Friday, March 29, 2024
Homeકેમ્પસ વોઇસએનઆઈઓએસ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની નિબંધ સ્પર્ધામાં સુમૈયા દેશભરમાં પ્રથમ

એનઆઈઓએસ દ્વારા યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની નિબંધ સ્પર્ધામાં સુમૈયા દેશભરમાં પ્રથમ

અહમદાબાદ,

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓપન સ્કૂલીંગની કોલકાતાના નરેન્દ્રપુર સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા, અહમદાબાદ શાહપુર, મિલ કમ્પાઉન્ડમાં રહેતી શેખ સુમૈયા ઝાકીર હુસેને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે આવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ અગાઉ શેખ સુમૈયા ઓલ ગુજરાત સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગલેવા લાયક બની હતી.

નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલીંગની રજત જયંતિ નિમિત્ત અગાઉ રાજ્ય કક્ષાની અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની એસે સ્પર્ધામાં યોજવામાં આવી હતી. રાજ્યકક્ષાની એસે સ્પર્ધામાં પ્રથમ આવનાર દરેક રાજ્યના વિદ્યાર્થીઓ પૈકી દરેક વિદ્યાર્થીને એક કલાકમાં ર હજાર શબ્દોમાં નિબંધ લખવાનો હતો જે ખૂબ કઠિન કામ હતું. છતાં પિતા ઝાકીરહુસેનના સતત માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ શેખ સુમૈયાએ આ નિબંધ ખૂબજ સહજતાથી લખવી બતાવતા આયોજનકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે દેશભરમાં પ્રથમ ક્રમે આવનાર તરીકે મુસ્લિમ વિદ્યાર્થિનીનું નામ જાહેર કરાતા અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોએ પણ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments