રામચંદ્ર ગુહા ના ‘ત્રિશુલ બુરખા’ સમાનતાએ ફરી એકવાર ભારતીય મુસ્લિમો અને તેમના સામાજિક રાજકીય દ્રષ્ટિકોણ વિશેની ચર્ચા શરૂ કરી દીધી છે. ભારતીય મુસ્લિમો આવી ચર્ચા વાંચીને અને જોઈને કંટાળી ગયા છે, અને આવા સંવેદનશીલ વિચારસરણી તરફ એક પ્રકારની ઉદાસીનતા તેમનામાં વિકસી રહી છે
જ્યારે પણ આવા પ્રકારની ચર્ચાઓ શરૂ થતી હોય છે , ત્યારે મુસલમાનોમાં એવી ટિપ્પણીઓ વેગ પામે છે કે આ “લોકો મુસલમાનો વિશે કંઇ જાણતા નથી”. અને ખૂબ દુઃખ દાયક અને ચિંતાજનક છે કે , હિંદુઓ મુસ્લિમોને નાગરિક તરીકે નહીં પરંતુ મુસ્લિમો તરીકે જોવા લાગ્યા છે અને તેનું પ્રતિબિંબ પણ તેમની રાજકીય વિચારણામાં જોવા મળે છે.
આ વલણ વાંધાજનક છે જેના ઉપર ગેરમુસ્લિમ ભારતીય અને સમાજના બુદ્ધિજીવીઓએ પુનઃ વિચાર કરવો પડશે. એક મુસ્લિમ હોવાની સાથે હું એટલું કહી શકું “એક સાધારણ મુસલમાનના હૃદયમાં ધર્મનિરપેક્ષ અને જમણેરી પક્ષો વચ્ચેની રાજનીતિનો અંતર બહુ ઓછો થઈ ગયો છે”. ઉદાહરણ તરીકે આંતકવાદ પર એક સામાન્ય માન્યતા એવી હોવી જોઈએ ,ભારતીય મુસલમાનો મોટી સંખ્યા મુખ્યધારાની માનસિકતાથી સહમત નથી .મુસલમાનો ઉપર અસ્વીકૃતિનો આ આરોપ લગાવવો સરળ છે પરંતુ તેના કારણો ન પુછવા તેના કરતા વધુ જોખમી છે.
તેવા ત્રણ મુખ્ય મુદ્દાઓ છે જે કદાચ જાહેર બુદ્ધિજીવી અને વિરોધી મુસ્લિમો ની ભૂમિકા વચ્ચેનો તફાવત ને અસ્પષ્ટ કરે છે. રસપ્રદ વાત એ છે કે મુસ્લિમો વિરોધી મુસ્લિમ પરિપ્રક્ષ્યો ને બચાવવા જેમકે ,રામચંદ્ર ગુહા ના કિસ્સામાં મુસ્લિમો પ્રત્યે નું સંરક્ષણ તેમની જવાબદારી બની જાય છે.
પ્રથમ ખૂબ લાંબા સમય માટે લિબરલ અને ડાબેરીઓ હિન્દુ કોમવાદની ઘટનાને વધુ પ્રભાવશાળી કરીને મૂકી રહ્યાં હતાં. તેઓ ઇચ્છે છે કે મુસલમાન હિન્દુ મહાસભા ના રાષ્ટ્રવાદી ઇતિહાસને સ્વીકાર કરે અને આર.એસ.એસ.ના જન્મને મુસ્લિમ સાંપ્રદાયિકતાની પ્રતિક્રિયા તરીકે ઉત્પાદ પામેલો માને અને તેને રોકવા માટે મુસ્લિમોએ કંઈક બલિદાન આપવું જોઈએ. તેથી આ મામલામાં કોઇ અંત આવતો નથી અને એક લાંબી સૂચિ બનતી જાય છે.
બીજું એ કે ઐતિહાસિક રૂપથી હિન્દુ સાંપ્રદાયિકતા એ મુસ્લિમ સાંપ્રદાયિકતાનો ઉત્પાદ છે, અને બી. એફ . મુંજે , એલ સી કેલકર ની બૌદ્ધિ સમજને પ્રતિક્રિયાઓ ના રૂપમાં ખંડન કરવામાં આવ્યું છે. ડાબેરી અને લિબરલ ગઠબંધન એવું માને છે ભારતીય મુસલમાન હજી પણ રાજનૈતિક પદ્ધતિ નો પ્રયોગ કરી રહ્યો છે જેવી રીતે તે આઝાદી પહેલા કરતો હતો.
ત્રીજી વસ્તુ એ છે , તેમના પ્રમાણે મુસ્લિમોએ પ્રગતિશીલ અને ધર્મનિરપેક્ષ હોવું જોઈએ અને મધ્યયુગીન યુગોથી બહાર આવવું જોઈએ.
હવે એમ પ્રતીત થઈ રહ્યું છે કે સારો ઉદારવાદી એ જ હોઈ શકે જે ઉદારવાદી હોવાની સાથે હિંદુ પણ હોય.
પરંતુ મુસલમાનોના હૃદયમાં તો કઈ અલગ જ વાત છે. અને ભલે તે સાર્વજનિક ક્ષેત્રથી દૂર હોય કે તેમની વાત જાહેર ક્ષેત્રમાં સાંભળવામાં નહીં આવે , આ બધા પ્રશ્નો થી ઉપર ભારતીય રાષ્ટ્રવાદે અલ્પસંખ્યક અને દલિતોના વિચારોને વ્યવસ્થિત બહિષ્કાર જોયો છે અને એટલુ પણ એક મુસ્લિમ ના તો ભારતમાતાની છબી પર પ્રશ્ન ઉઠાવી શકે ન કે વંદેમાતરમ્ ના મુદ્દા ઉપર પ્રશ્ન ઉઠાવી શકે.
મુસલમાનો માટે આવું સાંભળવું બહુ દુઃખદાયક છે કે , તેમના બાળકોને એવું શીખવાડવામાં આવે છે કે મુસલમાન બહારનો આક્રમણકારી છે અને જેને દેશને લૂંટી લીધો છે અને તેનું એકમાત્ર સમાધાન વેર જ છે.મુસલમાનો માટે આ પણ હેરાનગતિ ની વાત છે કે તેમને આરએસએસનું સાહિત્ય વાંચવું પડે છે . તેમના વિશે એવુ કહેવામાં આવે છે કે મુસલમાન માત્ર દેશ માટે નહીં પણ વિશ્વ માટે ખતરો છે વધુમાં તેમને દેશની ઓળખ આપવામાં આવી છે , જેવી રીતે કે વિશ્વ સુરક્ષા માટે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બીજા અરબ દેશો ખતરો છે .આ માત્ર વર્તમાન સમયની વાત નથી પરંતુ 1950 ના દસકા પહેલા પણ.અને સાચું માનવામાં આવતું હતું.
હિંદુઓ દ્વારા વારંવાર એવો પ્રશ્ન પુછવામાં આવે છે , “તમે અહીં શા માટે છો પાકિસ્તાન કેમ નથી જતી રહેતાં?” ,મુસલમાન માટે આવું સ્વીકાર કરવું સરળ નથી.
ભારતીય મુસલમાનોને પોતાને રાષ્ટ્રવાદી સાબિત કરવું એ શશી થરૂર કે બીજા કોઈ હિન્દુ ઉદારવાદી વામપંથી ના પોતાને રાષ્ટ્રવાદી સાબિત કરવાના પ્રયાસો કરતા વધુ કઠિન છે. કદાચ મુસ્લિમ ઉદારવાદી હોવાની ભારે કિંમત સાધારણ મુસલમાનોને ચૂકવવી પડે. હિન્દુ ઉદારવાદી ને ક્યારેય વિચાર કરવો પડતો નથી કે મુસલમાન થી બલિદાનની આશા કેમ રાખવામાં રાખવામાં આવે કે જેથી તેની મુસ્લિમ ઓળખ જોખમમાં મુકાઈ જાય.
જ્યારે હામીદ દલવાઈ અને તેમને પસંદ કરવાવાળા લોકો કહે છે કે, ભારતીય મુસલમાનોમાં એવું કોઈ ઉદારવાદી અલ્પસંખ્યક છે જ નહીં જે લોકતાંત્રિક ઉદારવાદ પ્રતિ આંદોલનમાં નેતૃત્વ કરી રહ્યો હોય .તે એવી આશા રાખે છે કે મુસલમાનો તર્કવિહીન વિચારધારા ને આધીન થઈ જાય. મુસ્લિમ બુદ્ધિજીવીઓના પશ્ચિમી વિચારધારા વિશેના દ્રષ્ટિકોણને જોતા એવો અનુભવ થાય છે કે તેમની વાતો તર્કવિહીન નથી. પરંતુ જરૂરત આ વાતની છે કે તે તેમની સાથે સંલગ્ન થાય અને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે વિભિન્ન વિચારધારા સાથે તેમના સંવાદ થાય. જ્યારે દિવંગત દલવાઈ તેમના હિન્દુ મિત્રોને કહે છે કે કેરળમાં સલ્ફી સુધારકોની નેતૃત્વમાં ચાલતી શૈક્ષણિક આંદોલન અને નદ્વાતુલ મુજાહિદીને સહશિક્ષણ ની હિમાયત કરી હતી અને 1920માં જન શિક્ષા અભિયાન ચલાવ્યું હતું , તો શ્રી દલ્વાઈ મુસ્લિમ ઉદારવાદીઓ ના આવરણને ખંડન કરવામાં સાવધાન રહ્યા હોત.
સ્પષ્ટ છે કે એક હિંદુ ઉદારવાદી સશકત મુસ્લિમ સાર્વજનિક ક્ષેત્રના અસ્તિત્વ થી અજાણ અને કદાચ નકારવાની સ્થિતિમાં છે .અને આ ક્ષેત્ર એક હિંદુ સાથે સામાન્ય ભાષામાં પણ તર્કસંગત રીતે સામાન્ય મુદ્દાઓ ઉપર સંવાદ કરવા માટે સક્ષમ છે. હિન્દુ વામપંથી માત્ર મુસ્લિમોના ઉર્દુ કાવ્યોને ટાંકીને અને સુફી સંગીતનો આનંદ લઈને અને મુઘલાઈ રાંધણની પ્રશંસા નો આનંદ લેવા સુધી સીમિત ન રહે , પરંતુ મદ્રેસાઓ અને ઈસ્લામી પાઠશાળાઓની પણ મુલાકાત કરે જેથી તે સમજી શકે હિન્દુ સાંપ્રદાયિકતાના સરખામણીમાં આ કેટલું સાંપ્રદાયિક છે.
તેમને જાણવું જોઈએ મુસ્લિમ કોમવાદના હાઉ ને પુનરાવર્તન કરવાની જરૂર છે ખાસ કરીને હવે જ્યારે મૂસ્લિમો તેમની સૌથી નબળી સ્થિતિમાં હોય.કદાચ રાજકીય પ્રજા વાદી હેતુ માટે હંમેશા હિન્દુવામપંથીઓએ આર.એસ.એસ.ની સંસ્થાકીય ક્ષમતાને નજરઅંદાજ કરી છે . મુસ્લિમો એ હકીકતથી સતત વાકેફ છે કે, આર.એસ.એસ ની રાજકીય રેખામાં કામ કરવાની સક્ષમતાને કારણે તે પોતાના હેતુઓ ભાજપ સાથે કે તેના વગર પણ પૂર્ણ કરી શકે છે.
જ્યાં સુધી મુસલમાન પોતાની વ્યક્તિગત, ભાષાકીય ,ધાર્મિક , સાંસ્કૃતિક અને લેંગિક ઓળખને પસંદ કરવામાં સ્વતંત્ર ન બની જાય ત્યાં સુધી દેશના એક સમાન નાગરિક બનવાના સ્વપ્નને આ બધી ઓળખના બદલામાં ન આપી શકાય.
હિન્દ ઉદારવાદીઓ અને હિન્દુ સામ્યવાદીઓ સાથેની સમસ્યા એ છે કે તેઓ એક જ સમય હિન્દુ, લિબરલ , ડાબેરી, ડેમોક્રેટ તરીકેની તેમની પોતાની ઓળખને જાળવવા માટે સક્ષમ છે. પરંતુ આટલી રાહત મુસ્લિમોને મળે એમ નથી.
તેની સાથે હિંદુ રાજનેતા રાજનૈતિક પક્ષોને સરળતાથી અદલબદલ કરી શકે છે. કોંગ્રેસ પાર્ટી સોફ્ટ હિન્દુત્વ અને સમાજવાદની વચ્ચે ડામાડોળ થઈ શકે છે . અને કોમ્યુનિસ્ટ પાર્ટી મુખ્ય હિન્દુ પાર્ટી તરીકે વર્તી શકે છે. પરંતુ મુસ્લિમોને આટલી સામાન્ય રીતે લવચીકતા નો આનંદ લેવાની પરવાનગી નથી. જ્યારે આર.એસ.એસ અને હિંદુ મહાસભાએ કોંગ્રેસને’ બનાવટી રાષ્ટ્રવાદી’ હોવાનો આરોપ મૂક્યો ત્યારે કોંગ્રેસે કટ્ટરવાદીઓને તેમનામાં પ્રવેશ આપીને રાષ્ટ્રવાદની લચીલી વ્યાખ્યાને અપનાવી લીધી. જ્યારે કોંગ્રેસને ‘બનાવટી ધર્મનિરપેક્ષ’ કહેવામાં આવ્યું કારણકે તે દેખી રીતે મુસ્લિમ ને સંતોષવા માટે પોતાની રાજનીતિ કરી રહી હતી, ત્યારે કોંગ્રેસ મુસ્લિમોના સામાજિક ન્યાયના એજન્ડાને સ્થગિત કરી કરી દીધો.
ભારતીય મુસ્લિમોનું એવું માનવું છે કે , બહુમતીની લોકપ્રિયતા એક નવુ માનક હોય ત્યારે રામચંદ્ર ગુહા અને બીજા બુદ્ધિજીવીઓ હિંદુવિરોધી હોવાનું જોખમ ઉઠાવી નથી શકતા.