હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશનના વિઝન 2026 અંતર્ગત “નાગરિક વિકાસ કેન્દ્ર”ના એકમનું મસ્જિદે બીલાલ, સોહેલ પાર્ક, સરખેજ ખાતે શરૂ કરવામાં આવ્યું હતું.
આ કેન્દ્ર દ્વારા સ્થાનિક રહેશોના દસ્તાવેજોની સુધારણા સરકારી અને બીજા ટ્રસ્ટ દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પૂરા કરવામાં આવશે.
મસ્જિદના પ્રાંગણમાં આવા કેન્દ્રીની શરૂઆત થકી મસ્જિદને ખરી રીતે કોમ્યુનિટી સેન્ટરની ભૂમિકા ભજવી શકશે તેવું હાજરજનોમાં લાગણી વહેતી થઈ હતી.
આ કાર્યક્રમમાં જમાતે ઇસ્લામી હિન્દ ગુજરાત વતી ઈકબાલ અહેમદ મિર્ઝા, ડોક્ટર યાકુબ મેમન, એન્જિનિયર અબ્દુલ કાદર સાચોરા અને સોહેલ સાચોરા હાજર રહ્યા હતા. હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન વતી ઈમ્તિયાઝ અલી સૈયદ હાજર હતા. અતિથિ તરીકે રિટાયર્ડ આઇપીએસ મકબુલ અનારવાલા, હાજીઅસરાર બેગ મિર્ઝા, ઉવેશ સરેશવાલા, ગુલ મોઇન ખોકર, અને આસિફ શૈખ ઉપસ્થિત રહ્યા હતા.