(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૧૯)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. પઢો (હે પયગંબર !) પોતાના રબ (પ્રભુ)ના નામ સાથે જેણે સર્જન કર્યું,
૨. થીજેલા લોહીના એક લોચાથી મનુષ્યનું સર્જન કર્યું.
૩. પઢો, અને તમારો રબ અત્યંત ઉદાર છે
૪. જેણે કલમ વડે જ્ઞાન શીખવાડ્યું,
૫. મનુષ્યને તે જ્ઞાન આપ્યું જેને તે જાણતો ન હતો.
૬. કદાપિ નહીં, મનુષ્ય વિદ્રોહ કરે છે
૭. એ કારણે કે પોતાને નિરપેક્ષ-નિસ્પૃહ જુએ છે
૮. (જો કે) ચોક્કસપણે પાછા તો તારા રબ તરફ જ ફરવાનું છે.
૯. તમે જોઈ તે વ્યક્તિને જે એક બંદાને રોકે છે
૧૦. જ્યારે કે તે નમાઝ પઢતો હોય?
૧૧. તમારો શું ખ્યાલ છે જો (તે બંદો) સન્માર્ગ પર હોય
૧૨. કે પરહેજગારી (સંયમ)નો સદુપદેશ આપતોે હોય?
૧૩. તમારો શું ખ્યાલ છે જો (આ રોકનાર વ્યક્તિ સત્યને) ખોટું ઠેરવતો અને મોઢું ફેરવતો હોય ?
૧૪. શું તે નથી જાણતો કે અલ્લાહ જોઈ રહ્યો છે ?
૧૫. કદાપિ નહીં, જો તે અટકશે નહીં તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું,
૧૬. તે કપાળને જે જૂઠું અને અત્યંત દોષી છે.
૧૭. તે બોલાવી લે પોતાના ટેકેદારોની ટોળીને,
૧૮. અમે પણ યાતનાના ફરિશ્તાઓને બોલાવી લઈશું.
૧૯. કદાપિ નહીં, તેની વાત ન માનો અને સિજદો કરો અને (પોતાના રબનું) સામીપ્ય પ્રાપ્ત કરો.