હું નથી માનતો કે તમે એને જાણો છો!!!
હા! આ એન્જીનિયર સ્વીડીશ વોલ્વો કંપનીમાં કામ કરતા હતા અને હવે ગાડીઓમાં રહેલ સુરક્ષા પટ્ટો (Safety Belt)ના શોધકર્તા તરીકે ઓળખાય છે.
ખૂબ જ સદ્ગુણી માણસ હતો જેણે પોતાના ભૌતિક અધિકારો પણ છોડી દીધા અને પોતાની મહત્ત્વપૂર્ણ શોધને માનવતાના હિત માટે સમર્પિત કરી.
આ સેફ્ટી બેલ્ટના લીધે ગાડીઓની સુરક્ષામાં વધારો થયો અને આવી રીતે આ માણસ એવા કરોડો માણસોને બચાવવામાં સફળ થઈ ગયો જે મને એ પોતે પણ નથી જાણતો. આ પણ કેટલી કમનસીબીની વાત છે કે તમે નેપોલિયન, હિટલર, ચંગેઝખાન અને બશરૃલઅસદ જેવા કસાઈઓને ઓળખો છો પરંતુ આવા સદ્ગુણી માણસને ઓળખતા નથી.
બોહલીને જો પોતાના આવિષ્કારની નોંધણી કરાવીને મોટી કંપનીઓને તે વેચતો, તો બોહલીનનો નામ આજે દુનિયાના અમીર માણસોની યાદીમાં સામેલ હોત. કોઈ પણ કંપનીમાં એટલી તાકાત ન હતી કે આ આવિષ્કારને ખરીદવાથી ઇન્કાર કરે, બોહલીનના આ આવિષ્કારને કેટલી પણ હદે અને કેટલી પણ કિંમતે કંપનીઓ ખરીદવા માટે આતૂર રહેતી. પરંતુ બોહલીનની સજ્જનતા એ વાતની પરવાનગી આપતી ન હતી કે આવી વસ્તુને એવી રીતે વેચાણ કરવામાં આવે.
અને સચ્ચાઈ તો આ જ છે કે દરેક શોધકર્તા પોતાના અવિષ્કારને વધારેમાં વધારે પૈસા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરી શકે છે. પરંતુ એ વાત ધ્યાનમાં રહે કે એ અવિષ્કાર નફાકારક હોય. શોધકર્તાઓ પૈસા એવી રીતે પણ પ્રાપ્ત કરી શકે છે કે પોતાના આવિષ્કારને કેટલીક કંપનીઓને વેચી દે. જેવી રીતે તનાકા તોસીબા, અલફેટ નોબેલ, સ્ટેપ જોબ્સ વગેરે. આ લોકો એ પોતાના અવિષ્કારો કેટલાક કંપનીઓને વેચ્યા અને કેટલાક એવી કંપની જેઓ શૅરમાં રોકાણ કરે છે એને વેચી દે છે. જે મોટો મોટા માલિકો હોય છે. જેવા કે લેસર, ફ્રિજ અને ફોટોકોપીના શોધકર્તાઓ એ કર્યા હતા.
પોતાના શોધથી પૈસા કમાવવું એ એક શોધકર્તાનો અધિકાર છે અને ૯૯ ટકા શોધકર્તાઓ એવું પણ કરે છે.
આંગળી પર ગણી શકાય એવા ઘણાં ઓછા લોકો એવા હોય છે કે જેઓ પોતાના આવિષ્કારથી પૈસા કમાવતા નથી તેના કારણો આ હોઈ શકે છે ઃ
(૧) માનવતાના હિત માટે કાર્યરત્ હોય (બોલીનનું કાર્ય)
(૨) કેટલાક એવા પણ હોય જેને પૈસાની પરવાહ હોતી નથી. (જેવા કે Mouseના શોધકર્તા)
(૩) નહીં તો એવું પણ હોઈ શકે કે એ આવિષ્કારથી કેવી રીતે પૈસા કમાવી શકાય તેનો સમય તેમને રહેતો નથી. (જેવી કે ઇન્ટરનેટના શોધકર્તા)
પહેલો સમૂહ જે પોતાના આવિષ્કારથી બહુ ધનવાન થયા તેની યાદી બહુ વિશાળ છે. તેમાં લેશરના શોધકર્તા, જોર્ડન ગોલ્ડના શોધકર્તા જેણે નવ બીલિયન ડોલર પોતાના આવિષ્કારથી કમાણી કરી. મેરી એન્ડરશન જેણે સ્કેનરની શોધ કરી એણે ત્રણ બીલિયન ડોલર પોતાના આવિષ્કારથી કમાણી કરી, કોમ્પ્યુટરના શોધકર્તા સ્ટીવ જોબ્સ અને ફર્સ્ટ પર્સનલ પ્રોગ્રામ ડિઝાઇનર બિલ ગેટ્સ જેવા શોધકર્તાઓને આ યાદીમાં સમાવી શકાય છે.
બીજો સમૂહ જે એવા સજ્જનોનો છે જેમ પૈસા પોતાના વશમાં કરી ન શકયા. એવા લોકોની યાદી બહુ ટૂંકી છે. એવા લોકોની યાદીમાં પોલીઓનો શોધકર્તા જૉન સૉલ્ક હોઈ શકે છે જેણે કરોડો લોકોને બચાવવા માટે આ વિશાળ કામ અંજામ આપ્યો અને પોતાના ભૌતિક અધિકારોને આ કહીને આવિષ્કારની નોંધણી કરાવવાની ના પાડી કે “અમે લોકોને સૂર્યની કિરણોથી કેવી રીતે વંચિત કરી શકીએ છીએ?”
ટીમ ટર્નર જે ઇન્ટરનેટનો શોધકર્તા છે, માઉસનો શોધકર્તા ડૉગકાર્લ જેણે કોમ્પ્યુટરને સહેલાઈથી ઉપયોગ કરી શકાય એ માટે નોંધણી કરી નથી.
આ માટે જ મે એડીસનને પસંદ કરૃ છું. કારણ કે મનુષ્યની કિંમત તેના એ ઉપકારથી ઓળખાય છે જે તેણે મનુષ્ય પર કરેલ છે. માણસ સંસારમાં પોતાના કામોથી ઓળખાય છે જે તેણે પોતાના ભાઈઓની ભલાઈ માટે કરેલ છે. મનુષ્યની ઓળખ તેના ઉપકારોથી થાય છે. જેણે તે માનવીય સંતુલન અને સન્માન માટે કરેલ છે. અંતિમ સંદેશ વાહક હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું છે કે, “લોકોમાં સૌથી વધારે એ માણસ સારો છે જેણે માનવોને સૌથી વધારે ફાયદો પહોંચાડ્યો છે.” /