Friday, December 13, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપહિંદુત્વનું નવુ સ્વરૃપ : અટાલીના 'સંયમીત' રમખાણો

હિંદુત્વનું નવુ સ્વરૃપ : અટાલીના ‘સંયમીત’ રમખાણો

ઓક્ષફોર્ડ ઇંગ્લીશ ડિકશનરી આ બાબતનો સ્વીકાર કરે છે કે ‘કમ્યુનાલીઝમ’ શબ્દનો અર્થ દક્ષિણ એશીયામાં અને અંગ્રેજી બોલતા પશ્ચિમી વિશ્વ માટે અલગ અલગ છે. જ્યાં તેનો અર્થ પશ્ચિમમાં “સમુદાયનું સહીયારૃ” છે ત્યાં દક્ષિણ એશીયામાં તેનો પર્યાય “કોમો વચ્ચેના તનાવ” તરીકે જોવાય છે. મોદીયુગમાં જીવતા ભારતીયો માટે આ શબ્દનો અર્થ હચમચાવી દે તેવો પડકારજનક છે.

“સમય સાથે રમખાણો”

હું અને મારા બે સહયાત્રીઓ પાછલા સપ્તાહમાં અટાલી ગામની મુલાકાતે પહોંચ્યા. દિલ્હીથી પચાસેક કિલોમીટર દૂર અટાલી ગામ હરીયાણાના ફરીદાબાદ જીલ્લાની બલ્લભગઢ તેહસીલનો ભાગ છે. ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે અહીં ૧૨૦૦ કુટુંબો પર આધારિત ૭૦૦૦ લોકોની વસ્તી છે. ૨૫મી મેની ઘટના પછી આ ગામ પણ કોમવાદથી પ્રભાવિત ઇલાકાઓની સૂચીમાં પહોંચી ગયો. ૨૫મીની સાંજે હિંદુઓના એક ટોળાએ ગામમાં વર્ષોથી વિવાદમાં સપડાયેલી મસ્જીદમાં નમાઝ પઢી રહેલા મુસલમાનો પર હુમલો કર્યો. ત્રણેક કલાક ચાલેલા ઘમાસાનમાં પુરુષો અને મહિલાઓને મારવામાં આવ્યા, બાળકોને ભયભીત કરવામાં આવ્યા, મકાનો તોડવામાં અને બાળવામાં આવ્યા, મિલ્કતોને નુકસાન પહોંચાડવામાં આવ્યા અને પશુધન ચોરવામાં આવ્યા. આ દરમ્યાન સ્થાનિક પોલીસ ઘટનાથી દૂર રહી અને પાછળથી પીડિતોને પોલીસ સ્ટેશન સુધી સુરક્ષિત પહોંચાડવા માટે અને ઇજાગ્રસ્તોને હોસ્પીટલ સુધી મોકલવા માટે હાજર થઈ. ગામમાં રહેતા તમામ ૪૦૦ મુસલમાનો પલાયન થઈ ગયા અને ૧૫૦ લોકો બલ્લબગઢ થાના પાસે એક સપ્તાહ સુધી શરણાર્થીઓ તરીકે રહેવા માટે મજબૂર થયા. ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઈ જેમાં તેમની ચામડી દાઝી, કુહાડીના ઘા થયા અને હાડકા તૂટયા, સ્ત્રીઓ સાથે પણ ટાંગાટોળી થઈ પરંતુ કોઈ પર બળાત્કારની ઘટના સામે ન આવી.

આ ઘટના મુસલમાનો માટે આનાથી કેટલી ગણી ગંભીર બની શકી હોત પરંતુ આવું થયુ નહી તેમ ત્યાંનો જાટ સમુદાય વારંવાર રટણ કરી રહ્યો છે. અમે ધાર્યું હોત તો મુસલમાનો પર અત્યંત ગંભીર હુમલાઓ કરી શકયા હોત પરંતુ અમે સંયમ દાખવ્યો તે પ્રકારના ઉચ્ચારણો જાટ સમુદાયના લોકો મીડિયા આગળ અને અમારી સાથે ચર્ચા દરમ્યાન પણ કરી રહ્યા છે. મુસલમાનો પણ ચર્ચા દરમ્યાન કહે છે અલ્લાહે અમને બચાવ્યા નહીંતર સ્થિતિ ખૂબ ગંભીર બની શકી હોત.

અમારી મુલાકાત દરમ્યાન અમે જીવનથી ખદબદતા ઘરોને ધૂમાડાની કાળાશમાં અને વેરાન પડેલા જોયા. જ્યારે અમે જર્જરીત વિસ્તારોનું અવલોકન કર્યું તો જણાવ્યું કે હુમલાઓનો ધ્યેય જાનોને નુકસાન પહોંચાડવા કરતા અમુક મુસલમાનોની ઉચ્ચ કોટીના જીવનસ્તરને હાનિ પહોંચાડવા માટે હતો. ગામના બે સૌથી ધનાઢય મુસ્લિમ પરિવારોના ઘરોને સૌથી વધારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. લગભગ ડઝનેક કાર, મોટર સાઈકલ, સ્કૂટર, ટ્રેકટર અને ટેમ્પોનો સંપૂર્ણ નાશ કરી નખાયો હતો. મુલ્યવાન ભેંસો અને બકરાઓ ચોરી લેવામાં આવ્યા હતા. એર કંડીશનર્સ, રેફ્રીજરેટર્સ, કૂલર્સ, વોશીંગ મશીન અને ગેસના ચૂલાને તોડી પડાયા હતા. કિંમતી ફર્નીચર અને શોકેસ જેવા સામાનોનો પણ ભૂકો બોલાવી દેવામાં આવ્યો હતો. દિવાલો અને ફ્લોરિંગની ટાઈલ્સો પણ ઉખાડી પાડવામાં આવી હતી. આમ સમૃદ્ધિનો સામાન જણાતો હોય તેનો શિકાર કરવામાં આવ્યો હતો. પંખાઓ છતથી સરખી ગયા હતા, બાળકની સ્કૂલબેગ, એક ખૂણામાં બળેલા ચોપડાઓ અને પુસ્તકો વચ્ચે દેખાણી અને રસોઈના વાસણો અસ્તવ્યસ્ત ફંગોળાયેલા નજરે ચડી રહ્યા હતા.

અટાલી ગામમાં જે બર્બરતા જોવા મળી તે રમખાણોનું એક નવું જ સ્વરૃપ છે. અટાલી ગામના જાટ સમુદાયે મુસલમાનોને પોતાના ઘરોમાં પાછા ફરવા માટે સારા એવા પ્રયાસો કર્યા. પરંતુ આ આખી ઘટના પણ એક સુનિયોજીત ઘટનાક્રમને છોજ જેેવી હતી. મસ્જિદના નિર્માણ માટેના કોર્ટના સ્ટે આદેશ હટયા પછી જાણે આ રમખાણઓનું એલાન થઈ ગયુ હતું. આસપાસના દસ બાર ગામોમાં ટોળું એકઠું કરવા માટે અભિયાન છેડવામાં આવ્યો હતો. ત્યાંની એક સ્થાનિક મહિલાએ પુરુષોને શૂરાતન ચઢાવવાનું અને ટ્રક ભરીને મહિલા તોફાનીઓને એકઠા કરવાનું કામ કર્યું. તોફાનો શરૃ કરવાનું બહાનું પણ જાણીતુ હતુ અને તે હતુ મહિલાની સતામણીનો આક્ષેપ અને મસ્જિદની જગ્યા બાબતેનો વિવાદ. આ મસ્જિદનો વિવાદ તે બાબતોની સાવ અવગણના કરતો રહ્યો કે મુસલમાનો અહીં દાયકાઓથી નમાઝ અદા કરે છે અને મહેસૂલ વિભાગના ચોડપે પણ જગ્યા વકફની જમીન તરીકે જ નોંધાયેલી છે. મસ્જિદનું નિર્માણ રોકવા માટે ઢગલાબંધ કેસો થયા અને અંતે કોર્ટના આદેશો એ તે તમામ વાંધાઓને નકારી મસ્જિદના નિર્માણને બહાલી આપી દીધી હતી. પરંતુ જાટ સમુદાય મસ્જિદ નિર્માણને લઈને જુદો વલણ અપનાવીને બેઠુ છે અને મીડિયા સામે તે બાબતનો એકરાર પણ કરી ચુક્યુ છે કે તેમના માટે કોર્ટનો આદેશ કોઈ મતલબ નથી રાખતો.

આ રમખાણોનું ચાલી આવતું સ્વરૃપ અને અમૂક બાબતોમાં નવી પદ્ધતિ સાથેનું સ્વરૃપ કેટલાક પ્રશ્નો કરે છે કે શું આ ૨૦૦૨ના હિંદુત્વ મોડલનો કોઈ નવો ચહેરો છે? ૨૦૦૨માં મુસ્લિમ વિરોધી માનસને કોમે લગાડવા એકશન રીએકશનની થિયરી આપવામાં આવી હતી. હિંદુત્વનું મુસ્લિમ વિરોધી માનસ તો શરૃઆતથી જ ચાલી આવી રહ્યું છે પરંતુ આમ લોકોના દિલમાં હિંદુત્વના આવા સ્વરૃપને ઘર કરાવવો એક પડકાર રહ્યો છે. ગુજરાત મોડલે આઝાદ ભારતમાં પહેલીવાર એવી સફળતા મેળવી કે હજારો મુસલમાનોની હત્યા કર્યા પછી પણ લોકોમાં કોઈ પશ્ચાતાપની ભાવના જ ન રહે અને ઉલટું તે બાબત પર ગર્વ લેવામાં આવે. ૨૦૦૨ના પ્રથમ એવા રમખાણો હતા જેમાં મહિલાઓ, ઉચ્ચ મધ્યમ વર્ગ, શહેરી અને ગ્રામીણ, દલિતો અને આદિવાસીઓએ સહિયારી રીતે ભાગ લીધો. આ પ્રથમ એવા રમખાણો હતા જેમાં મુખ્ય આરોપીઓએ ક્યારેય પોતાના કામો માટે ક્ષમા ન માંગી. આ અગાઉ જેટલા પણ કોમી દંગલો થતા તેને તમામ પક્ષો અમુક અસામાજિક તત્વોની દેન ગણાવીને તેના પર ખેદ વ્યક્ત કરતા હતા.

રમખાણોમાં વૈચારિક નવસર્જન કર્યા પછી પણ આ મોડલ જોઈએ તેટલું સફળતા ન મેળવી શકયું. નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા માટે ૨૦૦૨ આડે ન આવ્યું પરંતુ લોકમાનસ પર જે રીતે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના રામ જન્મભૂમિ આંદોલનને સ્થાપિત કરવામાં સફળતા મળી હતી તેવી સફળતા ૨૦૦૨ના મોડલને નથી મળી. ૨૦૦૨ના કારણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હિંદુત્વની છાપને ફટકો પણ પડયો. ટુંકમાં કહીએ તો ૨૦૦૨ એ સફળ પ્રયોગ હતો પરંતુ સમગ્ર ભારતવર્ષમાં પુનરાવર્તન કરી શકાય તેટલો અશકય પણ ન હતો.

આ બધુ કહેવું કદાચ અત્યારે વહેલુ હોય પરંતુ અટાલીના હિંદુત્વ મોડલની ચર્ચા કરવી જ રહી. આ મોડલમાં રાજનૈતિક સ્તરે મોટું નુકસાન પહોંચાડે તેવી બાબતો જેમ કે હત્યા, બળાત્કાર અને મુસલમાનોને બળજબરી પૂર્વક તેમના ઘરો છોડાવવા જેવા ગૂનાઓનો સમાવેશ નહીં થાય પરંતુ આ મોડલમાં મુસલમાનોને હિંદુત્વના તાબે થઈને રહે તેવા બીજી શ્રેણીના શહેરીઓ બનાવીને રાખવામાં આવશે. જો મુસલમાનો આ પ્રકારનું નાગરિકત્વ સ્વીકારે તો પછી સદ્ભાવના, સૂમેળતા અને હિંદુત્વમાં તમામ લઘુમતિઓ માટે આશ્રય જેવા મૂલ્યોના ઢોલ પિટવામાં આવશે.

અટાલીની સમીક્ષા કરીએ તો આવા જ હિંદુત્વની છાપ જોવા મળશે. જાટ સમૂદાયના વડીલો ભૂતકાળ વણોડતા કહે છે કે તેઓ હંમેશાથી મુસલમાનો સાથે સદ્ભાવનાથી રહેતા આવ્યા છે અને અહીં સુધી કે એક જ થાળીમાં જમતા આવ્યા છે. તેઓને અત્યારના સંઘર્ષમાં જે બાબત ખટકી રહી છે કે અમુક મુસલમાનોનું જીવનસ્તર તેમનાથી ઉચ્ચ કક્ષાનું થઈ ગયું છે. મુસલમાનો ધારે તો અત્યારે પણ સૂમેળથી રહી શકે છે પરંતુ તેઓએ ગામવાળાઓને આધિન રહેવું પડશે અને મસ્જિદ માટેનો હક છોડી દેવો પડશે. જાટ સમુદાયને તેમની જબરદસ્તી વિશે પ્રશ્નો પુછવામાં આવે છે તો તે તરત જ વળતો પ્રશ્નો કરે છે શું અમે કોઈ હત્યાઓ કરી કે બળાત્કારો આચર્યા? શું અમારા વડીલો તેમને પાછા બોલાવા ન ગયા? આ પ્રકારના સંયમિત રમખાણોમાં વધારે લાભ જણાઈ રહ્યા છે. મીડિયાને પણ હત્યા વિહોણા રમખાણઓમાં ઝાઝો રસ નથી હોતો. હવે પ્રશાસન પણ તોફાનીઓને બચાવવા માટે પીડિતો આગળ વળતર આપીને મામલો ઢાળે પાડવા માટે દબાણ કરશે. આખાય ઘટનાક્રમમાં પીડિતોને ખૂબ ગુમાવવાનું આવે છે. તેમનો વિશ્વાસ ડગે છે, તેમના સમૃદ્ધ લોકો જમીન પર આવી જાય છે અને તેમની આમ જનતા ભયમાં જીવવા લાગે છે. આમ તો અટાલી મોડલ એક સફળ અને લાંબો ચાલે તેવો પ્રયોગ જણાઈ રહ્યો છે પરંતુ હજુ તેનો સામનો જાતિ આધારિત સમીકરણો અને ચૂંટણીઓની જટીલતાઓથી થવાનો બાકી છે. અટાલીના મુસલમાનો મુખ્યત્વે નીચલી જાતિના ફકીરો અને તેલીઓ છે અને ગામના દલિત હિંદુઓની પણ મોટી વસ્તી છે. ચૂંટણીઓ નજીકમાં યોજાનારી છે અને અહીંનો માહોલ આવનારા દિવસોમાં ચોક્કસપણે રસપ્રદ રહેશે.

(સતીશ દેશપાંડ … સાભારઃ ધી હિન્દુ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments