Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપ૪૫ વર્ષમાં સૌથી વધુ બેકારીના અહેવાલથી ડરી મોદી સરકાર

૪૫ વર્ષમાં સૌથી વધુ બેકારીના અહેવાલથી ડરી મોદી સરકાર

૨૦૧૭-૧૮ માટે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ તરફથી કરાવવામાં આવેલ શ્રમ શક્તિ સર્વેના પરિણામોને સરકાર દબાવવી રહી છે. આ વર્ષે બેકારીનો દર પાછલા ૪૫ વર્ષના બેકારીના દર કરતા વધુ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૮ના પહેલા સપ્તાહમાં રાષ્ટ્રીય સાંખ્યિક આયોગે (NSC) સર્વેને મંજૂર કરી સરકારની પાસે મોકલી દીધો, પરંતુ સરકાર તેની પર બેસી ગઈ. આ આરોપ લગાડતા આયોગના પ્રભારી પ્રમુખ મોહનન અને એક અન્ય સભ્ય જે વી મીમાંસા અે રાજીનામું આપી દીધું છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના સોમેશ ઝાઅે આ અહેવાલની વાતો સામે લાવી દીધી છે. એક રિપોર્ટર નું આ કાર્ય હોય છે. જે સરકાર છુપાવે તે બહાર લાવવું. હવે વિચારો જો સરકાર પોતે આ રિપોર્ટ જાહેર કરે કે ૨૦૧૭-૧૮માં બેકારી દર ૬.૧ થઈ ગઈ હતી જે ૪૫ વર્ષમાં સૌથી વધુ છે તો તેની નિષ્ફળતાઓનો ઢોલ ફાટી જશે. આટલી બેકારી તો ૧૯૭૨-૭૩માં હતી. શહેરોમાં તો બેકારી દર ૭.૮ ટકા થઈ ગઈ હતી અને કામ ન મળવાને કારણે લોકો ઘરમાં બેઠવા લાગ્યા હતા.

સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના મહેશ વ્યાસ તો છેલ્લા ત્રણ વર્ષથી બેકારીના આંકડા સામે લાવી રહ્યાં છે. તેના કારણે જ્યારે બેકારીના આંકડા પર વાત થવા લાગી તો સરકારે લેબર રિપોર્ટ જાહેર કરવાનું બંધ કરી દીધું. તેમણે પાછલી વખતે પ્રાઈમ ટાઈમમાં જણાવ્યું હતું કે બેકારીનો દર ૯ ટકાથી વધુ છે કે જે ખૂબ જ વધુ છે.

તમે ઇન્ટરનેટ પર રોજગાર અને રોજગારના આંકડા સંબંધિત માહિતી શોધો. તમને ખ્યાલ આવશે કે લોકોમાં આશા જાગેલી રહે તે્ માટે સમાચારો પેદા કરવામાં આવી રહ્યાં છે. ત્યાર બાદ તે સમાચારોનું કોઈ ઠેકાણું નથી. જેમ ફેબ્રુઆરી ૨૦૧૮માં સરકાર પોતાના મંત્રાલયોમાં કહે છે કે આપણા સેક્ટરમાં સર્જન કરેલ રોજગારની યાદી બનાવો. એક વર્ષ પછી તે યાદી ક્યાં છે?

પાછલા વર્ષે ટી સી અે અનંત ની અધ્યક્ષતા માં એક નવી પેનલ બની હતી. એને બતાવવાનું હતું કે રોજગારના વિશ્વસનીય આંકડા જમાં કરવા માટે શું કરવું જોઈએ. તેના નામ પહેલા જે લેબર રિપોર્ટ જાહેર કરવામાં આવતો હતો તે બંધ કરી દીધો. જુલાઈ ૨૦૧૮માં આ પેનલને પોતાનો અહેવાલ સુપરત કરવાનો હતો. પરંતુ તેમણે છ મહિનાનો સમય માંગી લીધો.

એટલા માટે શ્રેષ્ઠ આંકડાની વ્યવસ્થાના નામ પર તેમણે જૂના અહેવાલો બંધ કરી દીધા. કેમકે તેના કારણે સવાલ પેદા થવા લાગ્યા. હવે જ્યારે રાષ્ટ્રીય સાંખ્યિક આયોગનો અહેવાલ આવ્યો તો તેને દબાવવામાં આવી રહ્યો છે. વિચારો, સરકાર ઈચ્છે છે કે તમે તેનું મૂલ્યાંકન ફક્ત મિથ્યા, ધાર્મિક અને ભાવુક વાતો પર જ કરો.

સરકારની આર્થિક નીતિઓ ફેલ થઈ ગઈ છે. એટલા માટે ભાષણને આકર્ષક બનાવી રાખવા માટે અમેરિકી મોડલની જેમ સ્ટેડિયમને સજાવવામાં આવી રહ્યા છે. સારી લાઈટિંગ દ્વારા પ્રધાનમંત્રીને ફરીથી મહાન ઉપદેશકની જેમ રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે શિક્ષણ અને રોજગારને પોતાના એજન્ડા અને ભાષાઓમાંથી ગાયબ કરી દીધું છે. તેમને ખબર છે કે હવે કાર્ય કરવાની તક પણ જતી રહી.

એટલા માટે તેમણે એક રીતે પ્રધાનમંત્રી કાર્યાલય ત્યાગી દીધું છે. ભારતના પ્રધાનમંત્રી સૌ સૌ રેલીઓ કરે છે, પરંતુ એક રેલીમાં પણ શિક્ષણ અને રોજગાર પર વાત નથી કરી રહ્યાં. મે આટલા નવયુવાન પ્રધાનમંત્રી નથી જોયા. સરકારી ખર્ચ પર થવાવાળી આ સૌ રેલીઓના કારણે પ્રધાનમંત્રી વીસ દિવસ સમાન કાર્ય નહી કરે. તેને જો બાર બાર કલાકમાં વિભાજિત કરીએ તો પણ ચાલીસ દિવસ સમાન કામ નહી કરે. તેઓ દિવસ-રાત કેમેરાની સામે રહે છે. તમે જ વિચારો કે તે ક્યારે કાર્ય કરતા હશે?

ન્યૂઝ ચેનલોના માધ્યમથી ધાર્મિક સમસ્યાઓના વાવાઝોડાનું સર્જન કરવામાં આવે છે, જેથી લોકોના પ્રશ્નો બદલી જાય. તે નોકરી છોડીને સેનાની બહાદુરી અને મંદિરની વાત કરતો થઈ જાય. આપણી સેનાતો હંમેશાથી બહાદુર જ રહી છે. સમગ્ર દુનિયા તેને લોખંડ માને છે. પ્રધાનમંત્રી શા માટે વારંવાર સેના સેના કરી રહી છે? શું સૈનિકના બાળકને શિક્ષણ અને રોજગારની જરૂર નથી? તેમને ખબર છે કે ધાર્મિક કટ્ટરતા જ તેમને બચાવી શકે છે. એટલા માટે એક તરફ અર્ધ કુંભને કુંભ બતાવીને માહોલ બનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રોજગારના સવાલો ગાયબ કરવા માટે અર્થવિહિન મુદ્દા પેદા કરી રહ્યા છે.

હે ભારતના બેકાર નવયુવાનો ! ઈશ્વર તમારું ભલું કરે ! પરંતુ તે પણ નહિ કરે, કેમ કે તેમનો પણ ઉપયોગ ચુંટણીઓમાં થવા લાગ્યો છે. તમારી નિયત પર કોઈએ ખીલ્લી ઠોકી દીધી છે. દરેક વખતે નામ કહેવાની જરૂરત નથી.

– લે. રવીશ કુમાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments