Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસહામિદ અંસારી, જિન્નાહની પોટ્રેટ અને એ.એમ.યુ.માં હંગામો

હામિદ અંસારી, જિન્નાહની પોટ્રેટ અને એ.એમ.યુ.માં હંગામો

તાજેતરમાં (મે ૨૦૧૮) ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી વિદ્યાર્થી યુનિયનની આજીવન સભ્યતા  આપી સન્માન કરવાના હેતુથી વિશ્વવિદ્યાલયમાં  આમંતત્રિત કર્યા  હતા. તેમને પૂરતા પ્રમાણમાં રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ છતાં હિન્દુ યુવાવાહિની અને એબીવીપીના પ્રદર્શનકારી કાર્યકરો તે બિલ્ડિંગની નજીક પહોંચી ગયા હતા જ્યાં તેઓ રોકાયા હતા. સશસ્ત્ર વિરોધ કરનારાઓનું બહાનું એ હતું કે જિન્નાહ પોટ્રેટ (છબિ) અન્સારીને ખુશ કરવા માટે મૂકવામાં આવ્યું છે અને તેઓ એએમયુમાં જિન્નાહના ચિત્રને મંજૂરી નહીં આપે. એના પછી જેવું હમેંશા થાય  છે તેમ પ્રદર્શન હિંસક  બની ગયું . તે પછી વાહિનીના કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ કરી , પરંતુ થોડા સમય પછી બધાને મુક્ત કરી દીધા. યોગી આદિત્યનાથ કે જે આ હિન્દુત્વ વાદી સંગઠનના સંસ્થાપક છે, તેમના ઘણા નિવેદન આવ્યા કે જિન્નાહની છબિને હટાવવામાં આવશે.  સુબ્રમણ્યમ સ્વામીએ પ્રશ્ન પૂછયો હતો કે એએમયુને કોણ પાઠ શીખવશે? વાહિની અને એબીવીપી દ્વારા હાથ ધરવામાં આવેલી હિંસાના વિરોધમાં એએમયુના વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યા હતા.

આ મામલાના ઘણાં પાસાઓ છે, પ્રથમ એ કે હિન્દુ યુવા વાહિની અને એબીવીપીના કાર્યકર્તા ભવનની આટલી નજદીક કેવી રીતે પહોંચી ગયા?,  જેમાં હામીદ અન્સારીનું રોકાણ  હતું. અહીં નોંધનીય બાબત એ છે હામિદ અન્સારી જે પ્રતિષ્ઠિત વિદ્વાન, રાજનયિક અને ઘણાં ઉચ્ચ પદો પર પણ રહી ચૂકયા છે, પરંતુ તેમને અપમાનિત કરવાનો એક પણ મોકો છોડવામાં આવતો નથી. સ્વતંત્રતા  દિવસની પરેડમાં  સલામી ના આપતો ફોટો વાઈરલ કરીને તેમનું અપમાન કરવામાં આવ્યું જ્યારે કે પાછળથી જાણ થઈ કે તેઓ નિયમોનું અનુસરણ કરી રહ્યા હતાં. તે પછી ઉપરાષ્ટ્રપતિપદ પદના વિદાય સમારંભમાં નરેન્દ્ર મોદી એ અત્યંત અપમાનજનક અને સાંકેતિક શબ્દોમાં હામિદ અંસારીની ટીકા કરી કે તેઓ મુસલમાનો સાથે જોડાયેલા મુદ્દા ઉપર વધારે ધ્યાન આપે છે. એવી જ રીતે તાજેતરમાં બનેલી ઘટના હામિદ અંસારીને લક્ષ્ય બનાવવાના અભિયાનમાં એક નવી કડી છે.

પ્રશ્ન એ  ઊઠે છે કે જીન્નાહની તસ્વીરના વિરોધના નામ પર સશસ્ત્ર પ્રદર્શનકર્તાઓ એએમયુના પરિસરમાં ઘુસી જાય એ કેટલું ઉચિત છે?,  શું આ તસવીર કાલે લગાવવામાં આવી હતી,  ના પણ ૧૯૩૮થી આ તસવીર ત્યાં લાગેલી હતી જ્યારે એ.એમ.યુ. વિદ્યાર્થી પરિષદે  ૧૯૩૮માં જિન્નાહને આજીવન સભ્યપદથી સન્માનિત કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે જિન્નાહ  દેશના ટુકડા કરવા માટે જવાબદાર છે એટલે એમનું સન્માન ન કરવું જોઈએ. પરંતુ આ વાત યોગ્ય નથી. જિન્નાહ  શરૃઆતથી સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલ હતા અને ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે તેમના સ્વાગત માટે જે સમિતિ બનાવવામાં આવી હતી તેમના પ્રમુખ તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. તેમણે લોકમાન્ય બાળગંગાધર તીળકની મોતની સજા વિરુદ્ધ અદાલતમાં તેમના વકીલ તરીકે તેમની તરફથી લડયા હતા. તે નવયુવાન ક્રાંતિકારી શહીદ ભગતસિંહના પણ વકીલ રહી ચૂકયા હતા. એનાથી વધારે તેઓ હિંદુ-મુસ્લિમ એકતા સંગઠન લખનઉ (૧૯૧૬) સાથે જોડાયા હતા. ભારત કોકિલા સરોજિની નાયડુએ જિન્નાહને ‘ હિંદુ-મુસ્લિમ એકતાના સંદેશવાહક’  તરીકે ગણાવ્યા હતા.

આ ઘટનામાં બીજું પાસું એ પણ છે કે ૧૯૨૦માં ગાંધીજીએ અસહકારની ચળવળ શરૃ કરી ત્યારે જિન્નાહ  રાષ્ટ્રીય આંદોલનથી અલગ થઈ ગયા.  આ પ્રથમ વખત હતો કે અંગ્રેજો વિરુદ્ધ ચળવળમાં સામાન્ય માણસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ચળવળે વિશ્વના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટા ચળવળનો પાયો નાખ્યો. જિન્નાહ  એક બંધારણીય વ્યક્તિ હતા અને તેમના મતે બ્રિટિશ સામેના સંઘર્ષમાં સામાન્ય લોકોનો સમાવેશ તે એક અનઅધિકૃત કાર્ય હતું. તેવી જ રીતે ખિલાફત ચળવળમાં ગાંધીજીની  ભૂમિકાનો વિરોધ તેમણે કર્યો હતો અને આ રીતે તેઓ ધીમે-ધીમે ચળવળથી પોતાને અલગ કરી કાયદાની પ્રેક્ટિસ માટે લંડન જતા રહ્યાં. જીન્નાહ  આમતો મૂળભૂત રીતે બિનસાંપ્રદાયિક હતા. બીજોે મુખ્ય દોષ એ છે કે તેઓ મુસ્લિમલીગ સાથે જોડાયા હતા અને તેના અગ્રણીઓમાં તેમનો સમાવેશ થતો હતો. મુસ્લિમ લીગને અંગ્રેજી હુકૂમત દ્વારા મુસ્લિમોના પ્રતિનિધિ હોવાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, આ પગલું  અંગ્રેજોની વિચાર પૂર્વકની ચાલ હતી કારણ કે મુસ્લિમ લીગનું ગઠન નવાબ અને જમીનદારો અને શાહુકારો એ કર્યું હતું. તેમાં સામંતી મૂલ્યો ભારોભારના હતા.  મુસ્લિમ લીગના એક અગ્રણી નેતા તરીકેની તેમની ભૂમિકા તેમને એક સાંપ્રદાયિક નેતા બનાવે છે. દેશના ભાગલા માટે એકલા તેમને દોષ આપવો એક આધુનિક ભારતના ઈતિહાસનની  વિકૃત પ્રસ્તુતિ છે . બ્રિટિશ દ્વારા ભાગલા પાડો અને રાજ કરોની જે નીતિ અપનાવવામાં આવી હતી તે જ આ વિભાજનનો પાયો હતી . વિભાજનની પાછળ હિન્દુ અને મુસ્લિમ સમુદાયોના તે સાંપ્રદાયિક તત્ત્વોનો પણ કયાંકને કયાંક સાથે હતો.  સાવરકર તે પહેલા વ્યક્તિ હતા જેમણે ભારત બે દેશ છે,  હિન્દુ અને મુસ્લિમ. બીજા શબ્દોમાં હિંદુઓનો દેશ છે તેથી મુસલમાનોએ હિંદુઓને આધીન થઈને રહેવું પડશે. આ મંતવ્ય  આવ્યા પછી જિન્નાહ  સાંપ્રદાયિકતા જાળમાં ફંસાઈ ગયા અને તે પણ કેહવા  લાગ્યા કે આ દેશમાં બે રાષ્ટ્રો છે તો બે દેશ કેમ નહીં?  પાકિસ્તાન કેમ ન બનવું જોઈએ ?

