Friday, April 19, 2024
Homeસમાચારજમાઅતે ઇસ્લામી હિંદની કેન્દ્રીય સલાહકાર સમિતિ દ્વારા પારિત પ્રસ્તાવ

જમાઅતે ઇસ્લામી હિંદની કેન્દ્રીય સલાહકાર સમિતિ દ્વારા પારિત પ્રસ્તાવ

જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં જમાઅતની કેન્દ્રીય સલાહકાર સમિતિની ત્રણ દિવસીય (23-25 ઓગસ્ટ 2020) સંમેલનમાં પારિત પ્રસ્તાવ પર વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સને જમાઅતના ઉપાધ્યક્ષ મુહમ્મદ સલીમ એન્જિનિયરે સંબોંધિત કરી. તેમણે જણાવ્યું કે સલાહકાર સમિતિએ દેશ અને સમુદાયની મહત્વપૂર્ણ સમસ્યાઓ પર વિચાર કર્યો અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરવાનો નિર્ણય કર્યો. આ સમયે સમગ્ર દેશ કોરોનાનો શિકાર છે. દેશમાં રાજનીતિ અને આર્થિક સંકટ નિશ્ચિત રીતે ચિંતાનો વિષય છે. કેન્દ્રિત સલાહકાર સમિતિની કોન્ફરન્સમાં કોરોનાના મૃતક પરિજનો તેમજ આ બીમારીથી સંક્રમિત લોકો પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરી. આ કોન્ફરન્સમાં મુસ્લિમ દુનિયાની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને સાથે દેશના મુસલમાનોને પોતાની જવાબદારીઓ યાદ અપાવવામાં આવી. આ કોન્ફરન્સમાં નીચેના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ.

મોહમ્મદ સલીમ એન્જિનિયર સાહેબે જણાવ્યું કે સલાહકાર સમિતિ આ નિષ્કર્ષ પર પહોંચી છે કે પ્રધાનમંત્રી એ કોઈ પણ તૈયારીનો સમય આપ્યા વિના 24 માર્ચ 2020થી 21 દિવસ માટે લોકડાઉનની ઘોષણા કરી દીધી. આ અનપેક્ષિત ઘોષણાથી 130 મીલીયન લોકો માટે ગંભીર સમસ્યા પેદા થઈ. આ રીતે, નવેમ્બર 2016માં નોટબંધીની ઘોષણાએ પણ જનતાને સમસ્યામાં મૂકી દીધી હતી. દેશમાં મોટી સંખ્યામાં લોકો, ખાસ કરીને મજૂર વર્ગ દક્ષિણથી ઉત્તર અને પશ્ચિમથી પૂર્વની તરફ પલાયન કરવા માટે મજબૂર થયા. આ બધું સ્પષ્ટ રૂપે સરકારની ગેર વ્યવસ્થા અને ગેર જવાબદાર વલણના કારણે થયું. જેના પરિણામ સ્વરૂપ મોટી સંખ્યામાં લોકો કોવિડથી પ્રભાવિત થયા, મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા, દેશની જીડીપીનો દર ખૂબ જ નીચે આવી ગયો અને વિકાસ દર નકારાત્મક સ્તર પર છે. દેશની અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય પ્રણાલીની વિવશતા પાછળ દેશમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર અને જન વિરોધી આર્થિક નીતિઓની પણ પ્રમુખ ભૂમિકા રહી છે. દેશની આર્થિક નીતિઓ પર પુનર્વિચાર કરવામાં આવે, ખાનગીકરણની દિશામાં વધતા પગલાંઓને રોકવામાં આવે, સ્વાસ્થ્ય અને શિક્ષણના વ્યાપારીકરણને રોકવામાં આવે, અને બજેટના એક મોટા ભાગને લોક કલ્યાણ અને રોજગારનો અવસર વધારવા માટે ફાળવવામાં આવે. સલાહકાર સમિતિ મહેસૂસ કરે છે કે દેશ બીજી અન્ય રાજનૈતિક સમસ્યાથી પીડાઈ રહ્યો છે. બંધારણીય સંસ્થાઓનું સાર્વભૌમત્વ સવાલોના દાયરામાં છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા ગંભીર ખતરામાં છે. ન્યાયપાલિકાની સર્વોચ્ચ સંસ્થા દ્વારા જાહેર કરેલા નિર્ણયોની દુનિયાભરમાં આલોચના થઈ રહી છે. સત્તાધારી દળ દેશના અલ્પસંખ્યકોના વિરુદ્ધ સતત આક્રમકતાનું પ્રદર્શન કરી રહી છે, તો વિપક્ષની ભૂમિકા અસમર્થ અને લાચાર બનીને રહી ગઈ છે. વર્તમાન સરકારની અલ્પસંખ્યકો, દલિતો, નબળા વર્ગો અને વિશેષ રૂપથી મુસ્લિમ વિરોધી નીતિઓ અને નિર્ણયો દેશની લોકતાંત્રિક ઓળખ માટે એક ગંભીર ખતરો બની ચૂકી છે. મીડિયા અને સોશયલ મીડિયામાં ઘૃણા ફેલાવવાવાળી વાતો અને તેના પર સરકારનું મૌન અને ઘણી વાર તો સંરક્ષણ દેશના અલ્પસંખ્યકોના અંદર અવિશ્વાસ અને સંદેહનું કારણ બની રહી છે.
એનઆરસી, સીએએ અને એનપીઆરના વિરુદ્ધ પ્રદર્શનમાં ભાગ લેવા વાળાઓને લોકડાઉન વચ્ચે જે રીતે આરોપ લગાડીને ધરપકડ કરવામાં આવી રહી છે, તે અત્યંત નિંદનીય છે.

સલાહકાર સમિતિએ ઇસ્લામિક દુનિયાના વિભિન્ન ભાગો, વિશેષ રૂપથી યમન, સિરિયા, લેબનોન અને લિબિયામાં વર્ષોથી ચાલુ ગૃહ યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી. સમિતિનો વિશ્વાસ છે કે સ્થિતિના આ બગાડ માટે વિશ્વ તાકતો નિશ્ચિત રૂપે જવાબદાર છે. પરંતુ આ સંભાળવાની અને ઠીક કરવાની પહેલી જવાબદારી મુસ્લિમ ઉમ્મતની છે. આ ગૃહ યુદ્ધના કારણોનું યોગ્ય રીતે આકલન કરવું અને તેને રોકવા માટે એક વૈશ્વિક અભિયાન શરૂ કરવું જરૂરી છે. પેલેસ્ટાઈન પર ઈઝરાઈલનો ગેર કાયદેસર કબ્જો જે રીતે શરૂઆતમાં ખોટો હતો, તે જ રીતે કાયમ માટે ખોટો જ રહેશે. મુસ્લિમ ઉમ્મત અને ન્યાય પ્રિય આંતરરાષ્ટ્રીય સમુદાયે જે પક્ષ કબ્જાની શરૂઆતમાં અપનાવેલો હતો તે પક્ષ પર કાયમ રહેવાની રહેવાની જરૂર છે. જેથી ન્યાયની માંગ સમય વીતવાની સાથે ઝાંખી ન થાય, બલ્કે સતત પોતાના સ્પષ્ટ સ્વારુપે બધાની સામે રહે. પેલેસ્ટાઈન સંબંધે અમેરિકાના પાલવમાં ઇઝરાઈલની સાથે યુએઈનો વર્તમાન કરાર પેલેસ્ટાઈન મુદ્દા બાબતે દેખીતી બેઈમાની છે અને અત્યંત નિંદનીય છે. આપણો દેશ, જેણે એક લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, તેનાથી આ અપેક્ષા છે કે અત્યાર સુધી તે પેલેસ્ટાઈનની સ્વતંત્રતા માટે ત્યાંની જનતા સાથે જે મજબુતી સાથે ઊભો છે, પોતાના પક્ષ પર કાયમ રહે.

સલાહકાર સમિતિએ તેના પારિત પ્રસ્તાવમાં કહ્યું કે ભારતીય મુસલમાનોને પોતાના દેશમાં જે સમસ્યાઓનો સામનો છે તેમાં સૌથી વધુ ગંભીર સમસ્યા વકરી ગયેલો ફાસીવાદ છે. હાલના વર્ષોમાં જ્યારથી સાંપ્રદાયિકતા અને ફાસીવાદના આ વલણની સરકાર તરફથી આંખ આડા કાન કરવાની વૃત્તિથી, સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ છે. ઘૃણા અને ફાસીવાદના આ ખતરનાક અને ઘાતક વાયરસથી છુટકારો મેળવવા અને મુસલમાનો વિષે દેશબંધુઓના મનમાં પેદા થયેલી ભ્રાંતિઓને દૂર કરવાનો એક પ્રભાવી માર્ગ જનસેવા અને માનવતાનું કલ્યાણ અને નૈતિકતાની વ્યવહારિકની અભિવ્યક્તિ છે, જેનું ઝળહળતું ઉદાહરણ દેશના મુસલમાનોએ કોવિડ દરમ્યાન રજૂ કરેલ છે. જમાતે ઇસ્લામીએ પણ દેશભરમાં એક અભિયાનની જેમ રાહત કાર્ય કર્યા અને રાષ્ટ્રના માર્ગદર્શન માટે સમય પર અપીલો જાહેર કરી.

શૈક્ષણિક અને આર્થિક આધાર પર મુસલમાનોની સ્થિતિ ખુબ જ ધ્યાન આપવા યોગ્ય છે અને સુનિયોજિત સંઘર્ષની માંગ કરે છે. મુસલમાનો માટે આવશ્યક છે કે તે એક મૌલિક વિચારની સાથે શૈક્ષણિક અને આર્થિક વિકાસની રૂપરેખા બનાવે. દેશની નવી શિક્ષણ નીતિની નબળાઈઓની આલોચના સાથે તેના થકી મળેલ અવસરોનો ઉપયોગ પોતાના શૈક્ષણિક વિકાસ માટે કરે. આવી જ રીતે, દેશના કાનૂનો અને નિયમોની અજાણતા અને કંઇક હદ સુધી લાપરવાહી ભવિષ્યમાં મુશ્કેલીઓને વધારી શકે છે. આ હકીકત ધ્યાનમાં રહેવી જોઈએ કે પડકારો અને સંકટપૂર્ણ પરિસ્થિતિઓથી નીપટવા માટે તમામ આવશ્યક ઉપાયો કરતા સમયે, પોતાના લક્ષ્ય સાથે ઊંડો લગાવ જરૂરી છે. મુસલમાનોની વાસ્તવિક સફળતા તેના મિશન થકી તેમની પ્રતિબદ્ધતા પર નિર્ભર છે.

મીડિયા વિભાગ, જમાતે ઇસ્લામી હિંદ દ્વારા પ્રસારિત.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments