી દેવતાની પૂજા અનિશ્ચિત સમૂહો પર આના પછી થોપી દેવાશે તેવો ભય પ્રસરેલ છે. ભારતને છિન્ન ભિન્ન કરવા સારૃ આનાથી વધુ સારી શું સામગ્રી હોઈ શકે.
એકતા, મજબૂતી અને ભારતની ખ્યાતિને વિશ્વસ્તરે પ્રસરાવવામાં મુસ્લિમોનો ફાળો અનન્ય છે. મુસ્લિમો સમજાવી રહ્યા છે કે અલ્લાહ (ઇશ્વર)માં શ્રધ્ધા રાખો. તેના જ સાર્વભોમત્વ, દયા અને કૃપા ઉપર પણ શ્રદ્ધા રાખો. તે સમગ્ર સૃષ્ટિના સર્જનને ઇશ્વરના કુટુંબ તરીકે જોઈ રહ્યા છે. તે દરેક માનવીની કદર કરે છે અને માને છે કે માનવી ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. જેને પૃથ્વી પર ઇશ્વરનો પ્રતિનિધિ બનાવી પૃથ્વી અને તેના સંસાધનોનો સમગ્ર માનવજાત માટે પ્રબંધક બનાવેલ છે. તેઓની શ્રદ્ધામાં આ સ્પષ્ટ છે કે દેશ કાંઇ પહાડો, નદીઓ અને જમીનના ટુકડાઓથી નથી બનતો. તેઓનું સ્પષ્ટ માનવું છે કે દેશના લોકો જ દેશ બનાવે છે અને તેથી જ તેમના માટેનો પ્રેમ અને સેવા જ તેમના મસ્તિષ્કમાં અગ્રેસર રહે છે. તેઓ દેશને ‘માતા’ કે ‘દેવી’ તરીકે નથી વિચારતા કે જેમની પુજા-ઉપાસના થાય. દેશ માટેનો સાચો પ્રેમ તો દેશવાસીઓનો પ્રેમ અને તેમની સેવા જ છે. કેટલાક રાજકારણીઓ પ્રેમ ક્યાં પુરો થાય છે અને પુજા કયાં શરૃ થાય છે તેનો ભેદ પારખી નથી શકતા. તેઓના માટે ગુરુજન પૂજા છે. તે જ રીતે માતા,પિતા અને દેશ પણ પૂજ્ય છે. પરંતુ સાચો શ્રદ્ધાળુ ફકત એક સર્વશક્તિમાન ઇશ્વરને જ નમે અને પૂજે છે. બીજા કોઈને નહીં.
દેશભક્તિનો મતલબ સૂત્રોચ્ચાર કે દેશની પૂજા નથી પરંતુ દેશવાસીઓની સેવા જ છે.
કોમવાદીઓને જેઓ મતોના ધ્રુવીકરણ અને સમાજોમાં ભાગલા પડાવી રહ્યા છે તેઓને અલગ પાડી ગુંચવાડો દૂર કરવો એ જ સમયની માગ છે.
બેજવાબદાર રાજકારણી એવી રાડો પાડી શકે છે “ઇસ દેશ મેં રહના હોગા – કુત્તો તો વંદેમાતરમ બોલના હોગા” વિખવાદ ટાળી ઇશ્વર તથા ભારતના દરેક નાગરિકને પ્રેમ કરો લોકોને મીઠી શીખામણો અને ડહાપણથી ઇશ્વરના પથ તરફ આકૃષ્ટ કરો. ઊંડા પ્રેમ અને સાચી સેવાથી તેમના હૃદય જીતો કે જેથી તેઓ આલોકમાં સફળતા અને પરલોક (કે જ્યાં અનંતજીવન છે)માં મુક્તિ (મોક્ષ) પામે. અને જ્યારે કોઈ અજ્ઞાની તમારી સાથે બાઝેે તો તેને કહીદો ‘સલામ’. *