જીન્નાહના જીવન ઉપર ઘણું બધુ લખવામાં આવ્યું છે અને તેના કાર્યોની અલગ-અલગ વ્યાખ્યાઓ અને વિવેચન થયા છે. પાકિસ્તાનની સંવિધાન સભાના ૧૧ ઓગસ્ટ ૧૯૪૭ ના ભાષણમાં  કહ્યું કે ” અહીં બધા પોત-પોતાના ધર્મનું પાલન કરી શકશે અને લોકો સ્વતંત્ર છે. રાજ્ય તેમાં કોઈ જાતની દખલગીરી નહીં કરે”. આ વાત જિન્નાહના  ધર્મનિરપેક્ષ મૂલ્યોને દર્શાવે છે. બાબરી મસ્જિદ નાબૂદ કર્યા પછી અડવાણીને સમજમાં આવ્યું કે જીન્ના ધર્મનિરપેક્ષત હતા અને જિન્નાહને  ધર્મનિરપેક્ષ કહેવાની કિંમત અડવાણીને ચૂકવવી પડી અને તેમની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ. સંઘ પરિવારે ‘જિન્નાહ થી નફરત કરો’ અભિયાન ચલાવીને જિન્નાહને ભારતીય મુસલમાનો અને પાકિસ્તાનના પ્રતીક તરીકે લોકો સમક્ષ મૂકી દીધા.

આ એએમયુની ઘટના ઉપરથી હિંદુ રાષ્ટ્રવાદીઓ એક કાંકરે ઘણા પક્ષીઓની હત્યા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેમાં પ્રથમ હામિદ અન્સારીને લક્ષ્ય બનાવવા કે જેઓ પોતાની ઓળખને સંપૂર્ણપણે બિન-સાંપ્રદાયિકતાની ઓળખ તરીકે માન્યતા આપી શકતા નથી.  બીજુ કે અત્યાર સુધી બનેલા ભાવનાત્મક મુદ્દાઓ ઉપર ભાર મુકવામાં  આવે. જેમાં તસ્વીરના એક સ્વરૃપમા.ં બીજુ એક સમાજને વિભાજિત કરતો મુદ્દો ઊભો કરવામાં આવે.  અને ત્રીજું એ કે જે.એન.યુ. અને હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની જેમ એમને પણ ડરાવવામાં આવે.

જિન્નાહના ભૂતને આપણે એમ કહી શકીએ કે ‘બિનસાંપ્રદાયિક આત્મા એક સાંપ્રદાયિક શરીરમાં’  અને આરએસએસના પ્રયત્નો દ્વારા આવા વિભાજનવાદી અને વિવાદિત મુદ્દાઓનો પ્રચાર-પ્રસાર થતો  રહેશે./

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments