Saturday, July 27, 2024
Homeઓપન સ્પેસહૈદરના બહાને

હૈદરના બહાને

(ફિલ્મ રિવ્યુ)

લિ. જાવેદ અનીસ

રાજકારણ નિર્દયી હોઈ શકે છે, એટલું કે જે દુઃખ આપે તે દાગ-ધબ્બો બની જાય. એવાં દાગ-ધબ્બા જે કેટલીક પેઢીઓ સાફ કરવા માટે ઘાતક હોય. આગળ જઈને આ જ રાજકારણ આવાં દાગ-ધબ્બા ઉપર વારંવાર ઉઝરડાં પણ કરે છે. એટલે આવાં દાગ-ધબ્બા ઉપર મટીના શકે અને તેઓ એની આગ ઉપર પોતાની રોટિયો સેકતા સેકતા સદીઓ પસાર કરી શકે. ૧૯૪૭ના ભાગલાએ આ મહાસાગરોને કેટલાંક એવા દાગ-ધબ્બા આપ્યાં જેનાથી કેટલીક સભ્યતાઓ-સંસ્કૃતિઓ અને ધર્મોને અલગ પાડી દીધાં. જેવા કે પંજાબ, બંગાળ અને કાશ્મીર. આ દરમિયાન કાશ્મીર ભારત અને પાકિસ્તાન માટે પોતપોતાના રાષ્ટ્રવાદના દેખાવો માટેનો અખાડો બની ગયો હતો. ભાગલાં પહેલાં આ બંને પાડોશી દેશો કાશ્મીર જીતવા માટે બે-વાર યુદ્ધ કરી ચુક્યા છે. નાના-નાના સંઘર્ષો તો તુચ્છ ગણાય છે. અત્યારે કાશ્મીરી સૈનિકો ડર અને દબાવમાં ઘેરાવોમાં રહેવા માટે મજબૂર છે. લોહીના રાજકારણનાં આ ખેલમાં અત્યારે તો લોહી પણ જામી ગયું છે. છેલ્લે ‘જન્નત’ જહન્નમ કેવી રીતે બની ગઈ. કારણ કોઈ પણ હોય પરંતુ કાશ્મીર જહન્નમ બનવાની મોટી કિંમત બધાં કાશ્મીરવાસીયોને ચુકવવી પડી છે.

એવી કોઈ ફિલ્મ યાદ નથી આવતી કે જેણે કાશ્મીરને આટલી સંવેદનશીલતાની સાથે પ્રસ્તુત કર્યું હોય. પરંતુ શેક્યપિયર પ્રેમી ફિલ્મ ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજ પોતાની નવી ફિલ્મ ‘હૈદર’માં કાશ્મીર અને ત્યાંના રહેવાસીઓના દુઃખ માટે વધુ સંવેદનશીલતાની સાથે પ્રસ્તુત કરવામાં સફળ થયાં છે. આ વાતને લીધે બંને દેશો વચ્ચે ઘર્ષણો થઈ રહ્યાં છે. ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં કાશ્મીરને લઈને મોકળા મને અલગ-અલગ વિચારો વડે વાતો થઈ રહી છે. પાકિસ્તાનમાં તો ‘હૈદર’ રિલીઝ નથી થઈ. કારણ કે, ત્યાંના સેનસર બોર્ડનું માનવું છે કે ફિલ્મમાં કાશ્મીરને લઈને કેટલાક વિવાદાસ્પદ વિચારો રજૂ કરાયા છે અને તેમને ફિલ્મના કેટલાક દૃશ્યો પ્રત્યે વિરોધ છે. અહીંયા ભારતને પણ ‘હૈદર’ને લઈને પ્રશંસાની સાથે-સાથે તેના વિરોધનો પણ સામનો કરવો પડયો છે. સોશિયલ મીડિયામાં આ ફિલ્મને લઈને મોટા પ્રમાણમાં વિરોધો થઈ રહ્યાં છે.

પરંતુ ‘હૈદર’ કાશ્મીર ઉપર બનેલી ફિલ્મ નથી અને ફિલ્મને બનાવવાવાળા પણ આવો કોઈ દાવો કરતાં નથી. આ ફિલ્મ તો શેક્સપિયરની પ્રચલિત વાર્તા ‘હેમલેટ’ ઉપર આધારિત છે. વિશાલ પોતે જણાવે છે કે તે ‘હેમલેટ’ કાશ્મીરમાં બનાવવા ઇચ્છતા હતાં પરંતુ કાશ્મીર જ ‘હેમલેટ’ બની ગયુ છે. એનાથી પહેલાં પણ વિશાલ ભારદ્વાજ ‘મેકબેથ’ અને ‘ઓથેલો’ જેવી શેક્સપિયરની વાર્તાઓ પર આધારિત ફિલ્મો જેવી કે ‘મકબૂલ’ અને ‘ઓમકારા’ બનાવી ચુક્યા છે. પરંતુ આ વખતે એમણે ‘હેમલેટ’ને ‘હૈદર’ બનાવવા માટે એમણે વાસ્તવવાદી અને સંવેદનશીલ કેનવાસને પસંદ કર્યું. એક કલાકાર માટે ‘હેમલેટ’ અને કાશ્મીરને એકસાથે દર્શાવવું બે હોડીની એકસાથે સવારી કરવા જેવું છે. પરંતુ ફિલ્મ બનાવવા માટે વાર્તાક્રમ જરૂરી છે અને ફિલ્મ બનાવવા માટે બજાર ઉપર નિર્ભર રાખતાં બે સ્થાનોમાં બે હોળી ઉપર સવારી કરવા માટે હિંમત અને કાબેલિયત બંનેની જરૃર પડે છે.

‘હૈદર’ માણસોની આદતો ઉપર જેવી કે, પ્રેમ, નફરત, જૂઠ, બદલો, પછતાવો વગેરે કાશ્મીરના રહેવાસીઓની વાર્તા છે. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરની પૃષ્ઠભૂમિ ઉપર બનેલી ફિલ્મ છે. સાચી વાર્તા એ છે કે અલીગઢમાં ભણતા હૈદર મીર (શાહિદ કપૂર)ને પોતાના ઘર કાશ્મીરમાં પાછા આવવું પડે છે. કારણ કે, તેના પિતા ડૉ. હિલાલ મીર (નરેંદ્ર ઝા) દ્વારા એક આતંકવાદીના પોતાના ઘરમાં ઓપરેશન કરતો હોવાને કારણે આર્મી તેમને પોતાની પકડમાં લઈ લે છે. તેના પછી ડૉ. હિલાલ મીર અદૃશ્ય થઈ જાય છે. હૈદર તેમને શોધવા માટે નીકળી પડે છે. તે સમય દરમિયાન હૈદર ઉપર આભ ફાટી પડે છે જ્યારે તેને ખબર પડે છે કે તેની માતા ગઝાલા મીર (તબ્બુ) અને એના કાકા ખુર્રમ મીર (કેકે મેનન) વચ્ચે સંબંધ છે. પોતાના પિતાના મૃત્યુનું સાચું કારણ ખબર પડતાં જ હૈદર ખુબ દુઃખી અને ક્રોધિત થઈ જાય છે. બદલો લેવાની આગમાં ‘હૈદર’ કવિથી ‘હત્યારો’ બની જાય છે.

બધાં જ કલાકારોનો અભિનય પ્રશંસાપાત્ર છે. તબ્બુએ ગઝાલાનો પાત્ર સારી રીતે નિભાવ્યો છે. તે પોતાના પાત્રમાં આવેલા ઉતાર-ચઢાવમાં સારી રીતે ભળી જાય છે. તેમનાં ચહેરાનો ભાવ જોતાં જ જીવંત લાગે છે ત્યાં શાહિદ કપૂરએ પણ પોતાનો અત્યાર સુધીનો સૌથી વધુ સરસ અભિનય કર્યું છે. ‘બિસ્મીલ’ ગીતમાં શાહિદ કપૂર બેમિસાલ રહ્ય્યો છે. ઇરફાન ખાન થોડા સમય માટે પરદાં પર જોવા મળે છે. એક આધ દૃશ્યોમાં તેમની ભાવપ્રણય આંખો અને સંવાદ તેમની અદાનો જાદુ પ્રગટાવે છે અને તે મહેફિલ લૂંટી લે છે. વિશાલ ભારદ્વાજ નિર્દેશકના રૃપમાં શ્રેષ્ઠ રહ્યાં છે.તેમણએ બે હોળીઓની સવારીને સારી રીતે નિભાવી છે. તેમની દેખરેખ હેઠળ સિનેમાનો મિલન જ્યારે શેક્સપિયર અને કાશ્મીરની સાથે થાય છે ત્યારે આ માધ્યમની તાકાત જોતાં જ માલૂમ પડે છે.

ફિલ્મના સ્ક્રિપ્ટરાઈટર બશરત પીર છે. જો કે તે ખુદ એક કાશ્મીરી છે. તેમણે કાશ્મીરનાં દર્દ ઉપર ‘કર્ફ્યુ નાઈટ’ જેવી પત્રિકાઓ લખી છે. કદાચ તેમના કારણે જ આ ફિલ્મ આટલી સંવેદનશીલ થઈ શકી છે. હૈદરમાં શાંત વાતાવરણનો પણ વધુ સુંદરતાથી ઉપયોગ થયો છે. આટલા સુધી કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ધીમુ છે. ગુલઝાર અને વિશાલની જોડીએ ઊર્દુના નામી શાયર ‘ફૈઝ અહમદ ફૈઝ’ની હમ દેખેગે, પિંજરા, ઉદાસ હૈ યારો, અને આજ કે નામ, જેવી કવિતાની પંક્તિઓને પણ ફિલ્મનો ભાગ બનાવવામાં આવી છે. ફૈઝ અહિંયા પણ રેલેવેંટ છે અને ફિલ્મમાં એની ખાસ અસર જોવા મળે છે.

ફિલ્મમાં કાશ્મીરની સુંદરતા અને બરફના પહાડો પણ દર્શાવયાં છે. પરંતુ તેને લોહીથી રંગાયેલો અને હિંસા અને ડરથી ઘેરાયેલાં જોઈને આપણા હૃદય અને મગજ ઉપર ભારે માત્રામાં અસર પડે છે. દર્દ અને દહેશત પણ સુંદરતાના વસ્ત્રો ઓઢેલી જોવા મળે છે. સુંદર ‘કાશ્મીર’ બંદીઘર જેવું લાગે છે અને એની સુંદરતા જ એના ગળાનો ફાંસો બની ગયેલી જોવા મળે છે. ફિલ્મ આપણને કાશ્મીરની ઊંડાણ સુધી લઈ જાય છે. આમાં સુંદરતા અને શોકગીત સાથે સાથે જોવાય છે. ફિલ્મમાં ઝેલમ પણ છે પરંતુ તે પણ અદૃશ્ય કાશ્મીરીયોને ખોજતી અને ઉદાસ દર્શાવાઈ છે.

‘હૈદર’ પોતાની શરૃઆતમાં જ જણાવી દે છે કે તે જિંદગીની તરફ છે. માત્ર એક જ પરિવારની વાર્તા હોવા છતાં તે કાશ્મીરના ખોવાઈ ગયેલ અને વિસ્થાપિત થઈ ગયેલ લોકોની વાત કરે છે.

ફિલ્મમાં ‘અફ્સ્પા’ (આર્મડ ફોર્સેજ સ્પેશ્યલ પાવર એક્ટ)નો પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. તેને વ્યંગમાં ‘ચુસ્પા’ કહેવામાં આવ્યું છે.

ફિલ્મનો સંદેશ એ છે કે કાશ્મીર મોટા દેશો (ભારત અને પાકિસ્તાન)ના યુદ્ધમાં પિસાઈ રહેલી ઘાસ છે. એક દૃશ્યમાં જોવા મળે છે કે એક યુવાન પોતાના ઘરમાં અંદર ત્યાં સુધી જઇ શકતો નથી જ્યાં સુધી તેની તલાશી ન થઈ જાય. અસતિત્વની આ જ લડાઈમાં કાશ્મીરી યુવાનોનો પ્રતીક હૈદર એવો સવાલ પૂછતો ફરે છે કે શું તે છે કે તે થી. અંતે ‘હૈદર’ પોતાના કાકા ખુર્રમ મીરથી બદલો લેવા માટે રિવોલ્વર ઉપાડે છે પરંતુ ગોળી મારતો નથી. કેમકે તે માતાનો પક્ષ લે છે અને તેની માતા કહે છે કે બદલા થી બદલો જ જન્મ લે છે.

દેશના બાકી ભાગોમાં કાશ્મીરીઓને કેવી નજરથી જોવામાં આવે છે તે યાદ દેવાડવાની જરૃર પડતી નથી. પાછલા દિવસો દરમિયાન મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિશ્વ વિદ્યાલયની પરિસરમાં અને વી.સી. કાર્યાલયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ હંગામો અને તોડફોડ કરી હતી. વિશ્વ વિદ્યાલયના કુલપતિનો એટલો દોષ હતો કે તેણે જમ્મુ-કાશ્મીરમાં આવેલી પ્રાકૃતિક આપત્તિઓને નજર સમક્ષ રાખી વિશ્વ વિદ્યાલયમાં ભણતાં કાશ્મીરી છાત્રોની મદદ માટે અપીલ કરી હતી. વી.સી. જવાહર કૌલ જે પોતે ‘કાશ્મીર પંડિત’ છે. આવા ખરાબ વર્તનથી એટલાં દુઃખી થયાં કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. તે કેટલાક દિવસો સુધી તો આઈસીયુમાં રહ્યાં. આ છે કાશ્મીરીઓને લઈને આપણી સંવેદના. જે મોટા પ્રમાણમાં આવતી પ્રાકૃતિક આપત્તિઓના સમયે પણ સંકોચાતી નથી. લાઠીના બળ ઉપર અને અવિશ્વાસની છાયામાં રાષ્ટ્રનિર્માણ થઈ શકતુ નથી. રાષ્ટ્રનિર્માણ તો પોતપોતાના હિતોની એકતાથી થઈ શકે છે. શેષ ભારતને પોતાના અંદર ઝાંખવુંં જોવું જોઈએ. શું આપણે ‘કાશ્મીર માંગોગે તો ચીર દેંગે’ના નારા લગાવવાની જગ્યાએ એવી કોઈ મુશ્કેલ કોશિશ કરી છે કે જેથી કાશ્મીર અને કાશ્મીરવાસીયોનો વિશ્વાસ અને કુર્બતને જીતી શકાય અને આપણા હિતો સાકાર કરી શકાય. એનાથી ઊલટું, આપણામાંથી કેટલાક લોકો તો અલગાવવાદિયોંની જેમ તેમને પંડિત અને મુસલમાન કાશ્મીરવાસીયોંમાં બાંટવાની કોશિશ કરતાં જોવા મળે છે.

હું તો ક્યારેય કાશ્મીર ગયો નથી અને ક્યારેય શેક્સપિયરની ‘હેમલેટ’ પણ વાંચી નથી. પરંતુ આ ફિલ્મ જોઈને બંનેનો મિલાપ વધુ નજદીકથી થયો છે. ત્યાં જ આપણા કાશ્મીરી હોવાનું દુખ અને દર્દ પણ જતાવાયું છે. પોતાની ૧૦૦-૨૦૦ કરોડના કલબની જેવી તેવી ફિલ્મો પર ઘમંડ કરવાવાળાઓ સામે બોલીવુડમાં હૈદર ફિલ્મ બનાવવી હિંમતનું કામ છે.આપણી ફિલિમ ઇન્ડરસ્ટ્રીમાં દર્શકોએ આવી ફિલ્મ જોવા માટે પોતાનો કિંમતી સમય જોઈએ. ખરેખર, એકવાર તો હૈદર ફિલ્મ જોવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments