Friday, March 29, 2024
Homeબાળજગતવહાલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો બાળપણ

વહાલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો બાળપણ

વહાલા નબી સ.અ.વ.નો જન્મ સોમવારના દિવસે થયો હતો. હુઝૂર સ.અ.વ.ના પિતા થોડા દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. હુઝૂર સ.અ.વ.ના દાદા જીવતા હતા. સાંભળી ઘણાં ખુશ થયાં. ઘેર આવી પૌત્રને ખોળામાં લઈ વહાલ કર્યું. કા’બામાં લઈ ગયા. દુઆ માંગી પાછા ફર્યા. મુહમ્મદ સ.અ.વ. નામ રાખ્યું. અકીકો (બાળકના નામે દાન) કર્યો. બધાંને ભોજન નિમંત્રણ આપ્યું. લોકોએ પ્રશ્ન કર્યો, “આ નામ શા માટે રાખ્યું?” બોલ્યા કે હું ઇચ્છું છું કે પૂરી દુનિયા મારા લાડકવાયાની પ્રશંસા કરે.

અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ વ અલા
આલિ મુહમ્મદ વ બારિક વ સલ્લમ.

મક્કામાં રિવાજ હતો કે લોકો બાળકોને ગામડામાં મોકલી દેતાં, ત્યાં જ તેમનંુ પાલન-પોષણ થતું. આપને પણ ગામડે મોકલી દેવામાં આવ્યા. બીબી હલીમા નામની નેક મહિલાએ આપને ઉછેર્યા. તે ખૂબ નેક મહિલા હતી. હુઝૂર સ.અ.વ.એ તેમનું દૂધ પીધું, સ્વચ્છ હવામાં ઉછર્યા, મોટા થયા. ખૂબ તંદુરસ્ત થયા, સ્વચ્છ અને સરળ બોલી શીખ્યા. બે વર્ષ પછી મક્કા આવ્યા. માતા તેમને નિહાળી ઘણાં ખુશ થયાં. મક્કામાં રોગચાળો ફાટી નીકળ્યો. હુઝૂર સ.અ.વ.ને ફરી બીબી હલીમા સાથે મોકલી દેવામાં આવ્યા. હુઝૂર સ.અ.વ.નો માસૂમ ચહેરો જોઈને બધા હુઝૂર સ.અ.વ.ને પ્યાર કરતા. હુઝૂર સ.અ.વ.ની મીઠી વાતો સાંભળી બધા હુઝૂર સ.અ.વ.થી રાજી થતા. હુઝૂર સ.અ.વ.બીબી હલીમાના બાળકોથી ઘણો જ પ્રેમ કરતા. તે પણ હુઝૂર સ.અ.વ.ની સાથે પ્રેમપૂર્વક વર્તતા. સાથે જ રમતા.બકરીઓ ચરાવવા માટે પણ હુઝૂર સ.અ.વ. સાથે જતા. ચાર વર્ષના થયા તો આપ સ.અ.વ.માતા પાસે પાછા ફર્યા. માતા આપ સ.અ.વ.ને જોઈ પ્રસન્ન થયાં. પ્રેમપૂર્વક ઉછેરવા લાગ્યા. છ વર્ષના થયાં તો આપ સ.અ.વ.ને લઈ પિયર ગયા. રસ્તામાં બીમાર થઈ મરણ પામ્યા. હવે મા-બાપ બંનેની છત્ર -છાયા આપ સ.અ.વ.ના ઉપરથી ઊઠી ગઈ.

દાદાએ આપ સ.અ.વ.ની દેખરેખ રાખી. વહાલપૂર્વક આપ સ.અ.વ.ની સંભાળ રાખી, આઠ વર્ષના થયા તો દાદા પણ મૃત્યુ પામ્યા. મૃત્યુ પામતાં પહેલાં દાદાએ આપ સ.અ.વ.ને અબૂ તાલિબને હવાલે કર્યા. અબૂ તાલિબ આ બધામાં સારા હતા. આપ સ.અ.વ.થી પ્રેમ રાખતા, દર વખતે સાથે લઈને ફરતા, વહાલ કરતા, કોઈ પણ પ્રકારનું દુઃખ ન થવા દેતા, જ્યાં જતા પોતાની સાથે રાખતા.

એકવાર જ્યારે આપ સ.અ.વ. નાના બાળક હતા ત્યારે કા’બાની એક દીવાલ તૂટી ગઈ હતી. લોકો તેનું સમાર-કામ કરી રહ્યા હતા. બાળકો પણ દોડી દોડીને કામ કરતા હતા. ખભા પર પત્થર ઉપાડી લાવતા અને દીવાલમાં લગાવતા. પત્થર લાવનારાઓમાં હુઝૂર સ.અ.વ.પણ હતા. થોડીવાર પછી જ્યારે ખભા દુઃખવા લાગ્યા ત્યારે બાળકોએ પોતાના કપડાં ઉતારી ખભા પર મૂકી દીધા. હુઝૂર સ.અ.વ.એ નિર્વસ્ત્ર થવાનું પસંદ ન કર્યું. આપ સ.અ.વ.ના કાકા પણ હાજર હતા, બોલ્યા કે બેટા તું પણ કપડાં ઉતારી ખભા પર રાખી લે. હુઝૂર સ.અ.વ.એ કાકાના કહેવાથી કપડાં ઉતારવા પ્રયત્ન કર્યો પરંતુ નિર્વસ્ત્ર થવાની હિંમત ન થઈ. શરમના માર્યા બેભાન થઈ પડી ગયા. કાકાએ જ્યારે આ હાલત જોઈ તો કપડાં ઉતારવાથી આપ સ.અ.વ.ને રોકી દીધા…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments