વ્યક્તિની સફળતા અને તેના વ્યક્તિત્વની પૂર્ણતા આ વાત ઉપર નિર્ભર કરે છે કે સંબંધો અને સંપર્કોના સંદર્ભમાં તેની નીતિ અને ધારણા શું છે. તે લોકોથી બિલ્કુલ એકલતા અપનાવીને જીવન વ્યતિત કરવા માગે છે અથવા લોકોથી સંબંધ બનાવવામાં વિશ્વાસ રાખે છે. સત્ય આ છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, સમાજમાં પેદા થાય અને વિકાસ પામે છે. તેથી સમાજથી નાસવું-ભાગવું કોઈ અપરાધથી ઓછું નથી.
સંબંધો અને સંપર્કોના વિષયમાં જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો જાણવા મળે છે કે મનુષ્યના સંબંધો ત્રણ પ્રકારના હોય છે. જ્યાં સુધી ત્રણેય પ્રકારના સંબંધો સ્થાપિત નહીં હોય મનુષ્યની હેસિયત એક કપાયેલી પતંગની જેમ હોય છે જેના વિશે કંઈ પણ કહી શકાય નહીં કે તે જઈને કયા ખાંચામાં પડશે. આપણે અહીં ત્રણેય પ્રકારના સંબંધો ઉપર વાતો કરવા માગીએ છીએ.
(૧) સ્વયં પોતાની જાત સાથે મનુષ્યનો સંબંધ
મનુષ્યનો જે સંબંધ સ્વયંપોતાના વ્યક્તિત્વથી હોય છે તેને ‘ઇન્ટેલિજન્સ’ કહેવામાં આવે છે. અર્થાત્ મનુષ્યનું સર્વપ્રથમ કર્તવ્ય હોય છે કે તે સ્વયં પોતાની જાતને ઓળખે. પોતાની ઓળખ મનુષ્ય માટે અત્યંત આવશ્યક છે. જો તે પોતાની હૈસિયત અને મહાનતાને નહીં ઓળખે જે ઈશ્વરે તેને પ્રદાન કરી છે તો પછી તેનાથી આ આશા નહીં રાખી શકાય કે તે ક્યારેય પોતાનો હક અદા કરી શકે. અને પોતાની મહાનતાથી અજાણ રહેવાના કારણે તે ઈશ્વરનો આભાર સ્વીકાર નથી કરી શકતો. કોહીનૂર હીરાની જો પોતાના મૂલ્યનો જ્ઞાન નહીં હોય તો આ અજ્ઞાનતાના કારણે તેને ગુનેગાર નહીં કહી શકાય, કેમકે કોહીનૂરમાં વિચારવાની શક્તિ નથી હોતી. તેનાથી વિરુદ્ધ મનુષ્ય જો પોતાની મહાનતાથી અજાણ રહે તો તેને એક અક્ષમ્ય ગુનો સમજવામાં આવશે.
સ્વયંને ઓળખવા એ મનુષ્યની જવાબદારીમાંથી છે. ઈશ્વરે મનુષ્યને આ ધરતી ઉપર ઘણી બધી શક્તિઓ અને અધિકારો આપીને મોકલ્યા અને ધરતી તથા આકાશમાં બધી વસ્તુઓ સેવામાં મૂકી છે. સૂર્યનો તેના માટે ઉદય થાય છે. તારાઓ તેના માટે ચમકે છે. વરસાદ તેના માટે હોય છે. વાદળો તેના માટે ઉમટી આવે છે. ધરતી ઉપર વૃક્ષો-છોડ તેના માટે ઉગાડવામાં આવે છે. ફૂલો તેના માટે ખીલે છે. પક્ષી તેના મનોરંજન માટે ગાયન કરે છે. ઈશ્વરે મનુષ્યને વિશેષ ગુણોથી સંપન્ન કર્યા છે. તેમાં ચેતના અને સંકલ્પ-શક્તિ છે. વિચાર અને કર્મ-શક્તિ પણ તેને પ્રાપ્ત છે. તે જુવે છે, સાંભળે છે, સમજે છે અને તર્કયુક્ત નિર્ણયો લે છે. તેના હૃદયમાં દયાભાવ અને કરુણા પણ રાખવામાં આવી છે અને તેના મનમાં ક્રોધના તણખા પણ જોવા મળે છે. તે નફરત પણ કરે છે અને પ્રેમ પણ. તેમાં ઉદારતા પણ હોય છે અને ત્યાગની ભાવના પણ. આ બધા ગુણો આ વાતની સમજણ આપે છે કે તેનું પોતાનું એક વિશિષ્ટ વ્યક્તિત્વ છે. આ જ વસ્તુ છે જે તેને બીજી બધી વસ્તુઓના વિરુદ્ધમાં વિશિષ્ટતા પ્રદાન કરે છે. જો મનુષ્ય પોતાની આ વિશિષ્ટતાને નથી ઓળખતો તો પછી તે સામાન્ય પ્રાણીઓના સ્તર ઉપર જીવન વ્યતીત કરશે, માત્ર ખાવા-પીવા અને ઉપભોગને જીવનનો અંતિમ ધ્યેય સમજવા લાગશે, અને જડ સ્તરથી ઉચ્ચ થઈને વિચારવા-સમજવા અને જીવન વ્યતીત કરવામાં તે અસમર્થ સિદ્ધ થશે. આમાં કોઈ શંકા નથી કે મનુષ્યને શરીર આપવામાં આવ્યો છે અને તેને ભૂખ-તરસ પણ લાગે છે, પરંતુ મનુષ્ય માત્ર શરીર નહીં, બલ્કે શરીરથી પહેલાં તે આત્મા છે. શરીર તો આત્માની સેવા માટે છે. સાચી વાત આ છે કે ઃ
“You are a soal with a body, not a body with a soal.”
ખરેખર મનુષ્ય આત્મા છે, પરંતુ શરીરને પ્રાથમિકતા આપવાનું કારણ માત્ર ભૌતિક શરીર બનીને રહી ગયો છે અને આ જ તેનો નૈતિક અને આધ્યાત્મિક વિનાશનું વાસ્તવિક કારણ છે. બધી સાધનાઓ અને તપસ્યાઓનો સાર આ છે કે આત્મા અને આત્માની અપેક્ષાઓંને મનુષ્ય પ્રાથમિકતા આપે. પરંતુ સામાન્ય રીતે આવું થતું નથી. રમઝાનનો સમગ્ર એક મહિનો આના માટે વિશેષ કરવામાં આવ્યો છે કે મનુષ્ય શારીરિક જરૃરિયાતોની અપેક્ષા આત્મિક અપેક્ષાઓને પ્રાધાન્ય આપવામાં સફળ થઈ શકે. હકીકત આ છે કે જ્યાં સુધી મનુષ્યને આત્માના તળિયે જીવવા નહીં આવે ઈશ્વર તેની જરૃરિયાત નથી બની શકતો. આ ભૌતિક જરૃરિયાતોની પરિપૂર્ણતા ઉપર જ સંતોષ થશે.
જ્યારે મનુષ્યને પોતાની વિશિષ્ટતા અને મહાનતાનો આભાસ થવા લાગે છે તો પછી તેનું માથું ઈશ્વરને સમર્પિત થઈ જાય છે. પછી તે ઈશ્વરીય આદેશો અનુસાર ચાલે છે અને નૈતિક અને આધ્યાત્મિક અપેક્ષાઓ વિરુદ્ધ નથી જઈ શકતો. આ સંકુચિત અભિગમને ત્યાગ આપે છે અને ઈશ્વરનો આજ્ઞાકારી અને તેનો આભારી બંદો બનીને જીવન વિતાવે છે.
(૨) લોકો સાથે મનુષ્યનો સંબંધ
બીજા પ્રકારના સંબંધ અથવા સંપર્ક આ છેે કે આપણે પોતાના સહઅસ્તિત્વ અર્થાત્ મનુષ્યો સાથે સ્થાપિત કરીએ છીએ. લોકોથી આપણો સંબંધ તો હોય છે, કેમકે આ સમાજથી અલગ થઈને રહી ન શકીએ. જાણવાની વાત આ છે કે આ સંબંધનો વાસ્તવિક આધાર શું હોવો જોઈએ.
લોકોથી આપણો જે સંબંધ અને સંપર્ક હશે તેનો આધાર વિનમ્રતા છે. આ તે નૈતિક આધાર છે જે આપણને લોકોથી જોડે છે અને જોડી શકે છે. લોકોમાં પોતાના કુટુંબના લોકો પણ સામેલ છે, પાડોશના લોકો પણ અને વિશ્વના બધા જ લોકો તેના અંતર્ગત આવી જાય છે. લોકોમાં આપણા મિત્રો પણ છે અને શત્રુઓ પણ છે. તેમાં એ લોકો પણ સામેલ છે જેનાથી આપણો કોઈ કરાર હોય છે અને તેમાં એ લોકો પણ સામેલ છે જેનાથી આપણું યુદ્ધ ચાલી રહ્યું હોય. દરેક વ્યક્તિ અને વર્ગના સંબંધમાં આપણા જે નિર્ણયો હોય તેનો આધાર ક્રોધ અને અહંકાર ન હોવો જોઈએ. આપણે જે નિર્ણય પણ લઈએ તેમાં આ જોઈએ કે નૈતિકતા (Morality)નો તકાદો શું છે. જો આપણે આ નિયમને નહીં ભૂલીએ તો સાચા અર્થમાં આપણો સંબંધ લોકોથી વાજબી ધોરણે સ્થાપિત થયેલો ગણાય.
(૩) ઈશ્વર સાથે મનુષ્યનો સંબંધ
ત્રીજો સંબંધ એ છે જો આપણે આપણા ઈશ્વર સાથે સ્થાપિત કરીએ છીએ. ઈશ્વર સાથે જે સંબંધ સ્થાપિત હોય છે તેમાં એટલી સત્યનિષ્ઠા, મીઠાશ અને આત્મીયતા હોય છે કે તેને વ્યક્ત કરવા માટે શબ્દકોશના બધા શબ્દો સમાપ્ત થઈ જાય છે. તો પણ તે દિશા સંકેત કરવા માટે શબ્દોનો ઉપયોગ કરવો જ પડે છે. ભારતીય સાધકોએ આના માટે જે શબ્દનું ચયન કર્યું છે તે છે ‘સમાધિ’. આમાં કોઈ શંકા નથી કે ઈશ્વર જ જેને યાદ કરવાથી હૃદયને આરામ મળે છે, આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને ચરિત્રને બળ મળે છે. વ્યક્તિત્વની પૂર્ણતા તે જ સમયે હોય છે કે જયારે જીવનમાં તલ્લીનતાની કોઈ સ્થિતિ પણ બાકી હોય. ઈશ્વર પ્રત્યે સમર્પણ જ્યાં સુધી સંપૂર્ણ સમર્પણ નહીં હોય ત્યાં સુધી વ્યક્તિ એક પ્રકારની ચોરીમાં સામેલ હોય છે. અમે ઈશ્વરના તમામ હુકમોનું પાલન કરીએ, તેના ગુસ્સાથી ભયભીત થઈએ, તેનાથી સુખની ઇચ્છા ધરાવીએ. તેની સ્મૃતિ આપણી આત્માનો સહારો હોય. તેમાં તલ્લીન થઈને આપણને આરામ મળે ત્યારે સમજવું કે તેનાથી સંબંધ સ્થાપિત કરી ચૂક્યા. હા, એક વાત તો કહેવાની બાકી રહી ગઈ કે જ્યાં સુધી અમે ઈશ્વરના આ આયોજન ઉપર અમલ કરવામાં તેનો સાથ-સહકાર નહીં કરીએ ત્યાં સુધી આપણો સંબંધ પણ તેનાથી અપૂર્ણ જ રહેશે. *