Sunday, April 21, 2024
Homeઓપન સ્પેસવિદ્રોહ ... દંભ અને દુનિયાની ચાહત

વિદ્રોહ … દંભ અને દુનિયાની ચાહત

ઇતિહાસના અટારીએથી … … … … … પ્રશિક્ષણના પગલાં

ઉહદના યુદ્ધમાં મક્કાના સત્યનો ઇન્કાર કરનારાઓનું ખરું લક્ષ્ય મુસલમાનોથી બદ્રના યુદ્ધમાં મળેલ પરાજયનો બદલો લેવાનું હતું, અને મુસલમાનો એટલા લડતા હતા કે પોતાના અદીદા (આસ્થા)ની સુરક્ષા, ઇસ્લામી શાસનની સ્થાપના અને શત્રુથી મુહાજિર અને અન્સારની હિફાજત કરે. પોતાની આદત મુજબ અલ્લાહના રસૂલ સ.અ.વ.એ યુદ્ધના આરંભ પહેલાં સલાહ મશ્વરા માટે લોકોને ભેગા કર્યા. જેમાં મહત્ત્વની ચર્ચા એ મુદ્દે કરવામાં આવી કે મુસલમાનોએ શત્રુઓનો મુકાબલો કઇ જગ્યાએ કરવો જોઈએ. મદીનામાં રહીને મુકાબલો કરીએ કે મદીનાથી બહાર નીકળીને?

નબી સ.અ.વ.નો મત એ હતો કે મદીનામાં રહીને શત્રુઓનો મુકાબલો કરવામાં આવે. આપનો મકસદ એ હતો કે મુસલમાન શત્રુઓના હાથે થનારા નુકસાનથી સુરક્ષિત રહે. મુનાફીકોના સરદાર અબ્દુલ્લાહ બિન ઉબ્બીનો પણ આ જ મત હતો. પરંતુ ઘણાબધા નવયુવાન સાથીઓ મદીનાથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં સત્યના વિરોધીઓનો મુકાબલો કરવા દૃઢ નિશ્ચયી હતા. તેમણે અલ્લાહના રસૂલ સ.અ.વ.થી વિનંતી કરી, હે અલ્લાહના રસૂલ સ.અ.વ. અમે તો આ દિવસની તમન્ના કરી રહ્યા હતા અને અલ્લાહથી પ્રાર્થના પણ કર્યા કરતા હતા, આજે તે દિવસ આવી ગયો છે અને મંઝિલ અમારા સમીપ આવી ગઈ છે. એટલા માટે આપણે બહાર નીકળીને જ લડીએ. આ દૃઢ નિશ્ચયથી નવયુવાન સહાબાઓના સાથોસાથ હઝરત હમઝા રદી. પણ આ જ કહી રહ્યા હતા. બહુમતીનો મત હઝરત હમઝાના સમર્થનમાં હતો. આપ સ.અ.વ.ને અંદાજો આવી ગયો કે આ ચર્ચાના પરિણામે બહુમતીનો મત આપના મતથી વિપરીત છે. એટલા માટે આપના પાસે બહુમતીની વાત સ્વીકારી લેવા સિવાય અન્ય વિકલ્પ ન હતો. ચર્ચા સભાના અંતે અલ્લાહના રસૂલ સ.અ.વ. સંપૂર્ણપણે શસ્ત્રસજ્જ થઈને લોકોના સામે ઉપસ્થિત થયા તો નવયુવાન સહાબા રદી.ને પોતાના ઉતાવળા નિર્ણય બાબતે પસ્તાવો થયો અને તેમને ખ્યાલ આવી ગયો કે તેમણે ખોટી રીતે અલ્લાહના રસૂલ સ.અ.વ.ને તકલીફ પહોંચાડી છે. જેથી તેમનામાંથી ઘણા ખરા લોકો પોતાના મતને પાછો ખેચી લઈને મદીનામાં રહીને જ લડવાની વાતો કરવા લાગ્યા.

અલ્લાહના રસૂલ સ.અ.વ.એ આ વાતનો જે જવાબ આપ્યો તેમાં આપણા માટે અનેરો સબક છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “નબીની પ્રતિષ્ઠાને એ શોભાનું નથી કે જ્યારે તે પોતાની ઉમ્મત ખાતર શસ્ત્રો ધારણ કરી લે તો પછી પોતાના અને શત્રુઓના દરમ્યાન યુદ્ધનો નિર્ણય થતા પહેલાં શસ્ત્રો ઉતારી દે.”

મજલીસે શૂરા (સલાકાર મંડળ)માં બહુમતીથી નિર્ણય થયો જોકે બહુમતીનો મત અલ્લાહના રસૂલ સ.અ.વ.ના મતથી ભિન્ન હતો. મતભેદનો મામલો નિર્ણય લેતા પહેલાનો હોય છે. પરંતુ જ્યારે શૂરામાં કોઈ બાબતે નિર્ણય થઈ જાય તો પછી તેમાં વાંધા-વચકા, કોઈ પ્રકારની પીછેહઠ અને આ નિર્ણયથી પાછા વળવીની કોઈ શક્યતા બાકી રહેતી જ નથી.

રણમેદાન તરફ જતા રસ્તામાં જ અબ્દુલ્લાહ બિન ઉબઈએ બગાવત કરી દીધી અને ત્રણસો યુદ્ધ સૈનિકોને લઈને મદીના પાછો વળી ગયો. પોતાના આ કૃત્યનું બહાનુ એ શોધી કાઢયું કે, “કેમકે તેમણે (અલ્લાહના નબી સ.અ.વ.એ) મારી વાત નથી માની અને આ નાના છોકરાઓની વાત માની લીધી. લોકો ખૂબ જલ્દી આનો ખોટો અંજામ જોઈ લેશે. અમને તો આમાં એ સિવાય કોઈ જ ફાયદો દેખાતો નથી કે અમે પોતાની જાતની જ હત્યા કરી નાંખીએ. લોકો, ચાલો પાછા વળી જઈએ.” આમ તમામ મુનાફિકો તેના સાથે પાછા વળી ગયા, પરંતુ જો વાસ્તવિકતા આ જ હોય જે તે બતાવી રહ્યો હતો તો માત્ર આટલી જ વાત ઉપરને લશ્કરથી જુદા જ થઈ જાત. તેનો ઇરાદો તો શત્રુઓની નજરમાં ઇસ્લામી લશ્કરને કમજોર બતાવી દેવું હતું. તેના ઇરાદો તો એ હતો કે તે કોઈપણ સંજોગોમાં ઇસ્લામી નેતૃત્વથી વિદ્રોહ કરી દેશે. આ મતભેદનો પ્રશ્ન ન હતો. એટલા માટે કે એક બીજા મતમાં વિરોધ હોવા એક અલગ ચીજ છે અને બગાવત કરી દેવી તદ્દન બીજુ વાત છે.

ઇબ્ને ઉબઈને આ બગાવત માટે તૈયાર કરનારી ચીજ તેનો દંભ હતો. પોતાની ખોટી સમજ પણ માણસને બગાવત તરફ લઈ જાય છે જે દંભથી તદ્દન સમીપની ચીજ છે. એટલા માટે પોતાના જ મતને સાચો અને યોગ્ય સમજવો અને પોતાની પસંદને જ વળગી રહેવું પણ દંભનો એક પ્રકાર છે. અલ્લાહ તઆલા પોતાના નબી સ.અ.વ.ને આ વિદ્રોહ બાબતે તસલ્લી અને ઇત્મીનાન અપાવતા કહે છે, “જો તેઓ તમારા સાથે નીકળ્યા હોત તો તમારા અંદર ખરાબી સિવાય કોઈ વસ્તુનો વધારો ન કરતા, તેઓ તમારા અંદર ફિત્નો (ઉપદ્રવ) પેદા કરવા માટે દોડધૂપ કરતા…” (સૂરઃ તૌબા-૯ઃ૪૭)

અમૂક લોકોનો વિચાર એ હતો કે ઇસ્લામી લશ્કરથી આમ છેલ્લી ઘડીએ અલગ થઈ જનારાઓને સજા કરવી જોઈએ. પરંતુ દયાળુ નબી સ.અ.વ.નો મત એ હતો કે તેમણે હમણાં કંઇ જ કહેવામાં ન આવે. બલ્કે તેમનો ઇલાજ પાછળથી કરવામાં આવે.

મક્કાના લશ્કરનો પડાવ કનાતની ખીણ બાજુ હતો અને ઇસ્લામી લશ્કરે ઉહદની ખીણ બાજુ પોતાનો પડાવ એવી રીતે નાંખ્યો કે મદીના તેમની સામે હતું અને ઉહદના પર્વતોની શ્રૃલંખા લશ્કરની પીઠ પાછળ હતી. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ પચાસ નિપૂણ તીરઅંદાજોને લશઅકરથી અલગ કર્યા અને રયાતની ટેકરી ઉપર પડાવ નાંખવાની મહત્ત્વની જવાબદારી તેમને સોંપી. આ લોકોની જવાબદારી એ હતી કે તેઓ કોઈપણ ખતરો કે પાછળથી થનારા હુમલાથી મુસલમાનોની રક્ષા કરશે. આપ સ.અ.વ.એ આ તીરઅંદાજોને ખાસ આદેશ આપતા કહ્યું કે, “પાછળથી અમારી હિફાજત કરજો, દુશ્મન અમારા પાછળથી હુમલો ન કરી દે, નિશાન સાધીને તીર ચલાવજો કેમકે તીરો ના સામે ઘોડાઓ આગળ નહીં વધી શકે. જ્યાં સુધી તમે પોતાની જગ્યાએ અડગ રહેશઓ ત્યાં સુધી યુદ્ધમાં વર્ચસ્વ આપણું જ રહેશે. જો તમે જુઓ કે પક્ષીઓ અમને ચાંચો મારી રહ્યા છે તો પણ તમે પોતાની જગ્યાએથી હાલશો નહીં, જ્યાં સુધી હું તમને કોઈ સમાચાર ન મોકલાવું અને તમે જો એ જૂઓ કે અમે શત્રુઓને હરાવી દીધા છે અને અમે તેમને કચડી રહ્યા છીએ તો પણ તમે પોતાની જગ્યા ન છોડશો. જ્યાં સુધી હું તમને એવું કરવાની જાણ ન કરું, જો તમે એ જૂઓ કે અમે માલે ગનીમત લૂંટી રહ્યા છીએ તો પમ તમે અમારા સાથે આ માલ લૂંટવામાં શરીક ન થઈ જતા અને તમે જૂઓ કે અમે કતલ કરવામાં આવી રહ્યા છીએ તો તમે અમારી રક્ષા અને મદદ કે બચાવ કરવા માટે પણ પોતાની જગ્યા ન છોડતા. ”
આ જબરદસ્ત વ્યૂહરચના અને ડહાપણભર્યા આયોજનના કારણે મુસલમાનોને ભવ્ય સફળતા અને વિજય તથા વર્ચસ્વ પ્રાપ્ત થયું. પરંતુ આ પ્રાપ્ત થયેલ વિજયના વચ્ચે અચાનક જ એક દુર્ઘટના બની ગઈ. જેની અલ્લાહના રસૂલ સ.અ.વ.ને આશંકા પણ હતી. યુદ્ધનું પાસુ મુસલમાનોના હાથમાં આવી ગયું જ હતું અને ઇસ્લામી લશ્કરે કુરૈશના લશ્કરને પીટવાનું શરૃ કર્યું જ હતું કે તીરઅંદાજોએ વિચારી લીધું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. તેઓ માલેગનીમત (યુદ્ધમાં શત્રુઓ પાસેથી મળતો માલ) એકઠો કરવા ઇસ્લામી સૈન્ય તરફ દોડી પડયા. આ નબી સ.અ.વ.ની આજ્ઞાાનું ચોખ્ખું ઉલ્લંઘન હતું. જેમાં કોઈ બહાનું કે સ્પષ્ટતા કે અમે આવું સમજયા વગેરેની કોઈ જ ગુંજાશ ન હતી. તેમની આ અવયજ્ઞાાના કારણે યુદ્ધનું પાસુ પલટાઈ ગયું. હઝરત ખાલિદ બિન વલિદ જેઓ ત્યારે કુરૈશના લશ્કર સાથે તેમના મહત્ત્વના કમાંડર હતા અને એ તકની રાહ જ જોઈ રહ્યા હતા કે ક્યારે પેલી ટેકરી ઉપરથી તીરંદાજો હટે અને તેઓ તેનો લાભ લઈને પાછળથી ઇસ્લામી લશ્કર ઉપર હુમલો કરી દે અને ખરેખર એમ જ થયું. હાથણાં આવેલી જીતની બાજી મુસલમાનોએ ગુમાવી દીધી અને તેમના અસંખ્ય યુદ્ધવીરો શહીદ થયા જેમાં વિખ્યાત યોદ્ધા હઝરત હમઝા પણ શામેલ હતા. વતી આ વળતા હુમલામાં કુરૈશના આક્રમણખોરોનું ખાસ નિશાન અલ્લાહના રસૂલ સ.અ.વ. હતા, જો તેમને શહીદ કરી દેવામાં આવે તો આ સમગ્ર પ્રકરણ જ સમાપ્ત થઈ જાય. જેથી તેઓ આપ સ.અ.વ.ને કતલ કરવાના સખત અને ભરપૂર પ્રયત્નો કરતા રહ્યા. જેના પરિણામે એક તબક્કે તેઓ એ અલ્લાહના રસૂલ સ.અ.વ.ને ઘાયલ પણ કરી દીધા.

અલ્લાહના રસૂલસ.અ.વ.ની આજ્ઞાાનું પ્રથમ ઉલ્લંઘન અબ્દુલ્લાહ બિન ઉબઈના વિદ્રોહ સ્વરૃપે સાથે આવ્યું જેનું કારણ તેનું દંભીપણુ હતું, અને બીજી અવજ્ઞાા અને ઉલ્લંઘન આ તીરઅંદાજોએ કર્યું અને તેનું કારણ તેમની જ હાલત, અણસમજ હુકમનો અનાદર, દુનિયાનો મોહ અને પ્રેમ તેમજ અલ્લાહના નબી સ.અ.વ.ના આદેશની અવગણના હતી. આ જ કારણે આ જબરદસ્ત યુદ્ધ વિજય મુસલમાનોના હાથમાંથી સરકી ગયો અને મુસલમાનોને કુરૈશના હાથે પોતાના યુદ્ધ ઇતિહાસના સૌથી વિકટ પરાજયનો સામનો કરવો પડયો.

અહીં આપણા સૌપ્રથમ હિતુચ્છુ અને અંતિમ પયગંબર સ.અ.વ. એ આપણને ખૂબ મોટો સબક શિખવાડયો છે. તે એ કે મતમતાંતર અને હુકમનો અનાદર અને અવજ્ઞાા બંને તદ્દન અલગ અલગ બાબતો છે. અનાદર અને આદેશના ઉલ્લંઘનનું કારણ ક્યારેક નિફાક એટલે દંભીપણુ હોય છે અને ક્યારેક માણસની અજ્ઞાાનતા, અવજ્ઞાા અને દુનિયાથી પ્રેમના કારણે હોય છે. આ બંને પરિસ્થિતિમાં મુસલમાન યુદ્ધ અને સંઘર્ષમાં નિષ્ફળ નિવડશે, એટલે જ ખૂબ મહત્વનો સંદેશ આ યુદ્ધનો એ છે કે મુસલમાનો હંમેશા સાવચેત રહે કે તેમનાથી ક્યારેય પોતાના અલ્લાહ, રસૂલ સ.અ.વ. અને પોતાની અમીરની આજ્ઞાાનું ઉલ્લંઘન કે અનાદર ન થવા પામે. નહીંતર દરેક ક્ષેત્રનો પરાજય તેમનું ભાગ્ય બની જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments