Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપહિકમત (બુદ્ધિમત્તા)

હિકમત (બુદ્ધિમત્તા)

ઇસ્લામમાં હિકમત'(બુદ્ધિમત્તા) કે પ્રજ્ઞાને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત છે. માનવ-જીવનમાં વ્યક્તિત્વ બાદ પ્રજ્ઞાાને સ્થાન આપી શકાય છે. કુઆર્નમાં છે, “અલ્લાહ જેને ચાહે છે ‘હિકમત’ (બુદ્ધિમત્તા, ડહાપણ) આપે છે, અને જેને ‘હિકમત’ મળી તેને અપાર ધન મળ્યો.” (સૂરઃબકરહ, આયત-૨૬૯). કુઆર્નમાં એક બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે, “અમે લુકમાનને ‘હિકમત’ (બુદ્ધિમત્તા, ડહાપણ) એનાયત કરી હતી કે જેથી આભારી બને.” (સૂરઃલુકમાન, આયત-૧૨). કુઆર્નના અધ્યયનથી આ પણ જણાય છે કે ‘હિકમત’ કે પ્રજ્ઞાા વિના આત્મવિકાસ શક્ય નથી. જો વ્યક્તિ  બુદ્ધિમાન નથી તો તેના વ્યક્તિત્વના નિર્માણ અને આત્મવિકાસ સંબંધે કુઆર્નમાં જણાવ્યું છે કે પૈગમ્બર અ.સ.ની જવાબદારી આ હોય છે કે તે પોતાના અનુયાયીઓના ચારિત્ર્ય તથા વ્યક્તિત્વનું નિર્માણ કરે. આ કાર્ય માટે તેઓ (પૈગમ્બરો) તેમની (પોતાના અનુયાયીઓ) સમક્ષ ઇશવાણીનું ઉચ્ચારણ કરે છે, તેમને વિધિ-વિધાન અને નિયમોનું શિક્ષણ આપે છે, અને તેમને ‘હિકમત’થી વાકેફ કરાવે છે, અને આ તમામ ઉપકરણો દ્વારા તેઓ તેમના વ્યક્તિત્વને વિકસિત કરે છે. આ જ વિકસિત વ્યક્તિત્વ ધર્મનું વાસ્તવિક લક્ષ્ય અને માનવજીવનની સાચી મૂડી છે.

‘હિકમત’ને કુઆર્ને જો મૌલિક મહત્ત્વ આપ્યું છે અને હિકમત શબ્દ કુઆર્નના કી-વર્ડ્સમાંથી એક મહત્ત્વપૂર્ણ પારિભાષિક શબ્દ છે, તો પછી આપણા માટે આ અનિવાર્ય થઈ જાય છે કે આપણે ‘હિકમત’ કે પ્રજ્ઞાા વિષે આ જાણીએ કે ‘હિકમત’ વાસ્તવમાં શું છે, જીવનમાં તેને શું સ્થાન પ્રાપ્ત છે, અને તેનું પ્રદર્શન જીવનમાં કયા સ્વરૃપોમાં થાય છે? ‘હિકમત’ વાસ્તવમાં અલ્લાહે આપેલ હોય છે, આથી તેમાં જે તાજગી જોવા મળશે તે કોઈ અન્ય વસ્તુમાં જોવા નથી ળી શકતી. ‘હિકમત’ના લક્ષણોમાંથી છે કે તે શુભ અને સુંદર હોય છે. તે શંકાઓથી મુક્ત અને સુદૃઢ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારની કમજોરી જોવા નથી મળતી. તેની હૈસિયત એ દીપક સમાન છે જે અંધારા ઘરને પ્રકાશિત કરે છે, અને અંધકારને પળવાર માટે પણ સ્વીકારતો નથી. ‘હિકમત’એ વસ્તુ હોય છે જે સીધી જ હૃદયમાં ઊતરી જાય છે, અને સૂઈ રહેલ આત્માને જાગૃત કરી દે છે. જેમાં આ વિશેષતા હોય છે કે જેને પામીને ધન વિના પણ એક નિર્ધન વ્યક્તિ પણ ધનવાન બની જાય છે, અને જેને પ્રાપ્ત કર્યા વિના એક ધનવાન વ્યક્તિ પણ નિર્ધન જ રહી જાય છે.

‘હિકમત’ વાસ્તવમાં એક પ્રકારનું દિગ્દર્શન (વીઝન) અને ‘કશ્ફ’ છે. આમાં સત્ય અચાનક અનાવૃત થઈને પ્રગટ થાય છે. અને આવું કોઈ પણ પ્રયાસ વિના થાય છે. આથી જ આને ‘ઇલ્હામી’ અથવા તો ‘ઇલ્ કાઈ’ અર્થાત્ દિવ્ય જ્ઞાાન કહેવામાં આવે છે. અલબત્ત આના માટે પવિત્રતા, સંયમ, ઈશભય અને ખુદાઈ આદેશોનું પાલન આવશ્યક છે. આના માટે આ પણ આવશ્યક છે કે માણસ વ્યર્થ વાતો અને વ્યર્થ કાર્યોથી દૂર રહે. હદીસમાં છે ઃ હઝરત અબૂ હૂરૈરહ રદિ. કહે છે કે અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું કે “જ્યારે તમે કોઈ એવા બંદાને જુઓ કે જેને સંસાર પ્રત્યે અનાક્તિ અને અલ્પભાષિતા આપવામાં આવી છે તો તેનું સામીપ્ય ગ્રહણ કરો, કેમ કે તેના હૃદયમાં હિકમત નાખવામાં આવે છે.” (હદીસ, બયહકી, ફી શો’બુલ ઈમાન)

‘હિકમત’ જો કે ઇલ્હામી-જ્ઞાાનને કહેવામાં આવે છે, પરંતુ વ્યક્તિના જીવનમાં આનું પ્રદર્શન ત્રણ પાસાઓથી થાય છે –

(૧) દૈવ-યોગ (Divine guidance)

જ્યારે હિકમતનું પ્રદર્શન હૃદય અને અંતઃકરણના માધ્યમથી થાય છે તો તેને આંતરિક પ્રેરણા, દૈવ-યોગ, કૃતજ્ઞાતાભાવ, અંતદૃષ્ટિ વિ. નામોથી વ્યક્ત કરે છે. આથી કુઆર્નમાં આભાર (કૃતજ્ઞાતા)ને ‘હિકમત’ કહેવામાં આવ્યું છે. “અમે લુકમાનને હિકમત (તત્ત્વદર્શિતા, બુદ્ધિમતા) પ્રદાન કરી હતી કે જેથી કૃતજ્ઞા બને. જે કોઈ કૃતજ્ઞા બને તેની કૃતજ્ઞાતા તેના પોતાના જ માટે લાભપ્રદ છે અને જે ઇન્કાર કરે તો વાસ્તવમાં અલ્લાહ બેનિયાઝ (નિરપેક્ષ) છે અને તે સ્વયં પ્રશંસિત છે.” (કુઆર્ન, ૩૧ઃ૧૨)

(૨) બુદ્ધિમત્તા (Wisdome)

જ્યારે હિકમતનું પ્રદર્શન માનવ મસ્તિષ્કના માધ્યમથી થાય છે તો તેને બુદ્ધિમત્તા, હોશિયારી, સમજદારી અને વિવેક વિ. નામોથી પોકારવામાં આવે છે. એવી વ્યક્તિ કે જે મૂર્ખતાપૂર્ણ વાતો કરતી હોય, જેના વિચારોમાં ઊંડાણ જોવા ન મળતું હોય અને જે છીછરાપણા ઉપર રાજી હોય તેનો ‘હિકમત’ તથા પ્રજ્ઞાાથી કોઈ સંબંધ નથી.

(૩) નૈતિકતા (Morality)

જ્યારે હિકમતનું પ્રદર્શન માનવીના વ્યવહારિક જીવનના માધ્યમથી થાય છે તો પછી તેને નૈતિકતા, સજ્જનતા અને શરાફત જેવા નામોથી વિભૂષિત કરવામાં આવે છે. આનાથી જણાય છે કે ‘હિકમત’નો માનવ-જીવન સાથે કેટલો ગાઢ સંબંધ છે. હિકમત પામેલ વ્યક્તિના જીવન અને એ વ્યક્તિના જીવનમાં ઘણું મોટું અંતર જોવા મળશે કે જે ‘હિકમત’ની દૌલતથી વંચિત રહી. જેને હિકમતની દૌલત મળી ગઈ છે તેના ચારિત્ર્યમાં દૃઢતા જોવા મળશે. તેના પર તમે પૂરો વિશ્વાસ કરી શકો છો. તેનાથી કોઈ પણ પ્રકારના વિશ્વાસઘાતની આશંકા નથી હોઈ શકતી. તે એવી વ્યક્તિ હોય છે જે બૂરાઈને સારી રીતે જાણે છે. આથી ભૂલીને પણ તે બૂરાઈમાં લિપ્ત નથી હોઈ શકતી. તેને આનો પૂરી રીતે અનુભવ હોય છે કે જીવનમાં શુભ અને સુંદર શું છે. આથી જીવનમાં તેનો પ્રયાસ આ હોય છે કે જીવનમાં જે શુભ તથા સુંદર છે તે નષ્ટ ન થઈ જાય.

ઉપર સંકેત કરવામાં આવ્યો છે કે હિકમત કયા લોકોને મળે છે. હિકમત વાસ્તવમાં એ લોકોને જ મળે છે જેમનું હૃદય-દર્પણ સ્વચ્છ અને સાફ હોય છે. આ જ એ અરીસો છે જેમાં સત્ય પ્રતિબિંબિત થઈ શકે છે. જે લોકો લોભ, અહંકાર, ઈર્ષ્યા, ક્રોધ વિ. બૂરાઈઓમાં ગ્રસ્ત હોય છે અને જેમના તમામ પ્રયત્નો આ માટે હોય છે કે તે વૈધ કે અવૈધ, જે સ્વરૃપમાં પણ થઈ શકે ધન અને ખ્યાતિ પ્રાપ્ત કરે – તેમને આ પરમ ધન જેને તત્ત્વદર્શિતા (Wisdom) કહેવામાં આવે છે તે કદાપિ પ્રાપ્ત નથી થઈ શકતું. તેઓ એવા અવસર જ ઊભા નથી કરતા કે અલ્લાહ તેમના અંતર્મનના માધ્યમથી તેમની સાથે વાર્તાલાપ કરે અને પોતાના સૂક્ષ્મ સંકેતોથી તેમનું માર્ગદર્શન કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments