Thursday, October 10, 2024

સત્ય

બાળપણની યાદશક્તિ અને શિક્ષણનો અસર છેલ્લા સમય સુધી રહે છે. આમ તો બાળપણની મોટાભાગની યાદદાસ્ત ખેલ-કૂદ અને મજાની જ હોય છે, પરંતુ અમુક યાદદાસ્ત ભુલોની પણ હોય છે. મારી પણ આવી જ એક યાદદાસ્ત છે જેનાથી કદાચ તમને પાઠ મળી શકે.

જ્યારે હું નાનો હતો પિતાશ્રીની દવાની દુકાન હતી. હું અને મારા ભાઈ આ દુકાન ઉપર અવારનવાર દિવસે જતા હતા. એક વખત મારા ભાઈએ દુકાનથી પૈસાની ચોરી કરી. ભાઈએ મને પણ પાંચ રૃપિયા આપી દીધા. મે ત્રણ રૃપિયાની  ખાવા-પીવાની વસ્તુ ખરીદી અને બાકીના બે રૃપિયા ખિસ્સામાં નાંખી દીધા. સંજોગોવશાત, એ બે રૃપિયા મારા ખિસ્સામાંથી પડી ગયા. પિતાશ્રીએ પુછયું, આ પૈસા ક્યાંથી આવ્યા? મે સત્ય બોલી દીધું. પિતાશ્રીએ મને સમજાવ્યું. ભાઈને બોલાવીને સજા ફટકારી અને કહ્યું કે જો તુ પણ ખોટું બોલતો તો તને પણ ફટકાર પડતી.

આ તે દિવસનો પાઠ છે કે તેના પછી મારા દિમાગમાં ચોરી કરવાનો વિચાર ન આવ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments