Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપકોવિડ-૧૯ : વાયરસના ચેપથી જનતા પસ્ત, સરકાર મસ્ત

કોવિડ-૧૯ : વાયરસના ચેપથી જનતા પસ્ત, સરકાર મસ્ત

લે. શાહિદ સુમન

જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન છે, લોકોને એકબીજાથી અંતર જાળવવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે કુમાર વિશ્વાસ અને અનુપમ ખેરની સાથે મળીને હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર ટોળા પાસેથી તાળીઓ વગાવડાવે છે. કુમાર અને અનુપમ ખેરને ઘરેથી નીકળીને સ્ટુડિયો સુધી જવાની અનુમતિ છે. કોઈ સામાન્ય વ્યક્તિ અનાજ ખરીદવા પણ નીકળશે તો પણ તેને લાઠીઓ ખાવી પડશે. ક્યાંક બે વ્યક્તિઓ પણ ઊભા રહી ગયા તો તેનાથી કોરોના ફેલાવવાનો ભય રહે છે. અહીંયા પૂરેપૂરું ટોળું છે, તાળીઓ વગાડવાવાળું. મધ્ય પ્રદેશમાં સરકારની રચના થઈ જાય છે, રાજ્યપાલની આગેવાનીમાં બીજેપીના નવા મંત્રીઓ શપથ લઈ રહ્યા છે, ગ્રૂપ ફોટો સેશનનું આયોજન કરવામાં આવે છે. ત્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના દળ બળની સાથે અયોધ્યા જતા રહે છે અને વગર સોશ્યલ ડિસ્ટન્સના મંદિર પરિસરમાં ધાર્મિક કર્મકાંડમાં ભાગ લે છે. પ્રદેશની પોલીસનું સંપૂર્ણ સંરક્ષણ છે. આ તે પોલીસ છે જે છેલ્લા કેટલાક વર્ષોથી યોગીની સરકાર હના કહેવા મુજબ કાયદાઓને સખ્તાઈ થી પાલન કરાવવામાં પ્રખ્યાત છે. આ સમયે પણ જ્યારે કે લોકો ભૂખ્યા પ્યાસા દિલ્હીથી રોજમદારો સરકારથી નિરાધાર થઈને હજારો કિલોમીટર પગપાળા પોતાના ઘરે જવા પર લાચાર છે તો આ પોલીસ લોકડાઉન કાનૂનનો હવાલો આપીને લોકો પાસેથી ઉઘરાણીમાં લાગેલા છે. હું એવું પણ નથી કહી રહ્યો કે બધા પોલીસવાળા આવું કરી રહ્યા છે. પરંતુ કે જે રીતે આ પીડિત લોકો સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, તે જરા પણ જનતાના રક્ષકોને શોભા નથી આપતો. દિલ્હીમાં જ્યાં‌ ત્યાં ભાગતા મજૂરો થકી ખબર પડી છે કે જે લોકો ઉત્તર પ્રદેશ પોલીસને પૈસા આપી રહી છે, તેને ઉત્તર પ્રદેશમાં સરળતાથી પ્રવેશ મળી જાય છે. નહિતર કેટલા કિલોમીટર પગપાળા ચાલીને બીજી બોર્ડર કે એવી શેરીઓમાંથી નીકળવું પડે છે જ્યાં પોલીસ સાથે બોર્ડર પર મુલાકાત ન થઈ શકે. એક વાર બોર્ડરમાં પ્રવેશ કરી લીધા પછી આ પ્રકારની અડચણો નથી આવતી. પરંતુ જરૂરી સવાલ આ છે કે જ્યારે સરકારની પાસે આટલી મોટી વસ્તી જે પલાયન કરી રહી છે તેને રોકવા માટે કોઈ મજબૂત પ્લાન નથી તો તેના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકાર કઈ રીતે કરશે ? કાલે જામિયાના કેટલાક વિદ્યાર્થીઓ જેમને બિહારના અરરીયા જીલ્લામાં જવું હતું. તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું કે બિહાર માટે કેટલાક ખાનગી વાહનો ઉત્તર પ્રદેશના બોર્ડર વિસ્તારમાંથી ચાલી રહ્યાં છે, કે જે મહારાણી બાગની આસપાસ છે, હવે તે લોકોને શાહીન બાગ 8 નમ્બરથી પગપાળા ચાલીને મહારાણી બાગ જવું છે. ત્યારે જઈને બિહાર તરફના વાહનો મળશે. આના વચ્ચેનું અંતર 6 કિલોમીટર છે. જે પગપાળા જવાનું છે. હજુ સુધી સોશ્યલ મીડિયા દ્વારા જે સમાચારો આવ્યા છે તે મુજબ લગભગ 17 લોકો પગપાળા ચાલીને મૃત્યુ પામ્યા છે. એક તરફ પ્રાકૃતિક પીડા છે, તો બીજી તરફ સરકાર સર્જિત પીડા છે. જેને ચાલતા લાખો લોકોનું જીવન મુસીબત માં ફંસાઇ ચૂક્યું છે. મેન્સ્ટ્રીમ મીડિયા પળેપળની ગણતરી કરી રહી છે, પરંતુ તે ફક્ત કોરોનાની જ ગણતરી કરશે.

પ્રધાનમંત્રીએ આ રોગચાળા અને ભાગદોડમાં પણ પોતાના મનની વાત કહી. શું તેમણે તે 17 મજૂરોના મોતનો ઉલ્લેખ કર્યો? અન્ય જેની પુષ્ટિ નથી થઈ તે સમાચાર મુજબ અત્યાર સુધી 22 લોકોના મોત થયા છે. જવાબ “ના” માં છે. કેમ કે આ દેશમાં દરેક જીવ ‌નું મૂલ્ય સમાન સમજવામાં નથી આવતું. તે મજૂર છે. ગટરમાં ડૂબીને ન મર્યા તો પગપાળા ચાલીને મૃત્યુ પામ્યા. આપણે એક અજ્ઞાન/અભણ/મૂર્ખ દેશ છીએ. આપણે વ્યક્તિઓની મૃત્યુઓ તેની હેસિયત મુજબ જોઈએ છીએ, તેની અસર અને રુસુખથી જોઈએ છીએ, અને તે હિસાબથી દુઃખી થઇએ છીએ. દિલ્હી રમખાણોમાં આઈબી અધિકારી અંકિત શર્મા, પોલીસ કોન્સ્ટેબલ રતનલાલ ઉપરાંત 50 હિન્દુ-મુસ્લિમ ભારતીયો પણ મોતને ભેટ્યા તે પણ સરકાર પ્રાયોજિત રમખાણોના લીધે. હું આને સરકાર પ્રાયોજિત એટલા માટે કહી રહ્યો છું કે દિલ્હીમાં ચુંટણી પહેલાથી જ જે પ્રકારની ભાષા દેશના ગૃહમંત્રી તેના સંતરી લોકો બોલી રહ્યા હતાં. તે પ્રકારે સરકારી ગુંડાઓને સિગ્નલ અહીંથી જ મળતું હતું. પરંતુ તે 50 લોકોને શું મળ્યું. અંદાજો લગાવો સરકારના વહી ખાતામાં આપણો શું દરજ્જો છે? એ હજારો લોકોને શું મળ્યું જેમની લાખો કરોડો જીંદગીભરની કમાણી આ રમખાણોની ભેંટમાં ચઢી ગઈ? શું આની ગરિમા માટે પ્રધાનમંત્રીના “મનની વાતમાં” કોઈ ખાલી જગ્યા છે. એક મૂર્ખ બીજેપી નેતા કાલે કહી રહ્યો હતો કે આ લોકો પરિવારની સાથે રજાઓ માણવા માટે દિલ્હીમાંથી નાસી રહ્યા છે.

ધ હિન્દુ સમાચારપત્ર મુજબ 20 માર્ચે કર્ણાટકના મુખ્યમંત્રી વગર સોશ્યલ ડિસ્ટન્સના શાદી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

અસંગઠિત કામદારોની આ નિયમિત સમસ્યા છે

જો કે અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલા કામદારોની સમસ્યા ફક્ત દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી મર્યાદિત નથી. બલ્કે દેશમાં આ સમયે લગભગ બધા રાજ્યોની આ જ સમસ્યા છે. અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરી રહેલા કામદારોની સમસ્યા એ માટે પણ મોટી હોય છે કારણ કે તેમના કાર્યક્ષેત્ર નાના નાના કારખાનાઓ પર નિર્ભર હોય છે. આ લોકો ઈંટના ભટ્ટાઓ પર કામ કરે છે. નાના નાના કોન્ટ્રાક્ટરોની અંદર રહીને કામ કરીને પોતાની આજીવિકાની વ્યવસ્થા કરે છે. તે મોટા અને મધ્ય પ્રકારના કોન્ટ્રાક્ટરોના હેઠળ કાર્ય કરે છે. મધ્ય અને નાના કોન્ટ્રાક્ટરોની પાસે વધુ સંસાધનો નથી હોતા, બસ આ લોકો યુપી, બિહાર, ઝારખંડ, બંગાળના દૂર દૂરના ગામોમાંથી મોટા શહેરોમાં રોજગાર પ્રાપ્ત કરાવવાના નામ પર કોન્ટ્રાક્ટ પર બોલાવે છે. અને નાના કારખાનાઓથી લઈને રોડ, એપાર્ટમેન્ટ અને ઘરોના નિર્માણના કામમાં લાગી જાય છે. તે લોકો સારી રીતે રહી શકે તેવી વ્યવસ્થા પણ નથી હોતી. ભારતીયો જેલોની જેમ એક નાના રૂમમાં 10 લોકો હોય છે. મુંબઈ જેવા શહેરમાં તો સવારે કામ પર જતા પહેલા ટોયલેટની લાંબી કતારો લાગેલી હોય છે. ઝૂંપડપટ્ટીની હાલત વિશે કોણ અજાણ છે. આજે પણ પટના ગાંધી મેદાનની બાજુમાં ડીએમ સાહેબ અને અન્ય મોટા અધિકારીઓના આવાસ છે. સમગ્ર પટનાના સૌન્દર્યકરણની પ્લાનિંગ ડીએમ સાહેબ કરે છે, પરંતુ તેના આવાસની બાજુમાં જ કેટલી ઝૂંપડપટ્ટીઓ છે. તેમના બાળકો શાળાએ નથી જતાં, કુપોષણના શિકાર છે, તેમની પાસે સારું ભોજન નથી. આ નાના મોટા કોન્ટ્રાક્ટરોથી લઈને આ મજૂરોના કોઈ પણ પ્રકારના રજીસ્ટ્રેશનની કોઈ વ્યવસ્થા જ નથી. વામદળોના લોકો તેમની સમસ્યાને આંદોલનના રૂપમાં ઉઠાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ આ બાજુ સરકારે કોઈ પણ ફેરફાર આ લોકોના ક્ષેત્રો માટે નથી કર્યા, જેનાથી તેમની સલામતી મજબુત કરવામાં આવે. ઘણી વખતે મોટા રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર મધ્ય અને નાના કોન્ટ્રાકટરોના પૈસા સાથે પણ બેઈમાની કરી જાય છે, આ પૈસા નાના મોટા રૂપિયા નથી હોતા બલ્કે ક્યારેક ક્યારેક તો મહિનાઓ સુધી કમાવેલા રૂપિયા બેંક ચેક અને બીજા બિન જરૂરી જે આ લોકો ન સમજી શકે કહીને પોતાના જ કમાયેલા પૈસાથી વંચિત રહી જાય છે.

રાષ્ટ્રીય માર્ગ પર ભૂખ્યા પ્યાસા પોતાના ઘરે જવા માટે તૈયાર દિલ્હીના અસંગઠિત ક્ષેત્રના કામદાર લોકો

પગપાળા પ્રવાસ કરીને પોતાની પત્ની અને બાળકો સાથે પોતાના ઘરે જઈ રહ્યા છે. આ સમયે પણ આ ભયાનક દ્રશ્યોને જોઈને કેટલાક લોકો સરકારના બદલે આ લોકો પર જ પોતાની સરકારી ચાતુકારિતાની ભડાસ નીકાળી રહ્યા છે. આટલી મોટી આબાદી કોઈ સામાજિક સંસ્થા પૂરતું કામ નથી કે તે સંસ્થાઓ પોતાના સંશોધનનો ઉપયોગ કરીને બધા પીડિત મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડી શકે. કેમ કે પીડિતોની સંખ્યા સેંકડો, હજારોમાં નથી બલ્કે લાખો માં છે. આવામાં કેન્દ્ર સરકાર થોડી પણ એક્ટિવ થઈને દિલ્હી સરકારને અથવા એ બધા રાજ્યોને એક સર્ક્યુલર જાહેર કરીને કહેવામાં આવે કે બધા રાજ્યો ત્યાં વસતા રોજમદારો, શાળા, કોલેજો તેમજ ખાનગી હોસ્ટેલમાં ફંસાયેલા તમામ લોકોને કાં તો સલામત રીતે ઘરના દ્વાર સુધી પહોંચવા માટે ઉત્તમ સાધન આપવામાં આવે કાં પછી તેમને પૂર્ણ ભરોસો આપવામાં આવે કે આ મજૂરોની જે સમસ્યાઓ છે તેનું સમાધાન તાત્કાલિક કરવામાં આવશે. એટલા માટે આ રોજમદારોને ગભરાવવાની જરૂરત નથી.

લોકડાઉન માં ભૂખ સૌથી મોટી સમસ્યા

અવર જવરના સાધનો બંધ હોવા ઉપરાંત બીજી સૌથી મોટી સમસ્યા ભૂખ છે. બિહારનો 11 વર્ષીય રાહુલ ભૂખથી મૃત્યુ પામ્યો. એક સપ્તાહથી કશું ખાધું કે પીધું નહોતું. નામ હતું રાહુલ. તેના ગામનું નામ જવાહર ટોલા હતું. ગામનું નામ ગાંધી ટોલા કે મોદી ટોલા હોત તો પણ શું ફરક પડત. દેશ તો એવો છે કે જ્યાં કોઈ પણ નિર્ણય કરતા પહેલા એ લોકો વિશે વિચારવામાં આવતું જ નથી જે આ દેશને બનાવે છે. દિલ્હીથી ભાગવાવાળા લાખો લોકોની જેમ રાહુલના પિતા પણ મજૂર જ છે. લોકડાઉનના લીધે કામ ધંધો બંધ થઈ ગયો.

ધ હિન્દુ સમાચારપત્ર માં 13 માર્ચના રોજ છપાયેલા એક અહેવાલ મુજબ દેશમાં સ્વાસ્થ્ય કટોકટી નથી.

સ્થાનીય કાઉન્સિલર એ જણાવ્યું કે જ્યારે અમે તેમના ઘરે પહોંચ્યા તો જોયું કે ઘરમાં અનાજનો એક પણ દાણો નહોતો. વહીવટીતંત્રએ આ વાતને નકારી કાઢી કે બાળકનું મોત ભૂખના લીધે થયું છે. તે કહી રહ્યા છે કે હમે હજુ તપાસ કરી રહ્યા છીએ.

જ્યારે તપાસ અત્યારે કરી જ રહ્યા છો તો આ કેમ ખબર પડી ભૂખના લીધે મોતની વાત ખોટી છે. આ બે દશક જૂની રમત છે. તેના માટે તમારે પી સાઈનાથને વાંચવું જોઈએ. પૂરા દેશમાં જ્યાં પણ ભૂખથી કોઈ મૃત્યુ પામે ત્યારે વહીવટીતંત્ર રટેલા પોપટની જેમ આ કહે છે કે ભૂખથી મૃત્યુ નથી પામ્યા, અમે તપાસ કરી રહ્યા છીએ. પોતાના ઘરે જઈ રહેલા પગપાળા ચાલનારાઓ 17 થી 22 લોકોની મૃત્યુના સમાચારો આવી રહ્યા છે. તે પોતાના ઘર સુધી પણ પહોંચી ન શક્યા. જે બાળકોના મજૂર બાપ તેમને તેમના ખભા પર બેસાડીને મહાનગરોમાંથી પગપાળા ભાગી રહ્યા છે, તે પણ ભૂખના ભય થી જ ભાગી રહ્યા છે. જે મિટ્ટીમાં આ મજૂરની પરવરિશ થઈ, પોતાની યુવાની વિતાવી, જે એક ભારત શ્રેષ્ઠ ભારતને મજબૂત બનાવવા માટે તેમણે પોતાના લોહી પરસેવાને પાણીની જેમ વહાવ્યા. તે જ લાખો કરોડો ભારતીયો માટે સરકાર પાસે કોઈ સુવિધા કે સાધન નથી. સાધનના નામ પર કાનૂનની પુસ્તકોમાં કેટલીક પંક્તિઓ છે. ભોજનનો અધિકાર, જીવવાનો અધિકાર, શિક્ષણનો અધિકાર વગેરે વગેરે. તે નિરાધાર ગરીબોને તો ખબર પણ નહિ હોય કે સરકારે અમારી સલામતી માટે આટલી સુંદર પંક્તિઓ લખી છે.

ઓ સરકાર ! તપાસ કરીને શું કરશો? મૂકી દો. તે તો મરી ચૂક્યો છે. હવે પાછો નહી આવે. તે ગરીબ બાપનો દીકરો હતો. તેની મોત માટે કોઈને સજા પણ નહી થાય. ગરીબી અભિશાપ છે. આ તપાસ પછી જ્યારે કોઈ પિક્ચર જ ન બદલે તો આવી તપાસનો શું ફાયદો? કાલે આપણામાંથી જ કોઈ ફરી લાઠીઓ દંડાના શિકાર થશે.

દેશ નોકરશાહીની લાપરવાહી ભોગવતી સામાન્ય જનતા

જે વિશ્વાસ સાથે‌ આપણે ગરીબ જનતા આપણા માટે સરકારને પસંદ કરીએ છીએ, આખરે સરકાર બનતાની સાથે જ બધાં વચનો કેમ ભૂલી જાય છે? પ્રકાશ જાવડેકરની ફરમાઈશ પર કોંગ્રેસના જમાનામાં બનેલી રામાયણ સીરીયલ જોવાનું કહેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી પોતાના પરિવાર સાથે લુડો રમવાનો ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ફોટો એક મીટીંગની છે, બહાર છે, જોવાથી એવું લાગી રહ્યું છે કે આટલી મોટી હોનારત તેના માટે કશું નથી. તેની માટે તો બસ અમાનવીય કાનૂન સીએએ, એનપીઆર અને એનઆરસી જ છે, તે સિવાય બીજું કશું નથી જોતું. તેને બસ પાકિસ્તાનની લાઈવ બરબાદી જોવી છે. ત્યાંના હિન્દુ માઇગ્રેન્ટને ભારતમાં વસાવવાથી મતલબ છે. દેશના અંદર જ ભારતીયો બરબાદ થઈ જાય, ભૂખ્યા પ્યાસા મરી જાય તેને કોઈ ફરક નથી પડતો. તે ટેબલ ઠોકી ઠોકી ને દેશની સંસદમાં સડક છાપ ગુંડા મવાલીની જેમ અકડાઈને વાત કરશે. અમિત શાહ આજે કેમ ચૂપ છે? જે રીતે શોધી શોધીને ઘૂસણખોરોને અર્થાત્ પ્રત્યક્ષ ઈશારો મુસલમાનોની તરફ કરીને મારવાની વાત કરનારાઓ આ ભારતીય હિંદુઓ પર જ કૃપા કરો.

દેશના રાષ્ટ્રીય માર્ગો પર પગપાળા ચાલવા લાચાર થયેલા દિહાડી મજૂર

કેન્દ્ર અને રાજ્ય સરકારો એક બીજા પર આરોપ લગાવવાના બદલે પોતાના કર્તવ્યોનું પાલન કરે

દેશમાં આટલી મોટી હોનારત આવી છે અને બ્લેમ ગેમની વાહિયાત પરંપરા મોદી સરકારે શરૂ કરી દીધી છે. મોદી સરકાર હવે રાજ્યોને દોષી ગણે છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને પૂછી રહ્યા છે કે 18 જાન્યુઆરીથી 23 માર્ચના વચ્ચે જે 15 લાખથી વધુ પ્રવાસી વિદેશથી ભારત આવ્યા છે, તે ક્યાં છે? રાજ્ય સરકાર તેની દેખરેખ નથી રાખી રહી, કેમ કે જેટલા લોકોને કોરોનાના શંકાસ્પદ કેસની યાદીમાં રાખવામાં આવ્યા છે તેમની સંખ્યા આ 15 લાખની સંખ્યાથી મેળ નથી ખાતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ગંભીર રીતે કોરોના વાયરસની સામે ઉઠાવવામાં આવેલા પગલાંઓને પ્રભાવિત કરી શકે છે.

અરે પહેલા તમે જણાવો ને? કે તમે શું કર્યું? હવે રાજ્યો પર શા માટે ઢોળી રહ્યા છો તમામ જવાબદારી? તમે તો કહી રહ્યા હતા ને કે અમે તો આ પ્રવાસીઓની એરપોર્ટ પર તપાસ કરી હતી. અર્થાત્ તમે માથા પર એક લેઝર લાઈટ નાખી અને તેને જવા દીધો કેમ તે લોકો વીઆઈપી લોકો હતા? મોટા બાપના દીકરા હતા? તમને આની પર શંકા હતી તો દરેક એરપોર્ટની બહાર સેંકડો એકડ ખાલી જમીન હોય છે. ત્યાં અસ્થાયી હોસ્પિટલ બનાવીને આ વિદેશથી પરત થયેલા લોકોને કવોરોંટાઈન શા માટે ન કરવામાં આવ્યા? પ્રોપર ટેસ્ટ શા માટે ન કરવામાં આવ્યા? ટેસ્ટ કરતા અને મૂકી દેતા !

આજે આ 15 લાખ લોકોની પાછળ સમગ્ર દેશ મહિના ભરથી લોકડાઉન સહન કરી રહ્યો છે. સમગ્ર અર્થતંત્ર બરબાદ થઈ ચૂક્યું છે.

દેશમાં કુલ 26 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, જેમાંથી માત્ર દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, કલકત્તા, હેદરાબાદ, અમદાવાદ, કોચીન, ચેન્નાઇ જેવા એરપોર્ટ પર જ વધુ ટ્રાફિક હોય છે, તેના ટર્મિનલ પણ અલગ બનેલા હોય છે, આ એરપોર્ટ પર ત્રણ દિવસ સુધી તેમને રોકતા, ટેસ્ટ કરતા, સંપૂર્ણ સુવિધા પણ આપતા પરંતુ તેમને બહાર નીકળવા ન દેતા તો આજે આ દિવસ ન જોવા પડતા.

જ્યારે કુંભનો મેળો હોય છે ત્યારે ટેન્ટેજમાં સર્વસુવિધાયુક્ત હોસ્પિટલ મેળા પરિસરમાં બનાવવામાં આવે છે કે નહિ? તેવા જ હોસ્પિટલ બનાવીને તમે આ લોકોને ત્યાં જ રોકી શકતા હતા. એરપોર્ટ ઓથોરિટી તો કેન્દ્ર અંતર્ગત જ આવે છે ને? શું આ જવાબદારી કેન્દ્રની મોદી સરકારની નહોતી? હવે જઈને તમને ભાન આવ્યું છે અને આટલા દિવસ પછી તમે રાજ્ય સરકાર ને પત્ર લખી રહ્યા છો?

હવે તમે રાજ્ય સરકારો પાસે આશા કરી રહ્યા છો કે ભૂસાના ઢગલામાંથી સોય શોધી શોધીને નીકાળે, આ લોકો પણ એટલા નાલાયક છે કે ખોટા સરનામા જણાવીને પોતાના મિત્રો કે સંબંધીઓને ત્યાં જઈને છુપાઈને બેસ્યા છે. જે પણ હોય આ લોકોને હવે તમે શોધી લો. તમે રોગચાળો અધિનિયમ લાગુ કરી દીધો છે હવે આ તમારી જવાબદારી છે.


(લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments