Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપહઝરત સઈદ બિન આમિર રદિ.

હઝરત સઈદ બિન આમિર રદિ.

નવયુવાન સઈદ બિન આમિર રદિ. એ હજારો મનુષ્યોમાંથી એક હતા જે કુરૈશના સરદારોના આમંત્રણ પર મક્કાથી બહાર ‘તનઈમ’ના સ્થળ ઉપર પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના સહાબા (અનુયાયી) હઝરત ખુબૈબ બિન અદિ રદિ.ની હત્યાના તમાશો જોવા માટે એકઠા થયા હતા, જેમને અધર્મીઓએ ધોકો આપી ધરપકડ કરી હતી. તે પોતાની ભરપૂર નવયુવાનીના બલ પર ભીડને ધકેલી અને પોતાના માટે રાસ્તો બનાવી અબુ સુફિયાન બિન હરબ અને સફ્વાન બિન ઉમૈયા જેવા કુરૈશના શ્રીમંતોના સાથે ઉભા થઇ ગયા જે આ ભીડમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. આથી સઈદ બિન આમિરને તક મળી ગઇ કે કુરૈશના કેદી હઝરત ખુબૈબ રદિ.ને જોઇલે જેને કુરૈશની સ્ત્રીઓ, બાળકો અને યુવાનો ત્યાં સાંકળથી બાંધીને ધકેલીને મોતના મેદાનમાં લઇને આવી રહ્યા હતા, તેથી એમને કત્લ કરી પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)થી બદલો લઇ શકાય અને જંગે બદરમાં માર્યા ગયેલા કુરૈશના સંબંધીનો બદલો ચુકાવી શકાય.

જિયારે આ જબરદસ્ત ભીડ તેમના કેદીને લઇને એ જગ્યા ઉપર પહોંચી ગઇ જે હઝરત ખુબૈબ રદિ.ના કત્લ માટે બનાવવામાં આવી હતી તો નયવુવાન સઈદ બિન આમિર રદિ. એક સ્થળ ઉપર રોકાઇને ભીડની વચ્ચેથી હઝરત ખુબૈબ રદિ.ને જોવા લાગ્યા. તે જોયું કે ખુબૈબને ફાંસી આપવા માટે લઇ જવામાં આવી હતી. તે સ્ત્રીઓ, બાળકોની ચીસો અને ઘોઘાટની વચ્ચે ઉદ્ભવી રહેલી ખુબૈબ રદિ.ની શાનદાર અને હળવી ધ્વની સાંભળી જે તેના કાનોથી ટકરાતી હતી કે, “જો તમે ઇચ્છો તો મારા કત્લથી પહેલા મને બે રકઅત નમાઝ પઢવાનો અવસર આપી દો.”

તે પછી સઈદ બિન આમિરે જોયું કે ખુબૈબ બિન અદિ. કિબલાની દિશા ઉભા થઇ બે રકઅત નમાઝ અદા કરી. આહા કેટલી હસીન અને કેટલી પૂર્ણ હતી એ બે રકઅત નમાઝ. પછી જોયું કે ખુબૈબ રદિ.એ કુરેશના સરદારોને સંબોધીને કહી રહ્યા હતા કે, “વલ્લાહ, મને ભય ન હોતો કે તમે મારા વિશે શંકા રાખો કે હું મૃત્યના ભયથી નમાઝ લાંબી કરૃં છુ તો હું લાંબી અને શાંતિથી નમાઝ અદા કરતો.”

પછી સઈદે જોયું કે તેમની કોમના લોકો ખુબૈબ રદિ.ને જીવિત મારી રહ્યા હતા. તેમના શરીરના વિવિધ અંગોને વારાફરતી કાપી રહ્યા હતા અને સાથે એ પણ કહેતા કે, શું તુ આ વાત પસંદ કરશે કે મુહમ્મદ (સ.અ.વ.) તારી જગ્યા અહીં હોય અને તું આ મુસિબતથી છુટકારો લઇ શકે.
ખુબૈબ રદિ.એ જવાબ આપ્યું, (એ વખતે આપના શરીરથી બેહદ લોહી ટકપી રહ્યું હતું) “વલ્લાહ, મને તો એ પણ કબુલ નથી કે હું સુખ અને શાંતિ સાથે મારા પરિવાર સાથે રહું અને મુહમ્મદ (સ.અ.વ.)ના પગમાં કાંટો પણ વાગી જાય.”

આ સાંભળતા જ લોકોએ હાથ હવામાં ઊંચા કરી કિકિયારી કરવા લાગ્યા. “મારી નાંખો એમને, કત્લ કરી નાંખો.”

તે પછી સઈદ બિન આમિરે એ દૃશ્ય જોયું કે ખુબૈબ રદિ.એ ફાંસીના માંચડેથી તેમની આંખો આસમાને ઉઠાવીને કહી રહ્યા હતા, “ખુદાયા, આ લોકોને એક પછી એક ગણી લે, તેમને વિખેરીને મૃત્ય આપી દે અને આમાંથી કોઇને પણ ન છોડ.” તે પછી ખુબૈબ રદિ.એ અંતિમ શ્વાસ લીધા અને આ પવિત્ર આત્મા પોતાના રબ પાસે પહોંચી ગઇ. તે વખતે તેના શરીર ઉપર તલવારો અને ભાલાઓના અસંખ્ય ઇજાઓ હતી.

આ પછી કુરૈશના લોકો મક્કા પરત આવી ગયા અને મોટી મોટી ઘટનાઓ અને અકસ્માતોની ભીડમાં ખુબૈબ રદિ. અને તેમની હત્યા તેમના મનમાં દબાઇ ગઇ. પરંતુ ખુબૈબ ઉપર ગુજારવામાં આવેલું શોષણ અને દુઃખદાયક કત્લના દિલધડક નઝારાને નવયુવાન સઈદ બિન આમિરના મન મસ્તિસ્કમાં છુપાવી ન શક્યા. તે ઊંઘતાં તો સ્વપ્નમાં ખુબૈબ રદિ.ને જોતા અને જાગરૃક્તાની હાલતમાં વિચારોમાં હાજર જોતા. આ દૃશ્ય દરેક વખતે તેમના નજરની સામે રહેતુ કે ખુબૈબ રદિ. ફાંસીના માચડેથી ઉભા રહી બે રકઅત નમાઝ અદા કરી રહ્યા છે અન તેમના કાનોમાં દરેક વખતે ખુબૈબ રદિ.ની દુઃખદાયક અવાજ ટકરાતી રહેતી જ્યારે ખુબૈબ રદિ. કુરૈશ માટે ઇશ્વરથી શ્રાપ માંગતા હતા. દરેક સમય આ વાતનો ભય રહેતો કે ક્યારેય આસમાનથી કોઇ વીજળી કે પથ્થરની મોટી શીલા પડીને મને મારી ન નાંખે.

તે પછી સ્વપ્નમાં ખુબૈબ રદિ.એ સઈદને એ વાતો બતાવી કે એ પહેલા એમના જ્ઞાનમાં ન હતી. ખુબૈબ રદિ.એ બતાવ્યું કે, વાસ્તવિક જીવન આ છે કે મનુષ્ય હંમેશા સાચી શ્રધ્ધા સાથે પકડ બનાવી રાખે અને જીવનના આખરી શ્વાસ સુધી અલ્લાહના પાથ ઉપર સંઘર્ષ કરતા રહે. ખુબૈબ રદિ.એ સઈદને એ પણ બતાવ્યું કે સારી શ્રધ્ધા કેવા કેવા આશ્ચર્યજનક ઉપલબ્ધિયોં હાંસલ કરાવે છે અને આનાથી કેવા કેવા કાર્યો ઉદ્ભવે છે. ખુબૈબ રદિ.એ સઈદને એક મોટી વાસ્તવિક્તાથી ચેતવ્યા કે તે વ્યક્તિ જેના સાથી તેનાથી એવી રીતે ટુટીને મુહબ્બત કરે છે ખરેખર સત્ય પયગમ્બર અને સાચો રસૂલ છે અને તેને આકાશની મદદ પ્રાપ્ત છે.

તે પછી અલ્લાહ તઆલાએ સઈદ બિન આમિરના દિલને ઇસ્લામ માટે ખોલી દીધી. તે કુરૈશની એક સભામાં પહોંચ્યા અને ત્યાં ઉભા થઇને કુરૈશ અને તેમના કાળા કરતુતોથી પોતાનો અસ્વિકાર અને નફરત અને તેમના જુઠા ખુદાઓથી અસંમતિ ઘોષણા કરી. સાથે સાથે ઇસ્લામમાં પ્રવેશની ખુલ્લમ ખુલ્લા જાહેરાત કરી દીધી.
આ પછી હઝરત સઈદ બિન આમિર રદિ. હિજરત (સ્થળાંતર) કરીને મદીના ચાલ્યા ગયા અને કાયમી ધોરણે મુહમ્મદ (સ.અ.વ.)ની સોબતમાં આવી ગયા. ખૈબરના યુદ્ધ અને તેના પછીના બધા જ યુદ્ધોમાં આપ (સ.અ.વ.)ની સાથે રહ્યા અને જ્યારે આપ (સ.અ.વ.) તેમના રબની રહેમતમાં ચાલ્યા ગયા તો હઝરત સઈદ બિન આમિર રદિ. આપ (સ.અ.વ.)ના બન્ને ખલીફા (નાયબ) હઝરત અબુબક્ર સીદ્દીક રદિ. અને હઝરત ઉમર ફારૃક રદિ.ના હર કમદના સાથી બની ગયા.

સઈદ બિન આમિર રદિ.એ પોતાની તમામ શારીરિક અને માનસિક ઇચ્છાઓ અલ્લાહની આજ્ઞા મુજબ કરીને આખું જીવન સાચા મોમિન બનીને જીવનના અણધાર્યું મોડલ બતાવીને રજુ કર્યું. જે સાંસારીક આનંદના બદલે પરલોકની શાશ્વત અને અમર સફળ જીવનનો સોદો કરી લીધો હતો.

મુહમ્મદ પયગમ્બર (સ.અ.વ.)ના બન્ને ઉત્તરાધિકારીની અબુ બક્ર રદિ. અને ઉમર ફારૃક રદિ.ની સલાહને ધ્યાનપૂર્વક સાંભળતા અને તેઓની વાતો પર પુરેપુરૃ ધ્યાન આપતા હતા. એક વખત હઝરત ઉમર ફારૃક રદિ.ના ખિલાફતના શરૃઆતના દિવસોમાં એમની સેવામાં ગયા અને સલાહ આપતા કહ્યું, “ઉમર રદિ.! હું આપને સલાહ આપું છું કે પ્રજા વિશે હંમેશા અલ્લાહથી ભય રાખો અને અલ્લાહના સંબંધમાં લોકોથી કોઇ ભય ન કરો, અને વાણી અને વર્તનમાં કોઇ વિરોધાભાસ ન હોવો જોઇએ, શ્રેષ્ઠ વાણી એ જ છે જેનું પ્રમાણપત્ર વર્તનથી હોય.”

સઇદ બિન આમિર રદિ.એ સંવાદને આગળ વધાવતા કહ્યું, “ઉમર રદિ.! દૂર અને નજીકના બધા જ મુસલમાનો ઉપર હંમેશા પોતાનું ધ્યાન કેન્દ્રિત રાખો, જેની જવાબદારી અલ્લાહે આપ પર નાંખી છે, અને પ્રજા માટે એ જ પસંદ કરો જે આપ પોતાના સંબંધીઓ માટે પસંદ કરો છો, અને સત્ય માર્ગ ઉપર મોટાથી મોટા જોખમની કાળજી ન લેતા, અને અલ્લાહ વિશે કોઇ દોષીને ખાતિરદારીમાં ન લાવતા.”

“સઇદ! આ બધુ કોના બસની બાબત છે?” હઝરત ઉમર રદિ. તેની આ વાતો સાંભળીને કહ્યા.
“આ તમારા જેવા વ્યક્તિના બસની વાતો છે જેને અલ્લાહે ઉમ્મતે મુહમ્મદિયાંના જવાબદાર બનાવ્યા છે, જેના અને અલ્લાહ દરમિયાન બીજો કોઇ પડધો નથી.” હઝરત સઇદ રદિ.એ કહ્યું.

આ સંવાદ પછી ખલીફાએ હજરત સઇદ રદિ.ને હુકુમતની જવાબદારીયોંની ચુકવણીના સંદર્ભમાં મદદની ઇચ્છા વ્યક્ત કરી અને ફરમાવ્યું, “સઇદ! હું આપને હમસના ગવર્નર પદે નિમણુંક કરી રહ્યો છું.”

“ઉમર રદિ.! હું આપને અલ્લાહની દરમિયાનગીરીથી કહું છું. મને કસોટીમાં ન મુકશો.” હઝરત સઇદે ઉત્તર આપતા કહ્યું.
આપનો આ ઉત્તર સાંભળી હઝરત ઉમર રદિ. નાપસંદગી દર્શાવતા કહ્યું, “અલ્લાહ આપનું ભલુ કરે, તમે સરકારની ભારે જવાબદારીઓ મારા શિરે મુકી પોતે આનાથી દૂર થવાના પ્રયત્નો કરવા માંગો છો. અલ્લાહના સોગંધ હું આપને ક્યારેય નહીં છોડીશ.”

પછી હઝરત ઉમર રદિ.એ હમસની ગવર્નરી સઇદ બિન આમિરને આપતા કહ્યું, “હું આપના માટે વેતન નક્કી કરી દઊં છું.”

“અમીરૃલમોમીનીન! મને આની કોઇ જ જરૂરત નથી. બેતુલમાલથી જે શિષ્યવૃત્તિ મને મળે છે એ મારી જરૂરીયાત મુજબ છે.” આ કહીને હઝરત સઇદ હમસ રવાના થઇ ગયા.

અમુક દિવસો વિત્યા પછી હમસના કેટલાક વિશ્વસનીય લોકોનું એક પ્રતિનિધીમંડળ હઝરત ઉમર રદિ.ની સેવામાં હાજર થયા. હઝરત ઉમર રદિ. તેનાથી ફરમાવ્યું કે મને અહીંયાના ગરીબ અને જરૂરતમંદોનું નામ લખીને આપો જેથી હું આ લોકોની જરૂરીયાતો પુરી કરૃં. આદેશનું પાલન કરતા તેઓએ ખલીફાની સામે જે યાદી રજૂ કરી એમાં હતું, ફલાણાં ઇબ્ને ફલાણાં, ફલાણાં ઇબ્ને ફલાણાં અને સઇદ બિન આમિર.

“સઇદ બિન આમિર? કોણ સઇદ બિન આમિર?” હઝરત ઉમર રદિ. આશ્ચર્યથી પુછ્યું.

“અમારા ગવર્નર.” પ્રતિનિધિમંડળમાંથી કોઇએ ઉત્તર આપ્યો.

“તમારા ગવર્નર?શું તમારા ગવર્નર ગરીબ છે?” હઝરત ઉમર રદિ. આશ્ચર્યથી પુછ્યું.

“જી હા. અમીરૃલમોમીનીન! અલ્લાહની સોગંધ કેટલા દિવસો તો એવા વીતી જાય છે કે ગવર્નરના ઘરે ભોજન નથી બનતુ.” પ્રતિનિધિમંડળમાંથી કોઇએ વર્ણન કરતા કહ્યું.

આ સાંભળી હઝરત ઉમર રદિ. રડી પડ્યા. આપ લાંબા સમય સુધી રડતા રહ્યા, ત્યાં સુધી કે આપની દાઢી આંસુઓથી ભિંજાઇ ગઇ. પછી આપ ઉભા થયા અને એક હજાર દીનાર એક થેલામાં મુકીને પ્રતિનિધિમંડળને સોંપીને કહ્યુ, “સઇદને મારા સલામ કહેજો અને કહેજો કે અમીરૃલમોમીનીને આ માલ તમારા માટે મોકલ્યો છે. તેથી તમારી જરૂરીયાતો પુરી કરો.”

પ્રતિનિધિમંડળના લોકો દીનારના થેલો લઇને હઝરત સઇદ રદિ.ની સેવામાં હાજર થયા અને આપની સમક્ષ દીનારનો થેલો રજૂ કર્યો. સઇદ રદિ. દીનારના થેલાને દૂર હટાવીને કહ્યા, ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઈલયહીરાજીઊન. જેમ કે આપની ઉપર મોટી આપત્તી આવી ગઇ હોય. અવાજ સાંભળીને તેમની પત્ની ગભરાઇને તરત જ આવી અને પુછ્યું, “સઇદ શું વાત છે? શું અમીરૃલમોમીનીન ગુજરી ગયા?”, “નહી આનાથી પણ મોટો અકસ્માત થયો છે.” હઝરત સઈદે કહ્યું. “શું કોઇ યુદ્ધમાં મુસલમાનો હારી ગયા?” પત્નીએ પુછ્યું. “નહીં આનાથી પણ મોટી હોનારત થઇ છે.” હઝરત સઈદે ઉત્તર આપ્યો. “આનાથી મોટી હોનારત શું હોઇ શકે?” પત્નીએ આશ્ચર્યથી પુછ્યું.

“દુનિયા મારા ઘરે પ્રવેશી ચુકી છે, મને ડર છે કે આ મારા પરલોકને નાશ કરી દેશે.” હઝરત સઈદે ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો. “આનાથી છુટકારો લઇ લો.” પત્નીએ સહાનુભૂતિ આપી (હજુ સુધી તે દીનાર વિશે અજાણ હતી). “શું આ સંબંધે મારી મદદ કરી શકો છો?” હઝરત સઈદે પુછ્યું. “હા, શા માટે નહી.” પત્નીએ જવાબ આપ્યો. પછી હઝરત સઇદે બધા દીનારોને ઘણી બધી થેલીઓમાં મુકી ગરીબોમાં વહેંચી દીધા.

આ વાતને થોડા જ દિવસો થયા હતા કે હઝરત ઉમર બિન ખત્તાબ રદિ. શામના પ્રવાસે ત્યાંની પરિસ્થિતિ જાણવા માટે પહોંચ્યા. આ પ્રવાસમાં જ્યારે આપ હમસ પહોંચ્યા તો હમસના લોકો ખલીફાથી સલામ અને મુલાકાત કરવા માટે હાજર થયા. ઉમર બિન ખત્તાબ રદિ. તેમનાથી પુછ્યું કે, તમારા નવા ગવર્નર કેવા છે? ઉત્તર આપતા ત્યાંના લોકો ખલીફા સમક્ષ ચાર ફરિયાદો મુકી, આમાં દરેક ફરિયાદો પહેલા કરતા મોટી હતી. પછી હઝરત ઉમર બિન ખત્તાબ રદિ. જણાવે છે કે હું ત્યાંની પ્રજા અને સઇદને એક જગ્યા એકઠા કર્યો અને અલ્લાહથી દુઆ કરી કે સઇદના વિશે મારી લાગણીને આઘાતના પહોંચાડે, કેમકે હું સઇદ વિશે આશાવાદી છું. જ્યારે બધા એકઠા થઇ ગયા તો મેં પુછ્યું કે તમારે તમારા ગવર્નરની શું ફરિયાદો કરવાની છે?

“દિવસે બહુ મોડા સુધી અમારા ગવર્નર સઇદ રદિ. ઘરેથી બહાર નથી નીકળતા.” ફરિયાદી પક્ષે કહ્યું. મે સઇદથી પુછ્યું કે તમે આ ફરિયાદ વિશે શું કહેવા માંગો છો? સઈદ રદિ. થોડા સમય શાંત રહી બોલ્યા, ખુદાની સોગંધ હું આ વાતને જાહેર નહોતો કરવા માંગતો હતો. પરંતુ આને જાહેર કર્યા વગર કોઇ છુટકો નથી. વાત આ છે કે ઘરે કોઇ નોકર નથી. માટે સવારે ઉઠી આંટો ગંુદી પછી રોટલીઓ બનાવું છું. આના પછી વુઝુ કરી લોકોની જરૂરીયાતો પુરી કરવા બહાર નીકળું છું. મેં હમસની પ્રજાથી કહ્યું, તમારી બીજી ફરિયાદ શું છે? તેઓ કહ્યું કે અમારા ગવર્નર રાત્રીના સમય કોઇની ફરિયાદ નથી સાંભળતા. મેં પુછ્યું, સઇદ આના વિશે તમારે શું કહેવું છે? તો આપે ઉત્તર આપ્યો, અલ્લાહની સોગંધ હું આ વાતને પણ જાહેર નથી કરવા માંગતો. હું દિવસનો સમય પ્રજા માટે અને રાત્રીનો સમય મારા રબ માટે ચોક્કસ કરેલો છે. મેં ફરિયાદી પક્ષને કહ્યું તમારી ત્રીજી ફરિયાદ કહો. તેઓએ કહ્યું, અમારા ગવર્નર મહિનામાં એક વખત આખા દિવસ ઘરથી બહાર નથી આવતા. મેં પુછ્યું કે સઇદ તમે આ ફરિયાદ વિશે શું કહેવા માંગો છો. સઇદ રદિ.એ કહ્યું કે અમીરૃલમોમીનીન મારી પાસે કોઇ નોકર નથી. અને મારી પાસે શરીરના આ વસ્ત્ર સિવાય બીજુ કોઇ વસ્ત્ર નથી. હું મારા વસ્ત્રને મહિનામાં ફકત એક વાર ધોવું છું અને તે સુકી જાય ત્યાં સુધી રાહ જોવું છું અને સુકાઇ ગયા બાદ દિવસના અંતિમ ભાગમાં પહેરીને બહાર આવું છું. મેં ફરિયાદી પક્ષને કહ્યું, હવે તમારી છેલ્લી ફરિયાદ કહો. તેઓએ કહ્યું કે અમારા ગવર્નરને સમાયંતરે બેહોશી તીવ્ર રોગ છે અને આપ આસપાસના લોકોથી અજાણ થઇ જાય છે. હું કહ્યું સઇદ રદિ. તમારે આના વિશે શું કહેવું છે? આપે ઉત્તર આપતા કહ્યું કે હું ખુબૈબ રદિ.ના કત્લના સમય ત્યાં હાજર હતો અને તે સમય હું અધર્મી હતો. મેં જોયું કે કુરૈશના લોકો ખુબૈબના શરીરના અંગોને ટુકડા કરે છે અને સાથે સાથે કહેતા કે શું તમે પસંદ કરશો કે ખુબૈબની જગ્યા મુહમ્મદ (સ.અ.વ.) હોય અને તમે આ મુશ્કેલીઓથી છુટકારો લઇ લો? તો ખુબૈબ રદિ. જવાબ આપતા કે અલ્લાહની સોગંધ, મને એ પણ પસંદ નથી કે હું સુઃખ શાંતિથી મારા પરિવાર સાથે રહું અને મુહમ્મદ (સ.અ.વ.)ના પગમાં કાંટો પણ વાગી જાય. અલ્લાહની સોગંધ જ્યારે મને આ દૃશ્ય યાદ આવે છે અને સાથે સાથે એ પણ યાદ આવે છે કે તે વખતે ખુબૈબની મદદ કેમ ન કરી? મને આ વાતનો ગંભીર દુઃખ લાગે છે કે અલ્લાહ મને આ બેદરકારીને ક્યારેય માફ નહી કરે. અને તે વખતે મારા ઉપર બેહોશી છવાય જાય છે.

આ વાતો સાંભળી સઇદ રદિ.પ્રત્યેની મારી લાગણીને આઘાત લાગ્યો નથી. આ પછી હઝરત ઉમર રદિ. તેમના માટે એક હજાર દીનાર મોકલ્યા જેથી સઇદ રદિ. પોતાની જરૃરિયાતો પુરી કરી લે. જ્યારે તેમની પત્નીએ દીનારોને જોયા તો કહ્યું અલ્લાહનો આભાર છે અને કહે છે કે હવે આ પૈસાથી એક ગુલામ અને એક નોકર ખરીદી લો. આ સાંભળી સઇદ રદિ. એ કહ્યું, “શું તમારે આનાથી સારી વસ્તુની ઇચ્છા નથી?” “અનાથી સારી વસ્તુ? આનાથી સારી વસ્તુ શું હોઇ શકે” પત્નીએ પુછ્યું. “આ પૈસા એમની પાસે સંગ્રહ કરી દઇએ જે અમોને એ વખતે પાછા આપે જ્યારે અમોને આની ખાસ જરૂરત હોય.” હઝરત સઇદે વર્ણન કર્યું. “આનું શું સ્વરૃપ હોઇ શકે?” પત્નીએ સમજવાનો પ્રયત્ન કર્યો. હઝરત સઇદ રદિ.એ કહ્યું, આ પૈસા અલ્લાહને ઋણ તરીકે આપીએ. પત્નીએ કહ્યું, હા આ વધુ સારૃ છે અલ્લાહ આપણને સારો બદલો આપે.

પછી હઝરત સઇદ રદિ.એ ઉઠતા પહેલા બધા દીનારોને ઘણી બધી થેલીઓમાં મુકી ઘરના એક વ્યક્તિને કહ્યું, “આને ફલાણાં કુટુંબની વિધવાઓને, ફલાણાં કુટુંબના અનાથોને, ફલાણાં કુટુંબના ગરીબોને અને ફલાણાં કુટુંબના જરૂરતમંદોને વહેચી દો.”

અલ્લાહ હઝરત સઇદ બિન આમિરથી સમંત થાય. આપ તે લોકોમાંથી હતા જે સ્વયં જરૂરીયાતમંદ અને ગરીબ હોવા છતાં પણ પોતાને બીજાઓ ઉપર પ્રાધાન્યતા આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments