Saturday, July 27, 2024
Homeમાર્ગદર્શનકુર્આન(૮૮) સૂરઃ અલ-ગાશિયાહ

(૮૮) સૂરઃ અલ-ગાશિયાહ

(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૨૬)

અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

૧. શું તમને તે છવાઈ જનારી આફત (અર્થાત્ કયામત)ના સમાચાર પહોંચ્યા છે ?
૨. કેટલાક ચહેરા તે દિવસે ભયભીત હશે,
૩. સખત પરિશ્રમ કરી રહ્યા હશે, થાકી જતા હશે,
૪. ધીખતી આગમાં દાઝી રહ્યા હશે,
૫. ઉકળી રહેલા ઝરણાનું પાણી તેમને પીવા માટે આપવામાં આવશે,
૬. કાંટાળી સૂકી ઘાસ સિવાય કોઈ ભોજન તેમના માટે નહીં હોય
૭. જે ન હૃષ્ટપુષ્ટ કરે, ન ભૂખ મટાડે.
૮. કેટલાક ચહેરા તે દિવસે તેજસ્વી હશે,
૯. પોતાની કામગીરી પર ખુશ હશે,
૧૦. ઉત્તમ શ્રેણીની જન્નતમાં હશે,
૧૧. કોઈ નિરર્થક અને અશિષ્ટ વાત તેઓ ત્યાં નહીં સાંભળે,
૧૨. તેમાં ઝરણાં વહેતાં હશે,
૧૩. તેમાં ઉચ્ચ આસનો હશે,
૧૪. જામ મૂકેલા હશે,
૧૫. ગાવ-તકિયાની કતારો લાગેલી હશે
૧૬. અને ઉત્તમ અને કીમતી જાજમો પાથરેલી હશે.
૧૭. (આ લોકો નથી માનતા) તો શું આ લોકો ઊંટોને નથી જોતા કે કેવા બનાવવામાં આવ્યા ?
૧૮. આકાશને નથી જોતા કે કેવું ઊંચું ઉઠાવવામાં આવ્યું ?
૧૯. પર્વતોને નથી જોતા કે કેવા જમાવવામાં આવ્યા?
૨૦. અને ધરતીને નથી જોતા કે કેવી પાથરવામાં આવી ?
૨૧. ભલે તો (હે પયગંબર !), ઉપદેશ આપતા રહો, તમે માત્ર ઉપદેશ જ આપવાવાળા છો,
૨૨. કંઈ એમના પર બળજબરી કરવાવાળા નથી.
૨૩. અલબત્ત, જે વ્યક્તિ મોઢું ફેરવશે અને ઇન્કાર કરશે
૨૪. તો અલ્લાહ તેને ભારે સજા આપશે.
૨૫. આ લોકોએ પાછા ફરવાનું અમારા તરફ જ છે,
૨૬. પછી એમનો હિસાબ લેવો અમારા જ શિરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments