હઝરત જાબિર બિન અબ્દુલ્લાહ રદિ. કહે છે કે મેં રસૂલુલ્લાહ સલ્લ. ને કહેતા સાંભળ્યાઃ જેે માણસ અલ્લાહની એ હાલતમાં મુલાકાત કરશે કે તેણે કોઇ વસ્તુને તેમની ભાગીદાર ન ઠરાવી હોય તો તે જન્નતમાં દાખલ થશે અને જે માણસ તેની એ હાલતમાં મુલાકાત કરશે કે તેણે કોઇને તેનો ભાગીદાર ઠરાવેલો હશે, તે આગમાં દાખલ થશે. (મુસ્લિમ, કિતાબુલઇમાન)
સમજૂતી
શિર્ક એટલે અલ્લાહની હસ્તી અને તેના ગુણોમાં કોઇને ભાગીદાર ઠેરવવામાં આવે, પછી તે સૂર્ય હોય કે તારા, નાગ હોય કે આગ, મૂર્તિ હોય કે માનવી, ફરિશ્તા હોય કે જિન્નાત, વલી હોય કે પૈગમ્બર, ભૌતિક પદાર્થ હોય કે આત્માઓ કે પછી માની લિધેલી દેવી હોય કે માની લીધેલા દેવતા.
અલ્લાહની સાથે શિર્ક કરવાનો એક દાખલો તો એ છે જે ખ્રિસ્તીઓમાં જોવા માળે છે. તેઓ એકની જગ્યાએ ત્રણ ખુદાઓમાં માને છે – પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. અને બીજોે દાખલા ભારતના એક ખૂબ જ મોટા ધાર્મિક પંથની માન્યતા છે જે સર્જક અને સર્જનમાં ભેદ કરતો નથી બલ્કે એક જ અસ્તિત્વમાં માને છે. એટલે કે એમની દૃષ્ટિએ બધું જ ખુદા છે અને મનુષ્ય પણ ખુદાનો અંશ છે. આ વિચારધારાને વહ્દતુલવજૂદ (એક અસ્તિત્વ) કહે છે.
અલ્લાહના ગુણોમાં શિર્કનો દાખલો આ માન્યતા છે કે ખુદાઇ વ્યવસ્થાતંત્રમાં અને તેની સત્તા (ર્જીદૃીિૈીખ્તહંઅ) માં બીજાઓ પણ દખલ ધરાવે છે અને ભાગીદાર છે. દા.ત. કોઇ વરસાદનો દેવ છે, તો કોઇ પવનનો , કોઇ રોગોની દેવી છે તો કોઇ ધનની. આવી જ રીતે વલીઓ આને બુઝુર્ગો વિષેનો એ ખ્યાલ કે તેઓ ગૌસ અને મુશ્કેલીઓ ટાળનાર છે અને માનવીની જરૂરતો પુરી કરે છેઃ દેખીતું છે કે આ અલ્લાહની તે સિફત કે તે જ રબ (પાલનહાર) અને હાજતરવા (જરૂરીયાતો પૂરી કરનાર) છે, તેમાં બીજાને ભાગીદાર બનાવવા બરાબર છે.
અલ્લાહતઆલાની તેની શાનને શોભે એવી એક સિફત (ગુણ) એ છે કે એજ પૂજાને લાયક છે અને તેનોજ આ અધિકાર છે કે મનુષ્યો તેની જ પૂજા કરે. આમાં શિર્ક એ છે કે માણસ અલ્લાહ સિવાય બીજાને પણ પૂજાને લાયક સમજવા લાગે અથવા કોઇ દેવી દેવતા, મુર્તિ અને સુરજ વિગેરેને પુજવા લાગે, અથવા વલીઓ અને નબીઓની પુજા કરવા લાગે, આ તમામ શિર્કના રૃપજ છે. આ ઉપરાંત એ પણ ખુલ્લું શિર્ક છે કે અલ્લાહ સિવાય કોઇને સંપુર્ણ રીતે આજ્ઞાાપાલનનો હકદાર સમજવામાં આવે અથવા કોઇના માટે શરીઅતના કાનૂનમાં ફેરફાર કરવાનો હક્ક સ્વીકારવામાં આવે અથવા પ્રજાસત્તાકના આ દાવાને સાચો ગણવામાં આવે કે અલ્લાહના હુકમો અને કાનૂનને બાજુએ રાખી એમને દરેક પ્રકારના ફાયદા ઘડવાનો અધિકાર છે.
શિર્ક એ પ્રકૃતિની વિરૃધ્ધ છે જેની ઉપર માનવીને પેદા કરવામાં આવ્યો છે. અને આ તેની સામે ખુલ્લો વિદ્રોહ અને બગાવત છે તેથી આને સૌથી માટો અપરાધ અને માફ ન કરી શકાય તેવો ગુનો ગણવામાં આવ્યો છે.
અહીં આ વાત પણ સમજી લેવી જોઇએ કે શિર્કના હુકમમાં કુફ્ર અને નાસ્તિકતાનો પણ સમાવેશ થાય છે કારણ કે આનો અર્થ અલ્લાહ સામે વિદ્રોહ અને બગાવત જ છે, અને અલ્લાહનો ઇન્કાર કરીને માણસ પોતાને તેમજ બીજા લોકોને ખુદાઇ સ્થાન ઉપર બેસાડે છે. આમ આવી રીતે તે ફરજીયાતપણે શિર્ક કરે છે. ફરક માત્ર આટલો છે કે શિર્ક ધર્મના રૃપમાં આવે છે અને નાસ્તિક્તા અધર્મના રૃપમાં. (તફ્સીર દઅવતુલકુઆર્ન ૨૮૯)
શિર્ક જેમકે કુઆર્નમાં ફરમાવવામાં આવ્યું છે (સુર ઃ નિસા-૪૮) એક માફ ન કરી શકાય તેવો અપરાધ છે. તેથી શિર્ક કરનાર દરેક – જો તેણે મરતાં દમ સુધી શિર્કથી તૌબા ન કરી હોય- ક્યામતના દિવસે ચોક્કસ જહન્નમમાં દાખલ થશે. અલબત્ત જે શિર્કથી દૂર રહ્યો હશે તે બુનિયાદી રીતે જન્નતનો હકદાર ઠરાવવામાં આવશે, જો તેણે બીજા ગુના કર્યા હશે અને જો તેે માફ કરવામાં આવ્યા નહીં હોય તો તેમની સજા ભોગવ્યા બાદ તેને જન્નતમાં પ્રવેશ મળશે. કહેવાનો અર્થ એ છે કે જો તે એકેશ્વરવાદી- અક અલ્લાહમાં માનનાર છે – તો તેનું અંતિમ સ્થાન જન્નત જ ઠરશે.