Saturday, April 20, 2024
Homeમનોમથંનએકતાના બંધનને મજબૂત કરવા માટે પ્રતિજ્ઞા લઈએ!!!

એકતાના બંધનને મજબૂત કરવા માટે પ્રતિજ્ઞા લઈએ!!!

૧૫ ઓગષ્ટ ૧૯૪૭ની મધ્યરાત્રે ભારત સ્વતંત્ર થયું. આ સ્વતંત્રતા ફકત જુલ્મી અને ક્રૂર શાસનથી મુક્તિ ન હતી, પરંતુ દમન અને અન્યાયથી પણ સ્વતંત્રતા હતી. તે ગરીબી, પીડા, વ્યાધિ, અજ્ઞાનતા તેમજ તકોની અસમાનતાના અંતનું આશાનું કિરણ હતી. સ્વતંત્રતાના ઘોષણાપત્રમાં જાહેર કરવામાં આવ્યુ કે “આપણે આ તથ્યોને સ્પષ્ટ રીતે સ્વીકારીએ છીએ કે દરેક મનુષ્યને એકસમાન પેદા કરવામાં આવ્યો છે, તેને તેના સર્જનહાર તરફથી કેટલાક નિશ્ચિત અનભિગ્ન હક્કો પ્રાપ્ત છે” જેમાં જીવન જીવવાનો, સ્વતંત્રતાનો અને સુખ પ્રાપ્તિનો હક્ક સામેલ છે. ભારત એ એક ઉદાર આવાસની પરિકલ્પના સમાન હતું જ્યાં બધા ભારતીયો કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મ-જાતિ, રંગ-રૃપ જેવા ભેદ ભાવ વિના એકસાથે રહી શકે.

ભારતીય ઈતિહાસ એ ભવ્ય વૈવિધ્યનું મનમોહક દૃષ્ટાંત છે. અનેકવિધ લોકો આટલી બધી વિવિધતા સાથે પણ એક સાથે હળીમળીને રહે, એવો ભૂપ્રદેશ કે જેમાં વિશાળ પર્વતો, સોહામણી નદીઓ, નિર્મળ ઘાટીઓ, ગરમ રણપ્રદેશોથી ભરપૂર હોય, એવી સંસ્કૃતિ કે જે ભાષાઓના સમૂહ, વિવિધ ધર્મો, ખાદ્ય-ખોરાકીની વિવિધતા અને વિશિષ્ટ રિવાજોથી ઘેરાયેલી હોય, આ બધાનું સહ-અસ્તિત્વ એ એક સુશોભિત અને નિરાળો પ્રદેશ છે. આ ધનાઢય અને ચમકદાર વૈવિધ્યમાં પણ પ્રેરણાદાયક એકતાનું દૃષ્ટાંત જોવા મળે છે. કેટલાંક સામાજિક-રાજકીય પરિબળોને લીધે આ ભવ્ય વિવિધતા સામે ભય મંડરાઈ રહ્યો છે. અવિચારી રાષ્ટ્રભક્તિ, લોકશાહીના મૂલ્યોની નાસમજ, નિરંકુશ મીડિયા, પક્ષપાત, વિચારધારાનું લડાયક સ્વાભિમાન, સાંસ્કૃતિક વર્ચસ્વની મનેચ્છા, વિચારગોષ્ઠી, અસંમતિ વિરોધના વાતાવરણને ડામવાના પ્રયત્નો જેવા પરિબળો આપણાં વૈવિધ્યપૂર્ણ વ્યાખ્યાનને પાતાળ તરફ ધકેલી રહ્યા છે. દિન-પ્રતિદિન સાંપ્રદાયિકતા સંસ્થાગત બનાવી દેવામાં આવતાં કોમી રમખાણો અને મનસ્વી હિંસાખોરી એ જાણે આજનું ધારા-ધોરણ બની ગયા છે.

ન્યાય, સમાનતા અને અસહિષ્ણુતા જેવાં મૂલ્યો આજના રાજકીય ઢાંચામાંથી જાણે અદૃશ્ય થઈ ગયા છે. આવી પરિસ્થિતિના નિર્માણના પગલે પીડિત અને શોષિત કોમો પોતાને વધુ હાસિયામાં ધકેલાઈ ગઈ હોવાની અને બહિષ્કૃત અનુભવે છે. મતોના ધ્રુવીકરણને માટે રાજકીય શબ્દકોષની નવી રૃપરેખા એ એક ભારતીયને આમ ભારતીય સામે લાવીને ઊભો કરી દીધો છે. ભવ્ય ભારતની પરિક્લ્પનાને તેના જડમૂળથી હલાવી દેવામાં આવી છે. ભારતીય બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનું અવાર-નવાર હનન થઈ રહ્યુ છે. ભારતીય નાગરિકો કે જેઓના વિચારો, અભિપ્રાયો, આસ્થાઓ, સત્તાધારી પક્ષની વિચારસરણીથી વિરુધ હોય તેમનાં અવાજ દબાવી દેવામાં આવે છે. અપશબ્દો અસભ્ય ભાષાઓ અને દૃષ્ટાંત પૂર્ણ માહિતીના પ્રચાર-પ્રસારના કારણે કોમો અને જાતિઓ કે જેઓ એકબીજા સાથે હળીમળીને રહેવા ટેવાયલી હતી તેમની વચ્ચે હિંસક રમખાણો જાણે સામાન્ય બની ગયા છે અને સાથે અર્થતંત્રને તેમજ વ્યકિતગત અને સાર્વજનિક સંપતિને અગણ્ય નુકસાન વેઠવું પડયું છે.

આ એક ઉદાત્ત ઘડી છે કે આપણે ભારતની પરિકલ્પનાને સુરક્ષિત કરવાની પ્રતિજ્ઞા લઈએ. આપણા વૈવિધ્યની ભવ્યતા સ્વીકારીને એક રાષ્ટ્ર તરીકે સંગઠિત થઈએ. ન્યાય, ભાઈચારા, તકોની સમાનતાની અનુભૂતિ જ રાષ્ટ્ર અંગત હોવાની અનુભૂતિ કરાવે છે. આપણાં દેશના અવિરત વિકાસ સાથે આપણે પ્રથમ માનવી હોવાની વાસ્તવિકતાને અનુભવીએ. આપણે એવા માનવસમાજ બનાવવા પ્રતિબદ્ધ બનીએ જ્યાં ન્યાય એની આત્મા હોય અને કર્મો કરૃણાં, ક્ષમા અને ભાઈચારાના પ્રતિક. આપણુ ભવિષ્ય ભૂતકાળની ભૂલોને ન સ્વીકારે પરંતુ નિત્ય નવા જ્ઞાન અને સમાજને પ્રતિપાદિત કરે. આપણે સ્પષ્ટપણે સ્વીકારીએ કે આપણું બંધારણ ૮૦ ટકા બહુમતિ અને ૨૦ ટકા લધુમતિને સમાન હક્કો અર્પે છે અને આપણે સાથે મળી આદર્શ પ્રજાતંત્ર બનાવીએ. આપણે એકતાનાં બંધને મજબૂત કરવા હાથ મેળવવીએ. આ વૈવિધ્યમાં ભવ્યતાને પુનરૃદ્ધાર કરવા અને એકતાના બંધનને મજબૂત કરવા સારૃ પ્રતિજ્ઞા લઈએ. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments