“કોબરાપોસ્ટ” વેબસાઇટના “ઓપરેશન બ્લુ વાયરસ”એ ફકત આપણી બંધ આંખો ખોલવાનું કામ કર્યું છે. આ જે નવું મીડિયા છે, તે ઘણું બધું નવું કરી રહ્યું છે. જે સોશીયલ મીડિયાની ‘સોશીયલ’ એટલે સામાજીક છબી અને સામાજીક જવાબદારીઓને નવી અપેક્ષિત અથવા અનપેક્ષિત વિસ્તાર અને નવો દૃષ્ટિકોણ આપી રહ્યો છે. આ વિસ્તાર કેટલો સામાજીક છે અને કેટલો ભ્રષ્ટ આચરણ પર આધારીત? કેટલું સત્ય આધારિત અને અસમાજીક? ખરેખર સામાજીક મુદ્દાઓ અને પ્રશ્નો પર જાહેર અભિપ્રાય તૈયાર કરવાના પોતાની પરંપરાગત જવાબદારીને નિભાવવા માટે આતુર નવું સોશીયલ મીડિયા નૈતિકતા-અનૈતિકતાના પ્રશ્નોથી દૂર તેમની ભૂમિકાને સતત મજબૂત બનાવવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છે.
મીડિયા સામગ્રીને ઉતાવળમાં લખવામાં આવેલું સાહિત્ય (લિટ્રેચર ઇન હેસ્ટ) કહેવામાં આવે છે. તેથી, કેટલીક નાની-મોટી અને નાનકડી ભૂલ થઇ પણ જાય તો, તેઅને ક્ષમાપાત્ર માનવામાં આવે છે. ભારતનું મીડિયા (સોશીયલ મીડિયા ન હતી ત્યારે) કેટલા સખત સમયગાળાથી પસાર થયુ છે, તે ઇતિહાસના પાના પર અંકિત છે. ન જાણે કેટલા પ્રલોભનોને હડસેલી સમયના સત્ય સાથે ઉભા રહેવાવાળો ભારતીય મીડિયાની સામે ૧૯૭૫ની કટોકટીમાં અને આનાથી પણ પહેલા સ્વતંત્રતાના ઘેલા પત્રકારો – સંપાદકોની સામે પ્રલોભનો ઓછા ન હતા. આર્થિક લાલચ અંગ્રેજોએ આપેલ ‘રાય સાહબ, રાય બહાદુર અને સર’ સામાજીક પ્રતિષ્ઠાનું સન્માન અને ઉપાધિયોંને ઠુકરાવનારની ભારતીય પત્રકારોની સૂચી ઘણી લાંબી છે. જેલોમાં ગયા, અત્યાચારોનો સામનો થયો, તેમજ જુઠ અને અન્યાય જે અત્યાચાર સાથેના સંબંધોથી પણ દૂર રહ્યા. અદાલતોથી પણ દૂર રહ્યા. અદાલતોની સામે પણ સત્યના સાથી એવા સંપાદકો-પત્રકારોથી દેશનું નવુ મીડિયા તેમના કારનામાંઓથી હૈરાન હતા.
પત્રકારત્વના ધ્યેય લઇને મોટી મોટી વાતો થતી રહી છે, પરંતુ ધ્યેયથી વ્યવસાય અને વ્યાપાર બનતું પત્રકારત્વ જે રૃપ ધારણ કરી રહ્યું છે તે ખુબજ નિરાશાજનક છે.
જે ભારતમાં લોકોની સવાર સમાચાર પત્રો વગર ન થતી હોય, ત્યાં લોકોની રોજ-બરોજની જીંદગીમાં સોશીયલ મીડિયા પોતાની જગ્યા અને પકડ મજબૂત બનાવી રહ્યુ છે. પરંતુ તેમાં અનેક અંડર વર્લ્ડ સમૂહો પણ સક્રીય થયા છે. અફવાઓ અને તોફાનો ફેલાવા સુધીની સુપારી લેવાના સોશીયલ મીડિયા દ્વારા ફકત દેશવ્યાપી નહી પણ વૈશ્વિક ભ્રષ્ટાચારનો એક ભયાનક રૃપ સામે આવી રહ્યુ છે. હૈકિંગના નામ પર જે થઇ રહ્યું છે તે અનૈતિક જ નહી, પરંતુ તે પણ એક ભ્રષ્ટ વ્યવહાર છે.
આ સ્ટિંગ ઓપરેશનથી દેશની રાજધાની દિલ્હી, બેંગ્લૂરૃ અને આર્થિક રાજધાની મુંબઇ સહિત ઘણા નગરોને સત્યથી ઉજાગર કર્યો, પરંતુ સમગ્ર દેશ આ સાઇબર ભ્રષ્ટાચારથી આતંકિત અને ત્રસ્ત છે. સુપારી લઇ હત્યા કરનારોની યાદી પોલીસ પાસે છે, પરંતુ સુપારી લઇને સભ્ય, ઇમાનદાર અને ન્યાયમાં વિશ્વાસ રાખનાર નાગરિકોના ચારિત્ર હત્યા કરતા સોશીયલ મીડિયાના સંચાલકો અને તેમના કારનામાં તેમને આર્થિક સહાય આપનારા ભ્રષ્ટ લોકો, નિષ્ઠુર લોકો માટે હજુ પણ કોઇ કડક કાયદો બની શક્યો નથી. ભારતીય પ્રેસ સમીતિની દયનીય સ્થિતી તો બધા જાણે જ છે. તેમના પાસે એવી કોઇ ઘડનાત્મક શક્તિ નથી. સોશીયલ મીડિયા જે આના વર્તુળમાં આવતું નથી. રહી વાત આઇ.ટી. કાયદાની તો એની કલમ-૬૬(અ)માં જ્યાં આ અંકિત કરેલું છે કે કોમ્પ્યુટર પર અપમાન કરવું, કોઇના ચારિત્ર્યનું અપનામ કરવું ગુનો છે. અને તેના ગુનેગારને ત્રણ વર્ષ સુધીની સજા આપવામાં આવશે, ત્યાં જ આ કાનૂનની સંપૂર્ણ માહિતી પોતે પ્રશાસનિક, પોલીસ અધિકારીઓને પણ હમણા નથી. ભુક્તભોગી પોલીસ ચોકીના ચક્કર મારી પાછા ફરવા પર મજબૂર હોય છે. કારણ કે આ કાયદાની પુસ્તક અથવા જાણકારી જ ઉપલબ્ધ હોતી નથી.
ચૂંટણી લોકતંત્રના આધારે છે. આ વખતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ‘સોશીયલ મીડિયા’ના દૂરઉપયોગ અને સ્ટિંગથી મળેલ પરિણામ પૂરેપૂરી લોકશાહી વ્યવસ્થાની સમક્ષ પ્રશ્ન ઉભો કરે છે!! તોફાનો કરાવવા, ક્ષમાપક્ષની છબીને છિન્નભિન્ન કરવું અને અન્ય પક્ષના લોકોની પસંદ અને નાપસંદનો ખોટો પ્રચાર કરી અગણિત લાભ આપવાના વચનો કરાવવાવાળી આઇટી કંપનીઓના કાર્યો અજીબોગરીબ પરંતુ સુનિયોજીત છે. ટ્વિટર, ફેસબુક જેવી સાઇટો પર વાઇરસની મદદથી ફોલોઅર તથા લાઇક્સની સંખ્યા વધારી બીજાઓની તુલનામાં નેતાઓની લોકપ્રિયતા વધારાવાનો વ્યાપાર જોરશોરથી ચાલી રહ્યો છે. ગુપ્ત કેમેરામાં છુપાયેલી આ આઇ.ટી. કંપનીઓની કાર્યપદ્ધતિને કોઇ પ્રમાણની જરૃર જ નથી.
આ સ્પષ્ટ રીતે અગાઉથી આયોજન કરેલું છે. આશ્ચર્યચકિત કરી દેનારું સત્ય સામે લાવવા માટે આ સ્ટિંગમાં ભાજપનું નામ સામે આવવાથી દેશ આશ્ચર્યમાં સરી પડ્યો. નરેન્દ્ર મોદીની છબી નિર્માણ માટે આ કંપનીઓના સહયોગના તથ્યને ભાજપે ભલે કોંગ્રેસના અગાઉથી આયોજીત કરેલ સ્ટિંગ જાહેર કર્યું પરંતુ સત્ય હવે બધાની સમક્ષ છે.
પેડ ન્યૂઝના આરોપથી ત્રસ્ત અને પ્રિન્ટ મીડિયાથી ઘણી વધુ પચાસ હજારથી લઇને ત્રણ હજાર કરોડ સુધીના નાના મોટા સોદા કરનારા સોશિયલ મીડિયા સંગઠનોની સંખ્યા છે. એક સ્ટિંગ ઓપરેશનમાં પત્રકારે એક વિરોધી રાજનેતાની ચારિત્ર્યહીનતાને લીધે ઘણી બધી આઇ.ટી. કંપનીઓને મનાવી લીધા. ભારી ભરકમ રકમ લઇને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરી યુ-ટ્યુબ, ફેસબુક, ટ્વિટર વગેરેના ઉપયોગ સુનીયોજીત રીતે કર્યા. પ્રમોશનલ વીડિયો પણ તૈયાર કર્યા. ક્યારેક પેડ-ન્યૂઝના મામલામાં પ્રિન્ટ મીડિયા પર બે રોક ટોક પ્રહાર કરવા અને ટૂટી પડનાર સોશીયલ મીડિયાની વિશ્વાસનીયતા પર આ સ્ટિંગ ઓપરેશનથી જે સવાલો ઉભા થાય છે, તેનાથી દેશની સામે આ હકીકત સામે આવે છે કે સોશીયલ મીડિયા અમુક કમાણી કરવા વાળા અને અનેક નિરાશ હતાશ લોકોના કતલખાના બનતાં જઇ રહ્યાં છે.
જે કોઇને ઓળખ ન મળી શકતી હોય, તેના લીધે કમાણી કરવા અને ઓળખાણ ઉભુ કરવાનું એક સાધન બનતું જાય છે. સોશીયલ મીડિયાને સટ્ટો, સટ્ટાબાજીનો ચક્ર અથવા હાથો બનાવવા વાળા અમુક ઘુસપેઠીયા ખોટા બ્લોગરો અને સોશીયલ મીડિયા વાળાઓ માટે આ સ્ટિંગ એક ચેતવણી સમાન છે. આવા અનેક મીડિયા જેવા પવિત્ર કાર્યોમાં ગંદકી ફેલાવનાર દુષ્કર્મને પ્રતિ સમાજને સાવચેત કરવાની જરૃર છે.
અત્યાચાર સુધી આ ચર્ચા વાયુ વેગે વધતી રહે છે કે ત્રણ દશકા બાદ ભારત સહિત દુનિયાના મુખ્ય મીડિયા સોશીયલ મીડિયા જ હશે અને પ્રિન્ટ મીડિયા કદાચ. એક નિશાની બનીને રહી જશે ત્યારે આ સવાલ થાય છે કે શું સમાજ આવા અવિશ્વસનીય મીડિયા ને સોશીયલ મીડિયાના રૃપમા જ ભરણપોષણ કરશે ?